આપણે મકરસંક્રાંતિ પર તલના લાડુ કે ચીકી તો ખાઈએ જ છીએ, પણ આજે આપણે આસામ (Assam) રાજ્યની એક ખૂબ જ પ્રખ્યાત અને અલગ પ્રકારની મીઠાઈ બનાવીશું – Til Pitha.
આસામમાં “માઘ બિહુ” (Magh Bihu) તહેવાર પર આ પીઠા ખાસ બનાવવામાં આવે છે. આ વાનગીની સૌથી મોટી ખાસિયત એ છે કે આમાં તેલ કે ઘીનો ઉપયોગ થતો નથી. ચોખાના લોટની પાતળી પરત બનાવીને તેમાં તલ અને ગોળનું સ્ટફિંગ ભરવામાં આવે છે. આ ખાવામાં એકદમ ક્રન્ચી બહારથી અને સોફ્ટ અંદરથી હોય છે. જે લોકો હેલ્થ કોન્શિયસ છે તેમના માટે આ બેસ્ટ વિન્ટર સ્વીટ છે.
Table of contents
INGREDIENTS
- ચોખા / સોલ ચોખા 1 કપ
- કાળા તલ 1/3 કપ
- કાચી વરીયાળી 1 ચમચી
- છીણેલ સુકું નારિયલ ¼ કપ
- સાવ ઝીણો છીણેલ ગોળ ¼ કપ
Til Pitha banavani rit
તીલ પીઠા બનાવવા સૌથી પહેલા ચોખા / સોલ ચોખાને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી નાખી ચાર પાંચ કલાક પલાળી મુકો. ચોખા પલળે ત્યાં સુંધી માં આપણે અંદર મુકવાની સામગ્રી બનાવી લઈએ જેના માટે મિક્સર જારમાં કાળા તલ, કાચી વરીયાળી અને સુકું નારિયલ છીનેલ મિક્સર જારમાં નાખી પીસી પાઉડર બનેવી લ્યો ત્યાર બાદ એમાં છીણેલોગોળ નાખી ફરી એક બે વખત પ્લસ મોડમાં ફેરવી મિક્સ કરી લ્યો. અને તૈયાર સત્ફિંગ ને એક વાસણમાં કાઢી લ્યો.
પાંચ કલાક પછી ચોખાનું પાણી નીતારી સાફ કોરા કપડામાં ફેલાવી ને સુકવી દયો. ચોખા સુકાઈને કોરા થઇ જાય એટલે મિક્સર જારમાં નાખી પીસી પાઉડર બનાવી લ્યો અને તૈયાર પાઉડર ને ઝીણી ચારણી થી ચાળી લ્યો. હવે પીસેલા ચોખાના મિશ્રણ માં એકાદ બે ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો અને એક બાજુ મુકો.
હવે ગેસ પર એક તવી ગરમ કરવા મુકો. તવી નવશેકી ગરમ થાય એટલે પીસેલા ચોખા ના પાઉડર ને ગરણી માં નાખી તવી પર એક સરખું ગોળ ગોળ ફેરવી છાંટો. અને એની એક બાજુ તૈયાર કરેલ સ્ટફિંગ ની એક લાઈન બનાવી લ્યો અને ( લાઈન થોડી અંદર બનાવી જેથી એનો રોલ બનાવી શકો ).
એક બાજુથી હલકા હાથે ફરેવી રોલ બનાવી લ્યો અને ફરી એક મિનીટ ચડાવી લ્યો ( જેથી અંદરના સ્ટફિંગ ,અ નાખેલો ગોળ થોડો પીગળી જાય ) ત્યાર બાદ ગેસ પરથી ઉતારી લ્યો અને ઠંડી થવા દયો આમ એક એક રોલ બનાવી તૈયાર કરી લ્યોઅને ઠંડા થાય એટલે મજા લ્યો. તો તૈયાર છે તિલ પીઠા.
તીલ પીઠા બનાવવાની રીત

આસામની પ્રખ્યાત તીલ પીઠા મીઠાઈ – Til Pitha Recipe in Gujarati
Equipment
- 1 મિક્સર
- 1 તવી
Ingredients
- 1 કપ ચોખા / સોલ ચોખા
- ⅓ કપ કાળા તલ
- 1 ચમચી કાચી વરીયાળી
- ¼ કપ છીણેલ સુકું નારિયલ
- ¼ કપ સાવ ઝીણો છીણેલ ગોળ
Instructions
Til Pitha banavani rit
- તીલ પીઠા બનાવવા સૌથી પહેલા ચોખા / સોલ ચોખાને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી નાખી ચાર પાંચ કલાક પલાળી મુકો. ચોખા પલળે ત્યાં સુંધી માં આપણે અંદર મુકવાની સામગ્રી બનાવી લઈએ જેના માટે મિક્સર જારમાં કાળા તલ, કાચી વરીયાળી અને સુકું નારિયલ છીનેલ મિક્સર જારમાં નાખી પીસી પાઉડર બનેવી લ્યો ત્યાર બાદ એમાં છીણેલોગોળ નાખી ફરી એક બે વખત પ્લસ મોડમાં ફેરવી મિક્સ કરી લ્યો. અને તૈયાર સત્ફિંગ ને એક વાસણમાં કાઢી લ્યો.
- પાંચ કલાક પછી ચોખાનું પાણી નીતારી સાફ કોરા કપડામાં ફેલાવી ને સુકવી દયો. ચોખા સુકાઈને કોરા થઇ જાય એટલે મિક્સર જારમાં નાખી પીસી પાઉડર બનાવી લ્યો અને તૈયાર પાઉડર ને ઝીણી ચારણી થી ચાળી લ્યો. હવે પીસેલા ચોખાના મિશ્રણ માં એકાદ બે ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો અને એક બાજુ મુકો.
- હવે ગેસ પર એક તવી ગરમ કરવા મુકો. તવી નવશેકી ગરમ થાય એટલે પીસેલા ચોખા ના પાઉડર ને ગરણી માં નાખી તવી પર એક સરખું ગોળ ગોળ ફેરવી છાંટો. અને એની એક બાજુ તૈયાર કરેલ સ્ટફિંગ ની એક લાઈન બનાવી લ્યો અને ( લાઈન થોડી અંદર બનાવી જેથી એનો રોલ બનાવી શકો ) એક બાજુથી હલકા હાથે ફરેવી રોલ બનાવી લ્યો અને ફરી એક મિનીટ ચડાવી લ્યો ( જેથી અંદરના સ્ટફિંગ ,અ નાખેલો ગોળ થોડો પીગળી જાય ) ત્યાર બાદ ગેસ પરથી ઉતારી લ્યો અને ઠંડી થવા દયો આમ એક એક રોલ બનાવી તૈયાર કરી લ્યોઅને ઠંડા થાય એટલે મજા લ્યો. તો તૈયાર છે તિલ પીઠા.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
કાચ જેવી પાતળી અને ક્રિસ્પી ટોપરાની ચીકી બનાવવાની રીત – Crispy Coconut Chikki Recipe in Gujarati
Sweet Anarsa banavani recipe | સ્વીટ અનારસા બનાવવાની રેસીપી
Masala milk | મસાલા મિલ્ક બનાવવાની રેસીપી
