HomeLunch & DinnerDesi Chana Kadhi Recipe in Gujarati | દેશી ચણા અને કઢી બનાવવાની...

Desi Chana Kadhi Recipe in Gujarati | દેશી ચણા અને કઢી બનાવવાની રીત

આજ આપણે દેશીચણા વિથ કઢી બનાવવાની રીત શીખીશું આ કોમ્બિનેશન માત્ર સ્વાદમાં જ અદભૂત નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે. કાળા ચણામાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને આયર્ન હોય છે, જ્યારે દહીંમાંથી બનતી કઢી પાચન માટે શ્રેષ્ઠ છે. ચણાનો તીખો-ચટપટો સ્વાદ અને કઢીની ખાટી-મીઠી ફ્લેવર એકબીજાને પૂરક બને છે. જ્યારે શાક ખાવાનો કંટાળો આવે કે હોય અને કોઈ મહેમાન આવવાના હોય કે રોજ કરતા કઈક અલગ ખાવું હોય ત્યારે આ શાક બનાવી શકો છો કે ફ્રીજમાં શાકભાજી ન હોય, ત્યારે આ દેશી રસોઈ સૌની પસંદ બને છે. ચાલો જોઈએ દેશી ચણા અને કઢી બનાવવાની પરફેક્ટ રીત.

Ingredients

  • દેશી ચણા 1 કપ
  • તેલ 3-4 ચમચી
  • આદુની પેસ્ટ 1 ચમચી
  • લીલા મરચા સુધરેલ 2-3
  • સુકા ધાણા 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2  ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  •  જીરું 1 ચમચી
  • મેથી દાણા ½ ચમચી
  • સુકા લાલ મરચા 1-2
  • મીઠા લીમડાના પાંદ 5-7
  • બેસન 2-3 ચમચી
  • દહીં 2 કપ લીલા ધાણા સુધારેલ ¼ કપ

બીજા વઘાર માટેની સામગ્રી

  1. ઘી 1-2 ચમચી
  2. લાલ મરચાનો પાઉડર ½ ચમચી

Desi Chana Kadhi banavani rit

દેશી ચણા અને કઢી બનાવવા સૌથી પહેલા દેશી ચણા ને આખી રાત અથવા છ થી આઠ કલાક પલાળી લ્યો. પલાળેલા ચણા નું પાણી નીતારી કુકરમાં નાખી જરૂર મુજબ પાણી અને મીઠું નાખી કુકર બંધ કરી એક સીટી ફૂલ તાપે ત્યાર બાદ ગેસ ધીમો કરી પંદર વીસ મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.હવા નીકળી જાય એટલે ચારણી માં કાઢી લ્યો.  

હવે એક વાસણમાં દહીં લ્યો એમાં બેસન, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી ફેટી લ્યો. ત્યાર બાદ ખંડણી માં લીલા ધાણા, લીલા મરચા અને આદુની પેસ્ટ નાખી કુટી પેસ્ટ તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય  એટલે એમાં જીરું મેથી દાણા નાખી મિક્સ કરી શેકી લ્યો. ત્યાર બાદ મીઠા લીમડાના પાંદ અને કુટી રાખેલ મસાલો નાખી મિક્સ કરી શેકી લ્યો. મસાલો શેકાઈ જાય એટલે નીતરેલ ચણા નાખી મિક્સ કરી શેકો. ચાર પાંચ મિનીટ શેકી લીધા બાદ ગેસ ધીમો કરી એમાં એમાં ફેટી રાખેલ દહીં નાખી મિક્સ કરી લ્યો. દહીં ઉકળવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવો. દહીં ઉકળવા લાગે એટલે દસ મિનીટ ધીમા તાપે ચડવા દયો.

દસ મિનીટ પછી બીજા વઘારીયા માં ઘી ગ્રામ કરો ઘી ગરમ થાય એટલે ગેસ બંધ કરી એમાં લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી તૈયાર વઘાર ને તૈયાર દેશીચણા કઢી માં નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ગરમ ગરમ ભાત, રોટલી કે પરોઠા સાથે સર્વ કરો. તો તૈયાર છે દેશીચણા વિથ કઢી.

દેશી ચણા અને કઢી બનાવવાની રીત

Desi Chana Kadhi - દેશી ચણા અને કઢી

Desi Chana Kadhi Recipe in Gujarati | દેશી ચણા અને કઢી બનાવવાની રીત

આજ આપણે દેશીચણા વિથ કઢી બનાવવાની રીત શીખીશુંઆ કોમ્બિનેશન માત્ર સ્વાદમાં જ અદભૂત નથી, પરંતુસ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે. કાળા ચણામાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને આયર્ન હોયછે, જ્યારે દહીંમાંથી બનતી કઢી પાચન માટે શ્રેષ્ઠ છે. ચણાનો તીખો-ચટપટો સ્વાદઅને કઢીની ખાટી-મીઠી ફ્લેવર એકબીજાને પૂરક બને છે. જ્યારે શાક ખાવાનો કંટાળો આવેકે હોય અને કોઈ મહેમાન આવવાના હોય કે રોજ કરતા કઈક અલગ ખાવું હોય ત્યારે આ શાક બનાવીશકો છો કે ફ્રીજમાંશાકભાજી ન હોય, ત્યારે આ દેશી રસોઈ સૌની પસંદ બને છે. ચાલોજોઈએ દેશી ચણા અને કઢી બનાવવાની પરફેક્ટ રીત.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 4 hours
Total Time: 4 hours 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ખંડણી
  • 1 કુકર

Ingredients

  • 1 કપ દેશી ચણા
  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી આદુની પેસ્ટ
  • 2-3 લીલા મરચા સુધરેલ
  • 1 ચમચી સુકા ધાણા
  • ½ ચમચી હળદર
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી મેથી દાણા
  • 1-2 સુકા લાલ મરચા
  • 5-7 મીઠા લીમડાના પાંદ
  • 2-3 ચમચી બેસન
  • 2 કપ દહીં
  • ¼ કપ લીલા ધાણા સુધારેલ

બીજા વઘાર માટેની સામગ્રી

  • 1-2 ચમચી ઘી
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર

Instructions

Desi Chana Kadhi banavani rit

  • દેશી ચણા અને કઢી બનાવવા સૌથી પહેલા દેશી ચણા ને આખી રાત અથવા છ થી આઠ કલાક પલાળી લ્યો. પલાળેલા ચણા નું પાણી નીતારી કુકરમાં નાખી જરૂર મુજબ પાણી અને મીઠું નાખી કુકર બંધ કરી એક સીટી ફૂલ તાપે ત્યાર બાદ ગેસ ધીમો કરી પંદર વીસ મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.હવા નીકળી જાય એટલે ચારણી માં કાઢી લ્યો.
  • હવે એક વાસણમાં દહીં લ્યો એમાં બેસન, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી ફેટી લ્યો. ત્યાર બાદ ખંડણી માં લીલા ધાણા, લીલા મરચા અને આદુની પેસ્ટ નાખી કુટી પેસ્ટ તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં જીરું મેથી દાણા નાખી મિક્સ કરી શેકી લ્યો. ત્યાર બાદ મીઠા લીમડાના પાંદ અને કુટી રાખેલ મસાલો નાખી મિક્સ કરી શેકી લ્યો. મસાલો શેકાઈ જાય એટલે નીતરેલ ચણા નાખી મિક્સ કરી શેકો. ચાર પાંચ મિનીટ શેકી લીધા બાદ ગેસ ધીમો કરી એમાં એમાં ફેટી રાખેલ દહીં નાખી મિક્સ કરી લ્યો. દહીં ઉકળવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવો. દહીં ઉકળવા લાગે એટલે દસ મિનીટ ધીમા તાપે ચડવા દયો.
  • દસ મિનીટ પછી બીજા વઘારીયા માં ઘી ગ્રામ કરો ઘી ગરમ થાય એટલે ગેસ બંધ કરી એમાં લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી તૈયાર વઘાર ને તૈયાર દેશીચણા કઢી માં નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ગરમ ગરમ ભાત, રોટલી કે પરોઠા સાથે સર્વ કરો. તો તૈયાર છે દેશીચણા વિથ કઢી.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular