આજ આપણે Bhrela bhinda nu shaak banavani recipe શીખીશું. ભરેલા ભીંડા ખૂબ ટેસ્ટી લાગે છે અને બનાવવા ખૂબ સરળ છે જો તમને ભીંડા પસંદ ના હોય તો પણ એક વખત આ રીતે ભરેલા ભીંડા બનાવી ને ખાસો તો બીજી વખત આ રીતે બનાવો અને ભીંડા માં ચિકાસ પણ નહિ લાગે તો ચાલો ભરેલા ભીંડા નું શાક ની રેસીપી શીખીએ.
ભરેલા ભીંડા નું શાક માટે જરૂરી સામગ્રી
- શેકેલ બેસન 4-5 ચમચી
- ભીંડા 250-300 ગ્રામ
- શેકેલ સીંગદાણા તલ નો અધ કચરો પાઉડર 2-3 ચમચી
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1-2 ચમચી
- લસણ ની પેસ્ટ 1-2 ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- ખાંડ / ગોળ ½ ચમચી
- લીલા ધાણા સુધારેલા 1-2 ચમચી
- તેલ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
Bhrela bhinda nu shaak banavani recipe
ભરેલા ભીંડા નું શાક બનાવવા સૌપ્રથમ ભીંડા ને ધોઇ સાફ કરો લ્યો ત્યાર બાદ કપડા થી બિલકુલ કોરા કરી લ્યો અને ભીંડા નીબને બાજુ નો ભાગ ચાલુ થી અલગ કરી કાપી લ્યો અને ભીંડા ની એક બાજુ વચ્ચે ઊભો ચીરો કરી લ્યો. આમ બધા જ ભીંડા તૈયાર કરી લ્યો.
હવે એક વાસણમાં શેકેલ બેસન, હળદર, શેકેલ સીંગદાણા તલ નો અધ કચરો પાઉડર, લાલ મરચાનો પાઉડર, લસણની પેસ્ટ, લીંબુનો રસ, ખાંડ / ગોળ, સ્વાદ મુજબ મીઠું, લીલા ધાણા સુધારેલા અને થોડું થોડું તેલ નાખી બધી સામગ્રી મિક્સ કરી લ્યો અને મસાલો તૈયાર કરો.
તૈયાર મસાલા ને ભીંડા માં કરેલ કાપા માં ભરી લ્યો. આમ એક એક કરી બધા ભીંડા ભરી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં ભરેલા ભીંડા મૂકતા જાઓ.
ઢાંકી ને બે ચાર મિનિટ ધીમા તાપે ચડવા દયો. ચાર મિનિટ પછી હલકા હાથે ચમચા થી ભીંડા ને હલાવી દયો અને ફરીથી ઢાંકી ને બે મિનિટ ચડાવી લ્યો અને ફરી બે મિનિટ પછી શાક ને હલાવી લ્યો આમ ભીંડા ને થોડી થોડી વારે હલાવી હલાવી બધી બાજુથી બરોબર ચડાવી લ્યો.
દસ બાર મિનિટ પછી ભીંડા બરોબર ચડી જાય એટલે ઉપર બચેલો મસાલો છાંટો અને ફરી બે મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી દયો અને તૈયાર શાક ને રોટલી સાથે સર્વ કરો ભરેલા ભીંડા નું શાક.
Bhrela bhinda nu shaak notes
- અહી ભીંડા ને ભરી લીધા બાદ ચારણીમાં મૂકી પાણી ઉપર બાફી લ્યો અને ભીંડા બાફી લીધા બાદ વઘાર કરી ને બનાવશો તો પણ ભીંડા ખુ ટેસ્ટી લાગશે.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
ભરેલા ભીંડા નું શાક ની રેસીપી
Bhrela bhinda nu shaak banavani recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
ભરેલા ભીંડા નું શાક માટે જરૂરી સામગ્રી
- 4-5 ચમચી શેકેલ બેસન
- 250-300 ગ્રામ ભીંડા
- 2-3 ચમચી શેકેલ સીંગદાણા તલ નો અધ કચરો પાઉડર
- ½ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1-2 ચમચી ધાણા જીરું પાઉડર
- 1-2 ચમચી લસણ ની પેસ્ટ
- 1 ચમચી લીંબુનો રસ
- ½ ચમચી ખાંડ / ગોળ
- 1-2 ચમચી લીલા ધાણા સુધારેલા
- તેલ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Bhrela bhinda nu shaak banavani recipe
- ભરેલા ભીંડા નું શાક બનાવવા સૌપ્રથમ ભીંડા ને ધોઇ સાફ કરો લ્યો ત્યાર બાદ કપડા થી બિલકુલ કોરા કરી લ્યો અને ભીંડા નીબને બાજુ નો ભાગ ચાલુ થી અલગ કરી કાપી લ્યો અને ભીંડા ની એક બાજુ વચ્ચે ઊભો ચીરો કરી લ્યો. આમ બધા જ ભીંડા તૈયાર કરી લ્યો.
- હવે એક વાસણમાં શેકેલ બેસન, હળદર, શેકેલ સીંગદાણા તલ નો અધ કચરો પાઉડર, લાલ મરચાનો પાઉડર, લસણની પેસ્ટ, લીંબુનો રસ, ખાંડ / ગોળ, સ્વાદ મુજબ મીઠું, લીલા ધાણા સુધારેલા અને થોડું થોડું તેલ નાખી બધી સામગ્રી મિક્સ કરી લ્યો અને મસાલો તૈયાર કરો.
- તૈયાર મસાલા ને ભીંડા માં કરેલ કાપા માં ભરી લ્યો. આમ એક એક કરી બધા ભીંડા ભરી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં ભરેલા ભીંડા મૂકતા જાઓ.
- ઢાંકી ને બે ચાર મિનિટ ધીમા તાપે ચડવા દયો. ચાર મિનિટ પછી હલકા હાથે ચમચા થી ભીંડા ને હલાવી દયો અને ફરીથી ઢાંકી ને બે મિનિટ ચડાવી લ્યો અને ફરી બે મિનિટ પછી શાક ને હલાવી લ્યો આમ ભીંડા ને થોડી થોડી વારે હલાવી હલાવી બધી બાજુથી બરોબર ચડાવી લ્યો.
- દસ બાર મિનિટ પછી ભીંડા બરોબર ચડી જાય એટલે ઉપર બચેલો મસાલો છાંટો અને ફરી બે મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી દયો અને તૈયાર શાક ને રોટલી સાથે સર્વ કરો ભરેલા ભીંડા નું શાક.
Bhrela bhinda nu shaak notes
- અહી ભીંડા ને ભરી લીધા બાદ ચારણીમાં મૂકી પાણી ઉપર બાફી લ્યો અને ભીંડા બાફી લીધા બાદ વઘાર કરી ને બનાવશો તો પણ ભીંડા ખુ ટેસ્ટી લાગશે.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Gol pauva recipe | ગોળ પૌવા બનાવવાની રેસીપી
કાજુ કરી નું શાક | kaju kari nu shaak
દાળ ઢોકળી બનાવવાની રીત | gujarati dal dhokli banavani rit
દાલ બાટી | dal bati banavani rit | dal bati recipe in gujarati