ગુજરાતી ઘરોમાં સવારના નાસ્તામાં બટાકા પૌંઆ કે કાંદા પૌંઆ સૌથી વધુ બને છે. સામાન્ય રીતે આપણે પૌંઆમાં હળદર નાખીએ છીએ જેથી તેનો રંગ પીળો આવે છે. પરંતુ જો તમે તેમાં થોડું વેરિએશન લાવવા માંગતા હોવ, તો Green Chutney Poha (ગ્રીન ચટણી પૌંઆ) અચૂક ટ્રાય કરવા જેવા છે. . ત્યારે આજ આપણે રેગ્યુલર પૌવા ની જગ્યાએ ગ્રીન ચટણી માંથી પૌવા બનાવશું. આનાથી પૌંઆનો રંગ એકદમ સુંદર લીલો આવે છે અને સવાર-સવારમાં કોથમીર-ફુદીનાની ફ્લેવરથી એકદમ તાજગીનો અહેસાસ થાય છે. ચાલો જોઈએ લીલી ચટણીવાળા પૌંઆ બનાવવાની રીત.
Ingredients list
- પૌવા 2 કપ
- લીલા ધાણા સુધારેલ 1 કપ
- લીલા મરચા સુધારેલ 2- 3
- આદુના કટકા 1 ઇંચ
- લીલા નારિયળ નું છીણ ¼ કપ
- તેલ 3- 4 ચમચી
- અડદ દાળ 1 ચમચી
- ચણા દાળ 1 ચમચી
- રાઈ 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- સીંગદાણા ¼ કપ
- ઝીણી સુધારી ડુંગળી 1 કપ
- લીંબુનો રસ 1- 2 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- ગાર્નિશ માટે દાડમ ના દાણા
Green Chutney Poha banavani rit
લીલી ચટણીવાળા પૌંઆ બનાવવા સૌથી પહેલા પૌવા ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ ચારણીમાં કાઢી વધારાનું પાણી નીતારી લ્યો. હવે લીલા નારિયળ ન ઝીણા કટકા કરી લ્યો અથવા છીણી લ્યો સાથે લીલા ધાણા ને પણ સાફ કરી ધોઈ નીતારી સુધારી લ્યો. ત્યાર બાદ આદુને છોલી નાના કટકા કરી લેવા અને લીલા મરચા ને પણ સુધારી લેવા.
હવે મિક્સર જારમાં લીલા મરચા સુધારેલ, લીલા ધાણા સુધારેલ, આદુના કટકા, લીલા નારિયળ નું છીણ અને સ્વાદ મુજબ મીઠું નાખી ઢાંકણ બંધ કરી સ્મૂથ ચટણી બનાવી લ્યો. તૈયાર ચટણી ને પૌવા માં નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં અડદ દાળ, ચણા દાળ અને રાઈ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં હિંગ અને સીંગદાણા નાખી મિક્સ કરી સીંગદાણા ને ગોલ્ડન શેકી લેવા. સીંગદાણા શેકાઈ જાય એટલે એમાં ઝીણી સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી ગોલ્ડન શેકાઈ જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
ડુંગળી શેકાવવા આવે એટલે એના ભાગ નું મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં ચટણી વાળા પૌવા નાખી બરોબર મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી તૈયાર પૌવા પર દાડમ ના દાણા છાંટી મજા લ્યો. તો તૈયાર છે ગ્રીન ચટણી પૌવા.
ચટણી ની માત્રા વધુ ઓછી તમારી પસંદ મુજબ કરી લેવી.
લીલી ચટણીવાળા પૌંઆ બનાવવાની રીત

Green Chutney Poha Recipe in Gujarati | લીલી ચટણીવાળા પૌંઆ બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
- 2 કપ પૌવા
- 1 કપ લીલા ધાણા સુધારેલ
- 2-3 લીલા મરચા સુધારેલ
- 1 ઇંચ આદુના કટકા
- ¼ કપ લીલા નારિયળ નું છીણ
- 3-4 ચમચી તેલ
- 1 ચમચી અડદ દાળ
- 1 ચમચી ચણા દાળ
- 1 ચમચી રાઈ
- ¼ ચમચી હિંગ
- ¼ કપ સીંગદાણા
- 1 કપ ઝીણી સુધારી ડુંગળી
- 1-2 ચમચી લીંબુનો રસ
- સ્વાદ મુજબ મીઠું
- ગાર્નિશ માટે દાડમ ના દાણા
Instructions
Green Chutney Poha banavani rit
- લીલી ચટણીવાળા પૌંઆ બનાવવા સૌથી પહેલા પૌવા ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ ચારણીમાં કાઢી વધારાનું પાણી નીતારી લ્યો. હવે લીલા નારિયળ ન ઝીણા કટકા કરી લ્યો અથવા છીણી લ્યો સાથે લીલા ધાણા ને પણ સાફ કરી ધોઈ નીતારી સુધારી લ્યો. ત્યાર બાદ આદુને છોલી નાના કટકા કરી લેવા અને લીલા મરચા ને પણ સુધારી લેવા.
- હવે મિક્સર જારમાં લીલા મરચા સુધારેલ, લીલા ધાણા સુધારેલ, આદુના કટકા, લીલા નારિયળ નું છીણ અને સ્વાદ મુજબ મીઠું નાખી ઢાંકણ બંધ કરી સ્મૂથ ચટણી બનાવી લ્યો. તૈયાર ચટણી ને પૌવા માં નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.
- હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં અડદ દાળ, ચણા દાળ અને રાઈ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં હિંગ અને સીંગદાણા નાખી મિક્સ કરી સીંગદાણા ને ગોલ્ડન શેકી લેવા. સીંગદાણા શેકાઈ જાય એટલે એમાં ઝીણી સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી ગોલ્ડન શેકાઈ જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
- ડુંગળી શેકાવવા આવે એટલે એના ભાગ નું મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં ચટણી વાળા પૌવા નાખી બરોબર મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી તૈયાર પૌવા પર દાડમ ના દાણા છાંટી મજા લ્યો. તો તૈયાર છે ગ્રીન ચટણી પૌવા.
- ચટણી ની માત્રા વધુ ઓછી તમારી પસંદ મુજબ કરી લેવી.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Liquid Dough Paratha in Gujarati | લિક્વિડ પરોઠા | No Knead Paratha
Pauva na pakoda banavani rit | પૌંઆ ના પકોડા બનાવવાની રીત
nan khatai banavani rit | નાનખટાઈ બનાવવાની રીત
