HomeLunch & DinnerChukoni banavani rit | ચુકોની બનાવવાની રીત

Chukoni banavani rit | ચુકોની બનાવવાની રીત

આ એક નેપાળી વાનગી છે જે ભાત સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને આજ કાલ ઇન્ટરનેટ અને યુટ્યુબ પર ખૂબ જ જોવા મળે છે અને ઘણા લોકો ને પસંદ પણ આવે છે જો શાક બનાવવાની આળસ આવતી હોય તો તમે આ બનાવી ભાત અને રોટલી સાથે ખાઈ શકો છો. તો ચાલો Chukoni – ચુકોની બનાવવાની રીત શીખીએ.

Ingredients

  • લાંબી સુધારેલ ડુંગળી 1 મોટી
  • સુધારેલ બાફેલ બટાકા 1 મોટું
  • લીલા મરચા સુધારેલા 1- 2
  • દહીં 250 ગ્રામ
  • આમચૂર પાઉડર ¼ ચમચી
  • સંચળ ¼ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3- 4 ચમચી
  • હળદર ⅛ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ +½  ચમચી
  • જીરું ½ ચમચી
  • રાઈ ½ ચમચી
  • મીઠા લીમડા ના પાંદ 7- 8
  • કસૂરી મેથી 1 ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • તેલ / સરસો તેલ 2 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

Chukoni banavani rit

ચુકોની બનાવવા સૌપ્રથમ બટાકા ને બાફી છોલી કટકા કરી લ્યો અને ત્યાર બાદ  ડુંગળી ને પણ લાંબી લાંબી સુધારી લેવી  સાથે લીલા મરચા અને લીલા ધાણા પણ સુધારી તૈયાર કરી લ્યો. હવે દહીં ને બરોબર ફેટી ને સ્મૂથ કરી લ્યોબને ત્યાર બાદ એમાં બાફી ને સુધારેલ બટાકા, લાંબી સુધારેલ ડુંગળી, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા નાખો.

ત્યાર બાદ એમાં હળદર, સંચળ, આમચૂર પાઉડર, અડધી ચમચી લાલ મરચાનો પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો. હવે વઘારિયામાં અથવા કડાઈમાં તેલ / સરસો તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થઈ જાય એટલે એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો.

ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં હિંગ, મીઠા લીમડા ના પાંદ, કસૂરી મેથી અને અડધી ચમચી લાલ મરચા નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો. તૈયાર વઘાર ને દહીંમાં નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને તૈયાર ચુકોની ને ભાત, પરોઠા કે રોટલી સાથે સર્વ કરો. તો તૈયાર છે ચુકોની.

Chukoni recipe notes

  • વઘાર સરસો તેલ માં કરશો તો વધારે સારી લાગશે. પણ જો તમને સરસો તેલ ન ભાવે તો તમે ઉપયોગ માં લેતા હો એ તેલ વાપરી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

ચુકોની બનાવવાની રીત

Chukoni - ચુકોની

Chukoni banavani rit

આ એક નેપાળી વાનગી છે જે ભાત સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગેછે અને આજ કાલ ઇન્ટરનેટ અને યુટ્યુબ પર ખૂબ જ જોવા મળે છે અને ઘણા લોકો ને પસંદ પણઆવે છે જો શાક બનાવવાની આળસ આવતી હોય તો તમે આ બનાવી ભાત અને રોટલી સાથે ખાઈ શકો છો. તો ચાલો Chukoni- ચુકોની બનાવવાનીરીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 10 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 તપેલી

Ingredients

  • 1 મોટી લાંબી સુધારેલ ડુંગળી
  • 1 મોટું સુધારેલ બાફેલ બટાકા
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 250 ગ્રામ દહીં
  • ¼ ચમચી આમચૂર પાઉડર
  • ¼ ચમચી સંચળ
  • 3- 4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી રાઈ
  • 7- 8 મીઠા લીમડા ના પાંદ
  • 1 ચમચી કસૂરી મેથી
  • ચમચી હિંગ
  • 2 ચમચી તેલ / સરસો તેલ
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

Chukoni banavani rit

  • ચુકોની બનાવવા સૌપ્રથમ બટાકા ને બાફી છોલી કટકા કરી લ્યો અને ત્યાર બાદ ડુંગળી ને પણ લાંબી લાંબી સુધારી લેવી સાથે લીલા મરચા અને લીલા ધાણા પણ સુધારી તૈયાર કરી લ્યો. હવે દહીં ને બરોબર ફેટી ને સ્મૂથ કરી લ્યોબને ત્યાર બાદ એમાં બાફી ને સુધારેલ બટાકા, લાંબી સુધારેલ ડુંગળી, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા નાખો.
  • ત્યાર બાદ એમાં હળદર, સંચળ, આમચૂર પાઉડર, અડધી ચમચી લાલ મરચાનો પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો. હવે વઘારિયામાં અથવા કડાઈમાં તેલ / સરસો તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થઈ જાય એટલે એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો.
  • ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં હિંગ, મીઠા લીમડા ના પાંદ, કસૂરી મેથી અને અડધી ચમચી લાલ મરચા નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો. તૈયાર વઘાર ને દહીંમાં નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને તૈયાર ચુકોની ને ભાત, પરોઠા કે રોટલી સાથે સર્વ કરો. તો તૈયાર છે ચુકોની.

Notes

  1. વઘાર સરસો તેલ માં કરશો તો વધારે સારી લાગશે. પણ જો તમને સરસો તેલ ન ભાવે તો તમે ઉપયોગ માં લેતા હો એ તેલ વાપરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular