સાંજે 4-5 વાગ્યાના સમયે બાળકો સ્કૂલેથી આવે કે ઘરમાં કોઈને હળવી ભૂખ લાગે, ત્યારે કંઈક નવું અને ચટપટું ખાવાનું મન થાય છે. આવા સમયે મુંબઈની પ્રખ્યાત Masala Chutney Cheese Sandwich (મસાલા ચટણી ચીઝ સેન્ડવિચ) એક બેસ્ટ વિકલ્પ છે. બહારથી ક્રિપ્સી અને અંદર થી ચીઝી એવી આ સેન્ડવિચ એક વખત બનાવશો તો રેગ્યુલર સેન્ડવિચ બનાવવાની ભૂલી જશો. ચાલો જોઈએ મસાલા ચટણી ચીઝ સેન્ડવિચ બનાવવાની રીત.
લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી
- લીલા ધાણા સુધારેલ 1 કપ
- ફુદીના ના પાંદ 8- 10
- લીલા મરચા સુધારેલ 6- 7
- શેકેલ જીરું 1 ચમચી
- લીંબુનો રસ 2 ચમચી
- લસણ ની કણી 10- 12
- સંચળ ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
મસાલા ચીઝ બનાવવા માટેની સામગ્રી
- પ્રોસેસ ચીઝ ક્યૂબ 3- 4
- લીલા મરચા સુધારેલ 1- 2
- ઝીણી સુધારેલ ડુંગળી ¼ કપ
- ઝીણા સુધારેલ કેપ્સીકમ ¼ કપ
- માખણ 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- ચાર્ટ મસાલો 2 ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- બ્રેડ ની સ્લાઈસ 8- 10
- માખણ જરૂર મુજબ
Masala Chutney Cheese Sandwich banavani rit
મસાલા ચટણી ચીઝ સેન્ડવિચ બનાવવા સૌથી પહેલા આપણે ચટણી તૈયાર કરીશું જેના માટે આપણે લીલા ધાણા સાફ કરી ધોઈ નીતારી લઈ સુધારી લ્યો. ત્યાર બાદ લીલા મરચા ધોઇ સાફ કરી સુધારો સાથે લસણ ની કણી ને છોલી સાફ કરી લ્યો અને ફુદીના ના પાંદ ને પણ ધોઇ સાફ કરી લ્યો. હવે સુધારેલ લીલા ધાણા ને મિક્સર જારમાં નાખો સાથે લીલા મરચા સુધારેલ, ફુદીના ના પાંદ, લસણ ની કણી, સંચળ, શેકેલ જીરું, લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી ઢાંકણ બંધ કરી ચટણી બનાવી લ્યો. તો તૈયાર છે સેન્ડવિચ માટેની ચટણી.
હવે ચીઝી મસાલો બનાવશું જેના માટે એક વાસણમાં પ્રોસેસ ચીઝ ક્યૂબ ને છીણી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સુધારેલ લીલા મરચા, ઝીણી સુધારેલ ડુંગળી, ઝીણા સુધારેલ કેપ્સીકમ, પીસી ને રાખેલ ચટણી ત્રણ ચાર ચમચી, માખણ, લાલ મરચાનો પાઉડર, મરી પાઉડર, ચાર્ટ મસાલો અને આમચૂર પાઉડર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
હવે બ્રેડ ની સ્લાઈસ લ્યો એના પર માખણ લગાવો હવે તૈયાર કરેલ ચીઝી મસાલો લગાવો ત્યાર બાદ બીજી બ્રેડ ની સ્લાઈસ લઈ એના પર માખણ લગાવી મસાલા વાળી બ્રેડ પર મૂકો. હવે સેન્ડવિચ મશીન માં માખણ લગાવી તૈયાર કરેલ બ્રેડ મૂકી ઉપર માખણ લગાવી બંધ કરી ને બાજુ ગોલ્ડન શેકી લ્યો. આમ એક એક કરી બધી જ સેન્ડવિચ તૈયાર કરી લ્યો. તૈયાર સેન્ડવિચ ને ચટણી અને સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે મસાલા ચટણી ચીઝ સેન્ડવિચ.
મસાલા ચટણી ચીઝ સેન્ડવિચ બનાવવાની રીત

Masala Chutney Cheese Sandwich Recipe in gujarati | મસાલા ચટણી ચીઝ સેન્ડવિચ
Equipment
- 1 તપેલી
- 1 સેન્ડવિચ મશીન
Ingredients
લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી
- 1 કપ લીલા ધાણા સુધારેલ
- 8- 10 ફુદીના ના પાંદ
- 6- 7 લીલા મરચા સુધારેલ
- 1 ચમચી શેકેલ જીરું
- 2 ચમચી લીંબુનો રસ
- 10- 12 લસણ ની કણી
- ½ ચમચી સંચળ
- મીઠું સ્વાદ મુજબ
મસાલા ચીઝ બનાવવા માટેની સામગ્રી
- 3- 4 પ્રોસેસ ચીઝ ક્યૂબ
- 1- 2 લીલા મરચા સુધારેલ
- ¼ કપ ઝીણી સુધારેલ ડુંગળી
- ¼ કપ ઝીણા સુધારેલ કેપ્સીકમ
- 1 ચમચી માખણ
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- ¼ ચમચી મરી પાઉડર
- 2 ચમચી ચાર્ટ મસાલો
- 1 ચમચી આમચૂર પાઉડર
- 8- 10 બ્રેડ ની સ્લાઈસ
- માખણ જરૂર મુજબ
Instructions
Masala Chutney Cheese Sandwich banavani rit
- મસાલા ચટણી ચીઝ સેન્ડવિચ બનાવવા સૌથી પહેલા આપણે ચટણી તૈયાર કરીશું જેના માટે આપણે લીલા ધાણા સાફ કરી ધોઈ નીતારી લઈ સુધારી લ્યો. ત્યાર બાદ લીલા મરચા ધોઇ સાફ કરી સુધારો સાથે લસણ ની કણી ને છોલી સાફ કરી લ્યો અને ફુદીના ના પાંદ ને પણ ધોઇ સાફ કરી લ્યો. હવે સુધારેલ લીલા ધાણા ને મિક્સર જારમાં નાખો સાથે લીલા મરચા સુધારેલ, ફુદીના ના પાંદ, લસણ ની કણી, સંચળ, શેકેલ જીરું, લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી ઢાંકણ બંધ કરી ચટણી બનાવી લ્યો. તો તૈયાર છે સેન્ડવિચ માટેની ચટણી.
- હવે ચીઝી મસાલો બનાવશું જેના માટે એક વાસણમાં પ્રોસેસ ચીઝ ક્યૂબ ને છીણી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સુધારેલ લીલા મરચા, ઝીણી સુધારેલ ડુંગળી, ઝીણા સુધારેલ કેપ્સીકમ, પીસી ને રાખેલ ચટણી ત્રણ ચાર ચમચી, માખણ, લાલ મરચાનો પાઉડર, મરી પાઉડર, ચાર્ટ મસાલો અને આમચૂર પાઉડર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
- હવે બ્રેડ ની સ્લાઈસ લ્યો એના પર માખણ લગાવો હવે તૈયાર કરેલ ચીઝી મસાલો લગાવો ત્યાર બાદ બીજી બ્રેડ ની સ્લાઈસ લઈ એના પર માખણ લગાવી મસાલા વાળી બ્રેડ પર મૂકો. હવે સેન્ડવિચ મશીન માં માખણ લગાવી તૈયાર કરેલ બ્રેડ મૂકી ઉપર માખણ લગાવી બંધ કરી ને બાજુ ગોલ્ડન શેકી લ્યો. આમ એક એક કરી બધી જ સેન્ડવિચ તૈયાર કરી લ્યો. તૈયાર સેન્ડવિચ ને ચટણી અને સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે મસાલા ચટણી ચીઝ સેન્ડવિચ.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Green Chutney Poha Recipe in Gujarati | લીલી ચટણીવાળા પૌંઆ બનાવવાની રીત
Limbu mari vari sev banavani recipe | લીંબુ મરી વાળી સેવ બનાવવાની રેસીપી
Kela ni puran poli banavani recipe | કેળાની પુરણ પોળી બનાવવાની રેસીપી
Khandvi bites banavani rit | ખાંડવી બાઈટ્સ બનાવવાની રીત
