HomeLunch & DinnerChola ni Dal na Patra in Gujarati | ચોળાની વાટી દાળના પાતરા...

Chola ni Dal na Patra in Gujarati | ચોળાની વાટી દાળના પાતરા | Surti Patra

ગુજરાતી ફરસાણની વાત આવે એટલે અળવીના પાનમાંથી બનતા ‘પાતરા’ સૌથી પહેલા યાદ આવે. સામાન્ય રીતે દરેક ઘરમાં ચણાના લોટ (બેસન) માંથી પાતરા બને છે, પરંતુ આજે આપણે દક્ષિણ ગુજરાતની શાન એવી ઓરિજિનલ ‘વાટી દાળના પાતરા’ (Vati Dal na Patra) ની રેસીપી જોઈશું. સુરત અને નવસારી બાજુ આ પાતરા ખાસ ચોળાની દાળ (Black-eyed peas lentils) પલાળીને અને તેને વાટીને (પીસીને) બનાવવામાં આવે છે. બેસનના પાતરા ખાતી વખતે ઘણીવાર ગળામાં ડૂચો વળે છે, પરંતુ વાટી દાળના પાતરા એકદમ દાણાદાર, જાળીદાર અને સોફ્ટ બને છે. જેમાં ખુબ જ ઓછી સામગ્રીનો ઉપયોગ કરેલ હોવા છતાં ખુબ  જ ટેસ્ટી લાગે છે. જેને ડુંગળી ના સલાડ સાથે સર્વ કરવામાં આવે છે. ચાલો જોઈએ અસલ સુરતી સ્ટાઈલ ચોળાની દાળના પાતરા બનાવવાની રીત.

Ingredients

  1. ચોળા ની દાળ 1 કપ
  2. લીલા મરચા 5-7
  3. આદુની પેસ્ટ 2 ચમચી
  4. બેકિંગ સોડા ¼ ચમચી / ઈનો ½ ચમચી
  5. તલ 1 ચમચી
  6. અરબીના પાંદ 5-6 
  7. તેલ જરૂર મુજબ
  8. મીઠું સ્વાદ મુજબ પાણી જરૂર મુજબ 

Chola ni Dal na Patra banavani rit

ચોળા ની વાટી દાળ ના પાત્રા બનાવવા સૌથી પહેલા ચોળા ની દાળ ને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાંચ થી સાત કલાક પલાળી મુકો. પાંચ કલાક પછી અળવી ના પાંદ લઇ ધોઈ લ્યો ત્યાર બાદ પાંદડા ની પાછળ ની બાજુ આવેલ નસ ( લાઈન ) ને ચાકુની મદદ થી કાઢી લ્યો. આમ બધા પાંદ માંથી જાડી અને મોટી હોય એવી બધી નસ ( લાઈન ) કાઢી ફરીથી ધોઈ લ્યો અને વધારાનું પાણી નીતરવા દયો અને કપડા થી કોરા કરી લ્યો.

હવે પલાળેલી દાળ નું પાણી નીતારી ફરી એક વખત પાણી નાખી ધોઈ લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં નાખો સાથે એમાં લીલા મરચાના કટકા અને આદુની પેસ્ટ નાખી જરૂર મુજબ બે ત્રણ ચમચી પાણી નાખી ઢાંકણ બંધ કરી સ્મૂથ પીસી પેસ્ટ બનાવી લ્યો. તૈયાર પેસ્ટ ને એક વાસણમાં કાઢી હાથ થી અથવા તો બિટર થી પાંચ સાત મિનીટ બીટ કરી લ્યો ત્યાર બાદ એમાં સફેદ તલ સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો.

હવે એમાં ઈનો અથવા બેકિંગ સોડા નાખી ફરી બે ત્રણ મિનીટ ફેટી લ્યો. હવે સાફ કરેલ પાંદ લઇ એની ઉંધી બાજુ તૈયાર કરેલ દાળ ની પેસ્ટ નાખી બરોબર ફેલાવી દયો ત્યાર બા ફરી બીજું પાંદ એના પર મૂકી એના પર પણ દાળ નું પેસ્ટ લાગવો આમ બે ચાર પાંદ પર પેસ્ટ લગાવી એક બાજુથી ફોલ્ડ કરતા જાઓ અને રોલ બનાવતા જાઓ. આમ બધા પાંદ પર પેસ્ટ લગાવી રોલ બનાવી લ્યો. તૈયાર રોલ ને તેલ લગાવેલ ચારણી મૂકી દયો.

ત્યારબાદ ગેસ પર ઢોકરીયા માં બે ત્રણ ગ્લાસ પાણી નાખી કાંઠો મૂકી ઢાંકી પાણીને  ગરમ કરવા મુકો પાણી ગરમ થાય એટલે પાત્રા વાળી ચારણી ને કાંઠા પર મૂકી ઢાંકી પંદર વીસ મિનીટ માટે બાફી લ્યો. વીસ મિનીટ પછી ચારણી બહાર કાઢી ઠંડા કરી લ્યો અને રોલ ઠંડા થાય એટલે ચાકુથી કાપી કટકા કરી લ્યો અને તેલ નાખી લાંબી સુધારેલ ડુંગળી માં મીઠું મરચું અને લીંબુ નો રસ નાખી મિક્સ કરી ચટણી કે સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે ચોળા ની વાટી દાળ ના પાત્રા.  

સુરતી વાટી દાળના પાતરા બનાવવાની રીત

Traditional Gujarati Farsan Patra - Chola ni Dal na Patra - સુરતી વાટી દાળના પાતરા

Chola ni Dal na Patra in Gujarati | ચોળાની વાટી દાળના પાતરા | Surti Patra

ગુજરાતી ફરસાણની વાત આવે એટલે અળવીના પાનમાંથી બનતા 'પાતરા' સૌથી પહેલા યાદ આવે. સામાન્ય રીતે દરેકઘરમાં ચણાના લોટ (બેસન) માંથી પાતરા બને છે, પરંતુઆજે આપણે દક્ષિણ ગુજરાતની શાન એવી ઓરિજિનલ 'વાટીદાળના પાતરા' (Vati Dal na Patra) નીરેસીપી જોઈશું. સુરત અને નવસારી બાજુ આ પાતરા ખાસ ચોળાની દાળ (Black-eyedpeas lentils) પલાળીને અને તેને વાટીને (પીસીને)બનાવવામાં આવે છે. બેસનના પાતરા ખાતી વખતે ઘણીવાર ગળામાં ડૂચો વળે છે, પરંતુ વાટી દાળના પાતરા એકદમ દાણાદાર, જાળીદારઅને સોફ્ટ બને છે. જેમાં ખુબ જ ઓછી સામગ્રીનો ઉપયોગ કરેલ હોવા છતાં ખુબ  જ ટેસ્ટી લાગે છે. જેને ડુંગળી ના સલાડ સાથે સર્વકરવામાં આવે છે. ચાલો જોઈએ અસલ સુરતી સ્ટાઈલ ચોળાની દાળના પાતરા બનાવવાની રીત.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 5 hours
Total Time: 5 hours 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી
  • 1 ઢોકરીયુ
  • 1 મિક્સર

Ingredients

  • 1 કપ ચોળા ની દાળ
  • 5-7 લીલા મરચા
  • 2 ચમચી આદુની પેસ્ટ
  • ¼ ચમચી બેકિંગ સોડા / ઈનો ½ ચમચી
  • 1 ચમચી તલ
  • 5-6 અરબીના પાંદ
  • તેલ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Chola ni Dal na Patra banavani rit

  • ચોળા ની વાટી દાળ ના પાત્રા બનાવવા સૌથી પહેલા ચોળા ની દાળ ને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાંચ થી સાત કલાક પલાળી મુકો. પાંચ કલાક પછી અળવી ના પાંદ લઇ ધોઈ લ્યો ત્યાર બાદ પાંદડા ની પાછળ ની બાજુ આવેલ નસ ( લાઈન ) ને ચાકુની મદદ થી કાઢી લ્યો. આમ બધા પાંદ માંથી જાડી અને મોટી હોય એવી બધી નસ ( લાઈન ) કાઢી ફરીથી ધોઈ લ્યો અને વધારાનું પાણી નીતરવા દયો અને કપડા થી કોરા કરી લ્યો.
  • હવે પલાળેલી દાળ નું પાણી નીતારી ફરી એક વખત પાણી નાખી ધોઈ લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં નાખો સાથે એમાં લીલા મરચાના કટકા અને આદુની પેસ્ટ નાખી જરૂર મુજબ બે ત્રણ ચમચી પાણી નાખી ઢાંકણ બંધ કરી સ્મૂથ પીસી પેસ્ટ બનાવી લ્યો. તૈયાર પેસ્ટ ને એક વાસણમાં કાઢી હાથ થી અથવા તો બિટર થી પાંચ સાત મિનીટ બીટ કરી લ્યો ત્યાર બાદ એમાં સફેદ તલ સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો.
  • હવે એમાં ઈનો અથવા બેકિંગ સોડા નાખી ફરી બે ત્રણ મિનીટ ફેટી લ્યો. હવે સાફ કરેલ પાંદ લઇ એની ઉંધી બાજુ તૈયાર કરેલ દાળ ની પેસ્ટ નાખી બરોબર ફેલાવી દયો ત્યાર બા ફરી બીજું પાંદ એના પર મૂકી એના પર પણ દાળ નું પેસ્ટ લાગવો આમ બે ચાર પાંદ પર પેસ્ટ લગાવી એક બાજુથી ફોલ્ડ કરતા જાઓ અને રોલ બનાવતા જાઓ. આમ બધા પાંદ પર પેસ્ટ લગાવી રોલ બનાવી લ્યો. તૈયાર રોલ ને તેલ લગાવેલ ચારણી મૂકી દયો.
  • ત્યારબાદ ગેસ પર ઢોકરીયા માં બે ત્રણ ગ્લાસ પાણી નાખી કાંઠો મૂકી ઢાંકી પાણીને ગરમ કરવા મુકો પાણી ગરમ થાય એટલે પાત્રા વાળી ચારણી ને કાંઠા પર મૂકી ઢાંકી પંદર વીસ મિનીટ માટે બાફી લ્યો. વીસ મિનીટ પછી ચારણી બહાર કાઢી ઠંડા કરી લ્યો અને રોલ ઠંડા થાય એટલે ચાકુથી કાપી કટકા કરી લ્યો અને તેલ નાખી લાંબી સુધારેલ ડુંગળી માં મીઠું મરચું અને લીંબુ નો રસ નાખી મિક્સ કરી ચટણી કે સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે ચોળા ની વાટી દાળ ના પાત્રા.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular