આજ કાલ બધે જ આ દહી વાળી સેન્ડવીચ ખૂબ પ્રખ્યાત છે જેમને પણ મયોનીજ ના પસંદ હોય અથવા માયોનિજ તો પસંદ છે પણ મયોનીજ હેલ્થી ના હોવાના કારણો ખાતા નથી એ આ રીતે દહી માંથી માયોનીજ સેન્ડવીચ જેવો જ સ્વાદ તૈયાર કરી હેલ્થી અને ટેસ્ટી દહીં વેજીટેબલ સેન્ડવીચ તૈયાર કરી મજા લઈ શકે છે તો ચાલો Dahi vegetable sandwich banavani rit શીખીએ.
દહીં વેજીટેબલ સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- દહીં 1 કિલો
- પીઝા સિઝનીંગ 1 ચમચી
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- પીસેલી ખાંડ 1 ચમચી
- મરી પાઉડર 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- ઝીણી સુધારેલી ડુંગળી 4-5 ચમચી
- મકાઈ ના દાણા 2-4 ચમચી
- કેપ્સિકમ ઝીણા સમારેલા 2-3 ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- બ્રેડ
ચટણી બનાવવા માટેની સામગ્રી
- તેલ 2-3 ચમચી
- લસણ ની કણી 7-8
- સૂકા કાશ્મીરી મરચાં 2-3
- સૂકા લાલ મરચા 3-4
- સૂકા નારિયળ ની કતરણ 2 ચમચી
- ખારી બૂંદી 1 કપ
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
વઘાર માટેની સામગ્રી
- ઘી જરૂર મુજબ
- રાઈ જરૂર મુજબ
- જીરું જરૂર મુજબ
- મીઠા લીમડા ના પાંદ જરૂર મુજબ
Dahi vegetable sandwich banavani rit
દહીં વેજીટેબલ સેન્ડવીચ બનાવવા સૌપ્રથમ ચારણી માં સાફ ઝીણું કપડું પથરી એમાં દહી નાખી ને બાંધી ને ઉપર પ્લેટ મૂકી અને ઉપર વજન મૂકી ફ્રીઝ માં ચાર પાંચ કલાક માટે મૂકી દયો. ચાર થી પાંચ કલાક પછી દહી ને એક તપેલીમાં નાખો.
હવે એમાં ઝીણા સમારેલા કેપ્સીકમ, ઝીણું સમારેલું ગાજર, ઝીણી સુધારેલી ડુંગળી, લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા નાખો સાથે પીઝા સીઝનીગ, ચીલી ફ્લેક્સ, પીસેલી ખાંડ, મરી પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો. અને દહી વેજીટેબલ નું મિશ્રણ તૈયાર કરી લ્યો.
ગેસ પર એક કડાઈમાં લસણ ની કણી, સૂકા લાલ મરચા, સૂકા કાશ્મીરી, સૂકા નારિયળ ની કતરણ નાખી બરોબર મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો. ત્યાર બાદ એમાં બૂંદી નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં લાલ મરચાનો પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી મિક્સર જારમાં નાખી પીસી ને પાઉડર બનાવી લ્યો.
હવે બે બ્રેડ ની સ્લાઈસ ને તવી પર ધીમા તાપે શેકી ગરમ કરી લ્યો અથવા બ્રેડ ની એક સ્લાઈસ પર તૈયાર કરેલ ચટણી લગાવો અને બીજી સ્લાઈસ પર તૈયાર કરેલ દહી વેજિટેબલ નું મિશ્રણ લગાવી બને સ્લાઈસ ને પેક કરી લ્યો.
ગેસ પર તવી ગરમ કરી લ્યો એમાં એક ચમચી ઘી કે તેલ ગરમ કરવા મૂકો. ઘી કે તેલ ગરમ થાય એટલે એમાં થોડી રાઈ અને જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાર બે ત્રણ મીઠા લીમડા ના પાન નાખો એના પર સ્ટફિંગ કરેલ બ્રેડ મૂકી એના પ્ર પ્લેટ મૂકો અને વજન મૂકી એક મિનિટ શેકી લ્યો
ત્યાર બાદ ઉપર ની બાજુ ઘી લગાવી ઉથલાવી ઉપર પ્લેટ અને વજન મૂકી બીજી બાજુ પણ અડધી મિનિટ શેકી લ્યો. આમ બધી જ સેન્ડવીચ બનાવી તૈયાર કરી ગરમ ગરમ મજા લ્યો દહીં વેજીટેબલ સેન્ડવીચ.
Dahi vegetable sandwich NOTES
- દહીં સાથે સ્ટફિંગ માં તમને પસંદ હોય એ શાક વાપરી શકો છો.
- દહી નીતરેલ પાણી થી તમે લોટ બાંધી શકો છો, ગ્રેવીમાં નાખી શકો છો અથવા છાસ બનાવવા ઉપયોગમાં લઈ શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
દહીં વેજીટેબલ સેન્ડવીચ બનાવવાની રીત
Dahi vegetable sandwich recipe
Equipment
- 1 કડાઈ
- 1 તવી
Ingredients
દહીં વેજીટેબલ સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 1 કિલો દહીં
- 1 ચમચી પીઝા સિઝનીંગ
- 1 ચમચી ચીલી ફ્લેક્સ
- 1 ચમચી પીસેલી ખાંડ
- 1 ચમચી મરી પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
- 4-5 ચમચી ઝીણી સુધારેલી ડુંગળી
- 2-4 ચમચી મકાઈ ના દાણા
- 2-3 ચમચી કેપ્સિકમ ઝીણા સમારેલા
- 2-3 લીલા મરચા સુધારેલા
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- બ્રેડ
ચટણી બનાવવા માટેની સામગ્રી
- 2-3 ચમચી તેલ
- 7-8 લસણ ની કણી
- 2-3 સૂકા કાશ્મીરી મરચાં
- 3-4 સૂકા લાલ મરચા
- 2 ચમચી સૂકા નારિયળ ની કતરણ
- 1 કપ ખારી બૂંદી
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
વઘાર માટેની સામગ્રી
- ઘી જરૂર મુજબ
- રાઈ જરૂર મુજબ
- જીરું જરૂર મુજબ
- મીઠા લીમડા ના પાંદ જરૂર મુજબ
Instructions
Dahi vegetablesandwich banavani rit
- દહીં વેજીટેબલ સેન્ડવીચ બનાવવા સૌપ્રથમ ચારણી માં સાફ ઝીણું કપડું પથરી એમાં દહી નાખી ને બાંધી ને ઉપર પ્લેટ મૂકી અને ઉપર વજન મૂકી ફ્રીઝ માં ચાર પાંચ કલાક માટે મૂકી દયો. ચાર થી પાંચ કલાક પછી દહી ને એક તપેલીમાં નાખો.
- હવે એમાં ઝીણા સમારેલા કેપ્સીકમ, ઝીણું સમારેલું ગાજર, ઝીણી સુધારેલી ડુંગળી, લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા નાખો સાથે પીઝા સીઝનીગ, ચીલી ફ્લેક્સ, પીસેલી ખાંડ, મરી પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો. અને દહી વેજીટેબલ નું મિશ્રણ તૈયાર કરી લ્યો.
- ગેસ પર એક કડાઈમાં લસણ ની કણી, સૂકા લાલ મરચા, સૂકા કાશ્મીરી, સૂકા નારિયળ ની કતરણ નાખી બરોબર મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો. ત્યાર બાદ એમાં બૂંદી નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં લાલ મરચાનો પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી મિક્સર જારમાં નાખી પીસી ને પાઉડર બનાવી લ્યો.
- હવે બે બ્રેડ ની સ્લાઈસ ને તવી પર ધીમા તાપે શેકી ગરમ કરી લ્યો અથવા બ્રેડ ની એક સ્લાઈસ પર તૈયાર કરેલ ચટણી લગાવો અને બીજી સ્લાઈસ પર તૈયાર કરેલ દહી વેજિટેબલ નું મિશ્રણ લગાવી બને સ્લાઈસ ને પેક કરી લ્યો.
- ગેસ પર તવી ગરમ કરી લ્યો એમાં એક ચમચી ઘી કે તેલ ગરમ કરવા મૂકો. ઘી કે તેલ ગરમ થાય એટલે એમાં થોડી રાઈ અને જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાર બે ત્રણ મીઠા લીમડા ના પાન નાખો એના પર સ્ટફિંગ કરેલ બ્રેડ મૂકી એના પ્ર પ્લેટ મૂકો અને વજન મૂકી એક મિનિટ શેકી લ્યો
- ત્યાર બાદ ઉપર ની બાજુ ઘી લગાવી ઉથલાવી ઉપર પ્લેટ અને વજન મૂકી બીજી બાજુ પણ અડધી મિનિટ શેકી લ્યો. આમ બધી જ સેન્ડવીચ બનાવી તૈયાર કરી ગરમ ગરમ મજા લ્યો દહીં વેજીટેબલ સેન્ડવીચ.
Dahi vegetable sandwich NOTES
- દહીં સાથે સ્ટફિંગ માં તમને પસંદ હોય એ શાક વાપરી શકો છો.
- દહી નીતરેલ પાણી થી તમે લોટ બાંધી શકો છો, ગ્રેવીમાં નાખી શકો છો અથવા છાસ બનાવવા ઉપયોગમાં લઈ શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Daal chokha na vegitable chila | દાળ ચોખાના વેજીટેબલ ચીલા રેસીપી
સમોસા બનાવવાની રીત | samosa banavani rit | samosa recipe in gujarati
ઇડલી સંભાર બનાવવાની રીત | idli sambar banavani rit
સાબુદાણા બટાકા ના પાપડ | sabudana batata papad recipe
બફ વડા બનાવવાની રીત | farali buff vada recipe in gujarati | buff vada banavani rit