ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થાય અને બહાર ધીમો-ધીમો વરસાદ પડતો હોય, ત્યારે ઘરમાંથી સૌથી પહેલા શેની સુગંધ આવે? ગરમાગરમ દેશી ઘીમાં શેકાતા Gadya Pudla (ગળ્યા પૂડલા) ની! આપણા દાદી-નાનીના સમયથી બનતો આ એક અત્યંત સાદો, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ નાસ્તો છે. આ પૂડલા બનાવવા માટે કોઈ જ જટિલ સામગ્રીની જરૂર પડતી નથી. ઘરમાં રહેલા ઘઉંના લોટ અને દેશી ગોળના પાણીમાંથી બનતા આ પૂડલા (જેને આપણે મીઠા પૂડલા કે ગળ્યા ચિલ્લા પણ કહીએ છીએ) વરિયાળી અને એલચીના સ્વાદથી અદભૂત લાગે છે. આ પૂડલા એટલા સોફ્ટ બને છે કે મોઢામાં મુકતા જ ઓગળી જાય છે. ચાલો જોઈએ ગળ્યા પૂડલા બનાવવાની સાચી રીત.
Ingredients
- છીણેલો ગોળ ½ કપ
- ઘઉંનો લોટ 1 કપ
- મરી પાઉડર ½ ચમચી
- વરીયાળી પાઉડર 1 ચમચી
- એલચી પાઉડર ½ ચમચી
- ખસખસ ½ ચમચી
- પાણી જરૂર મુજબ
Gadya Pudla banavani rit
ગળ્યા પૂડલા બનાવવા સૌથી પહેલા ગોળ ને ચાકુથી કાપી ને સુધારી લેવો. ત્યાર બાદ વરીયાળી ને કુટી પાઉડર બનાવી લ્યો સાથે એલચી અને મરી નો પણ પાઉડર બનાવી લ્યો. અને ત્યાર બાદ ઘઉંના લોટ ને ચાળી ને એક બાજુ મુકો.
હવે ગેસ પર તપેલીમાં એક કપ પાણી ગરમ કરવા મુકો પાણી ગરમ થાય એટલે એમાં સુધારેલ ગોળ નાખી મિક્ક્ષ કરી ગોળ ને ઓગાળી લ્યો. ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી ગોળ વાળા પાણી ને ઠંડું કરી લ્યો. પાણી ઠંડું થાય એટલે ગરણી થી ગાળી એક તપેલીમાં કાઢી લ્યો. હવે એ પાણીમાં થોડો થોડો ચાળી રાખેલ લોટ નાખતા જઈ ગાંઠા ના રહે એમ મિક્સ કરતા જાઓ.
બધો લોટ બરોબર ગાંઠા વગર મિક્સ થઇ જાય અને એમાં મિશ્રણ વધારે ઘટ્ટ લાગતું હોય તો પાંચ સાત ચમચી અથવા જરૂર મુજબ પાણી નાખી મીડીયમ ઘટ્ટ ( ઢોસા ના મિશ્રણ જેટલું ઘટ્ટ ) મિશ્રણ તૈયાર કરી લ્યો. ત્યાર બાદ એમાં ખસખસ, વરીયાળી પાઉડર, મરી પાઉડર અને એલચી પાઉડર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી ઢાંકી અડધા થી એક કલાક માટે એક બાજુ મુકો. અડધા કલાક પછી મિશ્રણ ને પાંચ મિનીટ માટે ફેટી લ્યો.
હવે ગેસ પર તવી ગરમ મુકો તવી ગરમ થાય એટલે તૈયાર મિશ્રણ ની એક થી દોઢ કડછી નાખી ઢોસા ના મિશ્રણ જેમ એક સરખું મીડીયમ જાડું ફેલાવી દયો. ત્યાર બાદ એના પર ઘી લગાવી એક બાજુ ગોલ્ડન શેકાઈ જાય એટલે ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો. આમ બધા જ પુડલા ને શેકી ને ઘી લગાવી શેકી તૈયાર કરી લ્યો અને જ લ્યો મીઠા ગોળ વાળા પુડલા.
ગોળ વાળું પાણી ઠંડું થાય પછી જ એમાં લોટ નાખવો
ગળ્યા પૂડલા બનાવવાની રીત

Gadya Pudla Recipe in Gujarati | ગળ્યા પૂડલા | Meetha Pudla
Equipment
- 1 તપેલી
- 1 તવી
Ingredients
- ½ કપ છીણેલો ગોળ
- 1 કપ ઘઉંનો લોટ
- ½ ચમચી મરી પાઉડર
- 1 ચમચી વરીયાળી પાઉડર
- ½ ચમચી એલચી પાઉડર
- ½ ચમચી ખસખસ
- પાણી જરૂર મુજબ
Instructions
Gadya Pudla banavani rit
- ગળ્યા પૂડલા બનાવવા સૌથી પહેલા ગોળ ને ચાકુથી કાપી ને સુધારી લેવો. ત્યાર બાદ વરીયાળી ને કુટી પાઉડર બનાવી લ્યો સાથે એલચી અને મરી નો પણ પાઉડર બનાવી લ્યો. અને ત્યાર બાદ ઘઉંના લોટ ને ચાળી ને એક બાજુ મુકો.
- હવે ગેસ પર તપેલીમાં એક કપ પાણી ગરમ કરવા મુકો પાણી ગરમ થાય એટલે એમાં સુધારેલ ગોળ નાખી મિક્ક્ષ કરી ગોળ ને ઓગાળી લ્યો. ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી ગોળ વાળા પાણી ને ઠંડું કરી લ્યો. પાણી ઠંડું થાય એટલે ગરણી થી ગાળી એક તપેલીમાં કાઢી લ્યો. હવે એ પાણીમાં થોડો થોડો ચાળી રાખેલ લોટ નાખતા જઈ ગાંઠા ના રહે એમ મિક્સ કરતા જાઓ.
- બધો લોટ બરોબર ગાંઠા વગર મિક્સ થઇ જાય અને એમાં મિશ્રણ વધારે ઘટ્ટ લાગતું હોય તો પાંચ સાત ચમચી અથવા જરૂર મુજબ પાણી નાખી મીડીયમ ઘટ્ટ ( ઢોસા ના મિશ્રણ જેટલું ઘટ્ટ ) મિશ્રણ તૈયાર કરી લ્યો. ત્યાર બાદ એમાં ખસખસ, વરીયાળી પાઉડર, મરી પાઉડર અને એલચી પાઉડર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી ઢાંકી અડધા થી એક કલાક માટે એક બાજુ મુકો. અડધા કલાક પછી મિશ્રણ ને પાંચ મિનીટ માટે ફેટી લ્યો.
- હવે ગેસ પર તવી ગરમ મુકો તવી ગરમ થાય એટલે તૈયાર મિશ્રણ ની એક થી દોઢ કડછી નાખી ઢોસા ના મિશ્રણ જેમ એક સરખું મીડીયમ જાડું ફેલાવી દયો. ત્યાર બાદ એના પર ઘી લગાવી એક બાજુ ગોલ્ડન શેકાઈ જાય એટલે ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો. આમ બધા જ પુડલા ને શેકી ને ઘી લગાવી શેકી તૈયાર કરી લ્યો અને જ લ્યો મીઠા ગોળ વાળા પુડલા.
- ગોળ વાળું પાણી ઠંડું થાય પછી જ એમાં લોટ નાખવો
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Bili Fal ni Candy in Gujarati | બીલી ફળની કેન્ડી | Bel Candy Recipe
Rabdi faluda banavani recipe | રબડી ફાલુદા બનાવવાની રેસીપી
Safed tal no kalakand banavani rit | સફેદ તલ નો કલાકંદ બનાવવાની રીત
