HomeDessert & DrinksRabdi faluda banavani recipe | રબડી ફાલુદા બનાવવાની રેસીપી

Rabdi faluda banavani recipe | રબડી ફાલુદા બનાવવાની રેસીપી

મિત્રો આજે આપણે બજાર જેવીજ રબડી ફાલુદા વાળી ડ્રીંક ઘરેજ બનાવતા શીખીશું . અને ઈ પણ એકદમ સરળ રીતે થોડીજ વસ્તુ નું ધ્યાન રાખી અને બજાર જેવુંજ Rabdi faluda – રબડી ફાલુદા શેક આપણે આજે ઘરે બનાવાતા શીખીશું.

INGREDIENTS

  • સબ્જા સીડ્સ 1 ચમચી
  • પાણી ¾ કપ સીડ્સ પલાળવા માટે
  •  માવો 100 ગ્રામ
  •  દૂધ 1 કપ
  •  ચપટી કેસર
  •  દેશી ખાંડ 4 ચમચી
  •  દૂધ 1 કપ
  •  બ્રેડ ની સ્લાઈસ 1 વ્હાઇટ બ્રેડ / બ્રાઉન બ્રેડ
  •  દેશી ખાંડ 2 ચમચી
  •  બદામ 1 ચમચી
  •  1 વેનીલા આઈસ્ક્રીમ 1 સ્કૂપ
  •  ગાર્નિશિંગ માટે પિસ્તા

Rabdi faluda banavani recipe

રબડી ફાલુદા બનાવવા માટે સૌ પ્રથમ એક મોટો બાઉલ લેશું તેમાં 1 ચમચી સબ્જા સીડ્સ નાખી અને તેમાં ¾ કપ પાણી નાખી અને તેને 1 કલાક માટે પલળવા માટે મૂકી દેશું .

હવે ગેસ પર કડાઈ મૂકી ધીમો તાપ રાખી અને તેમાં 100 ગ્રામ માવો નાખી અને તેને સતત હલાવતા રેશુ જ્યાં સુધી માવા માં ગોલ્ડન બ્રાઉન કલર ના આવી જાય ત્યાં સુધી આપણે માવા ને સેકી લેશું ત્યાર બાદ તેમાં 1 કપ દૂધ નાખી અને ગેસ ને મિડયમ તાપ કરી અને સારી રીતે હલાવતા જશું જેથી માવા રહેલા ગાંઠા દૂધ સાથે ઓગળી જશે . અને ત્યાર બાદ તેમાં ચપટી કેસર , દેશી ખાંડ 4 ચમચી નાખી સારી રીતે હલાવતા જશું . જો તમારા પાસે દેશી ખાંડ ના હોય તો તમે ઘરમાં રહેલી કોઈ પણ ખાંડ નો ઉપયોગ કરી શકો છો.

ત્યાર બાદ 4-5 મિનિટ બાદ આપણું દૂધ ઘાટું થઈ જશે . ત્યાર પછી એક બાઉલ માં 2 કડછી જેટલું મિક્ષ્ચર આપણે કાઢી ને પ્લેટ માં મૂકી ને ઠંડુ થવા દેશું . જેનો ઉપયોગ આપણે સૌથી છેલે કરીશું . હવે કડાઈ માં બાકી બચેલું જે મિક્ષ્ચર છે તેમાં આપણે 1 કપ દૂધ નાખી ને હલાવી દેશું આ ટાઈમ પર આપણું મિક્ષ્ચર થોડું પાતળું થઈ ગયું હશે તેના માટે આપણે એક મિક્ષ્ચર જાર લેશું અને મિક્ષ્ચર જાર માં આપણે 1 બ્રેડ ની સ્લાઈસ નાખી અને ગ્રાઇન્ડ કરી લેશું.

હવે ગ્રાઇન્ડ કરેલી બ્રેડ ની સ્લાઈસ ને આપણે દૂધ વાળા મિક્ષ્ચર માં નાખી દેશું અને ત્યાર બાદ તેમાં 2 ચમચી દેશી ખાંડ નાખી દેશું કારણકે દૂધ નાખ્યું હોવાથી તેની મીઠાસ ઓછી થઈ જશે . ત્યાર બાદ મિક્ષ્ચર ને સતત હલાવતા જશું જ્યાં સુધી તેમાં 1-2 ઉભરો ના આવી જાય ઉભરો આવી જાય અને આપણું મિક્ષ્ચર પણ ઘાટું થઈ ગયા બાદ ગેસ બંધ કરી અને તૈયાર કરેલ મિક્ષ્ચર ને આપણે એક બાઉલ માં કાઢી અને થોડું ઠંડુ થવા દેશું ઠંડું થઈ ગયા બાદ તેને ફ્રીઝર માં રાખી અને એકદમ સારી રીતે ઠંડુ થવા દેશું . દેશી ખાંડ કોઈ પણ કરિયાણા વાળા પાસે મળી જશે .

ત્યાર બાદ હવે ફ્રીઝર માંથી મિક્ષ્ચર ઠંડું થઈ ગયા બાદ તેમાં ફરીથી ½ કપ જેવું દૂધ નાખી અને સારી રીતે હલાવી લેશું જેથી તેની કન્સિસ્ટન્સી બરાબર થઈ જાય .

હવે એક કાચ નો ગ્લાસ લેશું તેમાં સૌથી પેલે દૂધ અને માવા નું મિક્ષ્ચર નાખીશું ત્યાર બાદ તેમાં 1 કડછી ભરી ને પલાળેલા સબ્જા સીડ્સ , બદામ ની કતરણ 1 ચમચી નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી દેશું . ત્યાર બાદ ઉપર થી 1 સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ ઉપર થી દૂધ અને માવા નું મિક્ષ્ચર અને છેલે આપણે જે એક વાટકા માં દૂધ અને માવા નું મિક્ષ્ચર ઠંડું કરવા રાખ્યું હતું તે મિક્ષ્ચર ને પણ આપણે 1-1 ચમચી કરી ને ગ્લાસ માં નાખી દેશું છેલે કાપેલા પિસ્તા નાખી અને ગાર્નિસ કરી દેશું .

તો તૈયાર છે આપણી રબડી ડ્રીંક જેને તમે ઠંડું ઠંડું સર્વ કરી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Rabdi faluda - રબડી ફાલુદા

Rabdi faluda banavani recipe

મિત્રો આજે આપણે બજાર જેવીજ રબડી ફાલુદા વાળી ડ્રીંક ઘરેજબનાવતા શીખીશું . અને ઈ પણ એકદમ સરળ રીતે થોડીજ વસ્તુ નું ધ્યાનરાખી અને બજાર જેવુંજ Rabdifaluda – રબડી ફાલુદા શેક આપણે આજે ઘરે બનાવાતા શીખીશું .
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 1 hour
Total Time: 1 hour 30 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ / પેન
  • 1 સર્વિંગ ગ્લાસ
  • 1 બાઉલ
  • 1 મિક્ષ્ચર જાર

Ingredients

  • 1 ચમચી સબ્જા સીડ્સ
  • ¾ કપ પાણી સીડ્સ પલાળવા માટે
  • 100 ગ્રામ માવો
  • 1 કપ દૂધ
  • ચપટી કેસર
  • 4 ચમચી દેશી ખાંડ
  • 1 કપ દૂધ
  • 1 વ્હાઇટ બ્રેડ / બ્રાઉન બ્રેડ બ્રેડ ની સ્લાઈસ
  • 2 ચમચી દેશી ખાંડ
  • 1 ચમચી બદામ
  • 11 સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ
  • ગાર્નિશિંગ માટે પિસ્તા

Instructions

Rabdi faluda banavani recipe

  • રબડી ફાલુદા બનાવવા માટે સૌ પ્રથમ એક મોટો બાઉલ લેશું તેમાં 1 ચમચી સબ્જા સીડ્સ નાખી અને તેમાં ¾ કપ પાણી નાખી અને તેને 1 કલાક માટે પલળવા માટે મૂકી દેશું .
  • હવે ગેસ પર કડાઈ મૂકી ધીમો તાપ રાખી અને તેમાં 100 ગ્રામ માવો નાખી અને તેને સતત હલાવતા રેશુ જ્યાં સુધી માવા માં ગોલ્ડન બ્રાઉન કલર ના આવી જાય ત્યાં સુધી આપણે માવા ને સેકી લેશું ત્યાર બાદ તેમાં 1 કપ દૂધ નાખી અને ગેસ ને મિડયમ તાપ કરી અને સારી રીતે હલાવતા જશું જેથી માવા રહેલા ગાંઠા દૂધ સાથે ઓગળી જશે . અને ત્યાર બાદ તેમાં ચપટી કેસર , દેશી ખાંડ 4 ચમચી નાખી સારી રીતે હલાવતા જશું . જો તમારા પાસે દેશી ખાંડ ના હોય તો તમે ઘરમાં રહેલી કોઈ પણ ખાંડ નો ઉપયોગ કરી શકો છો.
  • ત્યાર બાદ 4-5 મિનિટ બાદ આપણું દૂધ ઘાટું થઈ જશે . ત્યાર પછી એક બાઉલ માં 2 કડછી જેટલું મિક્ષ્ચર આપણે કાઢી ને પ્લેટ માં મૂકી ને ઠંડુ થવા દેશું . જેનો ઉપયોગ આપણે સૌથી છેલે કરીશું . હવે કડાઈ માં બાકી બચેલું જે મિક્ષ્ચર છે તેમાં આપણે 1 કપ દૂધ નાખી ને હલાવી દેશું આ ટાઈમ પર આપણું મિક્ષ્ચર થોડું પાતળું થઈ ગયું હશે તેના માટે આપણે એક મિક્ષ્ચર જાર લેશું અને મિક્ષ્ચર જાર માં આપણે 1 બ્રેડ ની સ્લાઈસ નાખી અને ગ્રાઇન્ડ કરી લેશું.
  • હવે ગ્રાઇન્ડ કરેલી બ્રેડ ની સ્લાઈસ ને આપણે દૂધ વાળા મિક્ષ્ચર માં નાખી દેશું અને ત્યાર બાદ તેમાં 2 ચમચી દેશી ખાંડ નાખી દેશું કારણકે દૂધ નાખ્યું હોવાથી તેની મીઠાસ ઓછી થઈ જશે . ત્યાર બાદ મિક્ષ્ચર ને સતત હલાવતા જશું જ્યાં સુધી તેમાં 1-2 ઉભરો ના આવી જાય ઉભરો આવી જાય અને આપણું મિક્ષ્ચર પણ ઘાટું થઈ ગયા બાદ ગેસ બંધ કરી અને તૈયાર કરેલ મિક્ષ્ચર ને આપણે એક બાઉલ માં કાઢી અને થોડું ઠંડુ થવા દેશું ઠંડું થઈ ગયા બાદ તેને ફ્રીઝર માં રાખી અને એકદમ સારી રીતે ઠંડુ થવા દેશું . દેશી ખાંડ કોઈ પણ કરિયાણા વાળા પાસે મળી જશે .
  • ત્યાર બાદ હવે ફ્રીઝર માંથી મિક્ષ્ચર ઠંડું થઈ ગયા બાદ તેમાં ફરીથી ½ કપ જેવું દૂધ નાખી અને સારી રીતે હલાવી લેશું જેથી તેની કન્સિસ્ટન્સી બરાબર થઈ જાય .
  • હવે એક કાચ નો ગ્લાસ લેશું તેમાં સૌથી પેલે દૂધ અને માવા નું મિક્ષ્ચર નાખીશું ત્યાર બાદ તેમાં 1 કડછી ભરી ને પલાળેલા સબ્જા સીડ્સ , બદામ ની કતરણ 1 ચમચી નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી દેશું . ત્યાર બાદ ઉપર થી 1 સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ ઉપર થી દૂધ અને માવા નું મિક્ષ્ચર અને છેલે આપણે જે એક વાટકા માં દૂધ અને માવા નું મિક્ષ્ચર ઠંડું કરવા રાખ્યું હતું તે મિક્ષ્ચર ને પણ આપણે 1-1 ચમચી કરી ને ગ્લાસ માં નાખી દેશું છેલે કાપેલા પિસ્તા નાખી અને ગાર્નિસ કરી દેશું .
  • તો તૈયાર છે આપણી રબડી ડ્રીંક જેને તમે ઠંડું ઠંડું સર્વ કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular