જય શ્રી કૃષ્ણ આજ આપણે ડુંગળી નું તીખું અથાણું બનાવવાની રીત – Dungri nu tikhu athanu banavani rit શીખીશું. આ અથાણું તમે જ્યારે કોઈ શાક ના હોય અથવા શાક પસંદ ના હોય એનું બનેલું હોય ત્યારે રોટલી, પરોઠા કે રોટલા સાથે મજા લઇ શકો છો અને બનાવ્યા ના દસ બાર દિવસ સુંધી મજા લઈ શકો છો.
ડુંગળી નું તીખું અથાણું બનાવવા જરૂરી સામગ્રી
- રાઈ 1 ચમચી
- ડુંગળી 3-4
- વરિયાળી 1 ચમચી
- અજમો ½ ચમચી
- મેથી દાણા ¼ ચમચી
- તેલ / સરસો તેલ ¼ કપ
- હિંગ ½ ચમચી
- પચકોળ પાઉડર 1 ચમચી
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
- લીલા મરચા સુધારેલા 3-4
- મીઠું સ્વાદ મુજબ
Dungri nu tikhu athanu banavani rit
ડુંગળી નું તીખું અથાણું બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં રાઈ, વરિયાળી, અજમો, મેથી દાણા નાખી ધીમા તાપે શેકી લ્યો . બધી સામગ્રી શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લઈ મિક્સર જારમાં નાખી દરદરો પીસી લ્યો અને એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ / સરસો તેલ નાખી તેલ બરોબર ગરમ થાય એટલે ગેસ બંધ કરી તેલ ને નવશેકું કરી લ્યો.
તેલ નવશેકું રહે એટલે એમાં હિંગ, પંચકોળ મસાલો ( અજમો, જીરું, મેથી, મગ્રોડા (ડુંગળી ના બીજ), વરિયાળી નો પાઉડર ) , હળદર, લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો .
એક વાસણમાં ડુંગળી ને લાંબી લાંબી અને ઝીણી સુધારી લ્યો ત્યાં બાદ એમાં લીલા મરચા સુધારેલા નાખો અને અધ કચરો પીસેલો મસાલો, મીઠું સ્વાદ મુજબ અને મસાલા વાળું તેલ અને લીંબુનો રસ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લો અને ત્યાર બાદ તપેલી માં પાતળું કપડું ઢાંકી ને બે ત્રણ દિવસ મૂકો ત્યાર બાદ બરણી માં ભરી લ્યો અને સર્વ કરો ડુંગળી નું તીખું અથાણું.
Dungri nu tikhu athanu NOTES
- તેલ તમને જે પસંદ આવે એ નાખી શકો છો.
- ફ્રીઝ માં આ અથાણું થોડો લાંબો સમય ચાલે છે પણ બહાર આઠ દસ દિવસ સુંધી રાખી શકો છો.
- બને ત્યાં સુંધી તાજુ તાજુ બનાવી ખાસો તો વધુ સ્વાદિષ્ટ લાગશે.
ડુંગળી નું તીખું અથાણું બનાવવાની રીત
Dungri nu tikhu athanu banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 તપેલી
Ingredients
ડુંગળી નું તીખું અથાણું બનાવવા જરૂરી સામગ્રી
- 1 ચમચી રાઈ
- 3-4 ડુંગળી
- 1 ચમચી વરિયાળી
- ½ ચમચી અજમો
- ¼ ચમચી મેથી દાણા
- ¼ કપ તેલ / સરસો તેલ
- ½ ચમચી હિંગ
- 1 ચમચી પચકોળ પાઉડર
- ½ ચમચી હળદર
- 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
- 3-4 લીલા મરચા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Dungri nu tikhu athanu banavani rit
- ડુંગળી નું તીખું અથાણું બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં રાઈ, વરિયાળી, અજમો, મેથી દાણા નાખી ધીમા તાપે શેકી લ્યો . બધી સામગ્રી શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લઈ મિક્સર જારમાં નાખી દરદરો પીસી લ્યો અને એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ / સરસો તેલ નાખી તેલ બરોબર ગરમ થાય એટલે ગેસ બંધ કરી તેલ ને નવશેકું કરી લ્યો.
- તેલ નવશેકું રહે એટલે એમાં હિંગ, પંચકોળ મસાલો ( અજમો, જીરું, મેથી, મગ્રોડા (ડુંગળી ના બીજ), વરિયાળી નો પાઉડર ) , હળદર, લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો .
- એક વાસણમાં ડુંગળી ને લાંબી લાંબી અને ઝીણી સુધારી લ્યો ત્યાં બાદ એમાં લીલા મરચા સુધારેલા નાખો અને અધ કચરો પીસેલો મસાલો, મીઠું સ્વાદ મુજબ અને મસાલા વાળું તેલ અને લીંબુનો રસ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લો અને ત્યાર બાદ તપેલી માં પાતળું કપડું ઢાંકી ને બે ત્રણ દિવસ મૂકો ત્યાર બાદ બરણી માં ભરી લ્યો અને સર્વ કરો ડુંગળી નું તીખું અથાણું.
Dungri nu tikhu athanu NOTES
- તેલ તમને જે પસંદ આવે એ નાખી શકો છો.
- ફ્રીઝ માં આ અથાણું થોડો લાંબો સમય ચાલે છે પણ બહાર આઠ દસ દિવસ સુંધી રાખી શકો છો.
- બને ત્યાં સુંધી તાજુ તાજુ બનાવી ખાસો તો વધુ સ્વાદિષ્ટ લાગશે.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Batata fansi nu shaak recipe | બટાકા ફણસી નું શાક
હરા ભરા કબાબ | hara bhara kabab