જ્યારે રાત્રે કે સવારે કોઈ નાસ્તા ના સુજે ત્યારે દાળ ચોખા પલાળી ઘર માં રહેલ શાક સાથે આ ચીલા તૈયાર કરી શકાય છે અને નાસ્તા સિવાય ટિફિન માં પણ આપી શકો છો તો ચાલો Daal chokha na vegitable chila banavani rit શીખીએ.
દાળ ચોખાના વેજીટેબલ ચીલા માટેની જરૂરી સામગ્રી
- ચણા દાળ 2 ચમચી
- તુવેર દાળ 2 ચમચી
- અડદ દાળ 2 ચમચી
- મગ દાળ 2 ચમચી
- ચોખા ½ કપ
- લીલા મરચા સુધારેલા 2-3
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- કેપ્સિકમ સુધારેલ ½
- છીણેલું ગાજર ¼ કપ
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- શેકેલ જીરું પાઉડર 1 ચમચી
- સાંભાર મસાલો 1 ચમચી
- ઈનો / બેકિંગ સોડા જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર પ્રમાણે
- મીઠા લીમડા ના પાન
- સફેદ તલ જરૂર મુજબ
ચટણી માટેની સામગ્રી
- લીલા ધાણા સુધારેલા ½ કપ
- લીલા મરચા સુધારેલા 1-2
- દાળિયા 1- 2ચમચી
- દહી 2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Daal chokha na vegitable chila banavani rit
દાળ ચોખાના વેજીટેબલ ચીલા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં અડદ દાળ, તુવેર દાળ, ચણા દાળ અને મગ દાળ નાખી બે ત્રણ પાણી થી ધોઇ ને પાણી નાખી બે ત્રણ કલાક પલાળી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં ચોખા ને બે ત્રણ પાણી ધોઇ પાણી નાખી બે ત્રણ કલાક પલાળી લ્યો.
ત્રણ કલાક પછી પાણી નિતારી દાળ અને ચોખા ને મિક્સર જારમાં નાખો અને પીસી લ્યો ત્યાર બાદ એમાં અડધો કપ પાણી નાખી ફરીથી બરોબર સ્મુથ પીસી લ્યો અને ત્યાર બાદ એમાં મીઠું નાખી પીસેલા મિશ્રણ ને ઢાંકી પંદર મિનિટ એક બાજુ મૂકો.
વીસ મિનિટ પછી એમાં છીણેલું ગાજર, ઝીણી સુધારેલી ડુંગળી, કેપ્સીકમ, લીલા મરચા, લીલા ધાણા સુધારેલા, મીઠું સ્વાદ મુજબ, શેકેલ જીરું પાઉડર અને સાંભાર મસાલો નાખી બરોબર મિક કરી લ્યો અને ત્યાર બાદ એક વખત માટે જરૂરી ચીલા નું મિશ્રણ અલગ કરી એમાં અડધી ચમચી ઈનો નાખી મિક્સ કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈ માં એ બે તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં સફેદ તલ અને મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરી એમાં ઈનો નાખેલ મિશ્રણ નાખી ઢાંકી મીડીયમ ધીમા તાપે ચડાવી લ્યો એક બાજુ બરોબર ચડી જાય એટલે ઉથલાવી લ્યો. અને બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો.
આમ બને બાજુ બરોબર ચડાવી લીધા બાદ ઉતરી લ્યો અને બીજા ચીલા તૈયાર કરી લ્યો અને તૈયાર ચીલા ને સોસ કે ચટણી સાથે સર્વ કરો દાળ ચોખાના વેજીટેબલ ચીલા.
ચટણી ની રેસીપી
ચટણી બનાવવા સૌપ્રથમ સાફ કરેલ લીલા ધાણા મિક્સર જારમાં નાખો ત્યાર બાદ લીલા મરચા સુધારેલા, સ્વાદ મુજબ મીઠું, દાળિયા દાળ અને દહી નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો અને ચટણી તૈયાર કરી લ્યો.
Chila recipe notes
- મિશ્રણ માટે દાળ ¼ કપ અને ચોખા 1 કપ લ્યો તો પણ ચાલે.
- શાક તમારા પાસે હોય એ નાખવા.
દાળ ચોખાના વેજીટેબલ ચીલા બનાવવાની રીત
Youtube પર Beauty And Cooks ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Daal chokha na vegitable chila recipe
Daal chokha na vegitable chila banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
દાળ ચોખાના વેજીટેબલ ચીલા માટેની જરૂરી સામગ્રી
- 2 ચમચી ચણા દાળ
- 2 ચમચી તુવેર દાળ
- 2 ચમચી અડદ દાળ
- 2 ચમચી મગ દાળ
- ½ કપ ચોખા
- 2-3 લીલા મરચા સુધારેલા
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- ½ કેપ્સિકમ સુધારેલ
- ¼ કપ છીણેલું ગાજર
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- 1 ચમચી શેકેલ જીરું પાઉડર
- 1 ચમચી સાંભાર મસાલો
- ઈનો / બેકિંગ સોડા જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર પ્રમાણે
- મીઠા લીમડા ના પાન
- સફેદ તલ જરૂર મુજબ
ચટણી માટેની સામગ્રી
- ½ કપ લીલા ધાણા સુધારેલા
- 1-2 લીલા મરચા સુધારેલા
- 1-2 ચમચી દાળિયા
- 2 ચમચી દહી
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Daal chokhana vegitable chila banavani rit
- દાળ ચોખાના વેજીટેબલ ચીલા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં અડદ દાળ, તુવેર દાળ, ચણા દાળ અને મગ દાળ નાખી બે ત્રણ પાણી થી ધોઇ ને પાણી નાખી બે ત્રણ કલાક પલાળી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં ચોખા ને બે ત્રણ પાણી ધોઇ પાણી નાખી બે ત્રણ કલાક પલાળી લ્યો.
- ત્રણ કલાક પછી પાણી નિતારી દાળ અને ચોખા ને મિક્સર જારમાં નાખો અને પીસી લ્યો ત્યાર બાદ એમાં અડધો કપ પાણી નાખી ફરીથી બરોબર સ્મુથ પીસી લ્યો અને ત્યાર બાદ એમાં મીઠું નાખી પીસેલા મિશ્રણ ને ઢાંકી પંદર મિનિટ એક બાજુ મૂકો.
- વીસ મિનિટ પછી એમાં છીણેલું ગાજર, ઝીણી સુધારેલી ડુંગળી, કેપ્સીકમ, લીલા મરચા, લીલા ધાણા સુધારેલા, મીઠું સ્વાદ મુજબ, શેકેલ જીરું પાઉડર અને સાંભાર મસાલો નાખી બરોબર મિક કરી લ્યો અને ત્યાર બાદ એક વખત માટે જરૂરી ચીલા નું મિશ્રણ અલગ કરી એમાં અડધી ચમચી ઈનો નાખી મિક્સ કરી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈ માં એ બે તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં સફેદ તલ અને મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરી એમાં ઈનો નાખેલ મિશ્રણ નાખી ઢાંકી મીડીયમ ધીમા તાપે ચડાવી લ્યો એક બાજુ બરોબર ચડી જાય એટલે ઉથલાવી લ્યો. અને બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો.
- આમ બને બાજુ બરોબર ચડાવી લીધા બાદ ઉતરી લ્યો અને બીજા ચીલા તૈયાર કરી લ્યો અને તૈયાર ચીલા ને સોસ કે ચટણી સાથે સર્વ કરો દાળ ચોખાના વેજીટેબલ ચીલા.
ચટણી ની રેસીપી
- ચટણી બનાવવા સૌપ્રથમ સાફ કરેલ લીલા ધાણા મિક્સર જારમાં નાખો ત્યાર બાદ લીલા મરચા સુધારેલા, સ્વાદ મુજબ મીઠું, દાળિયા દાળ અને દહી નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો અને ચટણી તૈયાર કરી લ્યો.
Chila recipe notes
- મિશ્રણ માટે દાળ ¼ કપ અને ચોખા 1 કપ લ્યો તો પણ ચાલે.
- શાક તમારા પાસે હોય એ નાખવા.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Black pavbhaji with masala recipe | બ્લેક પાઉંભાજી વિથ મસાલા બનાવવાની રીત
સમોસા બનાવવાની રીત | samosa banavani rit | samosa recipe in gujarati
પિંક સોસ પાસ્તા બનાવવાની રીત | pink sauce pasta banavani rit
દહીં વડા બનાવવાની રીત | dahi vada recipe gujarati | dahi vada ni recipe