HomeNastaSoji Na Masala Namakpara Recipe in Gujarati | સોજીના મસાલા નમકપારા |...

Soji Na Masala Namakpara Recipe in Gujarati | સોજીના મસાલા નમકપારા | Tea Time Snacks

સાંજે ચા પીતી વખતે આપણે ઘઉંના લોટ અને મેંદા ના લોટ માંથી તો ઘણી વખત નમક પારા બનાવેલા છે પણ આજ આપણે સોજી માંથી ખાવામાં ટેસ્ટી ચટપટું અને ક્રિસ્પી(Crispy) અને પરતો વાળા સોજીના મસાલા નમકપારા બનાવવાની રીત શીખીશું. જેને તમે ચા સાથે નાસ્તામાં કે પ્રવાસ કે બાળકોને ટિફિન માં પણ આપી શકો છો. સોજી (Rava) માંથી આપણે બનાવીશું બજાર જેવા જ ખસ્તા અને ક્રિસ્પી Soji na Masala Namakpara. સોજીના હોવાથી આ નમકપારા તેલ પણ ઓછું પીવે છે અને ખાવામાં એકદમ હળવા રહે છે. તેને બનાવીને તમે લાંબા સમય સુધી ડબ્બામાં સ્ટોર કરી શકો છો.

Soji Masala Namakpara Ingredients

  1. સોજી 1 ½ કપ
  2. જીરું 1 ચમચી
  3. હિંગ 1/8 ચમચી
  4. અજમો ½ ચમચી
  5. ચીલી ફ્લેક્ષ 1 ચમચી
  6. સફેદ તલ 1 ચમચી
  7. કશુરી મેથી 1 ચમચી 
  8. પાણી 1 કપ
  9. મીઠું સ્વાદ મુજબ
  10. તેલ 2 ચમચી
  11. ઘી 3 ચમચી
  12. કોર્ન ફ્લોર 2 ચમચી
  13. તરવા માટે તેલ

Soji Na Masala Namakpara banavani rit

સોજીના મસાલા નમકપારા બનાવવા સૌથી પહેલા સોજી ને મિક્સર જારમાં નાખી પીસી લ્યો. હવે ગેસ પર કડાઈમાં બે ચમચી તેલ નાખો તેલ ગરમ થાય એટલે ગેસ સાવ ધીમો કરી એમાં જીરું,  અજમો, સફેદ તલ, હિંગ, ચીલી ફ્લેક્ષ, કસુરી મેથી ને મસળી ને નાખો.

ત્યાર બાદ એમાં પાણી નાખી બધી સામગ્રી ને બરોબર મીકા કરી સ્વાદ મુજબ મીઠું નાખી પાણી ને ઉકાળી લ્યો. પાણી ઉકળી જાય એટલે ગેસ બંધ કરી એમાં પીસી રાખેલ સોજી  નાખી ચમચા થી બરોબર મિક્સ કરી ઢાંકી પાંચ મિનીટ એક બાજુ મુકો. પાંચ મિનીટ પછી તૈયાર મિશ્રણ કથરોટ માં કાઢી નવશેકું રહે એટલે બરોબર મસળી સ્મૂથ લોટ બાંધી લ્યો.

બાંધેલા લોટ માંથી  પાંચ કે છ લુવા બનાવી લ્યો અને દરેક લુવાને વણી પાતળી લ્યો. આમ બધા જ લુવા વણી રોટલી બનાવી લ્યો. ત્યાર બાદ એક વાટકા માં ઘી અને કોર્ન ફ્લોર લઈ બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. હવે વણેલી એક રોટલી લ્યો એના પર કોર્ન ફ્લોર વાળી સ્લરી લગાવો એના પર બીજી રોટલી મૂકી એના પર ફરી સ્લરી લગાવો આમ એક ઉપર એક રોટલી મૂકી સ્લરી લગાવતા જાઓ.

હવે એક બાજુથી ફોલ્ડ કરો એના પર સ્લરી લગાવો ત્યાર બાદ બીજી બાજુ થી ફોલ્ડ કરી સ્લરી લગાવો ત્યાર બાદ ત્રીજી બાજુ ફોલ્ડ કરી સ્લરી લગાવો અને છેલ્લે ચોથી બાજુથી ફોલ્ડ કરી દ્યો આમ ચારે બાજુથી ફોલ્ડ કરી ચોરસ બનાવી દયો.હવે તૈયાર ચોરસ ને પ્લેટ માં મૂકી ફ્રીઝ માં એક કલાક માટે મૂકો. એક કલાક પછી પ્લેટ કાઢી ફોલ્ડ ને મીડિયમ જાડું રહે ત્યાં સુધી વણી લ્યો. ત્યાર બાદ જે આકાર ન નમકપારા બનાવવા હોય એ આકાર ન કાપી લ્યો.

ત્યારબાદ ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં કાપી રાખેલ નમકપારા નાખો અને મીડિયમ ફૂલ તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી તારી લ્યો. નમક પારા બરોબર ચડી ને ક્રિસ્પી ગોલ્ડન થાય એટલે ચારણીમાં કાઢી લ્યો અને વધારાનું તેલ નીતારી લ્યો. ત્યાર બાદ ઠંડા થાય એટલે ડબ્બામાં ભરી મજા લ્યો. તો તૈયાર છે સોજી ના મસાલા નમકપારા

સોજીના મસાલા નમકપારા બનાવવાની રીત

Tea Time Snack Soji Na Masala Namakpara - સોજીના મસાલા નમકપારા

Soji Na Masala Namakpara Recipe in Gujarati | સોજીના મસાલા નમકપારા | Tea Time Snacks

સાંજે ચા પીતી વખતે આપણે ઘઉંના લોટ અને મેંદા ના લોટ માંથી તો ઘણી વખત નમક પારા બનાવેલા છે પણ આજ આપણે સોજી માંથી ખાવામાં ટેસ્ટી ચટપટું અને ક્રિસ્પી(Crispy) અને પરતો વાળા નમકપારા બનાવવાની રીત શીખીશું. જેને તમે ચા સાથે નાસ્તામાં કે પ્રવાસ કે બાળકોને ટિફિન માં પણ આપી શકો છો. સોજી (Rava) માંથી આપણે બનાવીશું બજાર જેવા જ ખસ્તા અને ક્રિસ્પી Soji na Masala Namakpara. સોજીના હોવાથી આ નમકપારા તેલ પણ ઓછું પીવે છે અને ખાવામાં એકદમ હળવા રહે છે.તેને બનાવીને તમે લાંબા સમય સુધી ડબ્બામાંસ્ટોર કરી શકો છો.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Resting time: 1 hour
Total Time: 1 hour 40 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 પાટલો – વેલણ
  • 1 મિક્સર

Ingredients

Soji Masala Namakpara Ingredients

  • 1 ½ કપ સોજી
  • 1 ચમચી જીરું
  • ચમચી હિંગ
  • ½ ચમચી અજમો
  • 1 ચમચી ચીલી ફ્લેક્ષ
  • 1 ચમચી સફેદ તલ
  • 1 ચમચી કશુરી મેથી
  • 1 કપ પાણી
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 ચમચી તેલ
  • 3 ચમચી ઘી
  • 2 ચમચી કોર્ન ફ્લોર
  • તરવા માટે તેલ

Instructions

Soji Na Masala Namakpara banavani rit

  • સોજીના મસાલા નમકપારા બનાવવા સૌથી પહેલા સોજી ને મિક્સર જારમાં નાખી પીસી લ્યો. હવે ગેસ પર કડાઈમાં બે ચમચી તેલ નાખો તેલ ગરમ થાય એટલે ગેસ સાવ ધીમો કરી એમાં જીરું, અજમો, સફેદ તલ, હિંગ, ચીલી ફ્લેક્ષ, કસુરી મેથી ને મસળી ને નાખો.
  • ત્યાર બાદ એમાં પાણી નાખી બધી સામગ્રી ને બરોબર મીકા કરી સ્વાદ મુજબ મીઠું નાખી પાણી ને ઉકાળી લ્યો. પાણી ઉકળી જાય એટલે ગેસ બંધ કરી એમાં પીસી રાખેલ સોજી નાખી ચમચા થી બરોબર મિક્સ કરી ઢાંકી પાંચ મિનીટ એક બાજુ મુકો. પાંચ મિનીટ પછી તૈયાર મિશ્રણ કથરોટ માં કાઢી નવશેકું રહે એટલે બરોબર મસળી સ્મૂથ લોટ બાંધી લ્યો.
  • બાંધેલા લોટ માંથી પાંચ કે છ લુવા બનાવી લ્યો અને દરેક લુવાને વણી પાતળી લ્યો. આમ બધા જ લુવા વણી રોટલી બનાવી લ્યો. ત્યાર બાદ એક વાટકા માં ઘી અને કોર્ન ફ્લોર લઈ બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. હવે વણેલી એક રોટલી લ્યો એના પર કોર્ન ફ્લોર વાળી સ્લરી લગાવો એના પર બીજી રોટલી મૂકી એના પર ફરી સ્લરી લગાવો આમ એક ઉપર એક રોટલી મૂકી સ્લરી લગાવતા જાઓ.
  • હવે એક બાજુથી ફોલ્ડ કરો એના પર સ્લરી લગાવો ત્યાર બાદ બીજી બાજુ થી ફોલ્ડ કરી સ્લરી લગાવો ત્યાર બાદ ત્રીજી બાજુ ફોલ્ડ કરી સ્લરી લગાવો અને છેલ્લે ચોથી બાજુથી ફોલ્ડ કરી દ્યો આમ ચારે બાજુથી ફોલ્ડ કરી ચોરસ બનાવી દયો.હવે તૈયાર ચોરસ ને પ્લેટ માં મૂકી ફ્રીઝ માં એક કલાક માટે મૂકો. એક કલાક પછી પ્લેટ કાઢી ફોલ્ડ ને મીડિયમ જાડું રહે ત્યાં સુધી વણી લ્યો. ત્યાર બાદ જે આકાર ન નમકપારા બનાવવા હોય એ આકાર ન કાપી લ્યો.
  • ત્યારબાદ ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં કાપી રાખેલ નમકપારા નાખો અને મીડિયમ ફૂલ તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી તારી લ્યો. નમક પારા બરોબર ચડી ને ક્રિસ્પી ગોલ્ડન થાય એટલે ચારણીમાં કાઢી લ્યો અને વધારાનું તેલ નીતારી લ્યો. ત્યાર બાદ ઠંડા થાય એટલે ડબ્બામાં ભરી મજા લ્યો. તો તૈયાર છે સોજી ના મસાલા નમકપારા
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular