HomeNastaMix dal na dalvada banavani rit | મિક્સ દાળ ના દાળવડા બનાવવાની...

Mix dal na dalvada banavani rit | મિક્સ દાળ ના દાળવડા બનાવવાની રીત

મિત્રો ઉનાળા ની ગરમી માં છાશ કે પછી દહીં શરીર ને ઠંડક આપે છે . તો આપણે આજે બધી મિક્સ દાળ માંથી એક નવીજ રીતે ના અને ઝડપથી બની જાય એવા વળા બનાવાતા શીખીશું . તો ચાલો Mix dal na dalvada – મિક્સ દાળ ના દાળવડા ની રેસીપી બનાવતા શીખીએ.

INGREDIENTS

  • ચોખા ¾ કપ
  • ચણા દાળ ¼ કપ
  • છડિયા દાળ ¼
  • ખાટી છાશ 1 કપ / ખાટું દહીં 1 કપ
  • ડુંગળી ઝીણી સુધારેલી 1 નંગ
  • લીલું મરચું જીણું સમારેલું 3 નંગ
  • છીણેલું આદુ 1 ઇંચ
  • બટેકુ છીણેલું મોટું એક છીણેલું
  • મીઠું 1 ચમચી
  • હળદર પાવડર ½ ચમચી
  • આખા ધાણા અધકચરા 1 ચમચી
  • કાળા મરી અધકચરા 1 ચમચી
  • સફેદ તલ 2 ચમચી
  • લીલા ધાણા સમારેલાં

Mix dal na dalvada banavani rit

મિક્સ દાળ ના દાળવડા બનાવવા માટે સૌ પ્રથમ 3 દાળ ને સારી રીતે પાણી માં ધોઈ અને એકદમ કોરી કરી લેશું . દાળ કોરી થઈ જાય એટલે ગેસ પર એક પેન મૂકીશું તેમાં બધી દાળ ને આપણે 3-4 મિનિટ જેવી સેકી લેશું . ઈયા ખાસ ધ્યાન રાખવું કે દાળ આપણે થોડી શેકાઈ જાય એટલી જ ગરમ કરીશું વધારે ગરમ થઈ જશે તો આપણી દાળ બરી જશે . ખાલી દાળ ક્રિસ્પી થાય એટલીજ સેકવાની છે .

હવે દાળ સેકી લીધા બાદ તેને એક બાઉલ માં કાઢી અને ઠંડી કરી લેશું . ઠંડી થઈ ગયા બાદ એક મિક્ષ્ચર જાર લેશું અને બધી દાળ ને થોડી દર્દરી પીસી લેશું . પીસી લીધા બાદ એક બાઉલ માં કાઢી અને તેમાં ખાટી છાશ 1 કપ લેશું પણ ધ્યાન રાખવું કે છાશ થોડી થોડી કરી ને નાખીશું કારણકે બેટર ને આપણે થોડું જાડું રાખવાનું છે . જો બેટર પાતળું થઈ જશે તો વળા તરવામાં મજા નઈ આવે .

ત્યાર બાદ હવે છાશ નાખી દીધા બાદ એકદમ સારી રીતે મિક્સ કરી લેવું જેથી તેમાં કોઈ ગાંઠા ના રઈ જાય . હવે બાઉલ નું ઢાંકણ ઢાંકી અને અડધો કલાક માટે દાળ ને રેવા દેશું . અડધો કલાક પછી આપણું બેટર એક દમ સારી રીતે ફૂલી જશે . જો તમારા પાસે વધારે ટાઈમ હોય તો તમે દાળ ને 3-4 કલાક માટે પણ રાખી શકો છો .

હવે બેટર માં આપણે 1 ઝીણી સુધારેલી ડુંગળી 1 નંગ , લીલું મરચું જીણું સમારેલું 3 નંગ , છીણેલું આદુ 1 ઇંચ , બટેકુ છીણી માં છીણેલું મોટું 1 નંગ પાણી નિતારી અને નાખી દેશું ત્યાર બાદ તેમાં 1 ચમચી મીઠું , હળદર પાવડર ½ ચમચી , સૂકા ધાણા અધકચરા 1 ચમચી , કાળા મરી અધકચરા 1 ચમચી , સફેદ તલ 2 ચમચી , લીલા ધાણા સમરેલા નાખી બધું વસ્તુ ને હાથેથી સારી રીતે મિક્સ કરી લેશું . ઈયા આપણે પાણી નો ઉપયોગ કર્યા વગર બેટર તૈયાર કરીશું . કારણકે ડુંગળી અને બટેકા પાણી છોડે એટલે આ બેટર માં પાણી ની જરૂર નઈ પડે .

ત્યાર બાદ તો જરૂર લાગે તો જ પાણી લેવું નહીંતર આપણું બેટર તૈયાર છે . હવે ગેસ પર એક કડાઈ માં તેલ લઈ અને તેલ મિડયમ તાપે ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે આપણે બેટર માંથી નાના નાના વાળા બનાવાતા જશું અને તેલ માં નાખી અને ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાર સુધી તરી લેશું .

આવીજ રીતે આપણે બધા વળા ને તરી લેવાના છે.

તો તૈયાર છે આપણા મિક્સ દાળ ના વળા જેને તમે ચટણી , સોસ કે પછી ચાય સાથે સર્વ કરી શકો છો.

મિક્સ દાળ ના દાળવડા બનાવવાની રીત

Mix dal na dalvada - મિક્સ દાળ ના દાળવડા

Mix dal na dalvada banavani rit

મિત્રો ઉનાળા ની ગરમી માં છાશ કે પછી દહીં શરીર ને ઠંડકઆપે છે . તો આપણે આજે બધી મિક્સ દાળ માંથી એક નવીજ રીતે ના અને ઝડપથી બની જાય એવા વળાબનાવાતા શીખીશું . તો ચાલો Mix dal na dalvada – મિક્સ દાળ ના દાળવડા ની રેસીપી બનાવતાશીખીએ.
No ratings yet
Prep Time: 15 minutes
Cook Time: 20 minutes
Resting time: 2 hours
Total Time: 2 hours 35 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ / પેન
  • 1 છીણી
  • 1 મિક્ષ્ચર જાર

Ingredients

  • ¾ કપ ચોખા
  • ¼ કપ ચણા દાળ
  • ¼ છડિયા દાળ
  • 1 કપ ખાટી છાશ / ખાટું દહીં
  • 1 નંગ ડુંગળી ઝીણી સુધારેલી
  • 3 નંગ લીલું મરચું જીણું સમારેલું
  • 1 ઇંચ છીણેલું આદુ
  • બટેકુ છીણેલું મોટું એક છીણેલું
  • 1 ચમચી મીઠું
  • ½ ચમચી હળદર પાવડર
  • 1 ચમચી આખા ધાણા અધકચરા
  • 1 ચમચી કાળા મરી અધકચરા
  • 2 ચમચી સફેદ તલ
  • લીલા ધાણા સમારેલાં

Instructions

Mix dal na dalvada banavani rit

  • મિક્સ દાળ ના દાળવડા બનાવવા માટે સૌ પ્રથમ 3 દાળ ને સારી રીતે પાણી માં ધોઈ અને એકદમ કોરી કરી લેશું . દાળ કોરી થઈ જાય એટલે ગેસ પર એક પેન મૂકીશું તેમાં બધી દાળ ને આપણે 3-4 મિનિટ જેવી સેકી લેશું . ઈયા ખાસ ધ્યાન રાખવું કે દાળ આપણે થોડી શેકાઈ જાય એટલી જ ગરમ કરીશું વધારે ગરમ થઈ જશે તો આપણી દાળ બરી જશે . ખાલી દાળ ક્રિસ્પી થાય એટલીજ સેકવાની છે .
  • હવે દાળ સેકી લીધા બાદ તેને એક બાઉલ માં કાઢી અને ઠંડી કરી લેશું . ઠંડી થઈ ગયા બાદ એક મિક્ષ્ચર જાર લેશું અને બધી દાળ ને થોડી દર્દરી પીસી લેશું . પીસી લીધા બાદ એક બાઉલ માં કાઢી અને તેમાં ખાટી છાશ 1 કપ લેશું પણ ધ્યાન રાખવું કે છાશ થોડી થોડી કરી ને નાખીશું કારણકે બેટર ને આપણે થોડું જાડું રાખવાનું છે . જો બેટર પાતળું થઈ જશે તો વળા તરવામાં મજા નઈ આવે .
  • ત્યાર બાદ હવે છાશ નાખી દીધા બાદ એકદમ સારી રીતે મિક્સ કરી લેવું જેથી તેમાં કોઈ ગાંઠા ના રઈ જાય . હવે બાઉલ નું ઢાંકણ ઢાંકી અને અડધો કલાક માટે દાળ ને રેવા દેશું . અડધો કલાક પછી આપણું બેટર એક દમ સારી રીતે ફૂલી જશે . જો તમારા પાસે વધારે ટાઈમ હોય તો તમે દાળ ને 3-4 કલાક માટે પણ રાખી શકો છો .
  • હવે બેટર માં આપણે 1 ઝીણી સુધારેલી ડુંગળી 1 નંગ , લીલું મરચું જીણું સમારેલું 3 નંગ , છીણેલું આદુ 1 ઇંચ , બટેકુ છીણી માં છીણેલું મોટું 1 નંગ પાણી નિતારી અને નાખી દેશું ત્યાર બાદ તેમાં 1 ચમચી મીઠું , હળદર પાવડર ½ ચમચી , સૂકા ધાણા અધકચરા 1 ચમચી , કાળા મરી અધકચરા 1 ચમચી , સફેદ તલ 2 ચમચી , લીલા ધાણા સમરેલા નાખી બધું વસ્તુ ને હાથેથી સારી રીતે મિક્સ કરી લેશું . ઈયા આપણે પાણી નો ઉપયોગ કર્યા વગર બેટર તૈયાર કરીશું . કારણકે ડુંગળી અને બટેકા પાણી છોડે એટલે આ બેટર માં પાણી ની જરૂર નઈ પડે .
  • ત્યાર બાદ તો જરૂર લાગે તો જ પાણી લેવું નહીંતર આપણું બેટર તૈયાર છે . હવે ગેસ પર એક કડાઈ માં તેલ લઈ અને તેલ મિડયમ તાપે ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે આપણે બેટર માંથી નાના નાના વાળા બનાવાતા જશું અને તેલ માં નાખી અને ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાર સુધી તરી લેશું .
  • આવીજ રીતે આપણે બધા વળા ને તરી લેવાના છે.
  • તો તૈયાર છે આપણા મિક્સ દાળ ના વળા જેને તમે ચટણી , સોસ કે પછી ચાય સાથે સર્વ કરી શકો છો .
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular