HomeLunch & DinnerAamla ni chatni | આમળા ની ચટણી

Aamla ni chatni | આમળા ની ચટણી

આમળા પોતાના તૂરા સ્વાદ ના કારણે બધા ને પસંદ નથી હોતા પણ સ્વાદ ના કારણે એમાં રહેલા ગુણો તો ના ભૂલી શકાય ને. એટલે જ આપણે આજ ફરી એક વખત આમળા માંથી એક નવી વાનગી Aamla ni chatni banavani recipe – આમળા ની ચટણી બનાવવાની રેસીપી બનાવતા શીખીશું જે સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી પણ બનશે અને બધા ને પસંદ પણ આવશે.

Ingredients list

  • આમળા 200 ગ્રામ
  • તેલ 3-4 ચમચી
  • દાળિયા દાળ 2-3 ચમચી
  • અડદ દાળ 2-3 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • મેથી દાણા ¼ ચમચી
  • લીલા મરચા સુધારેલા 4-5
  • સૂકા લાલ મરચા 2-3
  • લસણ ની કણી 4-5 (ઓપ્શનલ છે જો ના ખાતા હો તો ના નાખવી )
  • મીઠા લીમડા ના પાંદ 10-15
  • હળદર ¼ ચમચી ( અહી તમે લીલી હળદર ને છીણી ને પણ નાખી શકો છો )
  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • આંબલી નો પલ્પ / લીંબુનો રસ 1-2 ચમચી
  • છીણેલો ગોળ 2-3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

Aamla ni chatni banavani recipe

આમળા ની ચટણી બનાવવા આમળા ને ધોઇ ને સાફ કરી કપડા થી બિલકુલ કોરા કરી લ્યો ત્યાર બાદ ચાકુથી આમળા ની ચિર ને ઠરિયા અલગ કરી લ્યો. આમ બધા જ આમળા ની ચિર અલગ કરી લાંબા લાંબા સુધારી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમ અડદ દાળ, દાળિયા દાળ નાખી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી ધીમા તાપે શેકી લ્યો.

દાળ બરોબર શેકાઈ જાય એટલે એમાં હિંગ નાખી મિક્સ કરો અને ત્યાર બાદ એમાં રાઈ, મેથી દાણા, વરિયાળી અને જીરું નાખી એમણે પણ શેકી લ્યો અને રાઈ ને તતડી જાય એટલે એમાં લીલા મરચા અને સૂકા લાલ મરચા , લસણ ની કણી અને મીઠા લીમડા ના પાંદ નાખી બધી સામગ્રી ને બરોબર શેકી લ્યો.

લસણ શેકાઈ ને લાઈટ ગોલ્ડન થાય એટલે એમાં સુધારેલા આમળા નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લેવા ત્યાર બાદ એમાં હળદર અને મીઠું સ્વાદ મુજબ નાખી શેકી લ્યો અને મસાલા શેકાઈ જાય એટલે લીલા ધાણા સુધારેલા નાખી બે મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો અને ને મિનિટ પછી એમાં  આંબલીનો પલ્પ / લીંબુ નો રસ અને છીણેલો ગોળ નાખો અને મિક્સ કરી ચડાવી લ્યો.

ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી નાખો અને બધી સામગ્રી ને ઠંડી કરવા મૂકો. બધી સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જાર માં નાખી ને પીસી લ્યો અને પીસેલી ચટણી ને પરોઠા , રોટલી સાથે મજા લ્યો તો તૈયાર છે આમળા ચટણી.

Chatni recipe notes

  • અહી તીખાશ, ખટાસ અને મીઠાસ તમે તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • જો લસણ ના ખાતા હો તો ના નાખવું.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

આમળા ની ચટણી બનાવવાની રેસીપી

Aamla ni chatni banavata shikhishu aaje - આમળા ની ચટણી

Aamla ni chatni banavani recipe

આમળા પોતાના તૂરા સ્વાદ ના કારણે બધા ને પસંદ નથી હોતાપણ સ્વાદ ના કારણે એમાં રહેલા ગુણો તો ના ભૂલી શકાય ને. એટલે જ આપણે આજ ફરી એક વખત આમળા માંથી એક નવી વાનગી Aamlani chatni banavani recipe – આમળા ની ચટણી બનાવવાની રેસીપી બનાવતા શીખીશું જે સ્વાદિષ્ટ ની સાથેહેલ્થી પણ બનશે અને બધા ને પસંદ પણ આવશે.
No ratings yet
Prep Time: 10 minutes
Total Time: 10 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

Ingredients list

  • 200 ગ્રામ આમળા
  • 3-4 ચમચી તેલ
  • 2-3 ચમચી દાળિયા દાળ
  • 2-3 ચમચી અડદ દાળ
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી વરિયાળી
  • ¼ ચમચી મેથી દાણા
  • 4-5 લીલા મરચા સુધારેલા
  • 2-3 સૂકા લાલ મરચા
  • 4-5 લસણ ની કણી ( ઓપ્શનલ છે જો ના ખાતા હો તો ના નાખવી )
  • 10-15 મીઠા લીમડા ના પાંદ
  • ¼ ચમચી હળદર ( અહી તમે લીલી હળદર ને છીણી ને પણ નાખી શકો છો )
  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • 1-2 ચમચી આંબલી નો પલ્પ / લીંબુનો રસ
  • 2-3 ચમચી છીણેલો ગોળ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Aamla ni chatni banavani recipe

  • આમળા ની ચટણી બનાવવા આમળા ને ધોઇ ને સાફ કરી કપડા થી બિલકુલ કોરા કરી લ્યો ત્યાર બાદ ચાકુથી આમળા ની ચિર ને ઠરિયા અલગ કરી લ્યો. આમ બધા જ આમળા ની ચિર અલગ કરી લાંબા લાંબા સુધારી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમ અડદ દાળ, દાળિયા દાળ નાખી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી ધીમા તાપે શેકી લ્યો.
  • દાળ બરોબર શેકાઈ જાય એટલે એમાં હિંગ નાખી મિક્સ કરો અને ત્યાર બાદ એમાં રાઈ, મેથી દાણા, વરિયાળી અને જીરું નાખી એમણે પણ શેકી લ્યો અને રાઈ ને તતડી જાય એટલે એમાં લીલા મરચા અને સૂકા લાલ મરચા , લસણ ની કણી અને મીઠા લીમડા ના પાંદ નાખી બધી સામગ્રી ને બરોબર શેકી લ્યો.
  • લસણ શેકાઈ ને લાઈટ ગોલ્ડન થાય એટલે એમાં સુધારેલા આમળા નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લેવા ત્યાર બાદ એમાં હળદર અને મીઠું સ્વાદ મુજબ નાખી શેકી લ્યો અને મસાલા શેકાઈ જાય એટલે લીલા ધાણા સુધારેલા નાખી બે મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો અને ને મિનિટ પછી એમાં આંબલીનો પલ્પ / લીંબુ નો રસ અને છીણેલો ગોળ નાખો અને મિક્સ કરી ચડાવી લ્યો.
  • ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી નાખો અને બધી સામગ્રી ને ઠંડી કરવા મૂકો. બધી સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જાર માં નાખી ને પીસી લ્યો અને પીસેલી ચટણી ને પરોઠા , રોટલી સાથે મજા લ્યો તો તૈયાર છે આમળા ચટણી.

Chatni recipe notes

  • અહી તીખાશ, ખટાસ અને મીઠાસ તમે તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • જો લસણ ના ખાતા હો તો ના નાખવું.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular