Home Lunch & Dinner Achari Besan Nu Shaak Recipe | અચારી બેસન નું શાક

Achari Besan Nu Shaak Recipe | અચારી બેસન નું શાક

0

ઉનાળો આવે એટલે રોજ કયું શાક બનાવું એ સવાલ દરેક ઘરમાં થતો હોય છે તો આજ આપણે એવું શાક બનાવશું જે જડપથી બની ને તૈયાર થઇ જશે એટલે લાંબા સમય માટે રસોડામાં ઉભવાની ઝંઝટ પણ નહિ રહે અને ઘર માં શાક ના હોય તો પણ બનાવી શકશો. રાજસ્થાની અને પંજાબી ઢાબા પર ખૂબ જ પ્રખ્યાત એવું Achari Besan Nu Shaak (અચારી બેસનનું શાક) એક બેસ્ટ વિકલ્પ છે. આ શાકનો ખાટો, તીખો અને ચટપટો સ્વાદ એટલો અદભૂત લાગે છે કે ઘરના સભ્યો આંગળા ચાટતા રહી જશે. ગરમાગરમ પરાઠા કે રોટલી સાથે આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. ચાલો જોઈએ અચારી બેસનનું શાક બનાવવાની રીત.

Ingredients List

  1. તેલ 6-7 ચમચી
  2. મેથી દાણા ½ ચમચી
  3. રાઈ 1 ચમચી
  4. કલોંજી 1 ચમચી
  5. હિંગ ¼ ચમચી
  6. ઝીણી સુધારેલ ડુંગળી 1
  7. આદુ લસણ ની પેસ્ટ 2 ચમચી
  8. મીડીયમ સુધારેલ ટામેટા 3-4
  9. ચણા  નો લોટ 7 – 8 ચમચી
  10. લીલી ડુંગળી 3-4
  11. લાલ મરચાનો પાઉડર 2 ચમચી 
  12. સ્વાદ મુજબ મીઠું

Achari Besan Nu Shaak banavani rit

અચારી બેસન નું શાક બનાવવા સૌથી પહેલા ડુંગળી ને ઝીણી સુધારી લ્યો ત્યારબાદ આદુ લસણ ને કુટી પેસ્ટ બનાવી લ્યો ત્યાર બાદ ટામેટા ને ધોઈ સાફ કરી ડાળી વાળો ભાગ કરી મીડીયમ સાઈઝ ના કટકા કરી લ્યો. ત્યાર બાદ લીલી ડુંગળી ને છોલી સાફ કરી લ્યો અને ત્યાર બાદ ધોઈ લીધા બાદ સફેદ ભાગ અને લીલા પાંદડા અલગ અલગ સુધારી લ્યો.

હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં મેથી દાણા, રાઈ અને કલોંજી નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ એમાં હિંગ નાખો સાથે ઝીણી સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી ને બે ચાર મિનીટ શેકી લ્યો. ડુંગળી અડધી શેકાઈ જાય એટલે આદુ લસણ ની પેસ્ટ અને લીલી ડુંગળી નો સફેદ ભાગ ના કટકા  નાખી મિક્સ કરી બધી સામગ્રી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. ત્યાર બાદ એમાં ચણા નો લોટ નાખી મિક્સ કરી હલ્વતા રહી બેસન ને ગોલ્ડન થાય ત્યાં સુંધી ધીમા તાપે શેકી લ્યો.

ચણા નો લોટ ને બરોબર શેકી લીધા બાદ એમાં સુધારેલ ટામેટા, સ્વાદ મુજબ મીઠું અને લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો. ત્યાર બાદ બે ચાર ચમચી પાણી છાંટી ઢાંકી ધીમા તાપે ચડવા દયો.ટામેટા ચડી જાય અને સાવ ગરી જાય ત્યાર બાદ લીલી ડુંગળી ના પાંદ નાખી મિક્સ કરી લ્યો અને બે મિનીટ ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ શાક ને રોટલી કે પરોઠા સાથે સર્વ કરો. તો તૈયાર છે આચારી બેસન નું શાક.

અચારી બેસન નું શાક બનાવવાની રીત

Achari Besan Nu Shaak - અચારી બેસન નું શાક

Achari Besan Nu Shaak Recipe | અચારી બેસન નું શાક

ઉનાળો આવે એટલે રોજ કયું શાક બનાવું એ સવાલ દરેક ઘરમાંથતો હોય છે તો આજ આપણે એવું શાક બનાવશું જે જડપથી બની ને તૈયાર થઇ જશે એટલે લાંબાસમય માટે રસોડામાં ઉભવાની ઝંઝટ પણ નહિ રહે અને ઘર માં શાક ના હોય તો પણ બનાવી શકશો. રાજસ્થાની અને પંજાબી ઢાબા પર ખૂબ જ પ્રખ્યાત એવું Achari Besan Nu Shaak (અચારી બેસનનું શાક) એક બેસ્ટવિકલ્પ છે. આ શાકનો ખાટો, તીખો અને ચટપટો સ્વાદ એટલોઅદભૂત લાગે છે કે ઘરના સભ્યો આંગળા ચાટતા રહી જશે. ગરમાગરમ પરાઠા કે રોટલી સાથે આ શાકખૂબ જ ટેસ્ટી લાગે છે. ચાલો જોઈએ અચારી બેસનનું શાક બનાવવાની રીત.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 19 minutes
Total Time: 29 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 6-7 ચમચી તેલ
  • ½ ચમચી મેથી દાણા
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી કલોંજી
  • ¼ ચમચી હિંગ
  • 1 ઝીણી સુધારેલ ડુંગળી
  • 2 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • 3-4 મીડીયમ સુધારેલ ટામેટા
  • 7-8 ચમચી ચણા નો લોટ
  • 3-4 લીલી ડુંગળી
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

Achari Besan Nu Shaak banavani rit

  • અચારી બેસન નું શાક બનાવવા સૌથી પહેલા ડુંગળી ને ઝીણી સુધારી લ્યો ત્યારબાદ આદુ લસણ ને કુટી પેસ્ટ બનાવી લ્યો ત્યાર બાદ ટામેટા ને ધોઈ સાફ કરી ડાળી વાળો ભાગ કરી મીડીયમ સાઈઝ ના કટકા કરી લ્યો. ત્યાર બાદ લીલી ડુંગળી ને છોલી સાફ કરી લ્યો અને ત્યાર બાદ ધોઈ લીધા બાદ સફેદ ભાગ અને લીલા પાંદડા અલગ અલગ સુધારી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં મેથી દાણા, રાઈ અને કલોંજી નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ એમાં હિંગ નાખો સાથે ઝીણી સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી ને બે ચાર મિનીટ શેકી લ્યો. ડુંગળી અડધી શેકાઈ જાય એટલે આદુ લસણ ની પેસ્ટ અને લીલી ડુંગળી નો સફેદ ભાગ ના કટકા નાખી મિક્સ કરી બધી સામગ્રી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. ત્યાર બાદ એમાં ચણા નો લોટ નાખી મિક્સ કરી હલ્વતા રહી બેસન ને ગોલ્ડન થાય ત્યાં સુંધી ધીમા તાપે શેકી લ્યો.
  • ચણા નો લોટ ને બરોબર શેકી લીધા બાદ એમાં સુધારેલ ટામેટા, સ્વાદ મુજબ મીઠું અને લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો. ત્યાર બાદ બે ચાર ચમચી પાણી છાંટી ઢાંકી ધીમા તાપે ચડવા દયો.ટામેટા ચડી જાય અને સાવ ગરી જાય ત્યાર બાદ લીલી ડુંગળી ના પાંદ નાખી મિક્સ કરી લ્યો અને બે મિનીટ ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ શાક ને રોટલી કે પરોઠા સાથે સર્વ કરો. તો તૈયાર છે આચારી બેસન નું શાક.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version