Home Lunch & Dinner Parwal Nariyel Nu Shaak in Gujarati | સુરતી પરવળનું શાક | Surti...

Parwal Nariyel Nu Shaak in Gujarati | સુરતી પરવળનું શાક | Surti Sabji

0

ગુજરાતી થાળીમાં અનેક પ્રકારના શાક બને છે, પરંતુ દક્ષિણ ગુજરાત (સુરત-નવસારી) ની વાનગીઓનો સ્વાદ કંઈક અલગ જ અને ચટપટો હોય છે. સુરતી જમણવારમાં લીલા નાળિયેર (Fresh Coconut) અને લીલા લસણ-કોથમીરનો બહોળો ઉપયોગ થાય છે. આજે આપણે બનાવીશું અસલ સુરતી સ્ટાઈલ Parwal Lilu Nariyel nu Shaak (પરવળ અને લીલા નાળિયેરનું શાક). પરવળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે, પણ સાદું શાક ઘણીવાર કોરું લાગે છે. આ શાક ગરમાગરમ રોટલી સાથે અદભૂત લાગે છે. ચાલો જોઈએ સુરતી સ્ટાઈલ પરવળનું શાક બનાવવાની રીત.

Ingredients

  1. પરવળ 250 ગ્રામ
  2. છીણેલું લીલું નારિયલ 1 કપ
  3. લીલા ધાણા સુધારેલ ½ કપ
  4. લીલા મરચા આદુની પેસ્ટ 2-3 ચમચી
  5. સફેદ તલ 2-3 ચમચી
  6. શેકેલ સિંગદાણા નો અધ કચરો ભૂકો 4-5 ચમચી
  7. ખાંડ 1 ચમચી
  8. તેલ 3-4 ચમચી
  9. હિંગ ¼ ચમચી
  10. મીઠું સ્વાદ મુજબ
  11. પાણી જરૂર મુજબ

Parwal Nariyel Nu Shaak banavani rit

સુરતી પરવળ લીલા નાળિયેર નું શાક બનાવવા સૌથી પહેલા લીલા નારિયલ ની છીણી વડે છીણી તૈયાર કરી લ્યો ત્યાર બાદ 3-4 લીલા મરચા અને 1 ઇંચ આદુના ટુકડા ને લઇ એની પેસ્ટ બનાવી લ્યો. અને સિંગદાણા ને શેકી ઠંડા કરી એનો અધ કચરો ભૂકો બનાવી તૈયાર કરી લ્યો. હવે પરવળ ને ધોઈ ને લ્યો ત્યાર બાદ છોલી સાફ કરી લ્યો. હવે છોલેલી પરવડ ને ફરી ધોઈ લ્યો ત્યાર બાદ ઉપર નીચે ની ડાળી વાળો ભાગ અલગ કરી એના બે ભાગમાં કટકા કરી લ્યો.

હવે જો પરવળ ના બીજ પાકેલ કે કડક હોય તો એને અલગ કરી મોટા મોટા કટકા કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં સુધારેલ પરવળ નાખી મિક્સ કરી લ્યો અને એમાં એક બે ચમચી પાણી નાખી ઢાંકી ને બે ચાર મિનીટ ચડાવો. પરવળ ને બે ચાર મિનીટ ચડાવી લીધા બાદ ઢાંકણ ખોલી એમાં છીણેલું નારિયલ, સફેદ તલ, શેકેલ સિંગદાણા નો અધ કચરો ભૂકો, ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.

મિક્સ કરેલ સામગ્રી ને પાંચ સાત મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં સુધારેલ લીલા ધાણા નાખી મિક્સ કરી ગરમ ગરમ રોટલી, પરોઠા સાથે  સર્વ કરો તો તૈયાર છે પરવળ લીલા નારિયલ નું શાક.

શાક માં આપણે લાલ મરચાનો ઉપયોગ નથી કરતા એટલે જે મુજબ તમને તીખાસ જોઈએ એ મુજબ લીલા મરચાનો ઉપયોગ કરવો

સુરતી પરવળ લીલા નાળિયેર નું શાક બનાવવાની રીત

Parwal Nariyel Nu Shaak banavani rit - સુરતી પરવળ લીલા નાળિયેર નું શાક

Parwal Nariyel Nu Shaak in Gujarati | સુરતી પરવળનું શાક | Surti Sabji

ગુજરાતી થાળીમાં અનેક પ્રકારના શાક બને છે, પરંતુ દક્ષિણ ગુજરાત (સુરત-નવસારી) ની વાનગીઓનો સ્વાદકંઈક અલગ જ અને ચટપટો હોય છે. સુરતી જમણવારમાં લીલા નાળિયેર (Fresh Coconut) અને લીલા લસણ-કોથમીરનો બહોળો ઉપયોગ થાય છે. આજે આપણે બનાવીશુંઅસલ સુરતી સ્ટાઈલ Parwal Lilu Nariyel nu Shaak (પરવળ અને લીલા નાળિયેરનું શાક). પરવળ સ્વાસ્થ્ય માટે ખૂબજ ગુણકારી છે, પણ સાદુંશાક ઘણીવાર કોરું લાગે છે. આ શાક ગરમાગરમ રોટલી સાથે અદભૂત લાગે છે. ચાલો જોઈએ સુરતી સ્ટાઈલ પરવળનું શાક બનાવવાની રીત.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 છીણી

Ingredients

  • 250 ગ્રામ પરવળ
  • 1 કપ છીણેલું લીલું નારિયલ
  • ½ કપ લીલા ધાણા સુધારેલ
  • 2-3 ચમચી લીલા મરચા આદુની પેસ્ટ
  • 2-3 ચમચી સફેદ તલ
  • 4-5 ચમચી શેકેલ સિંગદાણા નો અધ કચરો ભૂકો
  • 1 ચમચી ખાંડ
  • 3-4 ચમચી તેલ
  • ¼ ચમચી હિંગ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Parwal Nariyel Nu Shaak banavani rit

  • સુરતી પરવળ લીલા નાળિયેર નું શાક બનાવવા સૌથી પહેલા લીલા નારિયલ ની છીણી વડે છીણી તૈયાર કરી લ્યો ત્યાર બાદ 3-4 લીલા મરચા અને 1 ઇંચ આદુના ટુકડા ને લઇ એની પેસ્ટ બનાવી લ્યો. અને સિંગદાણા ને શેકી ઠંડા કરી એનો અધ કચરો ભૂકો બનાવી તૈયાર કરી લ્યો. હવે પરવળ ને ધોઈ ને લ્યો ત્યાર બાદ છોલી સાફ કરી લ્યો. હવે છોલેલી પરવડ ને ફરી ધોઈ લ્યો ત્યાર બાદ ઉપર નીચે ની ડાળી વાળો ભાગ અલગ કરી એના બે ભાગમાં કટકા કરી લ્યો.
  • હવે જો પરવળ ના બીજ પાકેલ કે કડક હોય તો એને અલગ કરી મોટા મોટા કટકા કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં સુધારેલ પરવળ નાખી મિક્સ કરી લ્યો અને એમાં એક બે ચમચી પાણી નાખી ઢાંકી ને બે ચાર મિનીટ ચડાવો. પરવળ ને બે ચાર મિનીટ ચડાવી લીધા બાદ ઢાંકણ ખોલી એમાં છીણેલું નારિયલ, સફેદ તલ, શેકેલ સિંગદાણા નો અધ કચરો ભૂકો, ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
  • મિક્સ કરેલ સામગ્રી ને પાંચ સાત મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં સુધારેલ લીલા ધાણા નાખી મિક્સ કરી ગરમ ગરમ રોટલી, પરોઠા સાથે સર્વ કરો તો તૈયાર છે પરવળ લીલા નારિયલ નું શાક.
  • શાક માં આપણે લાલ મરચાનો ઉપયોગ નથી કરતા એટલે જે મુજબ તમને તીખાસ જોઈએ એ મુજબ લીલા મરચાનો ઉપયોગ કરવો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version