Home Lunch & Dinner Besan Bhurji Recipe in Gujarati | બેસન ભુરજી બનાવવાની રીત

Besan Bhurji Recipe in Gujarati | બેસન ભુરજી બનાવવાની રીત

0

જ્યારે ઘરમાં કોઈ શાક ના હોય અથવા રેગ્યુલર શાક ખાઈ કંટાળી ગયા હોય ત્યારે અથવા ઘણીવાર એવો સમય આવે છે જ્યારે ફ્રીજમાં શાકભાજી ખલાસ થઈ ગયા હોય અને કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થતી હોય. આવા સમયે મોટાભાગે આપણે સેવ-ટામેટાં કે ડુંગળી-બટાકાનું શાક બનાવીએ છીએ. પરંતુ આજે આપણે એક એકદમ નવી અને ઢાબા સ્ટાઈલ વાનગી બનાવીશું – Besan Bhurji (બેસન ભુરજી). ઘર ના મસાલાથી તૈયાર થતું આ શાક રોટલી, પરોઠા કે ભાખરી સાથે સર્વ કરી શકો છો.

Ingredients

  1. બેસન ½ કપ
  2. લાલ મરચાનો પાઉડર ½ + 1 ચમચી
  3. અજમો ¼ ચમચી
  4. હળદર ¼ + ¼ ચમચી
  5. લીલા ધાણા સુધારેલ 2-3 +3-4  ચમચી
  6. જીરું ½ ચમચી
  7. રાઈ ½ ચમચી
  8. ઝીણી સુધરેલી ડુંગળી 2
  9. ઝીણા સુધારેલ ટામેટા 2
  10. લીલા મરચા, આદુ અને લસણ ની પેસ્ટ 2 ચમચી
  11. ધાણા જીરું પાઉડર 1 ચમચી
  12. ગરમ મસાલો 1 ચમચી
  13. કસુરી મેથી 1 ચમચી
  14. તેલ 4-5 ચમચી
  15. મીઠું સ્વાદ મુજબ પાણી જરૂર મુજબ

Besan Bhurji banavani rit

બેસન ભુર્જી બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં બેસન નાખી બે ત્રણ મિનીટ શેકી લ્યો. બેસન શેકાવાની સુંગધ આવવા લાગે અને થોડો કલર બદલવવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી લ્યો. હવે શેકેલ બેસન માં અજમો, હળદર, લાલ મરચાનો પાઉડર અડધી ચમચી, લીલા ધાણા સુધારેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી મીડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને ઢાંકી એક બાજુ મુકો. 

હવે દસ મિનીટ પછી ગેસ પર કડાઈમાં બે ચમચી તેલ નાખી ગરમ કરો તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલ બેસન નું મિશ્રણ નાખી એક સરખું ફેલાવી ઢાંકી એક બે મિનીટ ધીમા તાપે ચડાવી લ્યો. બે મિનીટ પછી ઢાંકણ ખોલી પુડલા ને ઉથલાવી બીની બાજુ પણ એક બે મિનીટ સેકી લ્યો. બને બાજુ  ગોલ્ડન શેકી લીધા બાદ તૈયાર પુડલાને ઉતારી ઠંડો કરી લ્યો ત્યાર બાદ ચાકુથી સાવ ઝીણા ઝીણા કટકા કરી એક બાજુ મુકો. 

હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને જીરું નાખી તતડાવી લ્યો. રાઈ જીરું તતડી જાય એટલે એમાં ઝીણી સુધારેલ ડુંગળી નાખી મિકસ કરી ડુંગળી લાઈટ ગોલ્ડન શેકી લ્યો ડુંગળી શેકાવવા આવે એટલે એમાં આદુ, ન્મ્ર્ચા અને લસણ ની પેસ્ટ નાખી એને પણ બે મિનીટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સુધારેલ ટામેટા નાખી મિક્સ કરી ઢાંકી ને ટામેટા ગરી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ટામેટા ચડી જાય એટલે એમાં હળદર, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો. મસાલા શેકાઈ જાય એટેલ એમાં અડધો કપ નાખી નાખી મિક્ક્ષ કરી ઢાંકી બે મિનીટ ચડાવી  લ્યો.

બે મિનીટ પછી તેલ અલગ થાય એટલે એમાં બેસન ના કટકા નાખી મિક્ક્ષ કરી લ્યો અને ઢાંકી બે ચાર મિનીટ ચ્દાવીલ્યો. ચાર મિનીટ પછી એમાં લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે બેસન ભુર્જી.  

બેસન ભુર્જી બનાવવાની રીત

Besan Bhurji banavani rit - બેસન ભુર્જી બનાવવાની રીત

Besan Bhurji Recipe in Gujarati | બેસન ભુરજી બનાવવાની રીત

જ્યારે ઘરમાં કોઈ શાક ના હોય અથવા રેગ્યુલર શાક ખાઈ કંટાળી ગયા હોય ત્યારે અથવા ઘણીવાર એવો સમય આવે છે જ્યારે ફ્રીજમાં શાકભાજી ખલાસ થઈ ગયા હોય અનેકંઈક ચટપટું ખાવાની ઈચ્છા થતી હોય. આવા સમયે મોટાભાગે આપણે સેવ-ટામેટાં કેડુંગળી-બટાકાનું શાક બનાવીએ છીએ. પરંતુ આજે આપણે એક એકદમ નવી અને ઢાબા સ્ટાઈલવાનગી બનાવીશું – Besan Bhurji (બેસન ભુરજી). ઘર ના મસાલાથી તૈયાર થતું આ શાક રોટલી, પરોઠા કે ભાખરી સાથે સર્વ કરી શકો છો.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • ½ કપ બેસન
  • ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી અજમો
  • ¼ +¼ ચમચી હળદર
  • 5-6 ચમચી લીલા ધાણા સુધારેલ
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી રાઈ
  • 2 ઝીણી સુધરેલી ડુંગળી
  • 2 ઝીણા સુધારેલ ટામેટા
  • 2 ચમચી લીલા મરચા ,આદુ અને લસણ ની પેસ્ટ
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી કસુરી મેથી
  • 4-5 ચમચી તેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Besan Bhurji banavani rit

  • બેસન ભુર્જી બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં બેસન નાખી બે ત્રણ મિનીટ શેકી લ્યો. બેસન શેકાવાની સુંગધ આવવા લાગે અને થોડો કલર બદલવવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી લ્યો. હવે શેકેલ બેસન માં અજમો, હળદર, લાલ મરચાનો પાઉડર અડધી ચમચી, લીલા ધાણા સુધારેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી મીડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને ઢાંકી એક બાજુ મુકો.
  • હવે દસ મિનીટ પછી ગેસ પર કડાઈમાં બે ચમચી તેલ નાખી ગરમ કરો તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલ બેસન નું મિશ્રણ નાખી એક સરખું ફેલાવી ઢાંકી એક બે મિનીટ ધીમા તાપે ચડાવી લ્યો. બે મિનીટ પછી ઢાંકણ ખોલી પુડલા ને ઉથલાવી બીની બાજુ પણ એક બે મિનીટ સેકી લ્યો. બને બાજુ ગોલ્ડન શેકી લીધા બાદ તૈયાર પુડલાને ઉતારી ઠંડો કરી લ્યો ત્યાર બાદ ચાકુથી સાવ ઝીણા ઝીણા કટકા કરી એક બાજુ મુકો.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને જીરું નાખી તતડાવી લ્યો. રાઈ જીરું તતડી જાય એટલે એમાં ઝીણી સુધારેલ ડુંગળી નાખી મિકસ કરી ડુંગળી લાઈટ ગોલ્ડન શેકી લ્યો ડુંગળી શેકાવવા આવે એટલે એમાં આદુ, ન્મ્ર્ચા અને લસણ ની પેસ્ટ નાખી એને પણ બે મિનીટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સુધારેલ ટામેટા નાખી મિક્સ કરી ઢાંકી ને ટામેટા ગરી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ટામેટા ચડી જાય એટલે એમાં હળદર, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો. મસાલા શેકાઈ જાય એટેલ એમાં અડધો કપ નાખી નાખી મિક્ક્ષ કરી ઢાંકી બે મિનીટ ચડાવી લ્યો.
  • બે મિનીટ પછી તેલ અલગ થાય એટલે એમાં બેસન ના કટકા નાખી મિક્ક્ષ કરી લ્યો અને ઢાંકી બે ચાર મિનીટ ચ્દાવીલ્યો. ચાર મિનીટ પછી એમાં લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે બેસન ભુર્જી.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version