Home Lunch & Dinner Tandalja ni Bhaji in Gujarati | તાંદળજાની ભાજી | Amaranth Sabji

Tandalja ni Bhaji in Gujarati | તાંદળજાની ભાજી | Amaranth Sabji

0

ગુજરાતી થાળીમાં લીલા પાંદડાવાળા શાકભાજીનું ખૂબ જ મહત્વ છે, અને તેમાં પણ Tandalja ni Bhaji (તાંદળજાની ભાજી) સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આયુર્વેદ મુજબ તાંદળજાની તાસીર ઠંડી હોય છે, જે પેટની ગરમી શાંત કરે છે અને પાચનતંત્ર સુધારે છે. અને કૃષ્ણ ભગવાન એ પણ વિદુર ના ઘરે આ ભાજી ખાધી હોવાની વાત આપણે બધાએ સાંભળી છે. તાંદળજાની ભાજીમાં ભરપૂર માત્રામાં આયર્ન (Iron), કેલ્શિયમ અને વિટામિન્સ રહેલા છે. નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌના હાડકાં મજબૂત કરવા અને લોહીની ઉણપ દૂર કરવા આ ભાજી અઠવાડિયામાં એકવાર અચૂક ખાવી જોઈએ. આ ભાજી નું શાક આજ આપણે લસણ, ડુંગળી અને ટામેટા ના ઉપયોગ કરી બનાવશું. જેને રોટલી, રોટલા કે ખીચડી સાથે સર્વ કરી શકશો. તો ચાલો તાંદળજા ની ભાજી બનાવવાની રીત શીખીએ. 

Ingredients

  1. તાંદળજા ની ભાજી 2-3 જુડી
  2. તેલ 3-4 ચમચી
  3. હિંગ ¼ ચમચી
  4. જીરું 1 ચમચી
  5. ઝીણી સુધારેલ ડુંગળી 1
  6. ઝીણા સુધારેલ ટામેટા 1
  7. લસણ, આદુ અને મરચાની પેસ્ટ 2 ચમચી
  8. હળદર ¼ ચમચી
  9. ધાણા જીરું પાઉડર 2 ચમચી
  10. લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  11. આમચૂર પાઉડર 1 ચમચી
  12. ગરમ મસાલો ¼ ચમચી
  13. સ્વાદ મુજબ મીઠું

Tandalja ni Bhaji banavani rit

તાંદળજાની ભાજી બનાવવા સૌથી પહેલા તાંદળજા ની ભાજી ને બરોબર સાફ કરી લ્યો ત્યાર બાદ ઝીણી ઝીણી સુધારી લ્યો અને બે ચાર પાણીથી ધોઈ સાફ કરી લ્યો. અને ધોઈ ને રાખેલ ભાજી ને ચારણીમાં નાખી વધારાનું પાણી નીતરવા દયો. હવે ડુંગળી અને ટામેટા ને સુધારી લ્યો અને સાથે આદુ મરચા અને લસણ ની પેસ્ટ બનાવી તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો. હવે એમાં ઝીણી સુધારેલ ડુંગળી નાખી બે ત્રણ મિનીટ શેકી લ્યો ત્યાર બાદ એમાં આદુ, મરચા અને લસણ ની પેસ્ટ નાખી બધી સામગ્રી ને બરોબર શેકી તેલ અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો. ત્યાર બાદ અમે ઝીણા સુધારેલ ટામેટા નાખી મિક્સ કરી ઢાંકી ટામેટા ગરી જાય અને તેલ અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો.

ટામેટા બરોબર શેકાઈ જાય એટલે એમાં નીતારેલ ભાજી નાખી મિક્સ કરી ભાજી નું પાણી બરી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ભાજી નું બધું પાણી બરી જાય અને સાવ સુકી થાય અને તેલ અલગ થવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, ગરમ મસાલો અને ધાણા જીરું પાઉડર નાખી બરોબર મિક્સ કરી બધા મસાલા સાથે ભાજી ને બે ત્રણ મિનીટ શેકી લ્યો.

બધા મસાલા બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખી ગરમ ગરમ રોટલી, જારના રોટલા કે પછી ખીચડી સાથે સર્વ કરો. તો તૈયાર છે તાંદળજા ની ભાજી.

જો તમે લસણ ડુંગળી ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો.

તાંદળજાની ભાજી બનાવવાની રીત

Tandalja ni Bhaji - તાંદળજાની ભાજી બનાવવાની રીત

Tandalja ni Bhaji in Gujarati | તાંદળજાની ભાજી | Amaranth Sabji

ગુજરાતી થાળીમાં લીલા પાંદડાવાળા શાકભાજીનું ખૂબ જ મહત્વ છે, અને તેમાં પણ Tandalja ni Bhaji (તાંદળજાની ભાજી) સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.આયુર્વેદ મુજબ તાંદળજાની તાસીર ઠંડી હોય છે, જે પેટની ગરમી શાંત કરે છે અને પાચનતંત્ર સુધારે છે. અને કૃષ્ણ ભગવાન એ પણ વિદુર ના ઘરે આ ભાજી ખાધી હોવાની વાત આપણે બધાએ સાંભળી છે. તાંદળજાની ભાજીમાં ભરપૂર માત્રામાં આયર્ન (Iron), કેલ્શિયમ અને વિટામિન્સ રહેલા છે. નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌના હાડકાં મજબૂત કરવા અને લોહીની ઉણપ દૂર કરવા આ ભાજી અઠવાડિયામાં એકવાર અચૂક ખાવી જોઈએ. આભાજી નું શાક આજ આપણે લસણ,ડુંગળી અને ટામેટા ના ઉપયોગ કરી બનાવશું. જેને રોટલી,રોટલા કે ખીચડી સાથે સર્વ કરી શકશો. તો ચાલો તાંદળજા ની ભાજી બનાવવાની રીત શીખીએ. 
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 20 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 2-3 જુડી તાંદળજા ની ભાજી
  • 3-4 ચમચી તેલ
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી જીરું
  • 1 ઝીણી સુધારેલ ડુંગળી
  • 1 ઝીણા સુધારેલ ટામેટા
  • 2 ચમચી લસણ આદુ અને મરચાની પેસ્ટ
  • ¼ ચમચી હળદર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

Tandalja ni Bhaji banavani rit

  • તાંદળજાની ભાજી બનાવવા સૌથી પહેલા તાંદળજા ની ભાજી ને બરોબર સાફ કરી લ્યો ત્યાર બાદ ઝીણી ઝીણી સુધારી લ્યો અને બે ચાર પાણીથી ધોઈ સાફ કરી લ્યો. અને ધોઈ ને રાખેલ ભાજી ને ચારણીમાં નાખી વધારાનું પાણી નીતરવા દયો. હવે ડુંગળી અને ટામેટા ને સુધારી લ્યો અને સાથે આદુ મરચા અને લસણ ની પેસ્ટ બનાવી તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો. હવે એમાં ઝીણી સુધારેલ ડુંગળી નાખી બે ત્રણ મિનીટ શેકી લ્યો ત્યાર બાદ એમાં આદુ, મરચા અને લસણ ની પેસ્ટ નાખી બધી સામગ્રી ને બરોબર શેકી તેલ અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો. ત્યાર બાદ અમે ઝીણા સુધારેલ ટામેટા નાખી મિક્સ કરી ઢાંકી ટામેટા ગરી જાય અને તેલ અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો.
  • ટામેટા બરોબર શેકાઈ જાય એટલે એમાં નીતારેલ ભાજી નાખી મિક્સ કરી ભાજી નું પાણી બરી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ભાજી નું બધું પાણી બરી જાય અને સાવ સુકી થાય અને તેલ અલગ થવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, ગરમ મસાલો અને ધાણા જીરું પાઉડર નાખી બરોબર મિક્સ કરી બધા મસાલા સાથે ભાજી ને બે ત્રણ મિનીટ શેકી લ્યો.
  • બધા મસાલા બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખી ગરમ ગરમ રોટલી, જારના રોટલા કે પછી ખીચડી સાથે સર્વ કરો. તો તૈયાર છે તાંદળજા ની ભાજી.
  • જો તમે લસણ ડુંગળી ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version