Home Lunch & Dinner Tindola Dungri nu Shaak in Gujarati | ટીંડોળા ડુંગળીનું શાક | Daily...

Tindola Dungri nu Shaak in Gujarati | ટીંડોળા ડુંગળીનું શાક | Daily Shaak

0

ગુજરાતી ઘરોમાં રોજ બપોરે કયું શાક બનાવવું તે એક મોટો પ્રશ્ન હોય છે. ટીંડોળા (Ivy Gourd) સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે, પણ ઘણીવાર બાળકો કે ઘરના સભ્યો તેને ખાવાની ના પાડે છે કારણ કે એકલા ટીંડોળાનું શાક સહેજ કોરું લાગે છે. . જો તમને રેગ્ય્લાર બનતું એનું શાક ના પસંદ હોય તો આ અલગ રીતે બનતું શાક એક વખત Tindola ane Dungri nu Shaak ચોક્કસ બનાવો.જે  ટેસ્ટી લાગે છે. ગરમાગરમ ફુલકા રોટલી કે ભાખરી સાથે આ શાક ખાવાની મજા પડી જાય છે. ચાલો જોઈએ ટીંડોળા ડુંગળીનું શાક બનાવવાની પરફેક્ટ રીત.

Ingredients

  • ટીનડોડા 300 ગ્રામ
  • તેલ 4-5 ચમચી
  • મેથી દાણા ½ ચમચી
  • જીરું 1 ચમચી
  • સુકા ધાણા 2 ચમચી
  • સુકા લાલ મરચા 2-3 
  • લીલા મરચા 1-2
  • ઝીણી સુધારેલ ડુંગળી 2
  • આંબલી 2 ચમચી
  • લસણ ની કણી 8-10
  • રાઈ 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • મીઠા લીમડાના પાંદ 5-7
  • હળદર ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલ 3-4 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ 

tindola ane dungri nu shaak banavani rit

ટીંડોળા ડુંગળી નું શાક બનાવવા સૌથી પહેલા ટીંડોળા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બને બાજુથી કાપી ડાળી વાળા ભાગ ને અલગ કરી લીધા બાદ એક સરખા લાંબા ચાર કે છ ભાગમાં કાપી એક બાજુ મુકો. હવે ડુંગળી સાફ કરી સુધારી લ્યો સાથે લસણ ને પણ ફોલી સાફ કરી લ્યો.

હવે ગેસ પર કડાઈમાં એક ચમચી એલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં જીરું, સુકા ધાણા, મેથી દાણા અને સુકા લાલ મરચા નાખી મ્શેકી લ્યો મસાલા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો. હવે એજ કડાઈમાં બીજી બે ચમચી તેલ નાખી ગરમ કરો તેલ ગરમ થાય એય્લે એમાં સુધારેલ ડુંગળી નાખી શેકો.

ડુંગળી શેકાઈ ને ગોલ્ડન થવા આવે એટલે એમાં આંબલી, લસણ ની કણી અને લીલા મરચા નાખી બે ચાર મિનીટ શેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી બધી સામગ્રી ને ઠંડી કરી લ્યો. હવે મિક્સર જાર માં પહેલા શેકી રાખેલ મસાલા નાખી પીસી લ્યો ત્યારબાદ એમાં શેકેલ ડુંગળી, મરચા અને લસણ ની કણી નાખી બધી સામગ્રી ને પીસી પેસ્ટ બનાવી લ્યો.

હવે ગેસ પર કડાઈમાં ફરીથી ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરી એમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાંદ , હિંગ અને સુધારેલ ટીંડોળા નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી મિક્સ કરી ઢાંકી મીડીયમ તાપે શેકી લ્યો. ટીંડોળા શેકાઈ ને બરોબર ચડી જાય એટલે એમાં પીસેલી ડુંગળી વાડી પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી બે ચાર મિનીટ ચડાવી લ્યો ચાર મિનીટ પછી એમાં લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ગરમ ગરમ ભાત કે રોટલી સાથે મજા લ્યો. તો તૈયાર છે ટીંડોળા ડુંગળી નું શાક.

ટીંડોળા ડુંગળી નું શાક બનાવવાની રીત

tindola ane dungri nu shaak - ટીંડોળા ડુંગળી નું શાક

Tindola Dungri nu Shaak in Gujarati | ટીંડોળા ડુંગળીનું શાક | Daily Shaak

ગુજરાતી ઘરોમાં રોજ બપોરે કયું શાક બનાવવું તે એક મોટો પ્રશ્નહોય છે. ટીંડોળા (Ivy Gourd) સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે, પણઘણીવાર બાળકો કે ઘરના સભ્યો તેને ખાવાની ના પાડે છે કારણ કે એકલા ટીંડોળાનું શાકસહેજ કોરું લાગે છે. .જો તમને રેગ્ય્લાર બનતું એનું શાક ના પસંદ હોય તો આ અલગ રીતે બનતું શાક એક વખત Tindola ane Dungri nu Shaak ચોક્કસ બનાવો.જે  ટેસ્ટી લાગે છે. ગરમાગરમ ફુલકા રોટલી કે ભાખરી સાથે આ શાક ખાવાની મજા પડી જાયછે. ચાલો જોઈએ ટીંડોળા ડુંગળીનું શાક બનાવવાની પરફેક્ટ રીત.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

  • 300 ગ્રામ ટીનડોડા
  • 4-5 ચમચી તેલ
  • ½ ચમચી મેથી દાણા
  • 1 ચમચી જીરું
  • 2 ચમચી સુકા ધાણા
  • 2-3 સુકા લાલ મરચા
  • 1-2 લીલા મરચા
  • 2 ઝીણી સુધારેલ ડુંગળી
  • 2 ચમચી આંબલી
  • 8-10 લસણ ની કણી
  • 1 ચમચી રાઈ
  • ¼ ચમચી હિંગ
  • 5-7 મીઠા લીમડાના પાંદ
  • ½ ચમચી હળદર
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

tindola ane dungri nu shaak banavani rit

  • ટીંડોળા ડુંગળી નું શાક બનાવવા સૌથી પહેલા ટીંડોળા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બને બાજુથી કાપી ડાળી વાળા ભાગ ને અલગ કરી લીધા બાદ એક સરખા લાંબા ચાર કે છ ભાગમાં કાપી એક બાજુ મુકો. હવે ડુંગળી સાફ કરી સુધારી લ્યો સાથે લસણ ને પણ ફોલી સાફ કરી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં એક ચમચી એલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં જીરું, સુકા ધાણા, મેથી દાણા અને સુકા લાલ મરચા નાખી મ્શેકી લ્યો મસાલા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો. હવે એજ કડાઈમાં બીજી બે ચમચી તેલ નાખી ગરમ કરો તેલ ગરમ થાય એય્લે એમાં સુધારેલ ડુંગળી નાખી શેકો.
  • ડુંગળી શેકાઈ ને ગોલ્ડન થવા આવે એટલે એમાં આંબલી, લસણ ની કણી અને લીલા મરચા નાખી બે ચાર મિનીટ શેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી બધી સામગ્રી ને ઠંડી કરી લ્યો. હવે મિક્સર જાર માં પહેલા શેકી રાખેલ મસાલા નાખી પીસી લ્યો ત્યારબાદ એમાં શેકેલ ડુંગળી, મરચા અને લસણ ની કણી નાખી બધી સામગ્રી ને પીસી પેસ્ટ બનાવી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં ફરીથી ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરી એમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાંદ , હિંગ અને સુધારેલ ટીંડોળા નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી મિક્સ કરી ઢાંકી મીડીયમ તાપે શેકી લ્યો. ટીંડોળા શેકાઈ ને બરોબર ચડી જાય એટલે એમાં પીસેલી ડુંગળી વાડી પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી બે ચાર મિનીટ ચડાવી લ્યો ચાર મિનીટ પછી એમાં લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ગરમ ગરમ ભાત કે રોટલી સાથે મજા લ્યો. તો તૈયાર છે ટીંડોળા ડુંગળી નું શાક.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version