Home Lunch & Dinner Bangali parval nu shaak banavani rit | બંગાળી પરવળ નું શાક

Bangali parval nu shaak banavani rit | બંગાળી પરવળ નું શાક

0

મિત્રો આજ આપણે બંગાળી  સ્ટાઈલ પરવળનું શાક બનાવવાની રીત શીખીશું. જેને બંગાળીમાં પોતોલ પોસ્તો કહેવામાં આવે છે. અત્યારે બજારમાં પરવળ સારી આવે છે અને એક નું એક રેગ્યુલર શાક બનાવી કંટાળી ગયા છો તો આ બંગાળની એક પારંપરિક ડુંગળી-લસણ વાનગી છે, જે દરેક તહેવાર કે ખાસ પ્રસંગે ત્યાં અચૂક બને છે. આ શાકની ખાસિયત એ છે કે તેમાં કોઈ જ ગરમ મસાલા વપરાતા નથી. માત્ર ખસખસની ક્રીમી પેસ્ટ, લીલા મરચાંની તીખાશ અને સરસવના તેલ ની સુગંધથી આ શાક એટલું અદભૂત બને છે કે તમે તેને ગરમાગરમ ભાત કે પૂરી સાથે ખાતા જ રહી જશો. તો ચાલો Bangali parval nu shaak બનાવવાની રીત શીખીએ.

Ingredients List

  1. પરવળ 250 ગ્રામ
  2. રાઈ ના કુરિયા  4-5 ચમચી
  3. રાઈ 2 +1 ચમચી
  4. ખસખસ 4 ચમચી
  5. આદુનો ટુકડો 1 ઇંચ
  6. લીલા મરચા 3-4
  7. તેલ / સરસો તેલ 3-4 ચમચી
  8. કલોંજી 1 ચમચી
  9. સુકા લાલ મરચા 2
  10. હળદર ½ ચમચી
  11. ખાંડ 1 ચમચી
  12. મીઠું સ્વાદ મુજબ
  13. પાણી જરૂર મુજબ

Bangali parval nu shaak banavani rit

બંગાળી પરવળ નું શાક બનાવવા સૌથી પહેલા એક વાસણમાં રાઈના કુરિયા, રાઈ અને ખસખસ લ્યો એમાં પાણી નાખી મિક્સ કરી નીતારી લ્યો ત્યાર બાદ અડધો કપ થી એક કપ જેટલું પાણી નાખી બધી સામગ્રી પાણીમાં દસ પંદર મિનીટ માટે પલાળી મુકો. હવે પરવળ લઇ અને ધોઈ લ્યો ત્યાર બાદ ચાકુથી ઉપર ઉપર થી છોલી લ્યો અને બને બાજુની ડાળી વાળો ભાગ અલગ કરી લ્યો આમ બધી  પરવળ સાફ કરી લીધા બાદ ફરી એક વખત પાન થી ધોઈ લ્યો.

સાફ પરવળ ના ચાકુથી એક સરખા લાંબા બે ભાગ કરી લ્યો અને કાપેલ પરવળ પર મીઠું છાંટી ઢાંકી એક બાજુ મુકો. હવે પલાળેલી સામગ્રી ને પાણી સાથે જ મિક્સર જારમાં નાખો સાથે આદુના કટકા અને લીલા મરચાના કટકા કરી નાખો અને ઢાંકણ બંધ કરી પીસ્પી સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો. તૈયાર પેસ્ટ ને એક બાજુ મુકો.

હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે ગેસ મીડીયમ કરી એમાં પરવળ ના કટકા નાખી મિક્સ કરી પરવળ બરોબર ચડી જાય ત્યાં સુંધી હલાવતા રહી શેકી લ્યો. પરવળ બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને એજ ગરમ તેલ માં રાઈ, સુકા લાલ મરચા અને કલોંજી નાખી શેકો ત્યાર બાદ એમાં પીસી રાખેલ પેસ્ટ નાખો સાથે હળદર, સ્વાદ મુજબ મીઠું ( મીઠું ઓછું રાખવું કેમકે પરવળ માં પણ પહેલા નાખેલ હતું )  અને ખાંડ નાખી મિક્સ કરી લ્યો.

ગ્રેવી થોડી શેકાઈ જાય એટલે એમાં શેકેલ પરવળ નાખી મિક્સ કરી લ્યો અને જરૂર મુજબ અડધા થી એક કપ જેટલું પાણી ( જે મુજબ ઘટ્ટ કે પાતળી ગ્રેવી પસંદ હોય એ મુજબ પાણી નાખવું ) નાખી મિક્સ કરી ઢાંકી પાંચ સાત મિનીટ ચડાવી લ્યો. સાત મિનીટ પછી ઢાંકણ ખોલી શાક ને બરોબર મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી ગરમ ગરમ શાક ની મજા લ્યો. તો તૈયાર છે બંગાળી પરવળ નું શાક.

બંગાળી પરવળ નું શાક બનાવવાની રીત

Bangali parval nu shaak - બંગાળી પરવળ નું શાક

Bangali parval nu shaak banavani rit | બંગાળી પરવળ નું શાક બનાવવાની રીત

મિત્રો આજ આપણે બંગાળી સ્ટાઈલ પરવળનું શાક બનાવવાની રીત શીખીશું. જેને બંગાળીમાં પોતોલ પોસ્તો કહેવામાં આવે છે. અત્યારે બજારમાં પરવળ સારી આવે છે અને એક નું એક રેગ્યુલર શાક બનાવી કંટાળીગયા છો તો આ બંગાળની એક પારંપરિક ડુંગળી-લસણવાનગી છે, જે દરેક તહેવાર કે ખાસ પ્રસંગે ત્યાં અચૂક બને છે. આ શાકનીખાસિયત એ છે કે તેમાં કોઈ જ ગરમ મસાલા વપરાતા નથી. માત્ર ખસખસની ક્રીમી પેસ્ટ, લીલા મરચાંની તીખાશ અને સરસવનાતેલ ની સુગંધથી આ શાક એટલું અદભૂત બને છે કે તમે તેને ગરમાગરમભાત કે પૂરી સાથે ખાતા જ રહી જશો. તો ચાલો Bangali parval nu shaak બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 250 ગ્રામ પરવળ
  • 4-5 ચમચી રાઈ ના કુરિયા
  • 3 ચમચી રાઈ
  • 4 ચમચી ખસખસ
  • 1 ઇંચ આદુનો ટુકડો
  • 3-4 લીલા મરચા
  • 3-4 ચમચી તેલ / સરસો તેલ
  • 1 ચમચી કલોંજી
  • 2 સુકા લાલ મરચા
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી ખાંડ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Bangali parval nu shaak banavani rit

  • બંગાળી પરવળ નું શાક બનાવવા સૌથી પહેલા એક વાસણમાં રાઈના કુરિયા, રાઈ અને ખસખસ લ્યો એમાં પાણી નાખી મિક્સ કરી નીતારી લ્યો ત્યાર બાદ અડધો કપ થી એક કપ જેટલું પાણી નાખી બધી સામગ્રી પાણીમાં દસ પંદર મિનીટ માટે પલાળી મુકો. હવે પરવળ લઇ અને ધોઈ લ્યો ત્યાર બાદ ચાકુથી ઉપર ઉપર થી છોલી લ્યો અને બને બાજુની ડાળી વાળો ભાગ અલગ કરી લ્યો આમ બધી પરવળ સાફ કરી લીધા બાદ ફરી એક વખત પાન થી ધોઈ લ્યો.
  • સાફ પરવળ ના ચાકુથી એક સરખા લાંબા બે ભાગ કરી લ્યો અને કાપેલ પરવળ પર મીઠું છાંટી ઢાંકી એક બાજુ મુકો. હવે પલાળેલી સામગ્રી ને પાણી સાથે જ મિક્સર જારમાં નાખો સાથે આદુના કટકા અને લીલા મરચાના કટકા કરી નાખો અને ઢાંકણ બંધ કરી પીસ્પી સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો. તૈયાર પેસ્ટ ને એક બાજુ મુકો.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે ગેસ મીડીયમ કરી એમાં પરવળ ના કટકા નાખી મિક્સ કરી પરવળ બરોબર ચડી જાય ત્યાં સુંધી હલાવતા રહી શેકી લ્યો. પરવળ બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને એજ ગરમ તેલ માં રાઈ, સુકા લાલ મરચા અને કલોંજી નાખી શેકો ત્યાર બાદ એમાં પીસી રાખેલ પેસ્ટ નાખો સાથે હળદર, સ્વાદ મુજબ મીઠું ( મીઠું ઓછું રાખવું કેમકે પરવળ માં પણ પહેલા નાખેલ હતું ) અને ખાંડ નાખી મિક્સ કરી લ્યો.
  • ગ્રેવી થોડી શેકાઈ જાય એટલે એમાં શેકેલ પરવળ નાખી મિક્સ કરી લ્યો અને જરૂર મુજબ અડધા થી એક કપ જેટલું પાણી ( જે મુજબ ઘટ્ટ કે પાતળી ગ્રેવી પસંદ હોય એ મુજબ પાણી નાખવું ) નાખી મિક્સ કરી ઢાંકી પાંચ સાત મિનીટ ચડાવી લ્યો. સાત મિનીટ પછી ઢાંકણ ખોલી શાક ને બરોબર મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી ગરમ ગરમ શાક ની મજા લ્યો. તો તૈયાર છે બંગાળી પરવળ નું શાક.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version