Home Lunch & Dinner Paneer Ghee Roast Recipe in Gujarati | પનીર ઘી રોસ્ટ | Paneer...

Paneer Ghee Roast Recipe in Gujarati | પનીર ઘી રોસ્ટ | Paneer Starter

0

પનીર (Paneer) એક એવી વસ્તુ છે જે નાના બાળકોથી લઈને મોટાઓ સૌને ભાવે છે. જ્યારે પણ આપણે રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે સ્ટાર્ટરમાં પનીર ટિક્કા કે ચિલી પનીર જ મંગાવતા હોઈએ છીએ. પરંતુ આજે આપણે પનીરને એકદમ નવો અને અદભૂત સાઉથ ઇન્ડિયન ટ્વિસ્ટ આપીશું – Paneer Ghee Roast (પનીર ઘી રોસ્ટ). મૂળ મેંગલોર (કર્ણાટક) ની આ વાનગી તેના ખાસ મસાલા માટે પ્રખ્યાત છે. મસાલામાં લપેટાયેલું સોફ્ટ પનીર ખાવામાં એટલું ચટપટું અને ટેસ્ટી લાગે છે કે તમે બીજી બધી પનીરની વાનગીઓ ભૂલી જશો. આને સ્ટાર્ટર તરીકે અથવા પરોઠા સાથે ખાઈ શકાય છે. ચાલો જોઈએ પનીર ઘી રોસ્ટ બનાવવાની પરફેક્ટ રીત.

Ingredients

  1. પનીર 400 ગ્રામ
  2. ડુંગળી 1-2ઝીણી સુધારેલ 
  3. દહીં 2 -3 ચમચી
  4. ગોળ 1 ચમચી
  5. મીઠા લીમડાના પાંદ 5-7 
  6. સુકા લાલ મરચા 4-5
  7. કાશ્મીરી સુકા લાલ મરચા 4-5
  8. સુકા આખા ધાણા 1 ચમચી
  9. જીરું 1 ચમચી 
  10. મરી ¼ ચમચી
  11. મેથી દાણા ½ ચમચી
  12. વરીયાળી 1 ચમચી
  13. લવિંગ 2
  14. આંબલી નો પલ્પ 2-3 ચમચી
  15. લસણ ની કણી 5-7
  16. આદુનો ટુકડો ½ ઇંચ
  17. ગોળ 1 ચમચી
  18. ઘી 3-4 ચમચી  
  19. મીઠું સ્વાદ મુજબ

Paneer Ghee Roast banavani rit

પનીર ઘી રોસ્ટ બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં સુકા લાલ મરચા, સુકા આખા ધાણા, જીરું, મરી, વરીયાળી, લવિંગ , સુકા કાશ્મીરી લાલ મરચા મેથી દાણા નાખી મીડીયમ તાપે શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરી લ્યો. ઠંડા થયેલા મસાલા ને મિક્સર જારમાં નાખો સાથે એમાં લસણ ની કણી, આદુનો ટુકડો અને આંબલી નો પલ્પ નાખી પીસી લ્યો સ્મૂથ પેસ્ટ કરવા જરૂર લાગે તો બે ચાર ચમચી પાણી નાખી સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો.

હવે પનીર ના મીડીયમ મોટા કટકા કરી લ્યો. સાથે ડુંગળી ને પણ સુધારી લ્યો. હવે ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે એમાં પનીરના કટકા નાખી બધી બાજુથી ગોલ્ડન શેકી લ્યો. શેકેલ ટુકડા ને બીજા વાસણમાં કાઢી લ્યો અને એ જ ગરમ ઘી માં સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકો.

ડુંગળી શેકાવા આવે એટલે એમાં મીઠા લીમડાના પાંદ, પીસી રાખેલ પેસ્ટ, ગોળ  અને દહીં નાખી બરોબર  મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગ્રેવી માંથી ઘી અલગ થાય ત્યાં સુંધી શેકો. ગ્રેવી માંથી ઘી અલગ થાય એટલે એમાં શેકેલ પનીર ના ટુકડા નાખી બરોબર મિક્સ કરી પાંચ સાત મિનીટ શેકી લ્યો. અને ત્યાર બાદ ગેસ બંધ કરી રોટલી, નાન, કુલ્ચા સાથે મજા લ્યો. તો તૈયાર છે પનીર ઘી રોસ્ટ.

પનીર ઘી રોસ્ટ બનાવવાની રીત

Paneer Ghee Roast - પનીર ઘી રોસ્ટ

Paneer Ghee Roast Recipe in Gujarati | પનીર ઘી રોસ્ટ | Paneer Starter

પનીર (Paneer) એક એવીવસ્તુ છે જે નાના બાળકોથી લઈને મોટાઓ સૌને ભાવે છે. જ્યારે પણ આપણે રેસ્ટોરન્ટમાં જઈએત્યારે સ્ટાર્ટરમાં પનીર ટિક્કા કે ચિલી પનીર જ મંગાવતા હોઈએ છીએ. પરંતુ આજે આપણે પનીરનેએકદમ નવો અને અદભૂત સાઉથ ઇન્ડિયન ટ્વિસ્ટ આપીશું – Paneer Ghee Roast (પનીરઘી રોસ્ટ).મૂળ મેંગલોર (કર્ણાટક) ની આ વાનગી તેના ખાસ મસાલામાટે પ્રખ્યાત છે. મસાલામાં લપેટાયેલું સોફ્ટ પનીર ખાવામાં એટલું ચટપટું અને ટેસ્ટીલાગે છે કે તમે બીજી બધી પનીરની વાનગીઓ ભૂલી જશો. આને સ્ટાર્ટર તરીકે અથવા પરોઠા સાથેખાઈ શકાય છે. ચાલો જોઈએ પનીર ઘી રોસ્ટ બનાવવાની પરફેક્ટ રીત.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

  • 400 ગ્રામ પનીર
  • 1-2 ડુંગળી ઝીણી સુધારેલ
  • 2 -3 ચમચી દહીં
  • 1 ચમચી ગોળ
  • 5-7 મીઠા લીમડાના પાંદ
  • 4-5 સુકા લાલ મરચા
  • 4-5 કાશ્મીરી સુકા લાલ મરચા
  • 1 ચમચી સુકા આખા ધાણા
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી મરી
  • ½ ચમચી મેથી દાણા
  • 1 ચમચી વરીયાળી
  • 2 લવિંગ
  • 2-3 ચમચી આંબલી નો પલ્પ
  • 5-7 લસણ ની કણી
  • ½ ઇંચ આદુનો ટુકડો
  • 1 ચમચી ગોળ
  • 3-4 ચમચી ઘી
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Paneer Ghee Roast banavani rit

  • પનીર ઘી રોસ્ટ બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં સુકા લાલ મરચા, સુકા આખા ધાણા, જીરું, મરી, વરીયાળી, લવિંગ , સુકા કાશ્મીરી લાલ મરચા મેથી દાણા નાખી મીડીયમ તાપે શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરી લ્યો. ઠંડા થયેલા મસાલા ને મિક્સર જારમાં નાખો સાથે એમાં લસણ ની કણી, આદુનો ટુકડો અને આંબલી નો પલ્પ નાખી પીસી લ્યો સ્મૂથ પેસ્ટ કરવા જરૂર લાગે તો બે ચાર ચમચી પાણી નાખી સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો.
  • હવે પનીર ના મીડીયમ મોટા કટકા કરી લ્યો. સાથે ડુંગળી ને પણ સુધારી લ્યો. હવે ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે એમાં પનીરના કટકા નાખી બધી બાજુથી ગોલ્ડન શેકી લ્યો. શેકેલ ટુકડા ને બીજા વાસણમાં કાઢી લ્યો અને એ જ ગરમ ઘી માં સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકો.
  • ડુંગળી શેકાવા આવે એટલે એમાં મીઠા લીમડાના પાંદ, પીસી રાખેલ પેસ્ટ, ગોળ અને દહીં નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગ્રેવી માંથી ઘી અલગ થાય ત્યાં સુંધી શેકો. ગ્રેવી માંથી ઘી અલગ થાય એટલે એમાં શેકેલ પનીર ના ટુકડા નાખી
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version