Home Lunch & Dinner Sata Roti Recipe in Gujarati | સાટા રોટી બનાવવાની

Sata Roti Recipe in Gujarati | સાટા રોટી બનાવવાની

0

આ રોટી ભાખરી જેમ જ બને છે. જેને આંબાના રસ સાથે સર્વ કરો તો ખુબ મજા આવે છે ખાવાની. આ ઉપરાંત બટાકાની સુકી ભાજી અને ચા સાથે પણ બનાવી સર્વ કરી શકો છો. એક વખત બનાવી આ ભાખરી ને તમે બે ત્રણ દિવસ સુંધી ખાઈ શકો છો એટલે તમે પ્રવાસ માં પણ બનાવી લઇ જઈ શકો છો. આ રોટીને ઘણા લોકો ‘પડવાળી રોટી’ (Layered Roti) અથવા ‘વરકી રોટી’ પણ કહે છે. આ રોટીને બનાવવા માટે ઘી અને ચોખાના લોટને ફેંટીને એક ક્રીમ જેવી પેસ્ટ બનાવવામાં આવે છે જેને ગુજરાતીમાં ‘સાટો’ (Sata) કહેવાય છે. આ સાટો રોટીના પડ વચ્ચે લગાવવાથી રોટી એકદમ ફ્લેકી (Flaky), સોફ્ટ અને અનેક જાળીદાર પડવાળી બને છે. તેને બનાવવી ખૂબ જ સરળ છે.તો ચાલો સાટા રોટી બનાવવાની રીત શીખીએ.

Ingredients

  1. ઘઉંનો લોટ 2 કપ
  2. સોજી ½ કપ
  3. અજમો ½ ચમચી
  4. દૂધ 1 કપ
  5. મીઠું સ્વાદ મુજબ 
  6. ઘી જરૂર મુજબ
  7. પાણી જરૂર મુજબ

Sata Roti banavani rit

સાટા રોટી બનાવવા સૌથી પહેલા કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સોજી નાખો યાર બાદ હાથ થી મસળી અજમો અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં બે થી ત્રણ ચમચી ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને હવે એમાં દૂધ નાખી મિક્ક્ષ કરી લોટ બંધો.

 મીડીયમ નરમ લોટ બાંધવા જરૂર હોય એમ મુજબ વધારાનું પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ ને દસ મિનીટ ઢાંકી એક બાજુ મુકો. દસ મિનીટ પછી લોટ ને ફરીથી મસળી લ્યો અને જે સાઈઝ ની રોટલી બનાવી હોય એ સાઈઝ ના લુવા કરી લ્યો. હવે એક લુવો લ્યો એનો ગોળ ગોળી બનાવી હથેળી વચ્ચે દબાવી ચપટી કરી લ્યો.

ત્યાર બાદ વચ્ચે અડધી થી એક ચમચી ઘી અથવા માખણ મૂકી ફરી લુવો બનાવી લ્યો આમ બધા લુવા બનાવી તૈયાર કરી લ્યો.હવે ગેસ પર તવી ગરમ કરવા મુકો. તવી ગરમ થાય ત્યાં સુંધી બનાવેલ લુવા ને કોરા લોટ ની મદદ થી મીડીયમ જાડી રોટલી બનાવી લ્યો. હવે તૈયાર રોટલી ને ગરમ તવી પર નાખી બને બાજુ થોડી થોડી શેકી લ્યો.

ત્યાર બાદ કપડાથી બરોબર દબાવી બને બાજુ બરોબર શેકી લ્યો અને ઉતારી ઉપર ઘી કે માખણ લગાવો. આમ બધી રોટલી વણી શેકી લ્યો અને ઘી કે માખણ લગાવી મજા લ્યો. તો તૈયાર છે સાટા રોટી. 

સાટા રોટી બનાવવાની રીત

Sata Roti banavani rit - સાટા રોટી

Sata Roti Recipe in Gujarati | સાટા રોટી બનાવવાની

આ રોટી ભાખરી જેમ જ બને છે. જેને આંબાના રસ સાથે સર્વ કરો તો ખુબ મજા આવે છે ખાવાની. આ ઉપરાંત બટાકાની સુકી ભાજી અને ચા સાથે પણ બનાવી સર્વ કરી શકો છો. એક વખત બનાવી આ ભાખરી ને તમે બે ત્રણ દિવસ સુંધી ખાઈ શકો છો એટલે તમે પ્રવાસમાં પણ બનાવી લઇ જઈ શકો છો. આ રોટીને ઘણા લોકો 'પડવાળી રોટી'(Layered Roti) અથવા 'વરકી રોટી' પણ કહે છે. આ રોટીને બનાવવા માટે ઘી અને ચોખાના લોટનેફેંટીને એક ક્રીમ જેવી પેસ્ટ બનાવવામાં આવે છે જેને ગુજરાતીમાં 'સાટો'(Sata) કહેવાય છે. આ સાટો રોટીના પડ વચ્ચે લગાવવાથી રોટી એકદમફ્લેકી (Flaky), સોફ્ટ અને અનેક જાળીદાર પડવાળી બને છે. તેને બનાવવી ખૂબ જસરળ છે.તો ચાલો સાટા રોટી બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કથરોટ
  • 1 તવી

Ingredients

  • 2 કપ ઘઉંનો લોટ
  • ½ કપ સોજી
  • ½ ચમચી અજમો
  • 1 કપ દૂધ
  • મીઠું સ્વાદ મુજબ
  • ઘી જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Sata Roti banavani rit

  • સાટા રોટી બનાવવા સૌથી પહેલા કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સોજી નાખો યાર બાદ હાથ થી મસળી અજમો અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં બે થી ત્રણ ચમચી ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને હવે એમાં દૂધ નાખી મિક્ક્ષ કરી લોટ બંધો.
  • મીડીયમ નરમ લોટ બાંધવા જરૂર હોય એમ મુજબ વધારાનું પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ ને દસ મિનીટ ઢાંકી એક બાજુ મુકો. દસ મિનીટ પછી લોટ ને ફરીથી મસળી લ્યો અને જે સાઈઝ ની રોટલી બનાવી હોય એ સાઈઝ ના લુવા કરી લ્યો. હવે એક લુવો લ્યો એનો ગોળ ગોળી બનાવી હથેળી વચ્ચે દબાવી ચપટી કરી લ્યો.
  • ત્યાર બાદ વચ્ચે અડધી થી એક ચમચી ઘી અથવા માખણ મૂકી ફરી લુવો બનાવી લ્યો આમ બધા લુવા બનાવી તૈયાર કરી લ્યો.હવે ગેસ પર તવી ગરમ કરવા મુકો. તવી ગરમ થાય ત્યાં સુંધી બનાવેલ લુવા ને કોરા લોટ ની મદદ થી મીડીયમ જાડી રોટલી બનાવી લ્યો. હવે તૈયાર રોટલી ને ગરમ તવી પર નાખી બને બાજુ થોડી થોડી શેકી લ્યો.
  • ત્યાર બાદ કપડાથી બરોબર દબાવી બને બાજુ બરોબર શેકી લ્યો અને ઉતારી ઉપર ઘી કે માખણ લગાવો. આમ બધી રોટલી વણી શેકી લ્યો અને ઘી કે માખણ લગાવી મજા લ્યો. તો તૈયાર છે સાટા રોટી.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version