HomeLunch & DinnerAllam Pachadi Recipe in Gujarati | આલ્લમ પછ્ડી | Andhra Ginger Chutney

Allam Pachadi Recipe in Gujarati | આલ્લમ પછ્ડી | Andhra Ginger Chutney

સાઉથ ઇન્ડિયન વાનગીઓ ચટણી વગર અધૂરી છે. આપણે મોટેભાગે નાળિયેર (કોપરા) ની સફેદ ચટણી જ બનાવીએ છીએ, પરંતુ આંધ્રપ્રદેશમાં ઢોંસા અને પેસરટ્ટુ (મગની દાળના ઢોંસા) સાથે સૌથી વધુ પીરસાતી ચટણી એટલે Allam Pachadi (આલ્લમ પછ્ડી). તેલુગુ ભાષામાં ‘આલ્લમ’ એટલે આદુ અને ‘પછ્ડી’ એટલે ચટણી. આદુના તીખાશવાળા સ્વાદને આમલીની ખટાશ અને દેશી ગોળની મીઠાશ સાથે જ્યારે બેલેન્સ કરવામાં આવે છે, ત્યારે તેનો સ્વાદ જાદુઈ લાગે છે. આ ચટણી બનાવવી ખૂબ જ સરળ છે અને તેને ફ્રીજમાં લાંબો સમય સાચવી પણ શકાય છે. જો તમે કંઈક નવું અને ચટપટું ખાવાના શોખીન છો, તો આ ચટણી તમને ચોક્કસ પસંદ આવશે. ચાલો જોઈએ આલ્લમ પછ્ડી બનાવવાની પરફેક્ટ રીત.

Ingredients

  1. ઝીણું સુધારેલ આદુના કટકા 75 ગ્રામ
  2. સુધારેલ લસણ ની કણી 8-10
  3. તેલ 4-5 ચમચી
  4. ચણા દાળ 1 ચમચી
  5. અડદ દાળ 1 ચમચી
  6. સુકા આખા ધાણા 1 ચમચી
  7. મેથી દાણા ¼ ચમચી
  8. જીરું 1 ચમચી
  9. રાઈ 1 ચમચી
  10. આંબલી 1 લીંબુની સાઈઝ ના બોલ જેટલી
  11. સુકા લાલ મરચા 2-3
  12. મીઠું સ્વાદ મુજબ 
  13. પાણી ½ કપ

બીજા વઘાર માટેની સામગ્રી

  1. તેલ 2-3 ચમચી
  2. રાઈ 1 ચમચી
  3. જીરું 1 ચમચી
  4. સુકા લાલ મરચા 1-2
  5. હિંગ ¼ ચમચી
  6. મીઠા લીમડાના પાંદ 5-7
  7. છીણેલો ગોળ 1 ચમચી

Allam Pachadi banavani rit

આલ્લમ પછ્ડી બનાવવા સૌથી પહેલા આદુને છોલી સાફ કરી ધોઈ ઝીણા કટકા કરી લ્યો સાથે લસણ ની કણી ને ફોલી સાફ કરી એના પણ કટકા કરી લ્યો અને બતાવેલી સામગ્રી ભેગી કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં સુધારેલ આદુના કટકા નાખી મિક્સ કરી બે ચાર મિનીટ શેકી લ્યો ત્યાર બાદ એમાં લસણ ની કણી નાખી મિક્સ કરી એને પણ શેકી લ્યો. બને શેકાઈ ગોલ્ડન થાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો.

હવે એ જ કડાઈમાં ફરી બે ચમચી તેલ નાખી ગરમ કરો. તેલ ગરમ થાય એટલે એમાં ચણા દાળ અને અડદ દાળ નાખી મિક્સ કરી એક મિનીટ શેકી લ્યો. હવે એમાં સુકા આખા ધાણા, રાઈ, જીરું, આંબલી, મેથી દાણા, સુકા લાલ મરચા નાખી બધી સામગ્રી ને બે ત્રણ મિનીટ હલાવતા રહી શેકી લ્યો.

મસાલા બરોબર શેકાઈ જાય એટલે એને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો. બધી શેકેલ સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખી દયો સાથે શેકેલ આદુ અને લસણ નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને પીસી લ્યો. એક વખત પીસી લીધા બાદ એમાં પાણી નાખી સ્મૂથ પીસી લ્યો. 

ત્યારબાદ બીજા વઘાર માટે ફરી ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાંસુકા લ મરચા, રાઈ, જીરું,હિંગ નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ મીઠા લીમડાના પાંદ નાખી શેકી લ્યો હવે એમાં પીસેલ પેસ્ટ નાખો સાથે છીણેલો ગોળ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી બે મિનીટ ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી ઢોસા, ઈડલી કે સાઉથ ઇન્ડિયન વાનગી સાથે મજા લ્યો. તો તૈયાર છે આલ્લમ પછ્ડી.

આલ્લમ પછ્ડી બનાવવાની રીત

Allam Pachadi Recipe in Gujarati - આલ્લમ પછ્ડી

Allam Pachadi Recipe in Gujarati | આલ્લમ પછ્ડી | Andhra Ginger Chutney

સાઉથ ઇન્ડિયન વાનગીઓ ચટણી વગરઅધૂરી છે. આપણે મોટેભાગે નાળિયેર (કોપરા) ની સફેદ ચટણી જ બનાવીએ છીએ, પરંતુ આંધ્રપ્રદેશમાં ઢોંસા અને પેસરટ્ટુ (મગની દાળના ઢોંસા) સાથે સૌથી વધુ પીરસાતી ચટણી એટલે Allam Pachadi(આલ્લમ પછ્ડી). તેલુગુ ભાષામાં 'આલ્લમ' એટલેઆદુ અને 'પછ્ડી' એટલેચટણી. આદુના તીખાશ વાળા સ્વાદને આમલીની ખટાશ અને દેશી ગોળની મીઠાશ સાથે જ્યારે બેલેન્સ કરવામાં આવે છે, ત્યારેતેનો સ્વાદ જાદુઈ લાગે છે. આ ચટણી બનાવવી ખૂબ જ સરળ છે અને તેને ફ્રીજમાં લાંબો સમયસાચવી પણ શકાય છે. જો તમે કંઈક નવું અને ચટપટું ખાવાના શોખીન છો, તો આચટણી તમને ચોક્કસ પસંદ આવશે. ચાલો જોઈએ આલ્લમ પછ્ડી બનાવવાની પરફેક્ટ રીત.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

  • 75 ગ્રામ ઝીણું સુધારેલ આદુના કટકા
  • 8-10 સુધારેલ લસણ ની કણી
  • 4-5 ચમચી તેલ
  • 1 ચમચી ચણા દાળ
  • 1 ચમચી અડદ દાળ
  • 1 ચમચી સુકા આખા ધાણા
  • ¼ ચમચી મેથી દાણા
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી રાઈ
  • 1 આંબલી લીંબુની સાઈઝ ના બોલ જેટલી
  • 2-3 સુકા લાલ મરચા
  • મીઠું સ્વાદ મુજબ
  • ½ કપ પાણી

બીજા વઘાર માટેની સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી જીરું
  • 1-2 સુકા લાલ મરચા
  • ¼ ચમચી હિંગ
  • 5-7 મીઠા લીમડાના પાંદ
  • 1 ચમચી છીણેલો ગોળ

Instructions

Allam Pachadi banavani rit

  • આલ્લમ પછ્ડી બનાવવા સૌથી પહેલા આદુને છોલી સાફ કરી ધોઈ ઝીણા કટકા કરી લ્યો સાથે લસણ ની કણી ને ફોલી સાફ કરી એના પણ કટકા કરી લ્યો અને બતાવેલી સામગ્રી ભેગી કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં સુધારેલ આદુના કટકા નાખી મિક્સ કરી બે ચાર મિનીટ શેકી લ્યો ત્યાર બાદ એમાં લસણ ની કણી નાખી મિક્સ કરી એને પણ શેકી લ્યો. બને શેકાઈ ગોલ્ડન થાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો.
  • હવે એ જ કડાઈમાં ફરી બે ચમચી તેલ નાખી ગરમ કરો. તેલ ગરમ થાય એટલે એમાં ચણા દાળ અને અડદ દાળ નાખી મિક્સ કરી એક મિનીટ શેકી લ્યો. હવે એમાં સુકા આખા ધાણા, રાઈ, જીરું, આંબલી, મેથી દાણા, સુકા લાલ મરચા નાખી બધી સામગ્રી ને બે ત્રણ મિનીટ હલાવતા રહી શેકી લ્યો.
  • મસાલા બરોબર શેકાઈ જાય એટલે એને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો. બધી શેકેલ સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખી દયો સાથે શેકેલ આદુ અને લસણ નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને પીસી લ્યો. એક વખત પીસી લીધા બાદ એમાં પાણી નાખી સ્મૂથ પીસી લ્યો.
  • ત્યારબાદ બીજા વઘાર માટે ફરી ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાંસુકા લ મરચા, રાઈ, જીરું,હિંગ નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ મીઠા લીમડાના પાંદ નાખી શેકી લ્યો હવે એમાં પીસેલ પેસ્ટ નાખો સાથે છીણેલો ગોળ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી બે મિનીટ ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી ઢોસા, ઈડલી કે સાઉથ ઇન્ડિયન વાનગી સાથે મજા લ્યો. તો તૈયાર છે આલ્લમ પછ્ડી.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular