આ ગોળ પૌવા ને મહારાષ્ટ્રમાં ગણેશચતુર્થી પર બનાવવામાં આવે છે અને ગણપતિ બાપ્પા ને ભોગ ધરવામાં આવે છે. કહેવાય છે કે બાપા ને લાડુ ના પ્રસાદ ની સાથે સાથે ગોળ પૌવા નો પ્રસાદ પણ અતિ પ્રિય છે તો આ વખતે બાપા ને પ્રસાદી માં Gol pauva banavani rit થી પ્રસાદ બનાવી ધરાવજો. તો ચાલો ગોળ પૌવા બનાવવાની રીત શીખીએ.
ગોળ પૌવા બનાવવા જરૂરી સામગ્રી
- પૌવા 2 કપ
- છીણેલો ગોળ 1 કપ
- કાજુના કટકા 2-3 ચમચી
- તાજુ છીણેલું નારિયેળ ¾ કપ
- કીસમીસ 2-3 ચમચી
- ફૂલ ક્રીમ દૂધ 1 કપ
- ઘી 3-4 ચમચી
- એલચી પાઉડર ½ ચમચી
Gol pauva banavani rit
ગોળ પૌવા બનાવવા સૌપ્રથમ ગેસ પ્ર એક કડાઈમાં બે ચમચી ઘી નાખી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં કાજુ ના કટકા નાખી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો અને શેકેલ કાજુના કટકા ને એક વાટકામાં કાઢી લ્યો અને ત્યાર બાદ એમાં નારિયળ ની છીણ નાખો અને નારિયળ ને પણ શેકી લીધા બાદ એમાં પૌવા નાખી મિક્સ કરી લ્યો.
પૌવા ને બે ચાર મિનિટ શેકી લીધા બાદ એમાં થોડું થોડું ફૂલ ક્રીમ દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી ને ચડાવી લ્યો. પૌવા માં બધું દૂધ મિક્સ થઈ જાય અને ઢાંકી ને ચડાવી લીધા બાદ એમાં છીણેલો ગોળ નાખી મિક્સ કરી બરોબર હલાવી લ્યો.
ગોળ અને પૌવા બરોબર ઓગળી જાય અને બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં એલચી પાઉડર અને શેકી રાખેલ કીસમીસ અને કાજુના કટકા નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી તૈયાર પ્રસાદ ને ઠંડો કરી બાપા ને ધરાવી ને બધાને પ્રસાદી આપવી.
Gol pauva recipe notes
- ગોળ ની માત્રા તમારા પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- ડ્રાય ફ્રુટ પણ તમે તમારી પસંદ ના અને તમને પસંદ મુજબ વધુ ઓછા નાખી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
ગોળ પૌવા બનાવવાની રીત
Gol pauva banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
ગોળ પૌવા બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ પૌવા
- 1 કપ છીણેલો ગોળ
- 2-3 ચમચી કાજુના કટકા
- ¾ કપ તાજુ છીણેલું નારિયેળ
- 2-3 ચમચી કીસમીસ
- 1 કપ ફૂલ ક્રીમ દૂધ
- 3-4 ચમચી ઘી
- ½ ચમચી એલચી પાઉડર
Instructions
Gol pauva banavani rit
- ગોળ પૌવા બનાવવા સૌપ્રથમ ગેસ પ્ર એક કડાઈમાં બે ચમચી ઘી નાખી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં કાજુ ના કટકા નાખી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો અને શેકેલ કાજુના કટકા ને એક વાટકામાં કાઢી લ્યો અને ત્યાર બાદ એમાં નારિયળ ની છીણ નાખો અને નારિયળ ને પણ શેકી લીધા બાદ એમાં પૌવા નાખી મિક્સ કરી લ્યો.
- પૌવા ને બે ચાર મિનિટ શેકી લીધા બાદ એમાં થોડું થોડું ફૂલ ક્રીમ દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી ને ચડાવી લ્યો. પૌવા માં બધું દૂધ મિક્સ થઈ જાય અને ઢાંકી ને ચડાવી લીધા બાદ એમાં છીણેલો ગોળ નાખી મિક્સ કરી બરોબર હલાવી લ્યો.
- ગોળ અને પૌવા બરોબર ઓગળી જાય અને બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં એલચી પાઉડર અને શેકી રાખેલ કીસમીસ અને કાજુના કટકા નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી તૈયાર પ્રસાદ ને ઠંડો કરી બાપા ને ધરાવી ને બધાને પ્રસાદી આપવી. તો તૈયાર છે ગોળ પૌવા.
Gol pauva recipe notes
- ગોળ ની માત્રા તમારા પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- ડ્રાય ફ્રુટ પણ તમે તમારી પસંદ ના અને તમને પસંદ મુજબ વધુ ઓછા નાખી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
vada pav ni chutney recipe | વડાપાવ ની ચટણી બનાવવાની રીત
મેથી મટર મલાઈ બનાવવાની રીત | methi matar malai recipe in gujarati
રાજમા ચાવલ બનાવવાની રીત | rajma chawal banavani rit