જય શ્રી કૃષ્ણ આજ આપણે how to make simple khichdi in cooker ? ગુજરાતી સાદી ખીચડી બનાવવાની રીત – gujarati khichdi recipe – khichdi banavani rit શીખીશું, Please subscribe Cooking with Siddhi YouTube channel If you like the recipe , આ ખીચડી ખાવા માં જેટલી સ્વાદિષ્ટ લાગે છે બનાવવાની એટલી જ સરળ છે. આ khichdi in gujarati ખીચડી તમે શાક, કઢી, અથાણાં, ચટણી કે છાસ – દૂધ સાથે ખાઈ શકો છો. ઘણા લોકો આ ખીચડી તબિયત સારી ન હોય ત્યારે બનાવી ને ખાતા હોય છે જેથી પેટ માટે પણ હેલ્થી રહે ને પેટ પણ ભરાઈ જાય, પણ ગુજરાત ના અમુક ગામડા વિસ્તાર માં આ ખીચડી દરોજ રાત્રિ ના ભોજન માં ચોક્કસ બનાવી ને ખવાતી હોય છે. ખીચડી વગરનું એમનું ભોજન અધુર માનતા હોય છે. તો ચાલો સ્વાદિષ્ટ sadi khichdi recipe in gujarati શીખીએ.
સાદી ખીચડી બનાવવા જરૂરી સામગ્રી | khichdi ingredients
- મગ દાળ ½ થી ¾ કપ
- ચોખા ½ કપ
- લવિંગ 2-3
- તજ નો ટુકડો 1
- હિંગ ¼ ચમચી
- હળદર ¼ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- ઘી જરૂર મુજબ
ખીચડી બનાવવાની રીત | gujarati khichdi recipe
ગુજરાતી સાદી ખીચડી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાફ કરેલ ચોખા નાખો સાથે સાફ કરેલ મગ દાળ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી બે ત્રણ વખત ઘસી ને ધોઇ લ્યો અને બે ત્રણ ગ્લાસ પાણી નાખી વીસ થી ત્રીસ મિનિટ પલાળી મુકો ત્રીસ મિનિટ પછી પાછા દાળ ચોખા ને ઘસી ને ધોઇ લ્યો અને એનું પાણી નિતારી એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કૂકરમાં ગરમ કરવા મૂકો કુકર ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં બે ત્રણ ચમચી ઘી નાખો ઘી ગરમ થાય એટલે એમાં લવિંગ અને તજ નો ટુકડો નાખી એક મિનિટ શેકી લ્યો,
ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી એમાં ત્રણ થી સાડા ત્રણ કપ પાણી નાખી એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી પાણી ને ઉકાળી લ્યો.
પાણી ઉકળવા લાગે એટલે એમાં નીતરેલ દાળ ચોખા નાખી મિક્સ કરી લ્યો ને ખીચડી ને ઉકાળી લ્યો ખીચડી ઉકળવા લાગે એટલે એમાં હળદર નાખી મિક્સ કરી લ્યો અને કુકર નું ઢાંકણ બંધ કરી નાખો ફૂલ તાપે પાંચ સીટી ફૂલ તાપે અને ત્યાર બાદ ગેસ ધીમો કરી એક સીટી થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
છેલ્લે ધીમા તાપે એક સીટી થાય એટલે ગેસ બંધ કરી નાખો ને કુકર માંથી હવા નીકળવા દયો કુકર માંથી બધી હવા નીકળી જાય એટલે કુકર ખોલી ખીચડી ને બરોબર મિક્સ કરી લ્યો ને ગરમ ગરમ ખીચડી ને ઘી સાથે સર્વ કરો ને મજા લ્યો ગુજરાતી ખીચડી.
sadi khichdi recipe in gujarati notes | simple gujarati khichdi recipe notes
- જો તમેને ખીચડી પાતળી જોઈએ તો સાડા ત્રણ ની જગ્યાએ ચાર કપ પાણી નાખો.
- મગ ની ફોતરા વગરની દાળ ના વાપરવી હોય તો છડિયા દાળ / ફોતરા વગરની મગ દાળ પણ વાપરી શકો છો.
- આ ખીચડી ને તમે જાડા તળિયાવાળી તપેલી માં પણ બનાવી શકો છો એમાં ચડવા માં થોડી વધારે સમય લેશે.
- તમને બિલ્કુ સાદી ખીચડી બનાવી હોત તો કુકર મા પલાળેલા દાળ ચોખા નાખી એમાં સાડા ત્રણ થી ચાર કપ પાણી નાખી ને સ્વાદ મુજબ મીઠું નાખી ને પણ તૈયાર કરી શકો છો.
સાદી ખીચડી બનાવવાની રીત | khichdi banavani rit | Recipe Video
Youtube પર Cooking with Siddhi ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
sadi khichdi recipe in gujarati | simple gujarati khichdi recipe
ખીચડી બનાવવાની રીત | gujarati khichdi recipe | khichdi banavani rit | khichdi in gujarati | સાદી ખીચડી બનાવવાની રીત | sadi khichdi recipe in gujarati
Equipment
- 1 કુકર
Ingredients
સાદી ખીચડી બનાવવા જરૂરી સામગ્રી | khichdi ingredients
- ½ થી ¾ કપ મગ દાળ
- ½ કપ ચોખા
- 2-3 લવિંગ
- 1 તજ નો ટુકડો
- ¼ હિંગ
- ¼ ચમચી હળદર ¼
- મીઠુંસ્વાદ મુજબ
Instructions
ખીચડી બનાવવાની રીત | gujarati khichdi recipe | khichdi banavani rit | khichdi in gujarati | shaadi khichdi
- ગુજરાતી સાદી ખીચડી બનાવવાસૌપ્રથમ એક વાસણમાં સાફ કરેલ ચોખા નાખો સાથે સાફ કરેલ મગ દાળ નાખી બરોબર મિક્સ કરીલ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી બે ત્રણ વખત ઘસી ને ધોઇ લ્યો અને બે ત્રણ ગ્લાસ પાણીનાખી વીસ થી ત્રીસ મિનિટ પલાળી મુકો ત્રીસ મિનિટ પછી પાછા દાળ ચોખા ને ઘસી ને ધોઇ લ્યોઅને એનું પાણી નિતારી એક બાજુ મૂકો.
- હવેગેસ પર એક કૂકરમાં ગરમ કરવા મૂકો કુકર ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં બે ત્રણ ચમચીઘી નાખો ઘી ગરમ થાય એટલે એમાં લવિંગ અને તજ નો ટુકડો નાખી એક મિનિટ શેકી લ્યો ત્યારબાદ એમાં હિંગ નાખી મિક્સ કરી એમાં ત્રણ થી સાડા ત્રણ કપ પાણી નાખી એમાં સ્વાદ મુજબમીઠું નાખી મિક્સ કરી પાણી ને ઉકાળી લ્યો.
- છેલ્લે ધીમા તાપે એક સીટી થાય એટલે ગેસ બંધ કરી નાખો ને કુકર માંથી હવા નીકળવા દયો કુકર માંથી બધી હવા નીકળી જાય એટલે કુકર ખોલી ખીચડી ને બરોબર મિક્સ કરી લ્યો ને ગરમ ગરમ ખીચડીને ઘી સાથે સર્વ કરો ને મજા લ્યો ગુજરાતી ખીચડી.
sadi khichdi recipe in gujarati notes | simple gujarati khichdi recipe notes
- જો તમેને ખીચડી પાતળી જોઈએ તો સાડા ત્રણ ની જગ્યાએ ચાર કપ પાણી નાખો.
- મગ ની ફોતરા વગરની દાળ ના વાપરવી હોય તો છડિયા દાળ / ફોતરા વગરની મગ દાળ પણ વાપરી શકો છો.
- આ ખીચડી ને તમે જાડા તળિયાવાળી તપેલી માં પણ બનાવી શકો છો એમાં ચડવા માં થોડી વધારે સમય લેશે.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ઢોસા બનાવવાની રીત | dosa banavani rit | dosa recipe in gujarati
રાજમા ચાવલ બનાવવાની રીત | rajma chawal banavani rit | rajma chawal recipe
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.