HomeLunch & DinnerAloo Dum Pulao banavani rit | આલુ દમ પુલાવ બનાવવાની રીત

Aloo Dum Pulao banavani rit | આલુ દમ પુલાવ બનાવવાની રીત

આ પુલાવ એક વન પોત મિલ છે જયારે શાક રોટલી, દાળ ભાત એ બધું બનાવવાની ઈચ્છા ના હોય ત્યારે આ પુલાવ બનાવી ને ખાસો તો પેટ ભરાઈ જશે પણ મન નહિ ભરાય. અહી તમે તમારી અથવા બાળકો ની પસંદ ના શાક નાખી આ પુલાવ બનાવો અને બપોરે અથવા રાત્રે ગરમ ગરમ દહીં, અથાણા, કે રાયતા સાથે સર્વ કરી શકો છો. તો ચાલો Aloo Dum Pulao – આલુ દમ પુલાવ બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • બાસમતી ચોખા 1 કપ
  • નાની સાઈઝ ના બટાકા 5-7
  • નાની સાઈઝ ની ડુંગળી 8-10
  • વટાણા ½ કપ
  • ટામેટા સુધારેલા 1 કપ
  • તેલ 3-4 ચમચી
  • ઘી 2-3 ચમચી
  • જીરું 1 ચમચી
  • તમાલપત્ર 1
  • એલચી 1-2
  • તાજ નો ટુકડો 1
  • મોટી એલચી 1
  • લવિંગ 2-3
  • સુકા લાલ મરચા 1-2
  • આદુ પેસ્ટ 1 ચમચી
  • લસણ ની પેસ્ટ 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • ધાણા જીરું પાઉડર 1 -2 ચમચી
  • લાલ મરચા નો પાઉડર 1 ચમચી 
  • કિચન કિંગ મસાલો 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજ
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • કોલસો 1
  • ઘી 1 ચમચી

Aloo Dum Pulao banavani rit

આલુ દમ પુલાવ બનાવવા સૌથી પહેલા બાસમતીચોખા ને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો અને ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી અડધા કલાક માટે પલાળી મુકો. ચોખા પલળી જાય એટલે નાની સાઈઝ ના બટાકા ને છોલી પાણી માં મુકો અને નાની સાઈઝ ની ડુંગળી નર પણ છોલી લ્યો અને વટાણા અને બીજી બધી સામગ્રી તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર કુકરમાં તેલ અને ઘી ગરમ કરવા મુકો. એમાં તમાલપત્ર , તાજ નો ટુકડો, એલચી, મોટી એલચી, લવિંગ, સુકા લાલ મરચા  અને જીરું નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં આદુની પેસ્ટ અને લસણ ની પેસ્ટ નાખી બરોબર શેકી લ્યો

ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા નાખો સાથે બટાકા, ડુંગળી, વટાણાઅને ટામેટા નાખી મિક્સ કરી લ્યો અને મીડીયમ તાપે બધા ને પાંચ સાત મિનીટ શેકી લ્યો. શેકતી વખતે વચ્ચે વચ્ચે હલાવતા રહો સાત મિનીટ પછી એમાં લાલ મરચા નો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, ગરમ મસાલો અને મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો. બધી સામગ્રી ને બે ચાર મિનીટ શેકી લીધા બાદ એમાં પલાળેલા ચોખા નું પાણી નીતારી એમાં નાખી મિક્સ કરી લ્યો.

ચોખા ને મસાલા સાથે બે ચાર મિનીટ શેકી લીધા બાદ એમાં બે થી સવા બે કપ પાણી નાખો અને મિક્સ કરી મીઠું ચેક કરી લ્યો. જો જરૂર હોય તો નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ કુકરનું ઢાંકણ બંધ કરી મીડીયમ તાપે બે સીટી વગાડી લ્યો બે  સીટી પછી ગેસ ધીમો કરી બીજી પાંચ સાત મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ  બંધ કરી નાખો અને કુકર માંથી હવા નીકળવા દયો. કુકર માંથી હવા નીકળે ત્યાં સુંધી બીજા ગેસ પર એક કોલસા ને મૂકી ગેસ ચાલુ કરી કોલસા ને ગરમ કરી લ્યો.

 હવે કુકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી લ્યો અને એક વાટકા ગરમ કરેલ કોલશો મૂકી એના પર ઘી નાખી કુકર નું ઢાંકણ બંધ કરી દસ મિનીટ એમજ રહેવા દયો. દસ મિનીટપછી કુકર નું ઢાંકણ ખોલી એમાંથી વાટકો અલગ કરી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ પુલાવ ને અથાણા, દહીં અને કચુંબર સાથે સર્વ કરો. તો તૈયાર છે આલું દમ પુલાવ.  

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

આલુ દમ પુલાવ બનાવવાની રીત

Aloo Dum Pulao - આલુ દમ પુલાવ

Aloo Dum Pulao banavani rit

આપુલાવ એક વન પોત મિલ છે જયારે શાક રોટલી, દાળભાત એ બધું બનાવવાની ઈચ્છા ના હોય ત્યારે આ પુલાવ બનાવી ને ખાસો તો પેટ ભરાઈ જશેપણ મન નહિ ભરાય. અહી તમે તમારી અથવા બાળકો ની પસંદ ના શાક નાખી આપુલાવ બનાવો અને બપોરે અથવા રાત્રે ગરમ ગરમ દહીં, અથાણા, કેરાયતા સાથે સર્વ કરી શકો છો. તો ચાલો Aloo Dum Pulao – આલુ દમ પુલાવ બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કુકર

Ingredients

  • 1 કપ બાસમતી ચોખા
  • 5-7 નાની સાઈઝ ના બટાકા
  • 8-10 નાની સાઈઝ ની ડુંગળી
  • ½ કપ વટાણા
  • 1 કપ ટામેટા સુધારેલા
  • 3-4 ચમચી તેલ
  • 2-3 ચમચી ઘી
  • 1 ચમચી જીરું
  • 1 તમાલપત્ર
  • 1-2 એલચી
  • 1 તાજ નો ટુકડો
  • 1 મોટી એલચી
  • 2-3 લવિંગ
  • 1-2 સુકા લાલ મરચા
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • 1 ચમચી લસણ ની પેસ્ટ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1 -2 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચા નો પાઉડર
  • 1 ચમચી કિચન કિંગ મસાલો
  • ½ ચમચી હળદર
  • મીઠું સ્વાદ મુજ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 કોલસો
  • 1 ચમચી ઘી

Instructions

Aloo Dum Pulao banavani rit

  • આલુ દમ પુલાવ બનાવવા સૌથી પહેલા બાસમતીચોખા ને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો અને ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી અડધા કલાક માટે પલાળી મુકો. ચોખા પલળી જાય એટલે નાની સાઈઝ ના બટાકા ને છોલી પાણી માં મુકો અને નાની સાઈઝ ની ડુંગળી નર પણ છોલી લ્યો અને વટાણા અને બીજી બધી સામગ્રી તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર કુકરમાં તેલ અને ઘી ગરમ કરવા મુકો. એમાં તમાલપત્ર , તાજ નો ટુકડો, એલચી, મોટી એલચી, લવિંગ, સુકા લાલ મરચા અને જીરું નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં આદુની પેસ્ટ અને લસણ ની પેસ્ટ નાખી બરોબર શેકી લ્યો
  • ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા નાખો સાથે બટાકા, ડુંગળી, વટાણાઅને ટામેટા નાખી મિક્સ કરી લ્યો અને મીડીયમ તાપે બધા ને પાંચ સાત મિનીટ શેકી લ્યો. શેકતી વખતે વચ્ચે વચ્ચે હલાવતા રહો સાત મિનીટ પછી એમાં લાલ મરચા નો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, ગરમ મસાલો અને મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો. બધી સામગ્રી ને બે ચાર મિનીટ શેકી લીધા બાદ એમાં પલાળેલા ચોખા નું પાણી નીતારી એમાં નાખી મિક્સ કરી લ્યો.
  • ચોખા ને મસાલા સાથે બે ચાર મિનીટ શેકી લીધા બાદ એમાં બે થી સવા બે કપ પાણી નાખો અને મિક્સ કરી મીઠું ચેક કરી લ્યો. જો જરૂર હોય તો નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ કુકરનું ઢાંકણ બંધ કરી મીડીયમ તાપે બે સીટી વગાડી લ્યો બે સીટી પછી ગેસ ધીમો કરી બીજી પાંચ સાત મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને કુકર માંથી હવા નીકળવા દયો. કુકર માંથી હવા નીકળે ત્યાં સુંધી બીજા ગેસ પર એક કોલસા ને મૂકી ગેસ ચાલુ કરી કોલસા ને ગરમ કરી લ્યો.
  • હવે કુકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી લ્યો અને એક વાટકા ગરમ કરેલ કોલશો મૂકી એના પર ઘી નાખી કુકર નું ઢાંકણ બંધ કરી દસ મિનીટ એમજ રહેવા દયો. દસ મિનીટપછી કુકર નું ઢાંકણ ખોલી એમાંથી વાટકો અલગ કરી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ પુલાવ ને અથાણા, દહીં અને કચુંબર સાથે સર્વ કરો. તો તૈયાર છે આલું દમ પુલાવ.

Notes

  • અહી તમે બીજા શાક પણ નાખી શકો છો.
  • જો ડુંગળી લસણ ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular