અત્યાર સુંધી આપણે વિવિધ લોટ અને ડ્રાય ફ્રુટ માંથી હલવા બનાવ્યા છે પણ આજ આપણે કેળા માંથી હલવો બનાવવાની રીત શીખીશું. આ હલવો ખુબ ઓછી સામગ્રીથી અને ખુબ સસ્તો તૈયાર થઇ જાશે. જે ખાવા માં ખબ ટેસ્ટી લાગશે તો એક વખત આ Banana Halvo – બનાના હલવો ચોક્કસ તમારા ઘર ના નાના પસંગ અથવા વાર તહેવાર પર બનાવી મજા લ્યો.
INGREDIENTS
- પાકેલા કેળા 1 કિલો
- ઘી જરૂર મુજબ
- કાજુના કટકા 4-5 ચમચી
- છીણેલો ગોળ 500 ગ્રામ
- એલચી પાઉડર ½ ચમચી
- પાણી ¼ કપ
Banana Halvo banavani rit
બનાના હલવો બનાવવા સોથી પહેલા વાઘારીયા માં એક થી બે ચમચી ઘી નાખી ગરમ કરી એમાં કાજુના કટકા નાખી કાજુ ને ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો અને શેકેલ કાજુ એક બાજુ મુક. ત્યાર બાદ ગોળ ને ચાકુથી ઝીણો સુધારી એક તપેલીમાં નાખી એમાં પાણી નાખી ગેસ પર મૂકી ગરમ કરવા મુકો.
ત્યાર બાદ પાકેલા કેળા ને છોલી છાલ કાઢી નાખો ત્યાર બાદ ચાકુથી કાપી કટકા કરી લ્યો અને કટકા ને મિક્ક્ષર જાર માં નાખી પીસી સ્મૂથ પ્યુંરી બનાવી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં પ કપ ઘી નાખી એમાં પીસેલા કેળા ની પ્યુરી નાખી ગેસ ચાલુ કરી મીડીયમ તાપે હલાવતા રહી ચડાવી લ્યો. કેળા ની પ્યુરી ચડે ત્યાં સુંધી બાજુ માં ગોળ ના પાણી ને પણ હલાવતા રહો જેથી ગોળ પાણીમાં ઓગળી જાય.
હવે કેળા ની પ્યુરી ઉકાળવા લાગે એટલે ગોળ વાળો ગેસ બંધ કરી ગોળ નું પાણી ગરણીથી ગાળી કેળા ની પ્યુરી સાથે મિક્સ કરો. કેળાની પ્યુરી અને ગોળ નું પાણી બરોબર મિક્સ થઇ જાય એટલે લગાતાર ચાલવત રહી મિશ્રણ થોડું ઘટ્ટ થવા લાગે એટલે એક બે ચમચી ઘી નાખી મિક્સ કરી પાંચ મિનીટ અથવા ઘી દેખાય નહિ ત્યાં સુંધી ચડાવી લ્યો.
પાંચ મિનીટ પછી ફરીથી બે ચમચી ઘી નાખી મિક્સ કરી ચડાવો અને ત્યાર બાદ ફરી એક બે ચમચી ઘી નાખી ચડાવી લ્યો. ત્યાર બાદ એમાં શેક રાખેલ કાજુ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ મિશ્રણ કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી ચડાવો એન મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે થાળી કે મોલ્ડ માં બટર પેપર મૂકી અથવા ઘી થી ગ્રીસ કરેલ એમાં તૈયાર કરેલ હલવો નાખી એક સરખો ફેલાવી બે ચાર કલાક સેટ થવા મુકો. હલવો બરોબર સેટ થઇ જાય એટલે ડી મોલ્ડ કરી ચાકુથી કટકા કરી લ્યો અને મજા લ્યો તો તૈયાર છે બનાના હલવો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
બનાના હલવો બનાવવાની રીત

Banana Halvo banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મોલ્ડ
- 1 મિક્ક્ષર
Ingredients
- 1 કિલો પાકેલા કેળા
- ઘી જરૂર મુજબ
- 4-5 ચમચી કાજુના કટકા
- 500 ગ્રામ છીણેલો ગોળ
- ½ ચમચી એલચી પાઉડર
- ¼ કપ પાણી
Instructions
Banana Halvo banavani rit
- બનાના હલવો બનાવવા સોથી પહેલા વાઘારીયા માં એક થી બે ચમચી ઘી નાખી ગરમ કરી એમાં કાજુના કટકા નાખી કાજુ ને ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો અને શેકેલ કાજુ એક બાજુ મુક. ત્યાર બાદ ગોળ ને ચાકુથી ઝીણો સુધારી એક તપેલીમાં નાખી એમાં પાણી નાખી ગેસ પર મૂકી ગરમ કરવા મુકો.
- ત્યાર બાદ પાકેલા કેળા ને છોલી છાલ કાઢી નાખો ત્યાર બાદ ચાકુથી કાપી કટકા કરી લ્યો અને કટકા ને મિક્ક્ષર જાર માં નાખી પીસી સ્મૂથ પ્યુંરી બનાવી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં પ કપ ઘી નાખી એમાં પીસેલા કેળા ની પ્યુરી નાખી ગેસ ચાલુ કરી મીડીયમ તાપે હલાવતા રહી ચડાવી લ્યો. કેળા ની પ્યુરી ચડે ત્યાં સુંધી બાજુ માં ગોળ ના પાણી ને પણ હલાવતા રહો જેથી ગોળ પાણીમાં ઓગળી જાય.
- હવે કેળા ની પ્યુરી ઉકાળવા લાગે એટલે ગોળ વાળો ગેસ બંધ કરી ગોળ નું પાણી ગરણીથી ગાળી કેળા ની પ્યુરી સાથે મિક્સ કરો. કેળાની પ્યુરી અને ગોળ નું પાણી બરોબર મિક્સ થઇ જાય એટલે લગાતાર ચાલવત રહી મિશ્રણ થોડું ઘટ્ટ થવા લાગે એટલે એક બે ચમચી ઘી નાખી મિક્સ કરી પાંચ મિનીટ અથવા ઘી દેખાય નહિ ત્યાં સુંધી ચડાવી લ્યો.
- પાંચ મિનીટ પછી ફરીથી બે ચમચી ઘી નાખી મિક્સ કરી ચડાવો અને ત્યાર બાદ ફરી એક બે ચમચી ઘી નાખી ચડાવી લ્યો. ત્યાર બાદ એમાં શેક રાખેલ કાજુ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો.
- ત્યાર બાદ મિશ્રણ કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી ચડાવો એન મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે થાળી કે મોલ્ડ માં બટર પેપર મૂકી અથવા ઘી થી ગ્રીસ કરેલ એમાં તૈયાર કરેલ હલવો નાખી એક સરખો ફેલાવી બે ચાર કલાક સેટ થવા મુકો. હલવો બરોબર સેટ થઇ જાય એટલે ડી મોલ્ડ કરી ચાકુથી કટકા કરી લ્યો અને મજા લ્યો તો તૈયાર છે બનાના હલવો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Kala Jamun banavani rit | કાળા જાંબુ બનાવવાની રીત
Plum cake banavani rit | પ્લમ કેક બનાવવાની રીત
Tal ni barfi banavani rit | તલ ની બરફી
