અળસી માં સારી માત્રા માં ઓમેગા 3 અને વિટામિન્સ હોવાથી ખાવી ખૂબ લાભકારી છે. અત્યાર સુંધી આપણે અળસી ને મુખવાસ માં તો ખાતા આવ્યા છીએ પણ આજ આપણે એમાંથી Alsi na ladoo – અળસી ના લાડુ બનાવતા શીખીશું જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને રોજ સવારે ભૂખ્યા પેટે ખાવા થી ખૂબ ગુણકારી પણ રહેશે.
Ingredients list
- અળસી 400 ગ્રામ
- ઘી 5-6 ચમચી
- ગુંદ 100 ગ્રામ
- અખરોટ 100 ગ્રામ
- બદામ 50 ગ્રામ
- એલચી પાઉડર ¼ ચમચી
- મરી પાઉડર 1 ચમચી
- છીણેલો ગોળ 500 ગ્રામ
- પાણી 2-3 ચમચી
Alsi na ladoo banavani rit
અળસી ના લાડુ બનાવવા સૌપ્રથમ કાચી અળસી ને સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર ધીમા તાપે કડાઈ મૂકી અળસી ને શેકી લ્યો અળસી બરોબર શેકાઈ ને તતડવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી ઠંડી કરવા મૂકો અને એજ કડાઈ માં બે ત્રણ ચમચી ઘી નાખી ગરમ કરી લ્યો અને ઘી ગરમ થાય એટલે એમાં ગુંદ થોડો થોડો નાખી ને તરી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો.
હવે એજ કડાઈ માં અખરોટ અને બદામ ને પણ થોડા શેકી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો. હવે અળસી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખી પ્લસ મોડ માં ફેરવી પાઉડર બનાવી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો,
ત્યાર બાદ અખરોટ અને બદામ ને પણ અધ કચરા પીસી લઈ અળસી ભેગા નાખી દયો. છેલ્લે તરી રાખેલ ગુંદ ને પણ પીસી લ્યો.
હવે ફરી કડાઈમાં બે ચાર ચમચી ઘી નાખી એમાં પીસી રાખેલ અળસી અને અખરોટ બદામ નું મિશ્રણ નાખી બે ચાર મિનિટ ધીમા તાપે શેકી લ્યો અને ચાર મિનિટ પછી ગેસ બંધ કરી શેકલ અળસીમાં એલચી પાઉડર, મરી પાઉડર નાખી મિક્સ કરી એક બાજુ મૂકો
હવે ગેસ પર બીજી કડાઈ ગરમ કરવા મૂકો અને એમાં છીણેલો ગોળ અને પાણી નાખી ગોળ ને બરોબર ઓગળી લ્યો ગોળ ઓગળે એટલે ગેસ બંધ કરી પીગળેલા ગોળ ને અળસી માં નાખી ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો અને મિશ્રણ થોડું ઠંડું થાય એટલે મનગમતા આકાર ના લાડુ બનાવી લ્યો અને લાડુ ઠંડા થાય એટલે ડબ્બામાં ભરી રોજ સવારે એક લાડુ ખાવો. તો તૈયાર છે અળસી લાડુ.
Ladoo recipe notes
- અળસી કાચી ના મળતી હોય શેકેલ અળસી પણ વાપરી શકો છો.
- ગોળ ની માત્રા વધુ ઓછી કરી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
અળસી ના લાડુ બનાવવાની રીત

Alsi na ladoo banavani rit
Equipment
- 2 કડાઈ
- 1 મિક્સર
Ingredients
Ingredients list
- 400 ગ્રામ અળસી
- 5-6 ચમચી ઘી
- 100 ગ્રામ ગુંદ
- 100 ગ્રામ અખરોટ
- 50 ગ્રામ બદામ
- ¼ ચમચી એલચી પાઉડર
- 1 ચમચી મરી પાઉડર
- 500 ગ્રામ છીણેલો ગોળ
- 2-3 ચમચી પાણી
Instructions
Alsi na ladoo banavani rit
- અળસી ના લાડુ બનાવવા સૌપ્રથમ કાચી અળસી ને સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર ધીમા તાપે કડાઈ મૂકી અળસી ને શેકી લ્યો અળસી બરોબર શેકાઈ ને તતડવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી ઠંડી કરવા મૂકો અને એજ કડાઈ માં બે ત્રણ ચમચી ઘી નાખી ગરમ કરી લ્યો અને ઘી ગરમ થાય એટલે એમાં ગુંદ થોડો થોડો નાખી ને તરી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો.
- હવે એજ કડાઈ માં અખરોટ અને બદામ ને પણ થોડા શેકી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો. હવે અળસી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખી પ્લસ મોડ માં ફેરવી પાઉડર બનાવી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો,
- ત્યાર બાદ અખરોટ અને બદામ ને પણ અધ કચરા પીસી લઈ અળસી ભેગા નાખી દયો. છેલ્લે તરી રાખેલ ગુંદ ને પણ પીસી લ્યો.
- હવે ફરી કડાઈમાં બે ચાર ચમચી ઘી નાખી એમાં પીસી રાખેલ અળસી અને અખરોટ બદામ નું મિશ્રણ નાખી બે ચાર મિનિટ ધીમા તાપે શેકી લ્યો અને ચાર મિનિટ પછી ગેસ બંધ કરી શેકલ અળસીમાં એલચી પાઉડર, મરી પાઉડર નાખી મિક્સ કરી એક બાજુ મૂકો
- હવે ગેસ પર બીજી કડાઈ ગરમ કરવા મૂકો અને એમાં છીણેલો ગોળ અને પાણી નાખી ગોળ ને બરોબર ઓગળી લ્યો ગોળ ઓગળે એટલે ગેસ બંધ કરી પીગળેલા ગોળ ને અળસી માં નાખી ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો અને મિશ્રણ થોડું ઠંડું થાય એટલે મનગમતા આકાર ના લાડુ બનાવી લ્યો અને લાડુ ઠંડા થાય એટલે ડબ્બામાં ભરી રોજ સવારે એક લાડુ ખાવો. તો તૈયાર છે અળસી લાડુ.
Notes
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
બીટ નો બૉમ્બે હલવો | Beet no bombay halwo
adadiya pak recipe in gujarati | અડદીયા બનાવવાની રીત
ગાજર નો હલવો બનાવવાની રીત | gajar no halvo banavani rit
