આપણે કંઈક નવું લાવી રહ્યા છીએ નવું આ રેસિપી માં એ છે કે આપણે આ રેસિપી ને ગેસ નો ઉપયોગ કર્યા વગર તૈયાર કરીશું . તમને લોકો ને વિચાર થશે કે ગેસ નો ઉપયોગ કર્યા વગર એવું તો શું બની શકે ? તો ચાલો આજે ગેસ નો ઉપયોગ કર્યા વગર જ આપણે Anguri ras malai – અંગૂરી રસ મલાઈ બનાવતા શીખીશું.
INGREDIENTS
- બ્રેડ ની સ્લાઈસ 2 નંગ / જરૂર મુજબ
- છીણેલું પનીર ½ કપ
- મિલ્ક પાઉડર 2 ચમચી
- પીસેલી ખાંડ 2 ચમચી
રસ મલાઈ માટે ની સામગ્રી :-
- દૂધ ½ કપ
- મિલ્ક પાઉડર ¼ કપ
- પીસેલી ખાંડ 2 ચમચી
- પીળો ફૂડ કલર થોડો
- મલાઈ 2 ચમચી
ગાર્નિસ કરવા માટેની સામગ્રી :-
- બદામ ની કતરણ ગાર્નિસ માટે
- પિસ્તા પાવડર ગાર્નિસ માટે
- ગુલાબ ની પાંદડી ગાર્નિસ માટે
Anguri ras malai banavani recipe
અંગૂરી રસ મલાઈ બનાવવા માટે સૌ પ્રથમ બ્રેડ ની 2 સ્લાઈસ લઈ અને તેની 4 બાજુ ની કિનારી ચાકુ ની મદદ થી કટ કરી અને મોટા મોટા કટકા કરી લેશું.
ત્યાર બાદ એક મિક્ષ્ચર જાર લેશું અને તેમાં કટ કરેલી બ્રેડ ની સ્લાઈસ નાખી અને પીસી લેશું . હવે પીસેલી બ્રેડ ને આપણે એક બાઉલ માં ટ્રાન્સફર કરી લેશું.
હવે બાઉલ માં પીસેલી બ્રેડ સાથે છીણેલું પનીર ½ કપ , મિલ્ક પાઉડર 2 ચમચી , પીસેલી ખાંડ 2 ચમચી બધી વસ્તુ ને હાથેથી મિક્સ કરી અને લોટ બાંધી લેશું . લોટ બાંધી લીધા બાદ આપણે તેના સાવ નાના નાના બોલ્સ તૈયાર કરી લેશું . બધા બોલ્સ તૈયાર થઈ ગયા બાદ આપણે તેને એક મોટી પ્લેટ માં કાઢી લેશું.
ત્યાર બાદ આપણે ગેસ પર દૂધ ગરમ કરી લેશું અને પછી આપણે દૂધ ને પેલે સારુ એવુ ઠંડું થવા દેશું દૂધ ઠંડુ થઈ ગયા બાદ આપણે બાઉલ માં ઠંડુ કરેલું દૂધ ½ કપ , મિલ્ક પાઉડર ¼ કપ , પીસેલી ખાંડ 2 ચમચી નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી ત્યાર બાદ તેમાં થોડો પીળા રંગ નો ફૂડ કલર થોડો , મલાઈ 2 ચમચી નાખી બધી વસ્તુ ને સારી રીતે હલાવી લેશું .
હવે આપણે જે થાળી માં તૈયાર કરેલા અંગૂર રાખ્યા હતા તે બોલ્સ પર આપણે રસ મલાઈ તૈયાર કરી ને મૂકી હતી તે રસ મલાઈ તેના પર નાખી દેશું.
તો તૈયાર છે આપણી અંગૂરી રસ મલાઈ જેના પર આપણે કાજુ ની કતરણ , પિસ્તા પાવડર અને ઉપર થી સૂકેલી ગુલાબ ની પાંદડી નાખી અને ગાર્નિસ કરીશું.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
અંગૂરી રસ મલાઈ બનાવવાની રેસીપી

Anguri ras malai banavani recipe
Equipment
- 1 પ્લેટ/થાળી
- 1 મિક્ષ્ચર જાર
- 1 બાઉલ
Ingredients
- 2 નંગ બ્રેડ ની સ્લાઈસ / જરૂર મુજબ
- ½ કપ છીણેલું પનીર
- 2 ચમચી મિલ્ક પાઉડર
- 2 ચમચી પીસેલી ખાંડ
રસ મલાઈ માટે ની સામગ્રી :-
- ½ કપ દૂધ
- ¼ કપ મિલ્ક પાઉડર
- 2 ચમચી પીસેલી ખાંડ
- પીળો ફૂડ કલર થોડો
- 2 ચમચી મલાઈ
ગાર્નિસ કરવા માટેની સામગ્રી :-
- બદામ ની કતરણ ગાર્નિસ માટે
- પિસ્તા પાવડર ગાર્નિસ માટે
- ગુલાબ ની પાંદડી ગાર્નિસ માટે
Instructions
Anguri ras malai banavani recipe
- અંગૂરી રસ મલાઈ બનાવવા માટે સૌ પ્રથમ બ્રેડ ની 2 સ્લાઈસ લઈ અને તેની 4 બાજુ ની કિનારી ચાકુ ની મદદ થી કટ કરી અને મોટા મોટા કટકા કરી લેશું.
- ત્યાર બાદ એક મિક્ષ્ચર જાર લેશું અને તેમાં કટ કરેલી બ્રેડ ની સ્લાઈસ નાખી અને પીસી લેશું . હવે પીસેલી બ્રેડ ને આપણે એક બાઉલ માં ટ્રાન્સફર કરી લેશું.
- હવે બાઉલ માં પીસેલી બ્રેડ સાથે છીણેલું પનીર ½ કપ , મિલ્ક પાઉડર 2 ચમચી , પીસેલી ખાંડ 2 ચમચી બધી વસ્તુ ને હાથેથી મિક્સ કરી અને લોટ બાંધી લેશું . લોટ બાંધી લીધા બાદ આપણે તેના સાવ નાના નાના બોલ્સ તૈયાર કરી લેશું . બધા બોલ્સ તૈયાર થઈ ગયા બાદ આપણે તેને એક મોટી પ્લેટ માં કાઢી લેશું.
- ત્યાર બાદ આપણે ગેસ પર દૂધ ગરમ કરી લેશું અને પછી આપણે દૂધ ને પેલે સારુ એવુ ઠંડું થવા દેશું દૂધ ઠંડુ થઈ ગયા બાદ આપણે બાઉલ માં ઠંડુ કરેલું દૂધ ½ કપ , મિલ્ક પાઉડર ¼ કપ , પીસેલી ખાંડ 2 ચમચી નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી ત્યાર બાદ તેમાં થોડો પીળા રંગ નો ફૂડ કલર થોડો , મલાઈ 2 ચમચી નાખી બધી વસ્તુ ને સારી રીતે હલાવી લેશું .
- હવે આપણે જે થાળી માં તૈયાર કરેલા અંગૂર રાખ્યા હતા તે બોલ્સ પર આપણે રસ મલાઈ તૈયાર કરી ને મૂકી હતી તે રસ મલાઈ તેના પર નાખી દેશું.
- તો તૈયાર છે આપણી અંગૂરી રસ મલાઈ જેના પર આપણે કાજુ ની કતરણ , પિસ્તા પાવડર અને ઉપર થી સૂકેલી ગુલાબ ની પાંદડી નાખી અને ગાર્નિસ કરીશું.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Chocolate tako mango cake | ચોકલેટ ટાકો મેંગો કેક
beet no juice | બીટ નો જ્યુસ બનાવવાની રીત
dragon fruit smoothi banavani rit | ડ્રેગન ફ્રૂટ સ્મુથી બનાવવાની રીત
