આજે આપણે ચોખા અને ચણા ની દાળ માંથી આજે આપણે એકદમ નવો નાસ્તો બનાવ્યા શીખીશું . જે મેંદા ના લોટ સાથે અને આખી ચણા ની દાળ ને પલાડી ને એક નવીજ રીત ની પૂરી બનાવીશું . જેને આપણે ચાય સાથે વરસાદ ની સીઝન માં ખાવાની મજા પડી જશે તો ચાલો આ નવીજ રીત ની Chokha na lot ni crispy puri – ચોખા ના લોટ ની ક્રિસ્પી પુરી ની રેસીપી બનાવતા શીખીએ.
પૂરી માં નાખવા માટેની પેસ્ટ બનાવવા માટેની સામગ્રી :-
- મીઠા લીંબડા ના પાંદ 8-10
- આદુ નો કટકો 1 નંગ
- લીલા મરચાં 3 નંગ
- ચોખા નો લોટ 2 કપ
- ચણા દાળ 1 કલાક પાણી માં પલડેલી
- મીઠું 1 ચમચી
- હળદર પાવડર ½ ચમચી
- કાશ્મીરી લાલ મરચું પાવડર 2 ચમચી
- જીરું 1 ચમચી
- સફેદ તલ 2 ચમચી
- હિંગ ¼ ચમચી
- બટર મીઠા વગર નું 2 ચમચી
Chokha na lot ni crispy puri banavani recipe
ચોખા ના લોટ ની ક્રિસ્પી પુરી બનાવવા માટે સૌ પ્રથમ આપણે પૂરી માં નાખવા માટેની પેસ્ટ તૈયાર કરી લેશું જેના માટે એક મિક્ષ્ચર જાર લેશું તેમાં મીઠા લીમડાનાં પાંદ 8-10 નંગ , આદુ નો કટકો 1 નંગ , લીલા મરચા 3 નંગ પાણી નાખ્યા વગર અને પીસી અને એક બાઉલ માં કાઢી લેશું
ત્યાર બાદ એક મોટો બાઉલ લેશું જેમાં ચોખા નો લોટ 2 કપ લેશું ત્યાર બાદ પલાડી ને રાખેલી ચણા ની દાળ ¼ કપ , અને આપણે તૈયાર કરેલી પેસ્ટ મીઠું સ્વાદ મુજબ , હળદર પાવડર ½ ચમચી , કાશ્મીરી લાલ મરચું પાવડર 2 ચમચી , જીરું 1 ચમચી , સફેદ તલ 2 ચમચી , હિંગ ¼ ચમચી , મીઠા વગર નું બટર 2 ચમચી નાખી અને બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી અને તેમાં થોડું ગરમ પાણી નાખી અને ચપાતી જેવો લોટ બાંધી ને તૈયાર કરી ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ માટે લોટ રેવા દેશું .
હવે ગેસ પર એક કડાઈ માં તળવા માટેનું તેલ ગરમ કરવા મૂકી દેશું અને ત્યાર પછી કેળા નું પાંદ લેશું તેના પર થોડું તેલ લગાવી અને આપણે તૈયાર કરેલ લોટ માંથી થોડો લુઓ લઈ ને કેડા ના પાંદ પર મૂકી અને હાથ વડે થોડું દબાવી લેશું જો તમને હાથ માં લોટ ચોંટી જતો હોય તો થોડું પાણી લગાવી અને આખી પુરી ને હાથે થી થોડું થોડું કરી ને દબાવતા જશું અને ધ્યાન રાખવું કે પૂરી આપણી બઉ જાડી ના હોવી જોઈએ ના તો બઉ પાતળી હોવી જોઈએ પૂરી તૈયાર થઈ જાય એટલે આપણે તેલ માં નાખી અને પૂરી બને બાજુ થી ગોલ્ડન અને ક્રિસ્પી થાય એવી રીતે તળી લેશું .
આવીજ રીતે આપણે બધી પૂરી ને તૈયાર કરી લેશું .
તો તૈયાર છે આપણી ચોખા ના લોટ ની ક્રિસ્પી પુરી જેને ઠંડી કરી અને તમે કોઈ પણ એયર ટાઈટ કન્ટેનર માં ભરી અને 4-5 દિવસ માટે સ્ટોર કરી ને મૂકી શકો છો . અને તેને ચાય સાથે સર્વ કરી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
ચોખા ના લોટ ની ક્રિસ્પી પુરી બનાવવાની રેસીપી

Chokha na lot ni crispy puri banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 મિક્ષ્ચર જાર
- 1 બાઉલ
Ingredients
પૂરી માં નાખવા માટેની પેસ્ટ બનાવવા માટેની સામગ્રી :-
- 8-10 મીઠા લીંબડા ના પાંદ
- 1 નંગ આદુ નો કટકો
- 3 નંગ લીલા મરચાં
- 2 કપ ચોખા નો લોટ
- 1 કલાક ચણા દાળ પાણી માં પલડેલી
- 1 ચમચી મીઠું
- ½ ચમચી હળદર પાવડર
- 2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
- 1 ચમચી જીરું
- 2 ચમચી સફેદ તલ
- ¼ ચમચી હિંગ
- 2 ચમચી બટર મીઠા વગર નું
Instructions
Chokha na lot ni crispy puri banavani recipe
- ચોખા ના લોટ ની ક્રિસ્પી પુરી બનાવવા માટે સૌ પ્રથમ આપણે પૂરી માં નાખવા માટેની પેસ્ટ તૈયાર કરી લેશું જેના માટે એક મિક્ષ્ચર જાર લેશું તેમાં મીઠા લીમડાનાં પાંદ 8-10 નંગ , આદુ નો કટકો 1 નંગ , લીલા મરચા 3 નંગ પાણી નાખ્યા વગર અને પીસી અને એક બાઉલ માં કાઢી લેશું
- ત્યાર બાદ એક મોટો બાઉલ લેશું જેમાં ચોખા નો લોટ 2 કપ લેશું ત્યાર બાદ પલાડી ને રાખેલી ચણા ની દાળ ¼ કપ , અને આપણે તૈયાર કરેલી પેસ્ટ મીઠું સ્વાદ મુજબ , હળદર પાવડર ½ ચમચી , કાશ્મીરી લાલ મરચું પાવડર 2 ચમચી , જીરું 1 ચમચી , સફેદ તલ 2 ચમચી , હિંગ ¼ ચમચી , મીઠા વગર નું બટર 2 ચમચી નાખી અને બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી અને તેમાં થોડું ગરમ પાણી નાખી અને ચપાતી જેવો લોટ બાંધી ને તૈયાર કરી ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ માટે લોટ રેવા દેશું .
- હવે ગેસ પર એક કડાઈ માં તળવા માટેનું તેલ ગરમ કરવા મૂકી દેશું અને ત્યાર પછી કેળા નું પાંદ લેશું તેના પર થોડું તેલ લગાવી અને આપણે તૈયાર કરેલ લોટ માંથી થોડો લુઓ લઈ ને કેડા ના પાંદ પર મૂકી અને હાથ વડે થોડું દબાવી લેશું જો તમને હાથ માં લોટ ચોંટી જતો હોય તો થોડું પાણી લગાવી અને આખી પુરી ને હાથે થી થોડું થોડું કરી ને દબાવતા જશું અને ધ્યાન રાખવું કે પૂરી આપણી બઉ જાડી ના હોવી જોઈએ ના તો બઉ પાતળી હોવી જોઈએ પૂરી તૈયાર થઈ જાય એટલે આપણે તેલ માં નાખી અને પૂરી બને બાજુ થી ગોલ્ડન અને ક્રિસ્પી થાય એવી રીતે તળી લેશું .
- આવીજ રીતે આપણે બધી પૂરી ને તૈયાર કરી લેશું .
- તો તૈયાર છે આપણી ચોખા ના લોટ ની ક્રિસ્પી પુરી જેને ઠંડી કરી અને તમે કોઈ પણ એયર ટાઈટ કન્ટેનર માં ભરી અને 4-5 દિવસ માટે સ્ટોર કરી ને મૂકી શકો છો . અને તેને ચાય સાથે સર્વ કરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Chhaliyadal ane chanadal na vada | છડિયાદાળ અને ચણાદાળ ના વળા બનાવવાની રીત
Soji na papad banavani rit | સોજી ના પાપડ બનાવવાની રીત
Juvar ni farshi puri | જુવાર ની ફરસી પૂરી રેસીપી
Aloo Bhujia banavani rit | આલું ભુજીયા બનાવવાની રીત
Bread vagar ni sandwich banavani rit | બ્રેડ વગરની સેન્ડવીચ બનાવવાની રીત
