HomeNastaPaneer Lifafa banavani recipe | પનીર લિફાફા બનાવવાની રેસીપી

Paneer Lifafa banavani recipe | પનીર લિફાફા બનાવવાની રેસીપી

આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ એક દમ મસ્ત સ્નેક Paneer Lifafa – પનીર લિફાફા આપણે ઘરે બનાવતા શીખીશું . જેમાં થોડો વધારે ટાઈમ લાગે છે પણ ખાવા માં એક દમ મજા પડી જાય એવો નાસ્તો છે . તો ચાલો આજની આ રેસિપી આપણે બનાવતા શીખીએ.

બહારના પળ માટે ની સામગ્રી :-

  • મેંદો 1 કપ
  • ઘઉં નો લોટ ½ કપ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • રસોઈ તેલ 1 ½ ચમચી
  • લોટ બાંધવા માટે જરૂર મુજબ પાણી

સ્ટફિંગ માટે ની સામગ્રી :-

  • તીખા લીલા મરચા 6 નંગ
  • આદુ 1 ઇંચ
  • લસણ 5 કણી
  • જીણું સમારેલું ગાજર ½ કપ
  • બારીક સમારેલી કોબી 1 કપ
  • બારીક સમારેલી ડુંગળી ¼ કપ
  • બારીક સુધારેલા લીલા ડુંગળી ¼ કપ ( ઓપ્શનલ )
  • બાફેલી મકાઈ ⅓ કપ
  • બારીક સમારેલી કેપ્સિકમ ⅓ કપ
  • તેલ 2 ચમચી
  • ચિલી ફલેક્સ 1 ચમચી
  • ઓરેગાનો ½ ચમચી
  • ચાટ મસાલા ½ ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • જીણા સમરેલા લીલા ધાણા 2-3 ચમચી 
  • પનીર 100 ગ્રામ
  • ચીઝ 2 ક્યૂબ
  • તેલ તળવા માટે

Paneer Lifafa banavani recipe

પનીર લિફાફા બનાવવા માટે સૌ પ્રથમ આપણે લોટ બાંધી લેશું તેના માટે એક કથરોટ માં આપણે 1 કપ મેંદો ચાળી ને લેશું ત્યાર પછી ઘઉં નો લોટ ½ કપ , સ્વાદ મુજબ મીઠું , તેલ 1 ½ ચમચી ને પાણી 1 કપ જેવું નાખી અને રોટલી જેવો મિડયમ સોફ્ટ લોટ બાંધી લેશું . લોટ બંધાઈ જાય એટલે ફરીથી થોડું તેલ લગાવી અને ઢાંકણ ઢાંકી અને લોટ ને સાઇડ માં મૂકી અને બીજી તૈયારી કરી લેશું.

હવે પનીર લિફાફા માટેની ફિલિંગ તૈયાર કરી લેશું તેના માટે 1 ચોપર માં આપણે તીખા લીલા મરચા 6 નંગ અથવા તમારી જરૂર મુજબ , આદુ નો ટુકડો 1 ઇંચ , લસણ ની કણી 5 નાખી બધી વસ્તુ ને સારી રીતે જીણું ચોપ કરી લેશું ત્યાર બાદ તેમાં ½ કપ જેવા ગાજર ના ટુકડા કરી ને ચોપર માં નાખી તેને પણ ચોપ કરી લેશું.

ત્યાર પછી થોડા શાકભાજી ને પણ બારીક સુધારી લેશું જેમાં ઝીણી સમારેલી કોબી 1 કપ , બારીક સમારેલી ડુંગળી ¼ કપ , બારીક સુધારેલી લીલી ડુંગળી ના પાંદ ¼ કપ ( ઓપ્શનલ ) , ફ્રેશ મકાઈ ના દાણા ⅓ કપ , બારીક સમરેલા  કેપ્સિકમ ⅓ કપ હવે આ બધા શાકભાજી ને આપણે થોડા સાંતળી લેશું.

હવે ગેસ પર એક પેન માં 2 ચમચી જેવું તેલ નાખી અને તેલ ગરમ કરવા મૂકીશું ત્યાર બાદ ગેસ ને મિડયમ તાપ કરી અને તેલ ગરમ થાય એટલે પેલે તેમાં બારીક સમારેલી ડુંગળી ¼ કપ , ફ્રેશ મકાઈ ના દાણા ⅓ કપ નાખી થોડી વાર સેકી લીધા બાદ આપણે જે ચોપર માં મસાલા ચોપ કરી ને રાખ્યા હતા તે મસાલા નાખી અને તેને પણ સેકી દેશું હવે તેમાં 1 ચમચી ચિલી ફલેક્સ , ઓરેગાનો ½ ચમચી , ચાટ મસાલો ½ ચમચી , મીઠું સ્વાદ મુજબ નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી દેશું.

ત્યાર બાદ થોડી સેકન્ડ પછી આપણે તેમાં ઝીણી સમારેલી કોબી 1 કપ , બારીક સમરેલા  કેપ્સિકમ ⅓ કપ નાખી ફરીથી 5 એક મિનિટ જેવું બધું ચડવા દેશું હવે ગેસ બંધ કરી અને તેના પર જિની કાપેલી લીલી ડુંગળી અને લીલા ધાણા નાખી દેશું . અને હવે એક નાની ખમણી માં મોટા કાણા વાડી સાઇડ માંથી આપણે ફિલિંગ માં નાખવા માટે પનીર અને ચીઝ ને ખમણી લેશું . હવે આપણે જે પેન માં શાકભાજી શેક્યા હતા તેને એક બાઉલ માં કાઢી અને તેમાં આપણે આ પનીર અને ચીઝ ને નાખી અને હલકા હાથે મિક્સ કરી દેશું તો ફિલિંગ તૈયાર છે તેને ઢાંકી અને સાઇડ માં મૂકી દેશું.

હવે પનીર લિફાફા માટે આપણે જે લોટ બાંધ્યો હતો તે લોટ ને એક વાર મસળી લેશું અને તેના રોટલી ની સાઇઝ ના લૂઆ બનાવી લેશું . લૂઆ બનાવી અને પાછા ઢાંકી દેશું તેમાંથી એક લુઓ લઈ અને પાટલા પર સૂકો લોટ લઈ અને સાવ પાતળી રોટલી વણી લેશું ત્યાર બાદ આ રોટલી ને આપણે ગેસ પર એક તવી માં આપણે રોટલી ને બંને બાજુ કાચી પાકી સેકી લીધા બાદ આપણે તેને કોટન ના કપડા માં વીટી ને મૂકી દેશું આવીજ રીતે આપણે બધી રોટલી ને વણી અને સેકી લેવાની છે.

ત્યાર બાદ હવે એક વાટકી માં 2 ચમચી ઘઉં નો લોટ લઈ તેમાં થોડું ગરમ પાણી નાખી અને અને તેની લાઇ તૈયાર કરી લેશું હવે પનીર લિફાફા માટેની બધીજ સામગ્રી તૈયાર છે . હવે પાટલા પર શેકેલી રોટલી પર આપણે તૈયાર ફિલિંગ ને 3-4 ચમચી વચે નાખી અને ચોરસ આકાર માં ફેલાવી દેશું.

હવે રોટલી ને એક સાઇડ થી વાળી અને ફિલિંગ કવર કરીશું અને એની કિનારી ઉપર તૈયાર કરેલી લાઇ લગાવી દેશું . હવે બરાબર એની સામેની સાઇડ થી પણ રોટલી વાળી ને ફરીથી લાઇ લગાવી અને ચિપકાવી દેશું હવે એવીજ રીતે રોટલી ને ઉપર અને નીચે થી પણ અંદર ની તરફ વાળી ને લાઇ વડે ચિપકાવી દેશું સામેની બાજુ પણ આવીજ રીતે લગાવી ને ફોલ્ડ કરી દેશું . ખાસ ધ્યાન રાખવું કે એમાં દરેક સાઇડ થી ફિલિંગ કવર થયું કે નઈ તેનું ધ્યાન રાખવું . આવીજ રીતે આપણે બધા લિફાફા તૈયાર કરી અને ફરીથી કોટન ના કપડા માં ઢાંકી ને રાખી દેશું.

ત્યાર બાદ આપણે ગેસ પર આપણે તેલ ને મિડયમ તાપે ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે આપણે તૈયાર કરેલ લિફાફા ને આપણે 1-1 કરી ને નાખી દેશું અને બંને બાજુથી ગોલ્ડન અને ક્રિસ્પી થાય તેવા તરી લેશું આવીજ રીતે આપણે બધા પનીર લિફાફા ને તરી ને એક ડીશ માં ટિસ્યુ પેપર માં કાઢી લેશું.

તો તૈયાર છે આપણું એક દમ મસ્ત સ્નેક જેને આપણે ગરમ ગરમ ટોમેટો સોસ સાથે સર્વ કરીશું.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

પનીર લિફાફા બનાવવાની રેસીપી

Paneer Lifafa - પનીર લિફાફા

Paneer Lifafa banavani recipe

આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ એક દમ મસ્ત સ્નેક Paneer Lifafa – પનીર લિફાફા આપણે ઘરે બનાવતા શીખીશું . જેમાં થોડો વધારે ટાઈમ લાગે છે પણખાવા માં એક દમ મજા પડી જાય એવો નાસ્તો છે . તો ચાલો આજનીઆ રેસિપી આપણે બનાવતા શીખીએ.
No ratings yet
Prep Time: 25 minutes
Cook Time: 30 minutes
Total Time: 55 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કથરોટ
  • 1 બાઉલ
  • 1 કોટન નું કપડું
  • 1 પાટલો – વેલણ
  • 1 કડાઈ / પેન

Ingredients

બહારના પળ માટે ની સામગ્રી :-

  • 1 કપ મેંદો
  • ½ કપ ઘઉં નો લોટ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ચમચી રસોઈ તેલ
  • લોટ બાંધવા માટે જરૂર મુજબ પાણી

સ્ટફિંગ માટે ની સામગ્રી :-

  • 6 નંગ તીખા લીલા મરચા
  • 1 ઇંચ આદુ
  • 5 કણી લસણ
  • ½ કપ જીણું સમારેલું ગાજર
  • 1 કપ બારીક સમારેલી કોબી
  • ¼ કપ બારીક સમારેલી ડુંગળી
  • ¼ કપ બારીક સુધારેલા લીલા ડુંગળી ( ઓપ્શનલ )
  • કપ બાફેલી મકાઈ
  • કપ બારીક સમારેલી કેપ્સિકમ
  • 2 ચમચી તેલ
  • 1 ચમચી ચિલી ફલેક્સ
  • ½ ચમચી ઓરેગાનો
  • ½ ચમચી ચાટ મસાલા
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 2-3 ચમચી જીણા સમરેલા લીલા ધાણા
  • 100 ગ્રામ પનીર
  • 2 ચીઝ 2 ક્યૂબ
  • તેલ તળવા માટે

Instructions

Paneer Lifafa banavani recipe

  • પનીર લિફાફા બનાવવા માટે સૌ પ્રથમ આપણે લોટ બાંધી લેશું તેના માટે એક કથરોટ માં આપણે 1 કપ મેંદો ચાળી ને લેશું ત્યાર પછી ઘઉં નો લોટ ½ કપ , સ્વાદ મુજબ મીઠું , તેલ 1 ½ ચમચી ને પાણી 1 કપ જેવું નાખી અને રોટલી જેવો મિડયમ સોફ્ટ લોટ બાંધી લેશું . લોટ બંધાઈ જાય એટલે ફરીથી થોડું તેલ લગાવી અને ઢાંકણ ઢાંકી અને લોટ ને સાઇડ માં મૂકી અને બીજી તૈયારી કરી લેશું.
  • હવે પનીર લિફાફા માટેની ફિલિંગ તૈયાર કરી લેશું તેના માટે 1 ચોપર માં આપણે તીખા લીલા મરચા 6 નંગ અથવા તમારી જરૂર મુજબ , આદુ નો ટુકડો 1 ઇંચ , લસણ ની કણી 5 નાખી બધી વસ્તુ ને સારી રીતે જીણું ચોપ કરી લેશું ત્યાર બાદ તેમાં ½ કપ જેવા ગાજર ના ટુકડા કરી ને ચોપર માં નાખી તેને પણ ચોપ કરી લેશું.
  • ત્યાર પછી થોડા શાકભાજી ને પણ બારીક સુધારી લેશું જેમાં ઝીણી સમારેલી કોબી 1 કપ , બારીક સમારેલી ડુંગળી ¼ કપ , બારીક સુધારેલી લીલી ડુંગળી ના પાંદ ¼ કપ ( ઓપ્શનલ ) , ફ્રેશ મકાઈ ના દાણા ⅓ કપ , બારીક સમરેલા કેપ્સિકમ ⅓ કપ હવે આ બધા શાકભાજી ને આપણે થોડા સાંતળી લેશું.
  • હવે ગેસ પર એક પેન માં 2 ચમચી જેવું તેલ નાખી અને તેલ ગરમ કરવા મૂકીશું ત્યાર બાદ ગેસ ને મિડયમ તાપ કરી અને તેલ ગરમ થાય એટલે પેલે તેમાં બારીક સમારેલી ડુંગળી ¼ કપ , ફ્રેશ મકાઈ ના દાણા ⅓ કપ નાખી થોડી વાર સેકી લીધા બાદ આપણે જે ચોપર માં મસાલા ચોપ કરી ને રાખ્યા હતા તે મસાલા નાખી અને તેને પણ સેકી દેશું હવે તેમાં 1 ચમચી ચિલી ફલેક્સ , ઓરેગાનો ½ ચમચી , ચાટ મસાલો ½ ચમચી , મીઠું સ્વાદ મુજબ નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી દેશું.
  • ત્યાર બાદ થોડી સેકન્ડ પછી આપણે તેમાં ઝીણી સમારેલી કોબી 1 કપ , બારીક સમરેલા કેપ્સિકમ ⅓ કપ નાખી ફરીથી 5 એક મિનિટ જેવું બધું ચડવા દેશું હવે ગેસ બંધ કરી અને તેના પર જિની કાપેલી લીલી ડુંગળી અને લીલા ધાણા નાખી દેશું . અને હવે એક નાની ખમણી માં મોટા કાણા વાડી સાઇડ માંથી આપણે ફિલિંગ માં નાખવા માટે પનીર અને ચીઝ ને ખમણી લેશું . હવે આપણે જે પેન માં શાકભાજી શેક્યા હતા તેને એક બાઉલ માં કાઢી અને તેમાં આપણે આ પનીર અને ચીઝ ને નાખી અને હલકા હાથે મિક્સ કરી દેશું તો ફિલિંગ તૈયાર છે તેને ઢાંકી અને સાઇડ માં મૂકી દેશું.
  • હવે પનીર લિફાફા માટે આપણે જે લોટ બાંધ્યો હતો તે લોટ ને એક વાર મસળી લેશું અને તેના રોટલી ની સાઇઝ ના લૂઆ બનાવી લેશું . લૂઆ બનાવી અને પાછા ઢાંકી દેશું તેમાંથી એક લુઓ લઈ અને પાટલા પર સૂકો લોટ લઈ અને સાવ પાતળી રોટલી વણી લેશું ત્યાર બાદ આ રોટલી ને આપણે ગેસ પર એક તવી માં આપણે રોટલી ને બંને બાજુ કાચી પાકી સેકી લીધા બાદ આપણે તેને કોટન ના કપડા માં વીટી ને મૂકી દેશું આવીજ રીતે આપણે બધી રોટલી ને વણી અને સેકી લેવાની છે.
  • ત્યાર બાદ હવે એક વાટકી માં 2 ચમચી ઘઉં નો લોટ લઈ તેમાં થોડું ગરમ પાણી નાખી અને અને તેની લાઇ તૈયાર કરી લેશું હવે પનીર લિફાફા માટેની બધીજ સામગ્રી તૈયાર છે . હવે પાટલા પર શેકેલી રોટલી પર આપણે તૈયાર ફિલિંગ ને 3-4 ચમચી વચે નાખી અને ચોરસ આકાર માં ફેલાવી દેશું.
  • હવે રોટલી ને એક સાઇડ થી વાળી અને ફિલિંગ કવર કરીશું અને એની કિનારી ઉપર તૈયાર કરેલી લાઇ લગાવી દેશું . હવે બરાબર એની સામેની સાઇડ થી પણ રોટલી વાળી ને ફરીથી લાઇ લગાવી અને ચિપકાવી દેશું હવે એવીજ રીતે રોટલી ને ઉપર અને નીચે થી પણ અંદર ની તરફ વાળી ને લાઇ વડે ચિપકાવી દેશું સામેની બાજુ પણ આવીજ રીતે લગાવી ને ફોલ્ડ કરી દેશું . ખાસ ધ્યાન રાખવું કે એમાં દરેક સાઇડ થી ફિલિંગ કવર થયું કે નઈ તેનું ધ્યાન રાખવું . આવીજ રીતે આપણે બધા લિફાફા તૈયાર કરી અને ફરીથી કોટન ના કપડા માં ઢાંકી ને રાખી દેશું.
  • ત્યાર બાદ આપણે ગેસ પર આપણે તેલ ને મિડયમ તાપે ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે આપણે તૈયાર કરેલ લિફાફા ને આપણે 1-1 કરી ને નાખી દેશું અને બંને બાજુથી ગોલ્ડન અને ક્રિસ્પી થાય તેવા તરી લેશું આવીજ રીતે આપણે બધા પનીર લિફાફા ને તરી ને એક ડીશ માં ટિસ્યુ પેપર માં કાઢી લેશું.
  • તો તૈયાર છે આપણું એક દમ મસ્ત સ્નેક જેને આપણે ગરમ ગરમ ટોમેટો સોસ સાથે સર્વ કરીશું.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular