મિત્રો બંગાળી ચમચમ એ એક બંગાળી મીઠાઈ છે. જે બધા ને ખૂબ પસંદ હોય છે અને દિવાળી પર ખાસ આ મીઠાઈ લોકો ખરીદતા હોય છે તો આ દિવાળી પર ઘરે ચમચમ બનાવી ને મજા લ્યો અને બજાર કરતા શુધ્ધ અને બજાર કરતા ટેસ્ટી Bangali Cham Cham બનાવી તૈયાર કરો અને પરિવાર સાથે મજા લ્યો.
બંગાળી ચમચમ બનાવવા જરૂરી સામગ્રી
- ગાય નું દૂધ 1 લીટર
- ખાંડ 1 કપ
- વિનેગર 3 ચમચી
- પાણી 3 ચમચી
- સોજી 1 ચમચી
- સૂકા નારિયળ નું છીણ 1-2 ચમચી
- બેકિંગ પાઉડર 1 ચપટી
Bangali Cham Cham banavani rit
બંગાળી ચમચમ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક તપેલી માં ગાય નું દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય ત્યાં સુંધી એક વાટકા માં વિનેગર લઈ એમ પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે દૂધ ગરમ થઇ ઉકળવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો અને દૂધ ને બે ચાર મિનિટ એમજ રહેવા દયો. ચાર મિનિટ પછી એમાં વિનેગર વાળું પાણી થોડું થોડું નાખી મિક્સ કરતા જાઓ.
દૂધ ફાટી જાય એટલે વધારે વિનેગર ના નાખવું. હવે ચારણીમાં માં પાતળું કપડું મૂકી એમાં ફાડેલ દૂધ નાખી પનીર અલગ કરી લ્યો અને બે ત્રણ પાણી નાખી ધોઇ સાફ કરી લ્યો અને ત્યાર બાદ દબાવી ને પાણી કાઢી લ્યો અથવા કપડા પ્ર કોઈ વજન મૂકી પંદર વીસ મિનિટ એમજ રહેવા દયો જેથી પાણી નીતરી જાય.
હવે પનીર ને કથરોટ માં નાખી એમાં સોજી અને બેકિંગ પાઉડર નાખી ને દસ મિનિટ બરોબર મસળી લેજો વચ્ચે જરૂર લાગે તો એક બે ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો. દસ મિનિટ બાદ પનીર બિલકુલ સોફ્ટ થઈ જાય અને સ્મુથ જાય એટલે એમાંથી જે સાઇઝ ની ચમચમ બનાવવાની હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો. અને બને હથેળી વચ્ચે સ્મુથ લંબગોળ ગોલા બનાવી લ્યો અને ઢાંકી ને એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કુકર માં ખાંડ નાખો અને એમાં ત્રણ કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ ચાલુ કરી ખાંડ ને ઓગળી લ્યો અને પાણી ઉકળવા લાગે એટલે એમાં તૈયાર કરેલ ચમચમ બોલ ને હથેળી વચ્ચે ફેરવી ને ઉકળતા પાણી માં નાખતા જાઓ. હવે ઢાંકી ને પાંચ મિનિટ ફૂલ તાપે ચડાવી લ્યો ત્યાર બાદ કુકર બંધ કરી ગેસ મિડીયમ કરી એક સીટી વગાડી લ્યો.
એક સીટી પછી ગેસ બિલકુલ ધીમો કરી ચાલીસ મિનિટ ચડાવી લ્યો. ચાલીસ મિનિટ પછી ગેસ બંધ કરી કુકર ની હવા નીકળવા દયો. કુકર ની હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી એક વખત ચેક કરી લ્યો અને ત્યાર બાદ બે ત્રણ કલાક એમજ ચાસણી માં રહેવા દયો. ત્રણ કલાક પછી ચાસણી માંથી કાઢી ને ડબ્બા ભરી ઉપર સૂકા નારિયળ નું છીણ છાંટો અને ફ્રીઝ માં મૂકી ઠંડા કરી લ્યો અને મજા લ્યો ચમચમ.
Bangali Cham Cham recipe notes
- જો ગાય નું દૂધ ના મળે તો કોઈ પણ દૂધ વાપરી શકો છો.
- દૂધ ને ફાડવા માટે લીંબુનો રસ અને પાણી, દહીં, અથવા ફટકડી નો ઉપયોગ કરી શકાય.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
બંગાળી ચમચમ બનાવવાની રીત

Bangali Cham Cham banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
બંગાળી ચમચમ બનાવવા જરૂરી સામગ્રી
- 1 લીટર ગાય નું દૂધ
- 1 કપ ખાંડ
- 3 ચમચી વિનેગર
- 3 ચમચી પાણી
- 1 ચમચી સોજી
- 1-2 ચમચી સૂકા નારિયળ નું છીણ
- 1 ચપટી બેકિંગ પાઉડર
Instructions
Bangali Cham Cham banavani rit
- બંગાળી ચમચમ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક તપેલી માં ગાય નું દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય ત્યાં સુંધી એક વાટકા માં વિનેગર લઈ એમ પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે દૂધ ગરમ થઇ ઉકળવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો અને દૂધ ને બે ચાર મિનિટ એમજ રહેવા દયો. ચાર મિનિટ પછી એમાં વિનેગર વાળું પાણી થોડું થોડું નાખી મિક્સ કરતા જાઓ.
- દૂધ ફાટી જાય એટલે વધારે વિનેગર ના નાખવું. હવે ચારણીમાં માં પાતળું કપડું મૂકી એમાં ફાડેલ દૂધ નાખી પનીર અલગ કરી લ્યો અને બે ત્રણ પાણી નાખી ધોઇ સાફ કરી લ્યો અને ત્યાર બાદ દબાવી ને પાણી કાઢી લ્યો અથવા કપડા પ્ર કોઈ વજન મૂકી પંદર વીસ મિનિટ એમજ રહેવા દયો જેથી પાણી નીતરી જાય.
- હવે પનીર ને કથરોટ માં નાખી એમાં સોજી અને બેકિંગ પાઉડર નાખી ને દસ મિનિટ બરોબર મસળી લેજો વચ્ચે જરૂર લાગે તો એક બે ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો. દસ મિનિટ બાદ પનીર બિલકુલ સોફ્ટ થઈ જાય અને સ્મુથ જાય એટલે એમાંથી જે સાઇઝ ની ચમચમ બનાવવાની હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો. અને બને હથેળી વચ્ચે સ્મુથ લંબગોળ ગોલા બનાવી લ્યો અને ઢાંકી ને એક બાજુ મૂકો
- હવે ગેસ પર એક કુકર માં ખાંડ નાખો અને એમાં ત્રણ કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ ચાલુ કરી ખાંડ ને ઓગળી લ્યો અને પાણી ઉકળવા લાગે એટલે એમાં તૈયાર કરેલ ચમચમ બોલ ને હથેળી વચ્ચે ફેરવી ને ઉકળતા પાણી માં નાખતા જાઓ. હવે ઢાંકી ને પાંચ મિનિટ ફૂલ તાપે ચડાવી લ્યો ત્યાર બાદ કુકર બંધ કરી ગેસ મિડીયમ કરી એક સીટી વગાડી લ્યો.
- એક સીટી પછી ગેસ બિલકુલ ધીમો કરી ચાલીસ મિનિટ ચડાવી લ્યો. ચાલીસ મિનિટ પછી ગેસ બંધ કરી કુકર ની હવા નીકળવા દયો. કુકર ની હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી એક વખત ચેક કરી લ્યો અને ત્યાર બાદ બે ત્રણ કલાક એમજ ચાસણી માં રહેવા દયો. ત્રણ કલાક પછી ચાસણી માંથી કાઢી ને ડબ્બા ભરી ઉપર સૂકા નારિયળ નું છીણ છાંટો અને ફ્રીઝ માં મૂકી ઠંડા કરી લ્યો અને મજા લ્યો ચમચમ.
Bangali Cham Cham recipe notes
- જો ગાય નું દૂધ ના મળે તો કોઈ પણ દૂધ વાપરી શકો છો.
- દૂધ ને ફાડવા માટે લીંબુનો રસ અને પાણી, દહીં, અથવા ફટકડી નો ઉપયોગ કરી શકાય.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Mix Dry Fruit roll | મિક્સ ડ્રાયફ્રુટ રોલ ની રેસીપી
સંદેશ મીઠાઈ બનાવવાની રીત | Sandesh mithai banavani rit | Sandesh mithai recipe in gujarati
