આપણે બીટ માંથી પરેઠા બનાવાતા શીખીશું જે આપણી સ્કિન માટે વાળ માટે અને હેલ્થ માટે બીટ બઉં જ ફાયદાકારક માનવામાં આવે છે. પણ ગણા લોકો ને બીટ નું નામ પડતાંજ મજા નથી પડતી તો આજે આપણે બીટ માંથી એક અલગ અને ટેસ્ટી લાગે એવા beet na paratha – બીટ ના પરેઠા બનાવતા શીખીશું.
INGREDIENTS
- બીટરૂટ 1 નંગ
- ઘઉંનો લોટ 2 કપ
- મીઠું 1 ચમચી
- ચિલી ફલેક્સ 1 ચમચી
- જીરું પાવડર 1 ચમચી
- ગરમ મસાલો 1 ચમચી
- કસુરી મેથી 2 ચમચી
- અજમો 1 ચમચી
- લીલા મરચા 4 નંગ
- આદુ 1 ઇંચ જેટલું
- ઘી / તેલ
- પાણી જરૂર પડે તો
beet na paratha banavani recipe
બીટ ના પરેઠા બનાવવા માટે સૌ પ્રથમ આપણે બીટરૂટ ની પેસ્ટ તૈયાર કરીશું તેના માટે એક મિક્ષ્ચર જાર માં આપણે લીલાં મરચા 4 નંગ , આદુ 1 ઇંચ જેટલું , ખમણેલું બીટરુટ 1 નંગ , થોડું પાણી નાખી અને એકદમ સારી રીતે પીસી અને એક બાઉલ માં કાઢી લેશું.
ત્યાર પછી એક મોટો ત્રાંસ લેશું તેમાં 2 કપ ઘઉં નો લોટ , મીઠું 1 ચમચી , ચિલી ફલેક્સ 1 ચમચી , જીરું પાવડર 1 ચમચી , ગરમ મસાલો 1 ચમચી , કસુરી મેથી 2 ચમચી , અજમો 1 ચમચી ત્યાર બાદ તૈયાર કરેલી બીટરૂટ વાડી પેસ્ટ નાખી અને પરેઠા માટેનો લોટ બાંધી લેશું. ખાસ ધ્યાન રાખવું કે આ લોટ માં જો જરૂર લાગે તોજ થોડું પાણી નાખવું નહીંતર પાણી વગર જ આ લોટ બાંધવો. ત્યાર બાદ ઉપર થી થોડું તેલ નાખી એક વખત મસળી લેશું અને ત્યાર પછી તેના પર ઢાંકણ ઢાંકી અને લોટ ને 30 મિનિટ માટે રેવા દેશું.
હવે 30 મિનિટ બાદ લોટ ને ફરીથી એક વખત મસળી અને તેના જરૂર મુજબ ના લૂઆ તૈયાર કરી લેશું. લૂઆ તૈયાર થઈ ગયા બાદ પાટલા પર થોડો કોરો લોટ લગાવી અને લુઓ મૂકી ને પરેઠા વણી લેશું. તમને જો એક સાથે બધા પરોઠા વણી લેવા હોય તો તમે બધા પરોઠા એક સાથે વણી શકો છો.
ત્યાર બાદ ગેસ પર એક તવી ગરમ કરવા મૂકીશું તવી ગરમ થાય એટલે તેમાં પરોઠા નાખી પેલે પરેઠા ની એક બાજુ થોડું ચડાવી લેશું ત્યાર બાદ બીજી બાજુ ફેરવી અને બીજી બાજુ પણ થોડું ચડાવી લેશું ત્યાર પછી તેના પર બંને બાજુ ઘી નાખી સારી રીતે પરેઠા ને સેકી લેશું આવીજ રીતે બધા પરેઠા સેકી અને ડીશ માં કાઢી લેશું.
તો તૈયાર છે આપણા એકદમ હેલ્ધી પરેઠા જેને તમે શાક , ચાય કે પછી અથાણા સાથે પણ સર્વ કરી સકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
બીટ ના પરેઠા બનાવવાની રેસીપી

beet na paratha banavani recipe
Equipment
- 1 મિક્ષ્ચર જાર
- 1 ખમણી
- 1 તવી
- 1 ત્રાસ
- 1 બાઉલ
Ingredients
- 1 નંગ બીટરૂટ
- 2 કપ ઘઉંનો લોટ
- 1 ચમચી મીઠું
- 1 ચમચી ચિલી ફલેક્સ
- 1 ચમચી જીરું પાવડર
- 1 ચમચી ગરમ મસાલો
- 2 ચમચી કસુરી મેથી
- 1 ચમચી અજમો
- 4 નંગ લીલા મરચા
- 1 ઇંચ આદુ જેટલું
- ઘી / તેલ
- પાણી જરૂર પડે તો
Instructions
beet na paratha banavani recipe
- બીટ ના પરેઠા બનાવવા માટે સૌ પ્રથમ આપણે બીટરૂટ ની પેસ્ટ તૈયાર કરીશું તેના માટે એક મિક્ષ્ચર જાર માં આપણે લીલાં મરચા 4 નંગ , આદુ 1 ઇંચ જેટલું , ખમણેલું બીટરુટ 1 નંગ , થોડું પાણી નાખી અને એકદમ સારી રીતે પીસી અને એક બાઉલ માં કાઢી લેશું.
- ત્યાર પછી એક મોટો ત્રાંસ લેશું તેમાં 2 કપ ઘઉં નો લોટ , મીઠું 1 ચમચી , ચિલી ફલેક્સ 1 ચમચી , જીરું પાવડર 1 ચમચી , ગરમ મસાલો 1 ચમચી , કસુરી મેથી 2 ચમચી , અજમો 1 ચમચી ત્યાર બાદ તૈયાર કરેલી બીટરૂટ વાડી પેસ્ટ નાખી અને પરેઠા માટેનો લોટ બાંધી લેશું. ખાસ ધ્યાન રાખવું કે આ લોટ માં જો જરૂર લાગે તોજ થોડું પાણી નાખવું નહીંતર પાણી વગર જ આ લોટ બાંધવો. ત્યાર બાદ ઉપર થી થોડું તેલ નાખી એક વખત મસળી લેશું અને ત્યાર પછી તેના પર ઢાંકણ ઢાંકી અને લોટ ને 30 મિનિટ માટે રેવા દેશું.
- હવે 30 મિનિટ બાદ લોટ ને ફરીથી એક વખત મસળી અને તેના જરૂર મુજબ ના લૂઆ તૈયાર કરી લેશું. લૂઆ તૈયાર થઈ ગયા બાદ પાટલા પર થોડો કોરો લોટ લગાવી અને લુઓ મૂકી ને પરેઠા વણી લેશું. તમને જો એક સાથે બધા પરોઠા વણી લેવા હોય તો તમે બધા પરોઠા એક સાથે વણી શકો છો.
- ત્યાર બાદ ગેસ પર એક તવી ગરમ કરવા મૂકીશું તવી ગરમ થાય એટલે તેમાં પરોઠા નાખી પેલે પરેઠા ની એક બાજુ થોડું ચડાવી લેશું ત્યાર બાદ બીજી બાજુ ફેરવી અને બીજી બાજુ પણ થોડું ચડાવી લેશું ત્યાર પછી તેના પર બંને બાજુ ઘી નાખી સારી રીતે પરેઠા ને સેકી લેશું આવીજ રીતે બધા પરેઠા સેકી અને ડીશ માં કાઢી લેશું.
- તો તૈયાર છે આપણા એકદમ હેલ્ધી પરેઠા જેને તમે શાક , ચાય કે પછી અથાણા સાથે પણ સર્વ કરી સકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Instant Ragi Dhosa banavani recipe | ઇન્સ્ટન્ટ રાગી ઢોસા બનાવવાની રેસીપી
Momos parotha banavani recipe | મોમોઝ પરોઠા બનાવવાની રેસીપી
Tilori banavani recipe | તિલોરી બનાવવાની રેસીપી
