HomeDessert & DrinksMalpua Rabdi banavani recipe | માલપુવા રબડી બનાવવાની રેસીપી

Malpua Rabdi banavani recipe | માલપુવા રબડી બનાવવાની રેસીપી

ત્યોહાર ની સિઝન ચાલુ થઈ ગઈ છે. અને ત્યોહાર આવે એટલે મીઠાઈ તો યાદ આવેજ તો આજે આપણે મસ્ત નવી રીત થી અને ઝટપટ બની જાય એવી Malpua Rabdi – માલપુવા રબડી બનાવાતા શીખીશું. જે થોડી વસ્તુ નું ધ્યાન રાખી ને આપણે આરામથી ઘરે બનાવી શકીએ એવી રેસીપી છે.

માલપુઆ બનાવવા માટેની સામગ્રી :-

  • માવો 1 કપ છીણેલો
  • દહીં ½ કપ
  • મેંદો ½ કપ
  • દૂધ ½ કપ
  • વરિયાળી 1 ચમચી
  • કાળા મરીના દાણા 4-5 નંગ
  • બેકિંગ સોડા 1 ½ ચમચી
  • ઘી, તળવા માટે

ખાંડની ચાસણી માટેની સામગ્રી :-

  • ખાંડ 1 કપ
  • પાણી  ½ કપ
  • ગુલાબ જળ 1 ચમચી ( ઓપ્શનલ )
  • કેસર 2-3

ગાર્નિશ કરવા માટે ની સામગ્રી :-

  • રબડી
  • પિસ્તા 2 ચમચી , પલાળેલા , છાલ કાઢી , કાપેલા
  • ચાંદીનો વર્ખ
  • એલચી પાવડર
  • ગુલાબ ની પાંદડી સૂકેલી
  • ફૂદીનાની ડાળી

Malpua Rabdi banavani recipe

માલપુવા રબડી બનાવવા માટે સૌ આપણે ચાસણી બનાવીશું તેના માટે ગેસ પર એક તપેલી માં આપણે ½ કપ પાણી લેશું ત્યાર બાદ તેમાં ખાંડ 1 કપ , કેસર ના તાંતણા 2-3 નાખી અને ધીમા તાપે ખાંડ ને ઓગળી ને ચાસણી થવા દેશું. ઈયા ખાસ ધ્યાન રાખવું કે ચાસણી જે છે તેને આપણે બઉ ઉકાળવાની નથી ખાલી ચાસણી થોડી હાથ માં ચોંટે એવી લાગે ત્યારે તરત ગેસ બંધ કરી દેવો કારણકે આપણે આ ચાસણી ને માલપુવા પર નાખવાની છે નાકે કોઈ એક તાર કે 2 તાર ની ચાસણી ની અહીં જરૂર નથી.

ત્યાર બાદ એક બાઉલ માં આપણે 1 કપ છીણેલો માવો નાખી અને હાથેથી એકદમ સારી રીતે મસળી લેશું. જો માવો સારી રીતે મસડશું નઈ તો આપણા માલપુવા સરસ નઈ બને. હવે માવો મસળી લીધા બાદ તેમાં ½ કપ દહીં નાખી અને ફરીથી એક વખત મિક્સ કરી લેશું. હવે તેમાં ½ કપ મેંદો , દૂધ ½ કપ નાખી અને એકદમ સારી રીતે ફેંટી લેશું જેથી તેમાં 1 પણ ગાંઠા ના રઈ જાય.

હવે ત્યાર બાદ આપણે માલપુવા નો એક સ્પેશિયલ પાવડર તૈયાર કરીશું તેના માટે ખંડણી ઘસતા માં આપણે કાળા મરી 4-5 નંગ , વરિયાળી 1 ચમચી નાખી અને કૂટી લેશું અને ત્યાર બાદ બેટર વાળા બાઉલ માં આ મસાલો નાખી દેશું ત્યાર પછી તેમાં બેકિંગ સોડા ½ ચમચી નાખી સારી રીતે મિક્સ કરી લેશું.

હવે ગેસ પર થી ચાસણી કાઢી લેશું. અને ફરીથી ગેસ પર એક નોનસ્ટિક પેન મૂકીશું ત્યાર બાદ તેમાં જરૂર મુજબ તળવા જેટલું ઘી નાખીશું ઘી ગરમ થાય એટલે તેમાં આપણે તૈયાર કરેલું માલપુવા વાળું બેટર કડછી ની મદદ થી નાના નાના માલપુવા જેટલું બેટર તેમાં નાખી દેશું. એક વાર માં 3 જેટલા માલપુવા તમે નાખી શકો છો ત્યાર બાદ તેની નીચે ની બાજુ થોડી ઝાડી વળે ત્યાર બાદ જ તેને બીજી સાઇડ ફેરવશું બને બાજુ થોડા ગોલ્ડન થાય એટલે તરત તેને પ્લેટ માં કાઢી લેશું.

ત્યાર બાદ હવે પ્લેટ માં કાઢી લીધા પછી તેના પર તરત જ આપણે તૈયાર કરેલી ચાસણી તેના પર રેળી દેશું અને ત્યાર બાદ માલપુવા ને 5 મિનિટ માટે ચાસણી માં રેવા દેશું. જેથી માલપુવા માં ચાસણી સારી રીતે ભળી જાય.

તો હવે આપણા માલપુવા તૈયાર છે જેને આપણે પ્લેટિંગ કરીશું. તેના માટે એક સર્વિંગ ડીશ લેશું તેના પર થોડી ચમચી ની મદદ થી રબડી નાખીશું ત્યાર બાદ તેના પર તૈયાર કરેલ 1 પીસ માલપુવા નો નાખીશું ફરીથી તેના પર થોડી રબડી , પલાળેલા પિસ્તા છે તેના કટકા કરી ને નાખીશું , ચાંદી નો વર્ખ , એલચી પાવડર , સૂકા ગુલાબ ની પાંદડી ઉપર થી એક ફુદીના નો પાંદ નાખી અને સર્વ કરીશું.

તો તૈયાર છે આપણું એકદમ મસ્ત રબડી માલપુવા.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

માલપુવા રબડી બનાવવાની રેસીપી

Malpua Rabdi - માલપુવા રબડી

Malpua Rabdi banavani recipe

ત્યોહાર ની સિઝન ચાલુ થઈ ગઈ છે. અને ત્યોહારઆવે એટલે મીઠાઈ તો યાદ આવેજ તો આજે આપણે મસ્ત નવી રીત થી અને ઝટપટ બની જાય એવી Malpua Rabdi – માલપુવા રબડી બનાવાતા શીખીશું. જે થોડી વસ્તુ નું ધ્યાન રાખી નેઆપણે આરામથી ઘરે બનાવી શકીએ એવી રેસીપી છે.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 નોનસ્ટિક પેન
  • 1 કડછી
  • 1 સર્વિંગ પ્લેટ
  • 1 બાઉલ
  • 1 તપેલી

Ingredients

માલપુઆ બનાવવા માટેની સામગ્રી :-

  • 1 કપ માવો છીણેલો
  • ½ કપ દહીં
  • ½ કપ મેંદો
  • ½ કપ દૂધ
  • 1 ચમચી વરિયાળી
  • 4-5 નંગ કાળા મરીના દાણા
  • ચમચી બેકિંગ સોડા
  • ઘી તળવા માટે

ખાંડની ચાસણી માટેની સામગ્રી :-

  • 1 કપ ખાંડ
  • ½ કપ પાણી
  • 1 ચમચી ગુલાબ જળ ઓપ્શનલ
  • 2-3 કેસર

ગાર્નિશ કરવા માટે ની સામગ્રી :-

  • રબડી
  • 2 ચમચી પિસ્તા પલાળેલા , છાલ કાઢી , કાપેલા
  • ચાંદીનો વર્ખ
  • એલચી પાવડર
  • ગુલાબ ની પાંદડી સૂકેલી
  • ફૂદીનાની ડાળી

Instructions

Malpua Rabdi banavani recipe

  • માલપુવા રબડી બનાવવા માટે સૌ આપણે ચાસણી બનાવીશું તેના માટે ગેસ પર એક તપેલી માં આપણે ½ કપ પાણી લેશું ત્યાર બાદ તેમાં ખાંડ 1 કપ , કેસર ના તાંતણા 2-3 નાખી અને ધીમા તાપે ખાંડ ને ઓગળી ને ચાસણી થવા દેશું. ઈયા ખાસ ધ્યાન રાખવું કે ચાસણી જે છે તેને આપણે બઉ ઉકાળવાની નથી ખાલી ચાસણી થોડી હાથ માં ચોંટે એવી લાગે ત્યારે તરત ગેસ બંધ કરી દેવો કારણકે આપણે આ ચાસણી ને માલપુવા પર નાખવાની છે નાકે કોઈ એક તાર કે 2 તાર ની ચાસણી ની અહીં જરૂર નથી.
  • ત્યાર બાદ એક બાઉલ માં આપણે 1 કપ છીણેલો માવો નાખી અને હાથેથી એકદમ સારી રીતે મસળી લેશું. જો માવો સારી રીતે મસડશું નઈ તો આપણા માલપુવા સરસ નઈ બને. હવે માવો મસળી લીધા બાદ તેમાં ½ કપ દહીં નાખી અને ફરીથી એક વખત મિક્સ કરી લેશું. હવે તેમાં ½ કપ મેંદો , દૂધ ½ કપ નાખી અને એકદમ સારી રીતે ફેંટી લેશું જેથી તેમાં 1 પણ ગાંઠા ના રઈ જાય.
  • હવે ત્યાર બાદ આપણે માલપુવા નો એક સ્પેશિયલ પાવડર તૈયાર કરીશું તેના માટે ખંડણી ઘસતા માં આપણે કાળા મરી 4-5 નંગ , વરિયાળી 1 ચમચી નાખી અને કૂટી લેશું અને ત્યાર બાદ બેટર વાળા બાઉલ માં આ મસાલો નાખી દેશું ત્યાર પછી તેમાં બેકિંગ સોડા ½ ચમચી નાખી સારી રીતે મિક્સ કરી લેશું.
  • હવે ગેસ પર થી ચાસણી કાઢી લેશું. અને ફરીથી ગેસ પર એક નોનસ્ટિક પેન મૂકીશું ત્યાર બાદ તેમાં જરૂર મુજબ તળવા જેટલું ઘી નાખીશું ઘી ગરમ થાય એટલે તેમાં આપણે તૈયાર કરેલું માલપુવા વાળું બેટર કડછી ની મદદ થી નાના નાના માલપુવા જેટલું બેટર તેમાં નાખી દેશું. એક વાર માં 3 જેટલા માલપુવા તમે નાખી શકો છો ત્યાર બાદ તેની નીચે ની બાજુ થોડી ઝાડી વળે ત્યાર બાદ જ તેને બીજી સાઇડ ફેરવશું બને બાજુ થોડા ગોલ્ડન થાય એટલે તરત તેને પ્લેટ માં કાઢી લેશું.
  • ત્યાર બાદ હવે પ્લેટ માં કાઢી લીધા પછી તેના પર તરત જ આપણે તૈયાર કરેલી ચાસણી તેના પર રેળી દેશું અને ત્યાર બાદ માલપુવા ને 5 મિનિટ માટે ચાસણી માં રેવા દેશું. જેથી માલપુવા માં ચાસણી સારી રીતે ભળી જાય.
  • તો હવે આપણા માલપુવા તૈયાર છે જેને આપણે પ્લેટિંગ કરીશું. તેના માટે એક સર્વિંગ ડીશ લેશું તેના પર થોડી ચમચી ની મદદ થી રબડી નાખીશું ત્યાર બાદ તેના પર તૈયાર કરેલ 1 પીસ માલપુવા નો નાખીશું ફરીથી તેના પર થોડી રબડી , પલાળેલા પિસ્તા છે તેના કટકા કરી ને નાખીશું , ચાંદી નો વર્ખ , એલચી પાવડર , સૂકા ગુલાબ ની પાંદડી ઉપર થી એક ફુદીના નો પાંદ નાખી અને સર્વ કરીશું.
  • તો તૈયાર છે આપણું એકદમ મસ્ત રબડી માલપુવા .

Notes

  1. તમે ઇયા કાળા મરી અને વરિયાળી ની માત્રા થોડી ઓછી કરવી હોય તો કરી શકો છો પણ થોડો મસાલો જો નાખશો તો તમારા માલપુવા નો ટેસ્ટ એકદમ સારો આવશે અને આ મસાલા વગર માલપુવા અધૂરા જ છે.
  2. રબડી તમે તૈયાર લઈ સકો છો. અથવા તો તમે રબડી ને ઘરે પણ બનાવી સકો છો .
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular