જય શ્રી કૃષ્ણ આજ આપણે બેસન ના પુડલા બનાવવાની રીત – besan na pudla banavani rit શીખીશું. પુડલા ને ચીલા પણ કહેવાય છે પુડલા બે પ્રકારના બનતા હોય છે, Please subscribe Skinny Recipes YouTube channel If you like the recipe , મીઠા પુડલા અને ખારા પુડલા. મીઠા પુડલા ઘઉંના લોટ માંથી બનતા હોય છે જ્યારે ખારા પુડલા બેસન માંથી બનતા હોય છે ખારા પુડલા માં બેસન હોવાના કારણે હેલ્થી ને પ્રોટીન અને ફાઈબર યુક્ત હોય છે અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે જે સવારના કે સાંજ ના નાસ્તામાં બનાવી શકાય છે તો ચાલો બેસન ના પુડલા બનાવવાની રેસીપી – besan na pudla gujarati – besan pudla recipe in gujarati શીખીએ.
બેસન ના પુડલા બનાવવા જરૂરી સામગ્રી
- મોટા સુધારેલ ટમેટા 1
- બેસન 1 કપ
- મોટી સુધારેલી ડુંગળી 1-2
- ગાજર 1 સુધારેલ
- લીલા મરચા સુધારેલા 2-3
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- હળદર ½ ચમચી
- અજમો ¼ ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- જીરું ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી ¼ કપ +2-3 ચમચી
- તેલ જરૂર મુજબ
બેસન ના પુડલા બનાવવાની રીત | besan na pudla gujarati
બેસન પુડલા બનાવવા સૌપ્રથમ ટમેટા , ડુંગળી અને ગાજર ને ધોઇ સાફ કરી મોટા મોટા સુધારી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં અધ કચરા પીસી લ્યો અથવા છીણી વડે છીણી લ્યો
હવે એક વાસણમાં બેસન ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, મસળી ને અજમો, જીરું, હિંગ, મરી પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં અધ કચરા પીસેલા ટમેટા ડુંગળી અને ગાજર ની પેસ્ટ નાખો સાથે લીલા ધાણા સુધારેલા અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો
હવે એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ જરૂર મુજબ બીજી એક બે ચમચી પાણી નાખી મિક્સ કરી ઢોસા ના મિશ્રણ જેવું મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી ને મિશ્રણ ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો
દસ મિનિટ બાદ ફરી મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર તવી ને ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં તૈયાર મિશ્રણ ને એક થી દોઢ કડછી નાખો ને એક સરખું ફેલાવી દયો ને ઉપરથી ચમચી એક તેલ નાખી ઢાંકી ને એક મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો
એક મિનિટ પછી ઢાંકણ ખોલી પુડલા ને હળવા હાથે ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ એક મિનિટ ચડાવી લ્યો આમ એક એક પુડલા નું મિશ્રણ નાખતા જાઓ ને બને બાજુ ગોલ્ડન શેકી પુડલા બનાવી લ્યો અને સોસ , ચટણી કે અથાણાં સાથે સર્વ કરો ગરમ ગરમ બેસન પુડલા
besan pudla recipe in gujarati notes
- અહી તમે છીણેલું પનીર કે તમારી પસંદ ના શાક ને ઝીણા સુધારી કે અધ કચરા પીસી કે છીણી ને નાખી શકો છો
- પાણી ની માત્રા બેસન પ્રમાણે વધુ ઓછી થઈ શકે છે
besan na pudla banavani rit | Recipe Video
Youtube પર Skinny Recipes ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
બેસન ના પુડલા બનાવવાની રેસીપી | besan pudla recipe in gujarati
બેસન ના પુડલા બનાવવાની રીત | besan na pudla gujarati | besan na pudla banavani rit | besan pudla recipe | besan pudla recipe in gujarati | બેસન ના પુડલા બનાવવાની રેસીપી
Equipment
- 1 તવી
- 1 મિક્સર
Ingredients
બેસન ના પુડલા બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ બેસન
- 1 મોટા સુધારેલ ટમેટા
- 1-2 મોટી સુધારેલી ડુંગળી
- 1 ગાજર સુધારેલ
- 2-3 લીલા મરચા સુધારેલા
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી હળદર
- ¼ ચમચી અજમો
- ¼ ચમચી મરી પાઉડર
- ½ ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- મીઠું સ્વાદ મુજબ
- ¼ કપ પાણી +2-3 ચમચી
- તેલ જરૂર મુજબ
Instructions
besanna pudla | besan na pudla gujarati | besan pudla recipe | બેસન ના પુડલા
- બેસન પુડલા બનાવવા સૌપ્રથમ ટમેટા , ડુંગળી અને ગાજર ને ધોઇ સાફ કરી મોટા મોટા સુધારી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં નાખી પ્લસ મોડ માં અધ કચરા પીસી લ્યો અથવા છીણી વડે છીણી લ્યો
- હવે એક વાસણમાં બેસન ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, મસળી ને અજમો, જીરું, હિંગ, મરી પાઉડર નાખી મિક્સકરી લ્યો ત્યાર બાદ એમાં અધ કચરા પીસેલા ટમેટા ડુંગળી અને ગાજર ની પેસ્ટ નાખો સાથેલીલા ધાણા સુધારેલા અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો
- હવે એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ જરૂર મુજબ બીજી એક બે ચમચી પાણીનાખી મિક્સ કરી ઢોસા ના મિશ્રણ જેવું મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી ને મિશ્રણ ને ઢાંકીને દસ મિનિટ એક બાજુ મૂકો
- દસ મિનિટ બાદ ફરી મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર તવી ને ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં તૈયાર મિશ્રણ ને એક થી દોઢ કડછી નાખો ને એક સરખું ફેલાવી દયો ને ઉપરથી ચમચી એક તેલ નાખી ઢાંકી ને એક મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો
- એક મિનિટ પછી ઢાંકણ ખોલી પુડલા ને હળવા હાથે ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ એક મિનિટ ચડાવી લ્યો આમ એક એક પુડલા નું મિશ્રણ નાખતા જાઓ ને બને બાજુ ગોલ્ડન શેકી પુડલા બનાવી લ્યો અને સોસ , ચટણી કે અથાણાંસાથે સર્વ કરો ગરમ ગરમ બેસન પુડલા
besan pudla recipe in gujarati notes
- અહી તમે છીણેલું પનીર કે તમારી પસંદ ના શાક ને ઝીણા સુધારી કે અધ કચરા પીસી કે છીણી ને નાખી શકો છો
- પાણીની માત્રા બેસન પ્રમાણે વધુ ઓછી થઈ શકે છે
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
આલુ પરોઠા બનાવવાની રીત | aloo paratha banavani rit | aalu paratha recipe
મેંદુ વડા બનાવવાની રીત | medu vada recipe in gujarati | medu vada banavani rit
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.