ગુજરાતી ઘરોમાં સવાર-સાંજની ચા સાથે જો કોઈ કુરકુરો નાસ્તો મળી જાય, તો ચા પીવાની મજા બમણી થઈ જાય છે. ‘ફાફડા’ અને ‘ગાંઠિયા’ તો આપણે વારંવાર લાવીએ છીએ, પરંતુ આજે આપણે ઘરે જ બનાવીશું એકદમ ખસ્તા અને સ્વાદિષ્ટ Besan Papdi (બેસન પાપડી). ફરસાણની દુકાને મળતી પાપડી બનાવવી બહુ જ સરળ છે. બાળકોના લંચબોક્સ કે પ્રવાસમાં લઈ જવા માટે પણ આ બેસ્ટ નાસ્તો છે. ચાલો જોઈએ બેસન પાપડી બનાવવાની સાચી રીત.
Ingredients
- બેસન 1 કપ
- ચોખાનો લોટ ½ કપ
- બેકિંગ સોડા ¼ ચમચી
- તેલ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી ½ કપ
- લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
- ચાર્ટ મસાલો જરૂર મુજબ
Besan Papdi banavani rit
બેસન પાપડી બનાવવા સૌથી પહેલા એક કથરોટ માં બેસન અને ચોખાનો લોટ ચાળી ને લ્યો હવે વાસણમાં અડધો કપ પાણી લઇ એમાં તેલ, મીઠું સ્વાદ મુજબ અને બેકિંગ સોડા નાખી ઝેણી વડે અથવા બ્લેન્ડર વડે બરોબર મ્મીક્સ કરી લ્યો. તૈયાર મિશ્રણ ને થોડું થોડું લોટમાં નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટને બરોબર મસળી લ્યો.
હવે મસળી રાખેલા લોટ માંથી લુવો લઇ એની પાતળી રોટલી બનાવી લ્યો. તૈયાર રોટલી પર ચાકુ કે કટર વડે લાંબી લાંબી પટ્ટી બનાવી લ્યો. અને કાપેલી પટ્ટી ને એક થાળી માં ફેલાવી દયો આમ બધા લોટ માંથી રોટલી વણી લાંબી કાપી થાળી માં ફેલાવતા જાઓ.
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે ગેસ મીડીયમ કરી એમાં એક વખતમાં સમાય એટલી પટ્ટી નાખી બને બાજુથી ગોલ્ડન તારી બીજા વાસણમાં કાઢતા જાઓ. આમ બધી પટ્ટી ને તારી ને કાઢી લ્યો. હવે તારેલ પટ્ટી પર પસંદ મુજબ ચાર્ટ મસાલો, લાલ મરચાનો પાઉડર અથવા પેરી પેરી મસાલો અથવા તમારી પસંદ ના મસાલા છાંટી મિક્ક્ષ કરી એર ટાઈટ ડબ્બામાં ભરી મજા લ્યો. તો તૈયાર છે બેસન પાપડી.
બેસન પાપડી બનાવવાની રીત

Besan Papdi Recipe in Gujarati | બેસન પાપડી બનાવવાની રીત | Gujarati Farsan
Equipment
- 1 કડાઈ
Ingredients
- 1 કપ બેસન
- ½ કપ ચોખાનો લોટ
- ¼ ચમચી બેકિંગ સોડા
- તેલ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- ½ કપ પાણી
- લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
- ચાર્ટ મસાલો જરૂર મુજબ
Instructions
Besan Papdi banavani rit
- બેસન પાપડી બનાવવા સૌથી પહેલા એક કથરોટ માં બેસન અને ચોખાનો લોટ ચાળી ને લ્યો હવે વાસણમાં અડધો કપ પાણી લઇ એમાં તેલ, મીઠું સ્વાદ મુજબ અને બેકિંગ સોડા નાખી ઝેણી વડે અથવા બ્લેન્ડર વડે બરોબર મ્મીક્સ કરી લ્યો. તૈયાર મિશ્રણ ને થોડું થોડું લોટમાં નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટને બરોબર મસળી લ્યો.
- હવે મસળી રાખેલા લોટ માંથી લુવો લઇ એની પાતળી રોટલી બનાવી લ્યો. તૈયાર રોટલી પર ચાકુ કે કટર વડે લાંબી લાંબી પટ્ટી બનાવી લ્યો. અને કાપેલી પટ્ટી ને એક થાળી માં ફેલાવી દયો આમ બધા લોટ માંથી રોટલી વણી લાંબી કાપી થાળી માં ફેલાવતા જાઓ.
- હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે ગેસ મીડીયમ કરી એમાં એક વખતમાં સમાય એટલી પટ્ટી નાખી બને બાજુથી ગોલ્ડન તારી બીજા વાસણમાં કાઢતા જાઓ. આમ બધી પટ્ટી ને તારી ને કાઢી લ્યો. હવે તારેલ પટ્ટી પર પસંદ મુજબ ચાર્ટ મસાલો, લાલ મરચાનો પાઉડર અથવા પેરી પેરી મસાલો અથવા તમારી પસંદ ના મસાલા છાંટી મિક્ક્ષ કરી એર ટાઈટ ડબ્બામાં ભરી મજા લ્યો. તો તૈયાર છે બેસન પાપડી.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Healthy Vada Pav Wrap Recipe in Gujarati | વડાપાંઉ રેપ | Diet Snacks
Khandvi bites banavani rit | ખાંડવી બાઈટ્સ બનાવવાની રીત
Black pavbhaji with masala recipe | બ્લેક પાઉંભાજી વિથ મસાલા બનાવવાની રીત
tameta sev banavani rit | ટામેટા સેવ બનાવવાની રીત
Double Chocolate Cup Cake banavani rit | ડબલ ચોકલેટ કપ કેક બનાવવાની રીત
masala puri recipe gujarati | મસાલા પૂરી બનાવવાની રીત