ઉનાળા ની શરૂઆત થઇ ગઈ છે અને ગરમી પડવા લાગી છે. ત્યારે જમવાથી વધારે આપણે ઠંડા પીના પસંદ કરતા હોઈએ છીએ. એમાં પણ જો પીણું હેલ્થી ની સાથે ટેસ્ટી હોય તો મજા પડી જાય આજ આપણે એક એવું જ હેલ્દી અને ટેસ્ટી પીણું બનાવતા શીખીશું. જે પેટ ને ઠંડક આપવા ની સાથે ભરી પણ દેશે. તો ચાલો ગરમીમાં શરીરને હાઇડ્રેટ (Hydrate) રાખવા માટે Phudina Kakdi ni Chaas ( ફુદીના કાકડીની છાશ બનાવવાની રીત ) શીખીએ.
Table of contents
Mint Cucumber chaas ingredients
- કાકડી 1 નંગ
- ફુદીના ના પાંદ 10-15
- લીલું મરચું 1
- મરી 3-4
- વરીયાળી ¼ ચમચી
- સંચળ ½ ચમચી
- જીરું પાઉડર ½ ચમચી
- દહીં ½ કપ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
વઘાર માટેની સામગ્રી
- તેલ 1 ચમચી
- મીઠા લીમડા ના પાંદ 5-7
- જીરું ½ ચમચી
- હિંગ 1/8 ચમચી
Phudina Kakdi ni Chaas banavani rit
ફુદીના કાકડીની છાશ બનાવવા સૌથી પહેલા મિક્સર જારમાં મરી, જીરું અને વરીયાળી નાખી પીસી લ્યો ત્યાર બાદ કાકડી ને ધોઈ એના કટકા કરી લ્યો અને કટકા ને મિકસર જારમાં નાખો સાથે લીલા મરચા સુધારેલ, ફુદીના ના પાંદ ધોઈ ને નાખો અને ફરી ઢાંકણ બંધ કરી બધી સામગ્રી ને બરોબર પીસી સ્મૂથ પેસ્ટ કરી લ્યો.
હવે એક વાસણમાં દહીં લઇ એને બ્લેન્ડર થી જેરી લ્યો ત્યાર બાદ એમાં અડધા થી એક કપ જેટલું ઠંડું પાણી નાખો અને ફરી એક વખત બ્લેન્ડર ફેરવી સ્મૂથ મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં મિક્સર માં પીસેલ મિશ્રણ, સંચળ અને સ્વાદ મુજબ મીઠું નાખી ફરી એક વખત બ્લેન્ડર ફેરવી બરોબર મિક્સ કરી લ્યો.
હવે ગેસ પર વાઘારીયા માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરી વઘાર તૈયાર કરી લ્યો અને તૈયાર વઘાર ને છાસ માં નાખી મિક્સ કરી લ્યો અને ઉપરથી થોડા બરફના કટકા નાખી મજા લ્યો. તો તૈયાર છે મિન્ટ કુકુમ્બર છાસ.
ફુદીના કાકડીની છાશ બનાવવાની રીત

Phudina Kakdi ni Chaas Recipe in gujarati | ફુદીના કાકડીની છાશ બનાવવાની રીત
Equipment
- 1 મિક્સર
- 1 તપેલી
Ingredients
Mint Cucumber chaas ingredients
- 1 નંગ કાકડી
- 10-15 ફુદીના ના પાંદ
- 1 લીલું મરચું
- 3-4 મરી
- ¼ ચમચી વરીયાળી
- ½ ચમચી સંચળ
- ½ ચમચી જીરું પાઉડર
- ½ કપ દહીં
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
વઘાર માટેની સામગ્રી
- 1 ચમચી તેલ
- 5-7 મીઠા લીમડા ના પાંદ
- ½ ચમચી જીરું
- ⅛ ચમચી હિંગ
Instructions
Phudina Kakdi ni Chaas banavani rit
- ફુદીના કાકડીની છાશ બનાવવા સૌથી પહેલા મિક્સર જારમાં મરી, જીરું અને વરીયાળી નાખી પીસી લ્યો ત્યાર બાદ કાકડી ને ધોઈ એના કટકા કરી લ્યો અને કટકા ને મિકસર જારમાં નાખો સાથે લીલા મરચા સુધારેલ, ફુદીના ના પાંદ ધોઈ ને નાખો અને ફરી ઢાંકણ બંધ કરી બધી સામગ્રી ને બરોબર પીસી સ્મૂથ પેસ્ટ કરી લ્યો.
- હવે એક વાસણમાં દહીં લઇ એને બ્લેન્ડર થી જેરી લ્યો ત્યાર બાદ એમાં અડધા થી એક કપ જેટલું ઠંડું પાણી નાખો અને ફરી એક વખત બ્લેન્ડર ફેરવી સ્મૂથ મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં મિક્સર માં પીસેલ મિશ્રણ, સંચળ અને સ્વાદ મુજબ મીઠું નાખી ફરી એક વખત બ્લેન્ડર ફેરવી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે ગેસ પર વાઘારીયા માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરી વઘાર તૈયાર કરી લ્યો અને તૈયાર વઘાર ને છાસ માં નાખી મિક્સ કરી લ્યો અને ઉપરથી થોડા બરફના કટકા નાખી મજા લ્યો. તો તૈયાર છે મિન્ટ કુકુમ્બર છાસ.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Paan Coconut Kulfi Recipe in Gujarati | પાન કોકોનટ કુલ્ફી
ઠંડાઈ બનાવવાની રીત | thandai recipe in gujarati
sattu sharbat banavani rit | સત્તુ નું શરબત બનાવવાની રીત
બીલી નો શરબત બનાવવાની રીત | bili no sharbat banavani rit
Taad gola no sharbat banavani rit | તાડ ગોલા નો શરબત બનાવવાની રીત
Falsa shots banavani rit | ફાલસા શોટ્સ બનાવવાની રીત
Imli Mojito banavani rit | ઈમલી મોજીતો બનાવવાની રીત