Home Nasta Broccoli Cheese Parantha ni rit | બ્રોકલી ચીઝ પરોઠા ની રીત

Broccoli Cheese Parantha ni rit | બ્રોકલી ચીઝ પરોઠા ની રીત

0

આ પરોઠા રેગ્યુલર પરોથાથી ખુબ ટેસ્ટી લાગે છે અને એક વખત બનાવશો પછી વારંવાર બનાવશો. આ પરોઠા તમે સવારના નાસ્તામાં અઠવા સાંજ ના નાસ્તામાં કે પછી બાળકો કે પતિદેવ ને ટીફીન માં પણ બનાવી આપી શકો છો  અત્યાર સુંધી આપણે અલગ અલગ સ્ટફિંગ વાળા ઘણા પરોઠાની મજા લીધી છે તો આજ આ નવા Broccoli Cheese Parantha – બ્રોકલી ચીઝ પરોઠા ની પણ મજા લઇએ.    

INGREDIENTS

  • ઝીણી છીણેલી બ્રોકલી 300 ગ્રામ
  • ચીઝ 100 ગ્રામ
  • પ્રોસેસ ચીઝ છીણેલા 3-4 ક્યુબ
  • ઓરેગનો 1 ચમચી
  • ચીલી ફ્લેક્ષ 1 ચમચી
  • ઘઉંનો લોટ 2 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ

Broccoli Cheese Parantha ni rit

બ્રોકલી ચીઝ પરોઠા બનાવવા સૌથી પહેલા આપણે બ્રોકાલીને બરોબર ધોઈ સાફ કરી એનું પાણી નીતારવા મૂકી દેશું. પાણી નીતરે ત્યાં સુંધી કથરોટમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી તેલ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી મીડીયમ નરમ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટને થોડો મસળી એમાં એક બે ચમચી તેલ નાખી મસળી ઢાંકી એક બાજુ મુકો.

ત્યાર બાદ બ્રોકલી માંથી બરોબર પાણી નીતારી કોરી કરી લ્યો અને ઝીણી છીણી વડે છીણી લ્યો. છીણેલી બ્રોકલી ને એક વાસણમાં લઇ એમાં મોઝારેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ છીણી ને નાખો સાથે ઓરેગાનો અને ચીલી ફ્લેક્ષ નાખો અને જરૂર મુજબ મીઠું નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લ્યો.

આમ સ્ટફિંગ અને લોટ બાંધી તૈયાર કરી લીધા બાદ બાંધેલા લોટ માંથી જે સાઈઝનો પરોઠા બનાવવા હોય એ સાઈઝ નો લુઓ લઇ કોરા લોટ લગાવી થોડો વાણી પૂરી બનાવી લ્યો. બનાવેલ પુરીમાં તૈયાર કરેલ સ્ટફિંગ મૂકી પૂરીને બધી બાજુથી બરોબર પેક કરી ફરી લુવો બનાવી લ્યો.

તૈયાર લુવાને ફરી કોરા લોટ સાથે હલકા હાથે વણી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર તવી ગરમ કરો તવી ગરમ થાય એટલે એમાં વણેલ પરોઠા ન નાખી બને બાજુ થોડો થોડો ચડાવી લ્યો અને તુંર બાદ બને બાજુ તેલ લગાવી ગોલ્ડન શેકી લ્યો આમ બધા પરોહને વણી ને શેકી લ્યો. તૈયાર પરોઠા ને ચટણી કે સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે બ્રોકલી ચીઝ પરોઠા.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

બ્રોકલી ચીઝ પરોઠા ની રીત

Broccoli Cheese Parantha - બ્રોકલી ચીઝ પરોઠા

Broccoli Cheese Parantha ni rit

આ પરોઠા રેગ્યુલર પરોથાથી ખુબ ટેસ્ટી લાગે છે અને એક વખતબનાવશો પછી વારંવાર બનાવશો. આ પરોઠા તમે સવારનાનાસ્તામાં અઠવા સાંજ ના નાસ્તામાં કે પછી બાળકો કે પતિદેવ ને ટીફીન માં પણ બનાવીઆપી શકો છો  અત્યાર સુંધી આપણે અલગઅલગ સ્ટફિંગ વાળા ઘણા પરોઠાની મજા લીધી છે તો આજ આ નવા Broccoli Cheese Parantha – બ્રોકલી ચીઝ પરોઠા ની પણ મજા લઇએ.    
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કથરોટ
  • 1 તવી

Ingredients

  • 300 ગ્રામ ઝીણી છીણેલી બ્રોકલી
  • 100 ગ્રામ ચીઝ
  • 3-4 ક્યુબ પ્રોસેસ ચીઝ છીણેલા
  • 1 ચમચી ઓરેગનો
  • 1 ચમચી ચીલી ફ્લેક્ષ
  • 2 કપ ઘઉંનો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ

Instructions

Broccoli Cheese Parantha ni rit

  • બ્રોકલી ચીઝ પરોઠા બનાવવા સૌથી પહેલા આપણે બ્રોકાલીને બરોબર ધોઈ સાફ કરી એનું પાણી નીતારવા મૂકી દેશું. પાણી નીતરે ત્યાં સુંધી કથરોટમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી તેલ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી મીડીયમ નરમ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટને થોડો મસળી એમાં એક બે ચમચી તેલ નાખી મસળી ઢાંકી એક બાજુ મુકો.
  • ત્યાર બાદ બ્રોકલી માંથી બરોબર પાણી નીતારી કોરી કરી લ્યો અને ઝીણી છીણી વડે છીણી લ્યો. છીણેલી બ્રોકલી ને એક વાસણમાં લઇ એમાં મોઝારેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ છીણી ને નાખો સાથે ઓરેગાનો અને ચીલી ફ્લેક્ષ નાખો અને જરૂર મુજબ મીઠું નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લ્યો.
  • આમ સ્ટફિંગ અને લોટ બાંધી તૈયાર કરી લીધા બાદ બાંધેલા લોટ માંથી જે સાઈઝનો પરોઠા બનાવવા હોય એ સાઈઝ નો લુઓ લઇ કોરા લોટ લગાવી થોડો વાણી પૂરી બનાવી લ્યો. બનાવેલ પુરીમાં તૈયાર કરેલ સ્ટફિંગ મૂકી પૂરીને બધી બાજુથી બરોબર પેક કરી ફરી લુવો બનાવી લ્યો.
  • તૈયાર લુવાને ફરી કોરા લોટ સાથે હલકા હાથે વણી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર તવી ગરમ કરો તવી ગરમ થાય એટલે એમાં વણેલ પરોઠા ન નાખી બને બાજુ થોડો થોડો ચડાવી લ્યો અને તુંર બાદ બને બાજુ તેલ લગાવી ગોલ્ડન શેકી લ્યો આમ બધા પરોહને વણી ને શેકી લ્યો. તૈયાર પરોઠા ને ચટણી કે સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે બ્રોકલી ચીઝ પરોઠા.

Notes

  • લોટ રેગ્ય્લાર લોટ થી થોડો નરમ બંધાસો તો પરોઠા વણતી વખતે તૂટી કે ફાટી નહિ જાય.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version