આ બીજોળા કચ્છ બાજુ ઘણા જોવા મળે છે ચોમાસા પછી બજાર માં લીંબુ જેવા સ્વાદ વાળા પણ લીંબુ થી ઘણા મોટા એવા આ ફળ માંથી ઘણા જ્યુસ, કેન્ડી બનાવતા હોય છે સાથે આનું અથાણું પણ ખુબ સ્વાડિસ્ટ બને છે જે સ્વાસ્થ્ય માટે પણ એટલુજ ગુણકારી માનવામાં આવે છે અને ઘણી બીમારી ઓમાં પણ દવા તરીકે ઉપયોગ લેવામાં આવતા હોય છે તો ચાલો Bijora nu athanu – બીજોરા નું અથાણું બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- બીજોળા 1 કિલો
- તેલ 1 કપ
- રાઈ ના કુરિય ½ કપ
- ધાણા ના કુરિય ¼ કપ
- મેથીના કુરિય 2-3 ચમચી
- વરીયાળી 1-2 ચમચી
- હિંગ ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર ¼ કપ
- સુધારેલ ગોળ 1 કિલો
- હળદર 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Bijora nu athanu banavani recipe
બીજોરા નું અથાણું બનાવવા સૌથી પહેલા બ્રોર્બ ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા થી કોરું કરી લેવા ત્યાર બાદ એની થોઈ છાલ ઉતારી લઇ બે ભાગમાં કાપી લઇ ત્યાર બાદ લાંબા લાંબા કટકા કરી એમાંથી એના બધા જ બીજ અલગ કરી લ્યો ત્યાર બાદ લાંબા કટકા ના નાના કટકા કરી લ્યો.
તૈયાર કટકામાં સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી એક થી બે દિવસ એમજ મૂકી દેવા અને દિવસ માં બે ત્રણ વખત સાફ અને કોરા ચમચાથી હલાવી લેવા. ત્યાર બાદ બે દિવસ પછી ગોળ ને સાવ ઝીણો સમારી લઇ તૈયાર કરી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં રાઈ ના કુરિયા, મેથીના કુરિયા અને ધાણા જીરું ના કુરિયા નાખી પ્લસ મોડ માં ફેરવી થોડા પીસી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં તેલ ને ફૂલ ગરમ કરી લ્યો અને તેલ બરોબર ગરમ થાય એટલે એમાં હિંગ નાખી મિક્સ કરી બીજોળા ના કટકા નાખી હલાવતા રહી ચડાવી લ્યો બીજોળા બરોબર ચડી જાય ને સાવ નરમ થાય એટલે ગેસ સાવ ધીમો કરી એમાં પીસી રાખેલ કુરિયા નાખી બે ચાર મિનીટ શેકી લ્યો,
ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર નાખો સાથે છીણેલો ગોળ નાખી હલાવી ગોળ ને ઓગળી લ્યો. ગોળ ઓગળી જાય એટલે એક વખત મીઠું ચેક કરી લેવું જો જરૂર લાગે તો મીઠું નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખવો. અને તૈયાર અથાણું ઠંડું થવા દેવું અથાણું ઠંડુ થાયેટલે એર ટાઈટ બરણીમાં ભરી મજા લ્યો. તો તૈયાર છે બીજોળા અથાણું.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
બીજોરા નું અથાણું બનાવવાની રેસીપી

Bijora nu athanu banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
- 1 કિલો બીજોળા
- 1 કપ તેલ
- ½ કપ રાઈ ના કુરિય
- ¼ કપ ધાણા ના કુરિય
- 2-3 ચમચી મેથીના કુરિય
- 1-2 ચમચી વરીયાળી
- ½ ચમચી હિંગ
- ¼ કપ લાલ મરચાનો પાઉડર
- 1 કિલો સુધારેલ ગોળ
- 1 ચમચી હળદર
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Bijora nu athanu banavani recipe
- બીજોરા નું અથાણું બનાવવા સૌથી પહેલા બ્રોર્બ ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા થી કોરું કરી લેવા ત્યાર બાદ એની થોઈ છાલ ઉતારી લઇ બે ભાગમાં કાપી લઇ ત્યાર બાદ લાંબા લાંબા કટકા કરી એમાંથી એના બધા જ બીજ અલગ કરી લ્યો ત્યાર બાદ લાંબા કટકા ના નાના કટકા કરી લ્યો.
- તૈયાર કટકામાં સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી એક થી બે દિવસ એમજ મૂકી દેવા અને દિવસ માં બે ત્રણ વખત સાફ અને કોરા ચમચાથી હલાવી લેવા. ત્યાર બાદ બે દિવસ પછી ગોળ ને સાવ ઝીણો સમારી લઇ તૈયાર કરી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં રાઈ ના કુરિયા, મેથીના કુરિયા અને ધાણા જીરું ના કુરિયા નાખી પ્લસ મોડ માં ફેરવી થોડા પીસી લ્યો.
- હવે ગેસ પર કડાઈમાં તેલ ને ફૂલ ગરમ કરી લ્યો અને તેલ બરોબર ગરમ થાય એટલે એમાં હિંગ નાખી મિક્સ કરી બીજોળા ના કટકા નાખી હલાવતા રહી ચડાવી લ્યો બીજોળા બરોબર ચડી જાય ને સાવ નરમ થાય એટલે ગેસ સાવ ધીમો કરી એમાં પીસી રાખેલ કુરિયા નાખી બે ચાર મિનીટ શેકી લ્યો,
- ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર નાખો સાથે છીણેલો ગોળ નાખી હલાવી ગોળ ને ઓગળી લ્યો. ગોળ ઓગળી જાય એટલે એક વખત મીઠું ચેક કરી લેવું જો જરૂર લાગે તો મીઠું નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખવો. અને તૈયાર અથાણું ઠંડું થવા દેવું અથાણું ઠંડુ થાયેટલે એર ટાઈટ બરણીમાં ભરી મજા લ્યો. તો તૈયાર છે બીજોળા અથાણું.
Notes
- અહી તમને કુરિયા ના નાખવા હોય તો બીજોળા ચડી જાય ત્યાર પછી લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી ગોળ નાખી ને ઓગળી ને પણ અથાણું બનાવી શકો છો.
- તમે હળદર મીઠું આપેલા બીજોળા ને પાંચ સાત દિવસ પછી એમજ પણ આઘેલા ખાઈ શકો છો.
- તમે આ અથાણું છાલ સાથે અથવા થોડી થોડી છાલ કાઢી ને પણ કરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Chana dal vara bhaat banavani recipe | ચણાદાળ વારા ભાત
Sindhi Koki banavani rit | સિંધી કોકી
Ringna batata nu shaak | રીંગણા બટાકા નું શાક
ghau na lot ni bread recipe | ઘઉં ના લોટ ની બ્રેડ
sukhi bhaji banavani rit | સુકી ભાજી