HomeLunch & DinnerDahi Chhole banavani rit | દહીં છોલે બનાવવાની રીત

Dahi Chhole banavani rit | દહીં છોલે બનાવવાની રીત

આ દહીં છોલે દિલ્હીમાં ખુબ ફેમસ છે અને ઘણી હોટલ રેસ્ટોરેન્ટમાં પણ આપણે જોતા કે મંગાવતા હોઈએ છીએ. ક્રીમી, ખાટા, તીખા અને સ્વાદ થી ભરપુર આ છોલે એક વખત બનાવશો તો વારંવાર બનાવતા થઇ જાસો. આ છોલે તમે તમારી નાની મોટી પાર્ટી માં પૂરી, કુલચા સાથે સર્વ કરી શકો છો. તો ચાલો દહીં છોલે બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • કાબુલી ચણા 1 કપ
  • તેલ 3-4 ચમચી
  • જીરું 1 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • લાલ મરચા નો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • છોલે મસાલો 1 ચમચી
  • દહીં ¼ કપ  
  • કસુરી મેથી 2 ચમચી
  • કાજુ ¼ કપ
  • લીલા મરચા 1-2
  • આદુ નો ટુકડો ½ ઇંચ
  • લસણ ની કણી 8-10
  • તજ નો ટુકડો 1 નાનો
  • એલચી 1-2
  • મરી 3-4
  • મીઠું સ્વાદ મુજબ 
  • પાણી જરૂર મુજબ

Dahi Chhole banavani rit

દહીં છોલે બનાવવા સૌથી પહેલા કાબુલી ચણા ને બે પાણીથી ધોઈ સાફ કરી બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાંચ સાત કલાક માટે અથવા તો આખી રાત અથવા દિવસ પલાળી લેશું. સાત કલાક પછી કાબુલી ચણા નું પાણી નીતારી ચણા ને કુકારમાં નાખી એક થી દોઢ કપ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી ઢાંકણ બંધ કરી ફૂલ તાપે બે ત્રણ સીટી વગાડી લેશું ત્યાર બાદ ગેસ ધીમો કરી પંદર વીસ મિનીટ ચડાવી લેશું.

વીસ મિનીટ પછી ગેસ બંધ કરી કુકરની હવા નીકળવા દેશું. કુકર માંથી હવા નીકળે ત્યાં સુંધી આપણે મિક્સર જારમાં કાજુ, લીલા મરચા સુધારેલ, લસણ ની કણી, મરી, એલચી, તજ નો ટુકડો, આદુ નાખી પીસી લ્યો. ત્યાર બાદ પીસવા માટે જરૂર લાગે તો પાણી બે  ચાર ચમચી નાખી પીસી સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો.

 હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી  લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી નાખી શેકી લ્યો. ડુંગળી શેકાઈ જાય એટલે એમાં પીસી રાખેલ પેસ્ટ નાખી મિક્સ કરી ધીમા તાપે થોડી વાર ચડાવી ને એમાંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.

પેસ્ટ માંથી તેલ અલગ થાય એટલે એમાં હળદર, લાલ મરચા નો પાઉડર, ધાણા જીરું પાઉડર, છોલે મસાલો નાખી મિક્સ કરી શેકી લ્યો. મસાલો શેકાઈ જાય એટલે એમાં બાફી રાખેલ કાબુલી ચણા નાખી મિક્સ કરી બે ચાર મિનીટ ચડાવી લ્યો.

ચાર મિનીટ પછી એમાં દહીં,કસુરી મેથી મસળી ને નાખો અને બરોબર દહીં ઉકાળવા લગે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો. દહીં ઉકાળવા લાગે એટલે ગેસ ધીમો કરી પાંચ સાત મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને ગરમ ગરમ ભાત, પૂરી, કુલચા સાથે સર્વ કરો. તો તૈયાર છે દહીં છોલે.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

દહીં છોલે બનાવવાની રીત

Dahi Chhole - દહીં છોલે

Dahi Chhole banavani rit

આ દહીં છોલે દિલ્હીમાં ખુબ ફેમસ છે અને ઘણી હોટલરેસ્ટોરેન્ટમાં પણ આપણે જોતા કે મંગાવતા હોઈએ છીએ. ક્રીમી, ખાટા, તીખા અને સ્વાદ થીભરપુર આ છોલે એક વખત બનાવશો તો વારંવાર બનાવતા થઇ જાસો. આ છોલે તમે તમારી નાનીમોટી પાર્ટી માં પૂરી, કુલચા સાથે સર્વ કરી શકો છો. તો ચાલો દહીં છોલે બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
5 hours
Total Time: 5 hours 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્ક્ષર
  • 1 કુકર

Ingredients

  • 1 કપ કાબુલી ચણા
  • ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ચમચી લાલ મરચા નો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી છોલે મસાલો
  • ¼ કપ દહીં
  • 2 ચમચી કસુરી મેથી
  • ¼ કપ કાજુ
  • 1-2 લીલા મરચા
  • ½ ઇંચ આદુ નો ટુકડો
  • 8-10 લસણ ની કણી
  • 1 નાનો તજ નો ટુકડો
  • 1-2 એલચી
  • 3-4 મરી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Dahi Chhole banavani rit

  • દહીં છોલે બનાવવા સૌથી પહેલા કાબુલી ચણા ને બે પાણીથી ધોઈ સાફ કરી બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાંચ સાત કલાક માટે અથવા તો આખી રાત અથવા દિવસ પલાળી લેશું. સાત કલાક પછી કાબુલી ચણા નું પાણી નીતારી ચણા ને કુકારમાં નાખી એક થી દોઢ કપ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી ઢાંકણ બંધ કરી ફૂલ તાપે બે ત્રણ સીટી વગાડી લેશું ત્યાર બાદ ગેસ ધીમો કરી પંદર વીસ મિનીટ ચડાવી લેશું.
  • વીસ મિનીટ પછી ગેસ બંધ કરી કુકરની હવા નીકળવા દેશું. કુકર માંથી હવા નીકળે ત્યાં સુંધી આપણે મિક્સર જારમાં કાજુ, લીલા મરચા સુધારેલ, લસણ ની કણી, મરી, એલચી, તજ નો ટુકડો, આદુ નાખી પીસી લ્યો. ત્યાર બાદ પીસવા માટે જરૂર લાગે તો પાણી બે ચાર ચમચી નાખી પીસી સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી નાખી શેકી લ્યો. ડુંગળી શેકાઈ જાય એટલે એમાં પીસી રાખેલ પેસ્ટ નાખી મિક્સ કરી ધીમા તાપે થોડી વાર ચડાવી ને એમાંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
  • પેસ્ટ માંથી તેલ અલગ થાય એટલે એમાં હળદર, લાલ મરચા નો પાઉડર, ધાણા જીરું પાઉડર, છોલે મસાલો નાખી મિક્સ કરી શેકી લ્યો. મસાલો શેકાઈ જાય એટલે એમાં બાફી રાખેલ કાબુલી ચણા નાખી મિક્સ કરી બે ચાર મિનીટ ચડાવી લ્યો.
  • ચાર મિનીટ પછી એમાં દહીં,કસુરી મેથી મસળી ને નાખો અને બરોબર દહીં ઉકાળવા લગે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો. દહીં ઉકાળવા લાગે એટલે ગેસ ધીમો કરી પાંચ સાત મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને ગરમ ગરમ ભાત, પૂરી, કુલચા સાથે સર્વ કરો. તો તૈયાર છે દહીં છોલે.

Notes

  • દહીં નાખ્યા પછી જ્યાં સુંધી ગ્રેવી ઉકળે નહિ ત્યાં સુંધી હલાવી ને ચડવી નહિતર દહીં  ફાટી ને ફોદા થઇ જશે. 
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular