HomeNastaLila dhana na pakoda banavani rit | લીલા ધાણા ના પકોડા બનાવવાની...

Lila dhana na pakoda banavani rit | લીલા ધાણા ના પકોડા બનાવવાની રીત

અત્યારે  ચોમાસા જેવો માહોલ છે બાજુ જામેલો છે ત્યારે બધા ને ભજીયા પકોડા બનાવવા અને ખાવા ખૂબ. પસંદ આવતા હોય છે અને તમે એક ન એક પકોડા કે ભજીયા બનાવી ખાઈ કંટાળી ગયા હો તો અમે આજ તમારા બધા માટે એક નવા જ Lila dhana na pakoda – લીલા ધાણા ના પકોડા બનાવવાની રીત લઈ આવ્યા છીએ. જે બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ અને ટેસ્ટી લાગશે.  

INGREDIENTS

  • લીલા ધાણા  1 ઝૂડી
  • બેસન 1 કપ
  • ચોખા નો લોટ 2- 3 ચમચી
  • કોર્ન ફ્લોર 2- 3 ચમચી
  • લાલ મરચા નો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • હળદર ¼ ચમચી
  • અજમો ¼ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ તરવા માટે

Lila dhana na pakoda banavani rit

લીલા ધાણા ના પકોડા બનાવવા સૌથી પહેલા લીલા ધાણા સાફ કરી લ્યો અને મૂળિયા અલગ કરી કાચી કાચી દાડી સાથે ધાણા અલગ કરી સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણીથી ધોઈ લ્યો અને ચારણીમાં મૂકી પાણી નીતારી લ્યો ત્યાર બાદ સાફ કોરા કપડાં માં ફેલાવી પંખા નીચે સુકાવી લ્યો.

હવે એક વાસણમાં ચાળી બેસન, કોર્ન ફ્લોર, ચોખા નો લોટ લ્યો એમાં લાલ મરચા નો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, મરી પાઉડર, અજમો મસળી ને નાખો સાથે બેકિંગ સોડા અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો. બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં થોડું થોડું પાણી નાખતા જઈ મીડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો. મિશ્રણ તૈયાર થઈ જાય એટલે ઢાંકી દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.

હવે પંદર મિનિટ પછી ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી તૈયાર કરેલ મિશ્રણ ને હલાવી લ્યો અને જરૂર લાગે તો એક બે ચમચી પાણી નાખી દ્યો. હવે તેલ ગરમ થઈ જાય એટલે તૈયાર કરેલ મિશ્રણ માં થોડા થોડા લીલા ધાણા લઈ મિશ્રણ માં બોળી ગરમ તેલ માં મૂકો આમ એક સાથે ત્રણ ચાર પકોડા ને તરવા મૂકો (એક વખત માં જેટલા પકોડા સમય એટલા કડાઈમાં નાખવા) એક બાજુ થોડા ચળી જાય એટલે ઉથલાવી બીજી બાજુ ચડાવી લેવા.

આમ બને બાજુ થી ક્રિસ્પી અને ગોલ્ડન થાય એટલે બહાર કાઢી લ્યો અને બીજા પકોડા ને તરી લ્યો. આમ બધા પકોડા તરી તૈયાર કરી લ્યો. તૈયાર પકોડા ને લીલી ચટણી અથવા સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે લીલા ધાણા ના પકોડા.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

લીલા ધાણા ના પકોડા બનાવવાની રીત

Lila dhana na pakoda - લીલા ધાણા ના પકોડા

Lila dhana na pakoda banavani rit

અત્યારે  ચોમાસા જેવો માહોલ છે બાજુ જામેલોછે ત્યારે બધા ને ભજીયા પકોડા બનાવવા અને ખાવા ખૂબ. પસંદ આવતાહોય છે અને તમે એક ન એક પકોડા કે ભજીયા બનાવી ખાઈ કંટાળી ગયા હો તો અમે આજ તમારા બધામાટે એક નવા જ Lila dhana na pakoda – લીલા ધાણા ના પકોડા બનાવવાની રીત લઈ આવ્યા છીએ. જે બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ અને ટેસ્ટીલાગશે.  
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 તપેલી

Ingredients

  • 1 ઝૂડી લીલા ધાણા
  • 1 કપ બેસન
  • 2- 3 ચમચી ચોખા નો લોટ
  • 2- 3 ચમચી કોર્ન ફ્લોર
  • 1 ચમચી લાલ મરચા નો પાઉડર
  • ½ ચમચી ધાણા જીરું પાઉડર
  • ¼ ચમચી હળદર
  • ¼ ચમચી અજમો
  • ¼ ચમચી મરી પાઉડર
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ તરવા માટે

Instructions

Lila dhana na pakoda banavani rit

  • લીલા ધાણા ના પકોડા બનાવવા સૌથી પહેલા લીલા ધાણા સાફ કરી લ્યો અને મૂળિયા અલગ કરી કાચી કાચી દાડી સાથે ધાણા અલગ કરી સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણીથી ધોઈ લ્યો અને ચારણીમાં મૂકી પાણી નીતારી લ્યો ત્યાર બાદ સાફ કોરા કપડાં માં ફેલાવી પંખા નીચે સુકાવી લ્યો.
  • હવે એક વાસણમાં ચાળી બેસન, કોર્ન ફ્લોર, ચોખા નો લોટ લ્યો એમાં લાલ મરચા નો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, મરી પાઉડર, અજમો મસળી ને નાખો સાથે બેકિંગ સોડા અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો. બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં થોડું થોડું પાણી નાખતા જઈ મીડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો. મિશ્રણ તૈયાર થઈ જાય એટલે ઢાંકી દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.
  • હવે પંદર મિનિટ પછી ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી તૈયાર કરેલ મિશ્રણ ને હલાવી લ્યો અને જરૂર લાગે તો એક બે ચમચી પાણી નાખી દ્યો. હવે તેલ ગરમ થઈ જાય એટલે તૈયાર કરેલ મિશ્રણ માં થોડા થોડા લીલા ધાણા લઈ મિશ્રણ માં બોળી ગરમ તેલ માં મૂકો આમ એક સાથે ત્રણ ચાર પકોડા ને તરવા મૂકો (એક વખત માં જેટલા પકોડા સમય એટલા કડાઈમાં નાખવા) એક બાજુ થોડા ચળી જાય એટલે ઉથલાવી બીજી બાજુ ચડાવી લેવા.
  • આમ બને બાજુ થી ક્રિસ્પી અને ગોલ્ડન થાય એટલે બહાર કાઢી લ્યો અને બીજા પકોડા ને તરી લ્યો. આમ બધા પકોડા તરી તૈયાર કરી લ્યો. તૈયાર પકોડા ને લીલી ચટણી અથવા સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે લીલા ધાણા ના પકોડા

Notes

  • અહીં તમને તીખાશ માટે લીલા મરચા ની પેસ્ટ પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular