સવારની ભાગદોડમાં જ્યારે કંઈક હેલ્ધી અને ઝડપથી બની જાય તેવો નાસ્તો બનાવવો હોય કે પંજાબી શાક સાથે સર્વ કરવું હોય ત્યારે Dahi Paratha ( દહીંના પરોઠા ) શ્રેષ્ઠ વિકલ્પ છે. આ પરોઠાની ખાસિયત એ છે કે લોટમાં દહીં નાખવાથી તે એકદમ રૂ જેવા પોચા (Soft) બને છે અને 1-2 દિવસ સુધી સુકાતા નથી, તેથી પ્રવાસમાં લઈ જવા માટે પણ આ બેસ્ટ છે. ચાલો જોઈએ દહીંના પરોઠા બનાવવાની રીત.
Table of contents
દહીં પરોઠા બનાવવા જરૂરી સામગ્રી
- દહીં ½ કપ
- મિલ્ક ½ કપ
- મેંદા નો લોટ 2 કપ
- કોર્ન ફ્લોર 3-4 ચમચી
- ખાંડ 1 ચમચી મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
- માખણ / ઘી જરૂર મુજબ
Dahi Paratha banavani rit
દહીંના પરોઠા બનાવવા સૌથી પહેલા એક કથરોટ માં મેંદાના લોટ ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં રૂમ તાપમાન વાળું દૂધ અને દહીં ને ફેટી નાખો હવે બધી સામગ્રી ને બ્રોર્બ મિક્સ કરી નરમ લોટ બાંધી લ્યો.
બાંધેલા લોટ માં એક બે ચમચી તેલ નાખી બરોબર પાંચ સાત મિનીટ મસળી લ્યો. બરોબર મસળી લીધા બાદ લોટ ને ધણી અડધા કલાક માટે એક બાજુ મુકો. અડધા કલાક પછી એક વાટકામાં કોર્ન ફ્લોર લ્યો અને એમાં ત્રણ ચાર ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લઇ એક સરખા પાંચ છ લુવા કરી લ્યો.
હવે એક લુવો લ્યો એને કોરા લોટની મદદથી વણી ને રોટલી બનાવો તૈયાર રોટલી પર કોર્ન ફ્લોર વાળું મિશ્રણ લગાવી ચાકુથી મીડીયમ સાઈઝ ની લાંબી પટ્ટી કાપી લ્યો કાપેલી પટ્ટી ને સ્લરી લગાવેલ ભાગ ઉપર આવે એમ એક ઉપર એક મુકો હવે એનો એક બાજુથી રોલ બનાવી લ્યો.
આમ બધા લુવાના રોલ બનાવી લ્યો. ( તમે અહીરોટલી ને ઝીક ઝેક રીતે પણ ફોલ્ડ કરી શકો છો ). બધા લુવા તૈયાર થઇ જાય એટલે ફરી ઢાંકી ને દસ મિનીટ એક બાજુ મુકો. દસ મિનીટ પછી ગેસ પર તવી ગરમ કરવા મુકો. તવી ગરમ થાય ત્યાં સુંધી એક લુવો લ્યો અને હલકા હાથે મીડીયમ જાડો વણી લ્યો અને વણેલા પરોઠા ને ગરમ તવી માં નાખી મીડીયમ તાપે બને બાજુ થોડા થોડા ચડાવી લ્યો ત્યાર બાદ ઘી અથવા તેલ લગાવી ગોલ્ડન શેકી લ્યો. આમ એક એક પરોઠા ને વણી શેકી લ્યો. તો તૈયાર છે દહીં પરોઠા.
Paratha recipe notes
- મેંદા ની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ વાપરી શકો છો.
દહીંના પરોઠા બનાવવાની રીત

Dahi Paratha Recipe in Gujarati | દહીંના પરોઠા બનાવવાની રીત
Equipment
- 1 કથરોટ
- 1 તવી
Ingredients
દહીં પરોઠા બનાવવા જરૂરી સામગ્રી
- ½ કપ દહીં
- ½ કપ મિલ્ક
- 2 કપ મેંદા નો લોટ
- 3-4 ચમચી કોર્ન ફ્લોર
- 1 ચમચી ખાંડ મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
- માખણ / ઘી જરૂર મુજબ
Instructions
Dahi Paratha banavani rit
- દહીંના પરોઠા બનાવવા સૌથી પહેલા એક કથરોટ માં મેંદાના લોટ ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં રૂમ તાપમાન વાળું દૂધ અને દહીં ને ફેટી નાખો હવે બધી સામગ્રી ને બ્રોર્બ મિક્સ કરી નરમ લોટ બાંધી લ્યો.
- બાંધેલા લોટ માં એક બે ચમચી તેલ નાખી બરોબર પાંચ સાત મિનીટ મસળી લ્યો. બરોબર મસળી લીધા બાદ લોટ ને ધણી અડધા કલાક માટે એક બાજુ મુકો. અડધા કલાક પછી એક વાટકામાં કોર્ન ફ્લોર લ્યો અને એમાં ત્રણ ચાર ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લઇ એક સરખા પાંચ છ લુવા કરી લ્યો.
- હવે એક લુવો લ્યો એને કોરા લોટની મદદથી વણી ને રોટલી બનાવો તૈયાર રોટલી પર કોર્ન ફ્લોર વાળું મિશ્રણ લગાવી ચાકુથી મીડીયમ સાઈઝ ની લાંબી પટ્ટી કાપી લ્યો કાપેલી પટ્ટી ને સ્લરી લગાવેલ ભાગ ઉપર આવે એમ એક ઉપર એક મુકો હવે એનો એક બાજુથી રોલ બનાવી લ્યો.
- આમ બધા લુવાના રોલ બનાવી લ્યો. ( તમે અહીરોટલી ને ઝીક ઝેક રીતે પણ ફોલ્ડ કરી શકો છો ). બધા લુવા તૈયાર થઇ જાય એટલે ફરી ઢાંકી ને દસ મિનીટ એક બાજુ મુકો. દસ મિનીટ પછી ગેસ પર તવી ગરમ કરવા મુકો. તવી ગરમ થાય ત્યાં સુંધી એક લુવો લ્યો અને હલકા હાથે મીડીયમ જાડો વણી લ્યો અને વણેલા પરોઠા ને ગરમ તવી માં નાખી મીડીયમ તાપે બને બાજુ થોડા થોડા ચડાવી લ્યો ત્યાર બાદ ઘી અથવા તેલ લગાવી ગોલ્ડન શેકી લ્યો. આમ એક એક પરોઠા ને વણી શેકી લ્યો. તો તૈયાર છે દહીં પરોઠા.
Paratha recipe notes
- મેંદા ની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ વાપરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Kaju Vada Recipe in Gujarati | વડોદરાના પ્રખ્યાત કાજુ વડા
Sattu ni Tikki banavani recipe | સત્તુ ની ટીક્કી બનાવવાની રેસીપી
Ragi soji na dhokla banavani rit | રાગી સોજી ના ઢોકળા બનાવવાની રીત
Mexican Paneer Burrito banavani rit | મેક્સિકન પનીર બુરીટો બનાવવાની રીત
Kabuli chana bataka ni petis banavani rit | કાબુલી ચણા બટાકા ની પેટીસ બનાવવાની રીત
