HomeLunch & DinnerDry Onion Chutney Recipe in Gujarati | સૂકી ડુંગળીની ચટણી

Dry Onion Chutney Recipe in Gujarati | સૂકી ડુંગળીની ચટણી

ચટણી વિના ગુજરાતી ભોજન અધૂરું ગણાય છે. લીલી ચટણી કે દહીંવાળી ચટણી 2-3 દિવસમાં બગડી જાય છે, પરંતુ આજે આપણે એક એવી Dry Onion Chutney (સૂકી ડુંગળીની ચટપટી ચટણી) બનાવીશું જેને તમે મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો. આ ચટણીની ખાસિયત તેનો ‘સિક્રેટ મસાલો’ અને તે બનાવવાની રીત છે. ડુંગળીમાં રહેલો બધો જ ભેજ (પાણી) બાળીને, તેને સીંગદાણા અને દાળિયા સાથે પીસીને આ કોરી ચટણી તૈયાર કરવામાં આવે છે. આ ચટણી એટલી ચટપટી હોય છે કે તમે પ્રવાસમાં થેપલાં કે ભાખરી સાથે તેને લઈ જઈ શકો છો, અને રસોઈ બનાવવાનો કંટાળો આવે ત્યારે આ ચટણી એકલા શાકની ગરજ સારે છે. ચાલો જોઈએ સૂકી ડુંગળીની ચટણી બનાવવાની રીત.

Ingredients List

  • આખા સુકા ધાણા 2 ચમચી 
  •  જીરું 1 ચમચી
  • મેથી દાણા ¼ ચમચી
  • ચણા દાળ 1 ચમચી
  • અડદ દાળ 1 ચમચી
  •  હિંગ ¼ ચમચી
  • નાનો ટુકડો આમલી 1
  • ડુંગળી  4  પાતળી સુધરેલી
  • સીંગદાણા  ½  કપ
  • દાડિયા  ¼  કપ
  • લસણ 15- 20 કણી
  •  સૂકા લાલ મરચાં  12- 15
  • મીઠો લીમડો ¼ કપ
  • કાશ્મીરી લાલ મરચા  પાઉડર 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

Dry Onion Chutney banavani rit

સૂકી ડુંગળીની ચટપટી ચટણી બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં સુકા આખા દાણા, મેથી દાણા, જીરું, ચણા દાળ, અડદ દાળ અને આંબલી નો કટકો નાખી મીડિયમ તાપે હલાવતા રહી બધી સામગ્રી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ શેકેલ સામગ્રી ને બીજા વાસણમાં કાઢી એમાં હિંગ નાખી મિક્સ કરી લઈ એક બાજુ ઠંડી થવા મૂકો.

હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી ડુંગળી લઈ અને છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ ધોઈ ને સાવ કોરી કરી લ્યો.હવે  ડુંગળી ન બે ભાગ માં કાપી એની પાતળી પાતળી લાંબી સ્લાઈઝ કરી લ્યો. હવે તેલ ગરમ થઈ જાય એટલે ગેસ મીડિયમ કરી એમાં સુધારેલ ડુંગળી નાખી ને ડુંગળી ને થોડી થોડી વારે હલાવતા રહે ગોલ્ડન તારી લ્યો. ડુંગળી ગોલ્ડન થાય એટલે ચારણીમાં ટિસ્યુ પેપર પર કાઢી લ્યો.

હવે એજ ગરમ તેલ માં સીંગદાણા ને પણ ગોલ્ડન તારી એક વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ એમાં ફોતરા વગર ન દાડિયા નાખી એક થી બે મિનિટ તારી કાઢી લ્યો. ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાંદ ને પણ ક્રિસ્પી તારી લ્યો છેલ્લે એમાં સૂકા લાલ મરચા નાખી અને પણ ક્રિસ્પી થાય ત્યાં સુંધી તારી લ્યો. હવે લસણ ની ફોલેલી કણી ને નાખી ગોલ્ડન તારી કાઢી લ્યો.

આમ બધી સામગ્રી તારી ને કાઢી વધારા નું તેલ નીતારી ઠંડી કરી લ્યો. હવે એક મોટા વાસણમાં તારેલી ડુંગળી, તારેલ સીંગદાણા,  તારેલ લસણ, તારેલ મીઠો લીમડો, તારેલ દાડિયા  લઈ બરોબર મિક્સ કરી લ્યો. અને એમાં થી એક થી અડધો કપ મસાલો અલગ કરી લ્યો ત્યાર બાદ  બે ત્રણ તારેલ સુકા લાલ મરચા ને અલગ રાખેલ મસાલા સાથે અલગ રાખી બાકી ન મરચા ને મિક્સર જારમાં નાખો સાથે તારી રાખેલ બધી સામગ્રી નાખો અને  શેકી રાખેલ સામગ્રી, લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું નાખો.

હવે મિક્સર જાતનું ઢાંકણ બંધ કરી પ્લસ મોડમાં ફેરવી ને પાઉડર બનાવી લ્યો. તૈયાર પાઉડર ને એક વાસણમાં નાખી એમાં એક બાજુ રાખેલ એક કપ મસાલો અને તારેલ મરચા નાખી બરોબર મિક્સ કરી લ્યો. બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય એટલે તૈયાર ચટણી ને એર ટાઇટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે સૂકી ડુંગળી ની ચટપટી ચટણી.

સૂકી ડુંગળીની ચટપટી ચટણી બનાવવાની રીત

Dry Onion Chutney banavani rit - સૂકી ડુંગળીની ચટપટી ચટણી

Dry Onion Chutney Recipe in Gujarati | સૂકી ડુંગળીની ચટણી

ચટણી વિના ગુજરાતી ભોજન અધૂરું ગણાય છે. લીલી ચટણી કે દહીંવાળીચટણી 2-3 દિવસમાં બગડી જાય છે, પરંતુ આજે આપણે એક એવી Dry Onion Chutney (સૂકી ડુંગળીની ચટપટી ચટણી) બનાવીશું જેને તમે મહિનાઓ સુધી સ્ટોરકરી શકો છો.આ ચટણીની ખાસિયત તેનો 'સિક્રેટ મસાલો' અને તે બનાવવાની રીત છે. ડુંગળીમાંરહેલો બધો જ ભેજ (પાણી) બાળીને, તેને સીંગદાણા અને દાળિયા સાથે પીસીને આકોરી ચટણી તૈયાર કરવામાં આવે છે. આ ચટણી એટલી ચટપટી હોય છે કે તમે પ્રવાસમાંથેપલાં કે ભાખરી સાથે તેને લઈ જઈ શકો છો, અનેરસોઈ બનાવવાનો કંટાળો આવે ત્યારે આ ચટણી એકલા શાકની ગરજ સારે છે. ચાલો જોઈએ સૂકી ડુંગળીની ચટણી બનાવવાની રીત.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

  • 2 ચમચી આખા સુકા ધાણા
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી મેથી દાણા
  • 1 ચમચી ચણા દાળ
  • 1 ચમચી અડદ દાળ
  • ¼ ચમચી હિંગ
  • 1 નાનો ટુકડો આમલી
  • 4 ડુંગળી પાતળી સુધરેલી
  • ½ કપ સીંગદાણા
  • ¼ કપ દાડિયા
  • 15- 20 લસણ કણી
  • 12- 15 સૂકા લાલ મરચાં
  • ¼ કપ મીઠો લીમડો
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચા પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Dry Onion Chutney banavani rit

  • સૂકી ડુંગળીની ચટપટી ચટણી બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં સુકા આખા દાણા, મેથી દાણા, જીરું, ચણા દાળ, અડદ દાળ અને આંબલી નો કટકો નાખી મીડિયમ તાપે હલાવતા રહી બધી સામગ્રી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ શેકેલ સામગ્રી ને બીજા વાસણમાં કાઢી એમાં હિંગ નાખી મિક્સ કરી લઈ એક બાજુ ઠંડી થવા મૂકો.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી ડુંગળી લઈ અને છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ ધોઈ ને સાવ કોરી કરી લ્યો.હવે ડુંગળી ન બે ભાગ માં કાપી એની પાતળી પાતળી લાંબી સ્લાઈઝ કરી લ્યો. હવે તેલ ગરમ થઈ જાય એટલે ગેસ મીડિયમ કરી એમાં સુધારેલ ડુંગળી નાખી ને ડુંગળી ને થોડી થોડી વારે હલાવતા રહે ગોલ્ડન તારી લ્યો. ડુંગળી ગોલ્ડન થાય એટલે ચારણીમાં ટિસ્યુ પેપર પર કાઢી લ્યો.
  • હવે એજ ગરમ તેલ માં સીંગદાણા ને પણ ગોલ્ડન તારી એક વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ એમાં ફોતરા વગર ન દાડિયા નાખી એક થી બે મિનિટ તારી કાઢી લ્યો. ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાંદ ને પણ ક્રિસ્પી તારી લ્યો છેલ્લે એમાં સૂકા લાલ મરચા નાખી અને પણ ક્રિસ્પી થાય ત્યાં સુંધી તારી લ્યો. હવે લસણ ની ફોલેલી કણી ને નાખી ગોલ્ડન તારી કાઢી લ્યો.
  • આમ બધી સામગ્રી તારી ને કાઢી વધારા નું તેલ નીતારી ઠંડી કરી લ્યો. હવે એક મોટા વાસણમાં તારેલી ડુંગળી, તારેલ સીંગદાણા, તારેલ લસણ, તારેલ મીઠો લીમડો, તારેલ દાડિયા લઈ બરોબર મિક્સ કરી લ્યો. અને એમાં થી એક થી અડધો કપ મસાલો અલગ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ તારેલ સુકા લાલ મરચા ને અલગ રાખેલ મસાલા સાથે અલગ રાખી બાકી ન મરચા ને મિક્સર જારમાં નાખો સાથે તારી રાખેલ બધી સામગ્રી નાખો અને શેકી રાખેલ સામગ્રી, લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું નાખો.
  • હવે મિક્સર જાતનું ઢાંકણ બંધ કરી પ્લસ મોડમાં ફેરવી ને પાઉડર બનાવી લ્યો. તૈયાર પાઉડર ને એક વાસણમાં નાખી એમાં એક બાજુ રાખેલ એક કપ મસાલો અને તારેલ મરચા નાખી બરોબર મિક્સ કરી લ્યો. બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય એટલે તૈયાર ચટણી ને એર ટાઇટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે સૂકી ડુંગળી ની ચટપટી ચટણી.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular