HomeLunch & DinnerKeri Marcha no Kucho in Gujarati | કેરી મરચાનો કુચો બનાવવાની રીત

Keri Marcha no Kucho in Gujarati | કેરી મરચાનો કુચો બનાવવાની રીત

ઉનાળાની શરૂઆત થાય એટલે દરેક ગુજરાતીના ઘરમાં કાચી કેરી આવવાની શરૂઆત થઈ જાય છે. મોટા અથાણાં બનાવતા પહેલા રોજબરોજ ખાવા માટે કાચી કેરી અને લીલા મરચાંમાંથી બનતો Keri Marcha no Kucho (કેરી મરચાનો કુચો) સૌથી વધુ લોકપ્રિય છે. આ એક પ્રકારનું ‘ઇન્સ્ટન્ટ અથાણું’ છે, જેને તડકામાં સૂકવવાની કે આથવાની બિલકુલ જરૂર પડતી નથી. આ કુચા ને ઘણા લોકો કેરી મરચાનું ઇન્સ્ટન્ટ અથાણું પણ કહેતા હોય છે જે રોટલી અને ભાખરી સાથે ખુબ જ ટેસ્ટી લાગે છે. ઉનાળામાં જ્યારે ગરમી ના કારણે જમવાનું પસંદ નથી આવતું ત્યારે આ કુચો બનાવી રાખશો તો આરામ થી બે ની જગ્યાએ ત્રણ રોટલી ખાઈ જાસો.  

Ingredients List

  1. કેરી 2 નંગ
  2. લીલા મરચા 2-3
  3. લીલા લાલ મરચા 1-2
  4. મેથી દાણા ½ + ½  ચમચી
  5. જીરું 1 ચમચી
  6. વરીયાળી 2 ½ + ½  ચમચી
  7. રાઈ  2 ચમચી
  8. હળદર ½ ચમચી
  9. લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  10. હિંગ ½ ચમચી
  11. ગોળ 1 ચમચી તેલ 5-6 ચમચી

Keri marcha no Kucho banavani rit

કેરી મરચાનો કુચો બનાવવા સૌથી પહેલા કેરી અને મરચા ને ધોઈ ને કોરા કરી લેશું ત્યાર બાદ મરચાને ડાળી દુદ્ર કરી કાપી કટકા કરી લ્યો ત્યાર બાદ કેરી ના પણ કટકા કરી લ્યો. આમ બને ને બરોબર સુધારી લીધા બાદ કેરી ના ટુકડા ને ચોપર માં અથવા મિકસર જારમાં નાખી દર્દરા પીસી લ્યો. ત્યાર બાદ મરચા ને પણ ચોપર કે મિક્સર જારમાં પ્લસ મોડ માં દર્દરા પીસી એક મોટા વાસણમાં કાઢી લ્યો. અને ત્યાર બાદ બને ને બરોબર મિક્સ કરી એક બાજુ મુકો. 

હવે ગેસ પર કડાઈમાં જીરું, અઢી ચમચી વરીયાળી, રાઈ, અડધી ચમચી મેથી દાણા નાખી ધીમા તાપે બધી સામગ્રી ને શેકી લ્યો. બધા મસાલા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો. મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી ઢાંકી દર્દરા પીસી પાઉડર બનાવી લ્યો.

હવે વઘારીયામાં તેલ ગરમ કરી લેશું અને તેલ ફૂલ ગરમ થાય એટલે એમાં મેથી દાણા અડધી ચમચી નાખી શેકી લીધા બાદ ગેસ બંધ કરી તેલ ને નવશેકું થાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, કાચી વરીયાળી અડધી ચમચી અને હિંગ નાખી મિક્સ કરી એક બાજુ મુકો.

ત્યારબાદ હવે પીસેલ કેરી મરચામાં પીસી રાખેલ મસાલા, હળદર, ગોળ અને મીઠું ( અહી મીઠું રેગ્યુલર કરતા થોડું ચડિયાતું રાખવું ) હવે બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. મસાલા મિક્સ થઇ જાય એટલે એમાં ઠંડું થયેલ તેલ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ કાંચ ની સાફ બરણીમાં ભરી મજા લ્યો. તો તૈયાર છે કેરી મરચા નો કુચો.

અહી લીલા મરચા થીખા કે મોર તમે તમારી પસંદ મુજબ વાપરી શકો છો.

કેરી મરચાનો કુચો બનાવવાની રીત

Keri marcha no Kucho banavani rit - કેરી મરચાનો કુચો

Keri Marcha no Kucho in Gujarati | કેરી મરચાનો કુચો બનાવવાની રીત

ઉનાળાની શરૂઆત થાય એટલે દરેક ગુજરાતીના ઘરમાં કાચી કેરી આવવાનીશરૂઆત થઈ જાય છે. મોટા અથાણાં બનાવતા પહેલા રોજબરોજ ખાવા માટે કાચી કેરી અને લીલામરચાંમાંથી બનતો Keri Marcha no Kucho (કેરી મરચાનો કુચો) સૌથી વધુ લોકપ્રિય છે. આ એક પ્રકારનું 'ઇન્સ્ટન્ટઅથાણું' છે, જેનેતડકામાં સૂકવવાની કે આથવાની બિલકુલ જરૂર પડતી નથી. આ કુચા ને ઘણા લોકો કેરી મરચાનું ઇન્સ્ટન્ટ અથાણું પણ કહેતા હોય છે જે રોટલી અને ભાખરી સાથે ખુબ જ ટેસ્ટી લાગે છે. ઉનાળામાં જ્યારે ગરમી ના કારણે જમવાનું પસંદ નથી આવતું ત્યારે આ કુચો બનાવી રાખશો તો આરામ થી બે ની જગ્યાએ ત્રણ રોટલી ખાઈ જાસો.  
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 10 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર
  • 1 તપેલી

Ingredients

  • 2 નંગ કેરી
  • 2-3 લીલા મરચા
  • 1-2 લીલા લાલ મરચા
  • 1 ચમચી મેથી દાણા
  • 1 ચમચી જીરું
  • 3 ચમચી વરીયાળી
  • 2 ચમચી રાઈ
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હિંગ
  • 1 ચમચી ગોળ
  • 5-6 ચમચી તેલ

Instructions

Keri marcha no Kucho banavani rit

  • કેરી મરચાનો કુચો બનાવવા સૌથી પહેલા કેરી અને મરચા ને ધોઈ ને કોરા કરી લેશું ત્યાર બાદ મરચાને ડાળી દુદ્ર કરી કાપી કટકા કરી લ્યો ત્યાર બાદ કેરી ના પણ કટકા કરી લ્યો. આમ બને ને બરોબર સુધારી લીધા બાદ કેરી ના ટુકડા ને ચોપર માં અથવા મિકસર જારમાં નાખી દર્દરા પીસી લ્યો. ત્યાર બાદ મરચા ને પણ ચોપર કે મિક્સર જારમાં પ્લસ મોડ માં દર્દરા પીસી એક મોટા વાસણમાં કાઢી લ્યો. અને ત્યાર બાદ બને ને બરોબર મિક્સ કરી એક બાજુ મુકો.
  • હવે ગેસ પર કડાઈમાં જીરું, અઢી ચમચી વરીયાળી, રાઈ, અડધી ચમચી મેથી દાણા નાખી ધીમા તાપે બધી સામગ્રી ને શેકી લ્યો. બધા મસાલા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો. મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી ઢાંકી દર્દરા પીસી પાઉડર બનાવી લ્યો.
  • હવે વઘારીયામાં તેલ ગરમ કરી લેશું અને તેલ ફૂલ ગરમ થાય એટલે એમાં મેથી દાણા અડધી ચમચી નાખી શેકી લીધા બાદ ગેસ બંધ કરી તેલ ને નવશેકું થાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, કાચી વરીયાળી અડધી ચમચી અને હિંગ નાખી મિક્સ કરી એક બાજુ મુકો.
  • ત્યારબાદ હવે પીસેલ કેરી મરચામાં પીસી રાખેલ મસાલા, હળદર, ગોળ અને મીઠું ( અહી મીઠું રેગ્યુલર કરતા થોડું ચડિયાતું રાખવું ) હવે બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. મસાલા મિક્સ થઇ જાય એટલે એમાં ઠંડું થયેલ તેલ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ કાંચ ની સાફ બરણીમાં ભરી મજા લ્યો. તો તૈયાર છે કેરી મરચા નો કુચો.
  • અહી લીલા મરચા થીખા કે મોર તમે તમારી પસંદ મુજબ વાપરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular