ઉનાળા માં ઠંડા પીણા બધા ને પસંદ આવતા હોય છે ત્યારે આપણે પાણી સાથે, દૂધ સાથે, છાસ સાથે તો ઘણા પીણા બનાવ્યા છે પણ આજ આપણે નારિયળ ના દૂધ અને ડ્રાય ફ્રૂટ માંથી પીણું બનાવશું જે સ્વાદિસ્ટ ની સાથે હેલ્થી પણ બની ને તૈયાર થાય છે. તો ચાલો Dryfruit ane coconut milk drink – ડ્રાયફ્રુટ અને કોકોનટ મિલ્ક ડ્રીંક બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- ખજૂર 10- 12
- બદામ 15- 20
- કાજુ 15- 20
- ખસખસ 2 ચમચી
- લીલું નારિયળ 2 ના કટકા
- સબ્જા બીજ 2 ચમચી
- મેંગો જેલી 1 પેકેટ
- ખાંડ ¼ કપ
- પાણી જરૂર મુજબ
- ગાર્નિશ માટે ગુલાબ ની પાંદડી જરૂર મુજબ
Dryfruit ane coconut milk drink banavani rit
ડ્રાયફ્રુટ અને કોકોનટ મિલ્ક ડ્રીંક બનાવવા સૌપ્રથમ એક તપેલી ત્રણ કપ પાણી નાખી ગેસ પર ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય ત્યાં સુંધી માં બીજી તપેલી માં મેંગો જેલી ના પેકેટ માં આવેલ બને પેકેટ ખોલી મિક્સ કરી લ્યો. હવે પાણી ગરમ થઈ જાય એટલે ગેસ બંધ કરી એમાંથી અડધા કપ જેટલું પાણી જેલી ના મિશ્રણ માં નાખતા જઈ મિક્સ કરી લ્યો અને ગાંઠા ના રહે એનું ધ્યાન રાખવું.
હવે જેલી ના મિશ્રણ માં બાકી નું ગરમ પાણી નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને એક થી બે થાળી માં નાખી ચાલીસ થી પચાસ મિનિટ ઠંડી થવા એક બાજુ મૂકો. ત્યાર બાદ એક તપેલી માં ખજૂર ના બીજ કાઢી ને લ્યો ત્યાર બાદ એમાં બદામ, કાજુ અને ખસખસ નાખો અને સાથે બધી સામગ્રી ડૂબી જાય એટલું ગરમ પાણી નાખી મિક્સ કરી ઢાંકી અડધા કલાક માટે એક બાજુ મૂકો.
ત્યાર બાદ લીલા નારિયળ ના કટકા લ્યો એની છાલ ઉતારી નાના કટકા કરી મિક્સર જાર માં નાખો અને ઢાંકણ બંધ કરી પીસી લ્યો. પીસેલા મિશ્રણ માં ગ્લાસ એક પાણી નાખી ફરી ઢાંકણ બંધ કરી પીસી લ્યો. પીસેલા મિશ્રણ ને ગરણી માં નાખી નારિયળ નું દૂધ અલગ કરી લ્યો અને બચેલા નારિયળ ને મિક્સર જાર માં નાખો અને એમાં એક ગ્લાસ પાણી નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો અને પીસેલા મિશ્રણ ને ગરણી માં નાખી ગાળી લ્યો.
હવે મિક્સર જાર માં પલાડી રાખેલ ડ્રાય ફ્રૂટ નાખી પીસી લ્યો. ત્યાર બાદ એમાં ખાંડ નાખી ફરીથી સ્મૂથ પીસી પેસ્ટ બનાવી લ્યો. તૈયાર પેસ્ટ ને નારિયળ ના દૂધ માં નાખી મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તૈયાર કરેલ મેંગો જેલી ના નાના નાના કટકા કરી નાખો અને બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને બરફ ના કટકા અને ગુલાબ ની પાંદડી નાખી ઠંડો ઠંડો મજા લ્યો. તો તૈયાર છે ડ્રાયફ્રુટ અને કોકોનટ મિલ્ક ડ્રીંક.
ડ્રાયફ્રુટ અને કોકોનટ મિલ્ક ડ્રીંક બનાવવાની રીત

Dryfruit ane coconut milk drink banavani rit
Equipment
- 1 મિક્સર
- 1 થાળી
- 1 તપેલી
Ingredients
- 10- 12 ખજૂર
- 15- 20 બદામ
- 15- 20 કાજુ
- 2 ચમચી ખસખસ
- 2 લીલું નારિયળ ના કટકા
- 2 ચમચી સબ્જા બીજ
- 1 પેકેટ મેંગો જેલી
- ¼ કપ ખાંડ
- પાણી જરૂર મુજબ
- ગાર્નિશ માટે ગુલાબ ની પાંદડી જરૂર મુજબ
Instructions
Dryfruit ane coconut milk drink banavani rit
- ડ્રાયફ્રુટ અને કોકોનટ મિલ્ક ડ્રીંક બનાવવા સૌપ્રથમ એક તપેલી ત્રણ કપ પાણી નાખી ગેસ પર ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય ત્યાં સુંધી માં બીજી તપેલી માં મેંગો જેલી ના પેકેટ માં આવેલ બને પેકેટ ખોલી મિક્સ કરી લ્યો. હવે પાણી ગરમ થઈ જાય એટલે ગેસ બંધ કરી એમાંથી અડધા કપ જેટલું પાણી જેલી ના મિશ્રણ માં નાખતા જઈ મિક્સ કરી લ્યો અને ગાંઠા ના રહે એનું ધ્યાન રાખવું.
- હવે જેલી ના મિશ્રણ માં બાકી નું ગરમ પાણી નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને એક થી બે થાળી માં નાખી ચાલીસ થી પચાસ મિનિટ ઠંડી થવા એક બાજુ મૂકો. ત્યાર બાદ એક તપેલી માં ખજૂર ના બીજ કાઢી ને લ્યો ત્યાર બાદ એમાં બદામ, કાજુ અને ખસખસ નાખો અને સાથે બધી સામગ્રી ડૂબી જાય એટલું ગરમ પાણી નાખી મિક્સ કરી ઢાંકી અડધા કલાક માટે એક બાજુ મૂકો.
- ત્યાર બાદ લીલા નારિયળ ના કટકા લ્યો એની છાલ ઉતારી નાના કટકા કરી મિક્સર જાર માં નાખો અને ઢાંકણ બંધ કરી પીસી લ્યો. પીસેલા મિશ્રણ માં ગ્લાસ એક પાણી નાખી ફરી ઢાંકણ બંધ કરી પીસી લ્યો. પીસેલા મિશ્રણ ને ગરણી માં નાખી નારિયળ નું દૂધ અલગ કરી લ્યો અને બચેલા નારિયળ ને મિક્સર જાર માં નાખો અને એમાં એક ગ્લાસ પાણી નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો અને પીસેલા મિશ્રણ ને ગરણી માં નાખી ગાળી લ્યો.
- હવે મિક્સર જાર માં પલાડી રાખેલ ડ્રાય ફ્રૂટ નાખી પીસી લ્યો. ત્યાર બાદ એમાં ખાંડ નાખી ફરીથી સ્મૂથ પીસી પેસ્ટ બનાવી લ્યો. તૈયાર પેસ્ટ ને નારિયળ ના દૂધ માં નાખી મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તૈયાર કરેલ મેંગો જેલી ના નાના નાના કટકા કરી નાખો અને બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને બરફ ના કટકા અને ગુલાબ ની પાંદડી નાખી ઠંડો ઠંડો મજા લ્યો. તો તૈયાર છે ડ્રાયફ્રુટ અને કોકોનટ મિલ્ક ડ્રીંક.
Notes
- મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો
- બચેલા નારિયળ ન છીણ ને બીજી કોઈ વાનગી માં નાખી શકો છો
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Mango Misti doi banavani rit | મેંગો મિસ્ટી દોઈ બનાવવાની રીત
Dudh mathi churmu | દૂધ માંથી ચુરમુ બનાવવાની રીત
Gol papdi recipe | ગોળ પાપડી બનાવવાની રીત