ઉનાળા ની સીઝન હોય એટલે આંબા તો બધા ના ગરમા હોય જ તો આજે આપણે આંબા અને દૂધ માંથી એકદમ રિફ્રેશિંગ ડ્રીંક તૈયાર કરીશું . જે મસ્ત ઠંડુ ઠંડું છે અને શરીર માં પણ ઠંડક આપે છે . નાના થી લઈ અને મોટા લોકો ને પીવા ની પણ મજા પડે એવી Mango drink – મેંગો ડ્રીંક આજે આપણે બનાવીશું.
કેરીના ડ્રીંક માટે ની સામગ્રી :-
- દૂધ 1 લીટર
- કસ્ટર્ડ પાવડર 2 ચમચી
- દૂધ 1 ¼ કપ
- ખાંડ 1 ½ કપ
- એલચી પાવડર 1 ½ ચમચી
- સબ્જા સીડ્સ 1 ચમચી
- સબ્જા સીડ્સ પલાળવા માટે 1 કપ પાણી
- બારીક સાબુદાણા 1 ½ કપ
- સાબુદાણા ઉકાળવા માટે 5 કપ પાણી
- કેરીનો પલ્પ 1 કપ
- સમારેલી કેરી 1 કપ
- બદામ 2 ચમચી
- પિસ્તા 2 ચમચી
Mango drink banavani rit
મેંગો ડ્રીંક બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક કડાઈ / પેન મુકીશું ત્યાર બાદ તેમાં 1 લીટર દૂધ નાખી અને મિડયમ તાપે દૂધ માં 2-3 ઉભરો આવી જાય ત્યાર સુધી ઉકળવા દેશું ત્યાર બાદ એક બાઉલ લેશું તેમાં 2 ચમચી વેનીલા ફ્લેવર્સ કસ્ટર્ડ પાવડર લેશું અને તેમાં ¼ કપ ઠંડું દૂધ નાખી અમે બંને વસ્તુ ને સારી રીતે મિક્સ કરી દેશું જેથી દૂધ માં ગાંઠા ના રઈ જાય
હવે દૂધ ઉકળી જાય એટલે તેમાં આપણે જે કસ્ટર્ડ પાવડર નું મિશ્રણ તૈયાર કર્યું હતું તે મિશ્રણ ને આપણે દૂધ માં નાખી અને સતત 3-4 મિનિટ સુધી હલાવતા જશું જેથી તેમાં ગાંઠા ના રઈ જાય 3-4 મિનિટ બાદ તેમાં ¼ કપ ખાંડ , એલચી પાવડર ¼ ચમચી નાખી ફરીથી ખાંડ ઓગળી જાય ત્યાર સુધી આપણે દૂધ ને ચડાવી લેશું ત્યાર બાદ દૂધ ને એક બાઉલ માં કાઢી અને એકદમ ઠંડુ થવા દેશું . જેમ જેમ દૂધ ઠંડુ થશે તેમ તેમ દૂધ ઘાટું થતું જશે .
ત્યાર બાદ આપણે બીજી તૈયારી કરી લેશું એક નાનો બાઉલ લેશું તેમાં 1 ચમચી સબ્જા સીડ્સ લેશું અને તેમાં પાણી નાખી અને 10 મિનિટ માટે તેને પલળવા માટે મૂકી દેશું . ત્યાર બાદ હવે ગેસ પર એક પેન મૂકીશું તેમાં 5 કપ પાણી નાખી અને પાણી ને એકદમ સારી રીતે ઉકાળી લેશું પાણી ઉકળી જાય એટલે તેમાં આપણે જે બજાર માં સાવ જીણા સાબુદાણા મળે છે તે સાબુ દાણા પાણી માં નાખી અને 12-13 મિનિટ સુધી સતત હલાવતા હલાવતા મિડયમ તાપે આપણે સાબુદાણા ને ચડાવી લેશું .
હવે સાબુદાણા ટ્રાન્સપ્રન્ટ થઈ જાય એટલે આપણે એક બાઉલ માં સાબુ દાણા ને ગરણી માં ગાળી અને બધું પાણી નિતારી લેશું અને ત્યાર બાદ સાબુદાણા માં આપણે ઠંડુ પાણી નાખી દેશું જેથી તેમાં રહેલો સ્ટ્રાચ નો ભાગ નીકળી જશે . હવે આપણું દૂધ ઠંડુ થઈ ગયું છે તેમાં આપણે મેંગો પલ્પ 1 કપ . 2 આંબા લઈ અને તેમાંથી આપણે પલ્પ કાઢી લેશું . અને બરાબર મિક્સ કરી લેશું. ઈયા ખાસ ધ્યાન રાખવું કે દૂધ એકદમ ઠંડુ કરવું જરૂરી છે જો દૂધ ગરમ હશે અને આપણે તેમાં આંબા નો પલ્પ નાખી દેશું તો આપણું દૂધ ફાટી પણ શકે છે .
ત્યાર બાદ આપણે તેમાં જીણા કાપેલા કેરી ના ટુકડા 1 કપ , બાફેલા સાબુદાણા , પલાળેલા સબ્જા સીડ્સ , 2 ચમચી બદામ કાપેલી , 2 ચમચી પિસ્તા નાખી ફરીથી બધું મિક્સ કરી લેશું .
તો તૈયાર છે આપણું મેંગો ડ્રીંક જેને 2 કલાક જેવું ફ્રીઝ માં મૂકી અને એકદમ ઠંડુ ઠંડું સર્વ કરીશું.
મેંગો ડ્રીંક બનાવવાની રીત

Mango drink banavani rit
Equipment
- 1 કડાઈ / પેન
- 1 બાઉલ
Ingredients
કેરીના ડ્રીંક માટે ની સામગ્રી :-
- 1 લીટર દૂધ
- 2 ચમચી કસ્ટર્ડ પાવડર
- 1¼ કપ દૂધ
- 1½ કપ ખાંડ
- 1½ ચમચી એલચી પાવડર
- 1 ચમચી સબ્જા સીડ્સ
- 1 ચમચી સબ્જા સીડ્સ પલાળવા માટે પાણી
- 1½ કપ બારીક સાબુદાણા
- 5 કપ સાબુદાણા ઉકાળવા માટે પાણી
- 1 કપ કેરીનો પલ્પ
- 1 કપ સમારેલી કેરી
- 2 ચમચી બદામ
- 2 ચમચી પિસ્તા
Instructions
Mango drink banavani rit
- મેંગો ડ્રીંક બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક કડાઈ / પેન મુકીશું ત્યાર બાદ તેમાં 1 લીટર દૂધ નાખી અને મિડયમ તાપે દૂધ માં 2-3 ઉભરો આવી જાય ત્યાર સુધી ઉકળવા દેશું ત્યાર બાદ એક બાઉલ લેશું તેમાં 2 ચમચી વેનીલા ફ્લેવર્સ કસ્ટર્ડ પાવડર લેશું અને તેમાં ¼ કપ ઠંડું દૂધ નાખી અમે બંને વસ્તુ ને સારી રીતે મિક્સ કરી દેશું જેથી દૂધ માં ગાંઠા ના રઈ જાય
- હવે દૂધ ઉકળી જાય એટલે તેમાં આપણે જે કસ્ટર્ડ પાવડર નું મિશ્રણ તૈયાર કર્યું હતું તે મિશ્રણ ને આપણે દૂધ માં નાખી અને સતત 3-4 મિનિટ સુધી હલાવતા જશું જેથી તેમાં ગાંઠા ના રઈ જાય 3-4 મિનિટ બાદ તેમાં ¼ કપ ખાંડ , એલચી પાવડર ¼ ચમચી નાખી ફરીથી ખાંડ ઓગળી જાય ત્યાર સુધી આપણે દૂધ ને ચડાવી લેશું ત્યાર બાદ દૂધ ને એક બાઉલ માં કાઢી અને એકદમ ઠંડુ થવા દેશું . જેમ જેમ દૂધ ઠંડુ થશે તેમ તેમ દૂધ ઘાટું થતું જશે .
- ત્યાર બાદ આપણે બીજી તૈયારી કરી લેશું એક નાનો બાઉલ લેશું તેમાં 1 ચમચી સબ્જા સીડ્સ લેશું અને તેમાં પાણી નાખી અને 10 મિનિટ માટે તેને પલળવા માટે મૂકી દેશું . ત્યાર બાદ હવે ગેસ પર એક પેન મૂકીશું તેમાં 5 કપ પાણી નાખી અને પાણી ને એકદમ સારી રીતે ઉકાળી લેશું પાણી ઉકળી જાય એટલે તેમાં આપણે જે બજાર માં સાવ જીણા સાબુદાણા મળે છે તે સાબુ દાણા પાણી માં નાખી અને 12-13 મિનિટ સુધી સતત હલાવતા હલાવતા મિડયમ તાપે આપણે સાબુદાણા ને ચડાવી લેશું .
- હવે સાબુદાણા ટ્રાન્સપ્રન્ટ થઈ જાય એટલે આપણે એક બાઉલ માં સાબુ દાણા ને ગરણી માં ગાળી અને બધું પાણી નિતારી લેશું અને ત્યાર બાદ સાબુદાણા માં આપણે ઠંડુ પાણી નાખી દેશું જેથી તેમાં રહેલો સ્ટ્રાચ નો ભાગ નીકળી જશે . હવે આપણું દૂધ ઠંડુ થઈ ગયું છે તેમાં આપણે મેંગો પલ્પ 1 કપ . 2 આંબા લઈ અને તેમાંથી આપણે પલ્પ કાઢી લેશું . અને બરાબર મિક્સ કરી લેશું. ઈયા ખાસ ધ્યાન રાખવું કે દૂધ એકદમ ઠંડુ કરવું જરૂરી છે જો દૂધ ગરમ હશે અને આપણે તેમાં આંબા નો પલ્પ નાખી દેશું તો આપણું દૂધ ફાટી પણ શકે છે .
- ત્યાર બાદ આપણે તેમાં જીણા કાપેલા કેરી ના ટુકડા 1 કપ , બાફેલા સાબુદાણા , પલાળેલા સબ્જા સીડ્સ , 2 ચમચી બદામ કાપેલી , 2 ચમચી પિસ્તા નાખી ફરીથી બધું મિક્સ કરી લેશું .
- તો તૈયાર છે આપણું મેંગો ડ્રીંક જેને 2 કલાક જેવું ફ્રીઝ માં મૂકી અને એકદમ ઠંડુ ઠંડું સર્વ કરીશું .
Notes
- જો તમારી પાસે નાના સાબુદાણા ના હોય તો તમે મોટા સાબુદાણા પણ લઈ સકો છો .
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Dryfruit ane coconut milk drink | ડ્રાયફ્રુટ અને કોકોનટ મિલ્ક ડ્રીંક
Tagar recipe | તગાર બનાવવાની રેસીપી
Gol varo Mohanthal | ગોળ વારો મોહનથાળ બનાવવાની રીત
Besan Milk Cake | બેસન મિલ્ક કેક બનાવવાની રીત
Kukar ma lapsi banavani rit | કુકર મા લાપસી બનાવવાની રીત