Home Dessert & Drinks Strawberry Cake Recipe in Gujarati | સ્ટ્રોબેરી કેક બનાવવાની રીત | Without...

Strawberry Cake Recipe in Gujarati | સ્ટ્રોબેરી કેક બનાવવાની રીત | Without Oven

0

હાલ માં ફેબ્રુઆરી મહિના માં વેલેન્ટાઇન ડે પર તમારા પ્રિય વ્યક્તિ ને ઘર તમારા હાથ થી બનાવેલ કેક ખવડાવી ઉજવણી કરી શકો એ માટે આજ આપણે ઘરે કેક બનાવતા શીખીશું.  આજે આપણે બનાવીશું Eggless Strawberry Cake With Fresh Strawberries. આ કેક બનાવવામાં આપણે ઈંડા કે ઓવનનો ઉપયોગ નહીં કરીએ, તેમ છતાં તે એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે.ઘણીવાર લોકોને ફરિયાદ હોય છે કે ઓવન વગર કેક બરાબર ફૂલતી નથી, પણ આ રેસીપીમાં આપેલી ટિપ્સ ફોલો કરવાથી તમારી કેક પણ બેકરી જેવી જ પરફેક્ટ બનશે. ચાલો જાણીએ ઓવન વગર સ્ટ્રોબેરી કેક બનાવવાની રીત.

સ્ટ્રોબેરી કેક બનાવવા જરૂરી સામગ્રી

  1. મેંદા નો લોટ 1 કપ
  2. ફ્રેશ સ્ટ્રોબેરી 140 ગ્રામ
  3. પીગળેલું માખણ ¼ કપ
  4. ખાંડ 100 ગ્રામ
  5. મિલ્ક પાઉડર ¼ કપ
  6. દૂધ 3-4 ચમચી
  7. સ્ટ્રોબેરી એસેન્સ ¼ ચમચી
  8. બેકિંગ પાઉડર 1 ચમચી
  9. બેકિંગ સોડા ¼ ચમચી
  10. પિંક ફૂડ કલર 1-2 ટીપા

Strawberry Cake banavani rit

સ્ટ્રોબેરી કેક બનાવવા સૌથી પહેલાકેક મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરી એક બાજુ મુકો. હવે સ્ટ્રોબેરી ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એના પાંદ અલગ કરી નાખો અને સ્ટ્રોબેરી ને ચાકુથી મીડીયમ સાઈઝ ની સુધારી કટકા કરી લ્યો. કટકા કરેલ સ્ટ્રોબેરી ને મિક્સર જારમાં નાખો સાથે ખાંડ નાખી પીસી સ્મૂથ પ્યુરી બનાવી લ્યો. તૈયાર પ્યુરી ને એક વાસણમાં કાઢો અને એમાં સ્ટ્રોબેરી એસેન્સ , પીગળેલ માખણ નાખી બને ને બરોબર મિક્સ કરી લ્યો.

હવે ગેસ પર કુકર અથવા કડાઈમાં કાંઠો મૂકી ઢાંકી ગ્રામ થવા મુકો. કડાઈ/ કુકર ગરમ થાય ત્યાં સુંડી એમાં ચાળી ને મેંદાનો લોટ, મિલ્ક પાઉડર, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા નાખી ગમે તે એક બાજુ ફેરવી ને બરોબર સ્મૂથ મિશ્રણ તૈયાર કરી લ્યો. ત્યાર બાદ એમાં દૂધ, પિંક ફૂડ કલર અને થોડા સ્ટ્રોબેરી ના કટકા નાખી મિક્સ બરોબર મિક્સ કરી લ્યો.

હવે તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ મોલ્ડ માં નાખી એક બે વખત થપથપાવી લ્યો. અને ત્યાર બાદ ઉપર ફરી થોડા સ્ટ્રોબેરી ના કટકા મૂકી મોલ્ડ ને કડાઈ/ કુકર માં મુકો અને ઢાંકી ને પહેલી પાંચ મિનીટ ફૂલ તાપે ત્યાર બાદ ધીમા તાપે ચાલીસ થી પિસ્તાલીસ મિનીટ માટે બેક કરી લ્યો.

ચાલીસ મિનીટ પછી કેક ને એક વખત ચાકુ નાખી ચેક કરી જોવો જો ચાકુ ક્લીન આવે તો ગેસ બંધ કરી નાખો નહિતર ફરી ઢાંકી પાંચ મિનીટ ચડાવી લેવો. કેક બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી કેક મોલ્ડ ને બહાર કાઢી લ્યો અને ત્યાર બાદ કેક ને ઠંડો થવા દયો. કેક ઠંડો થાય એટલે બીજી પ્લેટમાં ડીમોલ્ડ કરી લ્યો. ( જો તમને આઈસીંગ કરવી હોય તો વ્હીપ્ક્રીમ થી કરી શકો છો ) તો તૈયાર છે સ્ટ્રોબેરી કેક.

Eggless Strawberry Cake Tips

  1. ફૂડ કલર નાખવો ફરજીયાત નથી. કલર નાખવાથી કેક નો રંગ સારો દેખાશે.
  2. મોલ્ડ તમે કોઈ પણ આકારનો લઇ શકો છો.

સ્ટ્રોબેરી કેક બનાવવાની રીત

Fresh Strawberry Cake - ઓવન કે ઈંડા વગર સ્ટ્રોબેરી કેક બનાવવાની રીત

Strawberry Cake Recipe in Gujarati | સ્ટ્રોબેરી કેક બનાવવાની રીત | Without Oven

હાલ માં ફેબ્રુઆરી મહિના માં વેલેન્ટાઇન ડે પર તમારા પ્રિય વ્યક્તિ ને ઘર તમારા હાથ થી બનાવેલ કેક ખવડાવી ઉજવણી કરી શકો એ માટે આજ આપણે ઘરે કેક બનાવતા શીખીશું.  આજે આપણે બનાવીશું Eggless Strawberry Cake With Fresh Strawberries. આ કેક બનાવવામાં આપણેઈંડા કે ઓવનનો ઉપયોગ નહીં કરીએ, તેમ છતાં તે એકદમસોફ્ટ અને જાળીદાર બનશે.ઘણીવાર લોકોને ફરિયાદ હોય છે કે ઓવન વગર કેક બરાબર ફૂલતીનથી, પણ આ રેસીપીમાં આપેલી ટિપ્સ ફોલો કરવાથી તમારી કેક પણ બેકરી જેવી જ પરફેક્ટબનશે. ચાલો જાણીએ ઓવન વગર સ્ટ્રોબેરી કેક બનાવવાની રીત.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી
  • 1 મિક્સર
  • 1 મોલ્ડ

Ingredients

સ્ટ્રોબેરી કેક બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ મેંદા નો લોટ
  • 140 ગ્રામ ફ્રેશ સ્ટ્રોબેરી
  • ¼ કપ પીગળેલું માખણ
  • 100 ગ્રામ ખાંડ
  • ¼ કપ મિલ્ક પાઉડર
  • 3-4 ચમચી દૂધ
  • ¼ ચમચી સ્ટ્રોબેરી એસેન્સ
  • 1 ચમચી બેકિંગ પાઉડર
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • 1-2 ટીપા પિંક ફૂડ કલર

Instructions

Strawberry Cake banavani rit

  • સ્ટ્રોબેરી કેક બનાવવા સૌથી પહેલાકેક મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરી એક બાજુ મુકો. હવે સ્ટ્રોબેરી ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એના પાંદ અલગ કરી નાખો અને સ્ટ્રોબેરી ને ચાકુથી મીડીયમ સાઈઝ ની સુધારી કટકા કરી લ્યો. કટકા કરેલ સ્ટ્રોબેરી ને મિક્સર જારમાં નાખો સાથે ખાંડ નાખી પીસી સ્મૂથ પ્યુરી બનાવી લ્યો. તૈયાર પ્યુરી ને એક વાસણમાં કાઢો અને એમાં સ્ટ્રોબેરી એસેન્સ , પીગળેલ માખણ નાખી બને ને બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે ગેસ પર કુકર અથવા કડાઈમાં કાંઠો મૂકી ઢાંકી ગ્રામ થવા મુકો. કડાઈ/ કુકર ગરમ થાય ત્યાં સુંડી એમાં ચાળી ને મેંદાનો લોટ, મિલ્ક પાઉડર, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા નાખી ગમે તે એક બાજુ ફેરવી ને બરોબર સ્મૂથ મિશ્રણ તૈયાર કરી લ્યો. ત્યાર બાદ એમાં દૂધ, પિંક ફૂડ કલર અને થોડા સ્ટ્રોબેરી ના કટકા નાખી મિક્સ બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ મોલ્ડ માં નાખી એક બે વખત થપથપાવી લ્યો. અને ત્યાર બાદ ઉપર ફરી થોડા સ્ટ્રોબેરી ના કટકા મૂકી મોલ્ડ ને કડાઈ/ કુકર માં મુકો અને ઢાંકી ને પહેલી પાંચ મિનીટ ફૂલ તાપે ત્યાર બાદ ધીમા તાપે ચાલીસ થી પિસ્તાલીસ મિનીટ માટે બેક કરી લ્યો.
  • ચાલીસ મિનીટ પછી કેક ને એક વખત ચાકુ નાખી ચેક કરી જોવો જો ચાકુ ક્લીન આવે તો ગેસ બંધ કરી નાખો નહિતર ફરી ઢાંકી પાંચ મિનીટ ચડાવી લેવો. કેક બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી કેક મોલ્ડ ને બહાર કાઢી લ્યો અને ત્યાર બાદ કેક ને ઠંડો થવા દયો. કેક ઠંડો થાય એટલે બીજી પ્લેટમાં ડીમોલ્ડ કરી લ્યો. ( જો તમને આઈસીંગ કરવી હોય તો વ્હીપ્ક્રીમ થી કરી શકો છો ) તો તૈયાર છે સ્ટ્રોબેરી કેક.

Eggless Strawberry Cake Tips

  • ફૂડ કલર નાખવો ફરજીયાત નથી. કલર નાખવાથી કેક નો રંગ સારો દેખાશે.
  • મોલ્ડ તમે કોઈ પણ આકારનો લઇ શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version