Home Dessert & Drinks Chocolate tako mango cake | ચોકલેટ ટાકો મેંગો કેક

Chocolate tako mango cake | ચોકલેટ ટાકો મેંગો કેક

0
Image credit – Youtube/The Terrace Kitchen

આપણે ગરમી ની સીઝન છે અને મેંગો પણ બજાર માં આવે જ છે તો ચાલો આજે આ મેંગો ની રેસીપી માંથી એક ડિલિસિયસ રેસીપી Chocolate tako mango cake – ચોકલેટ ટાકો મેંગો કેક બનાવતા શીખીશું . જે નાના બાળકો થી લઈ અને મોટા બધા ને મજા પડી જાય એવું ડિઝર્ટ બનાવતા શીખીશું.

કેક બેઝ બનાવવા માટેની સામગ્રી :-

  •  દૂધ 3 ચમચી
  •  તેલ 1 ચમચી
  •  દળેલી ખાંડ 3 ચમચી
  •  મેંગો પલ્પ 1 ચમચી
  • મેંદો ¼ કપ
  • બેકિંગ પાવડર ¼ ચમચી 
  • બેકિંગ સોડા 2 ચપટી

એસેમ્બલ કરવા માટેની સામગ્રી :-

  • વ્હાઇટ ચોકલેટ કમ્પાઉન્ડ 60 ગ્રામ
  • પીળો ફૂડ કલર 2-3 ટીપા
  •  વ્હીપિંગ ક્રીમ ½ કપ
  •  પીળા ફૂડ કલરનાં થોડા ટીપાં

 ગાર્નિશિંગ કરવા માટેની સામગ્રી :-

  •  ગોલ્ડ વર્ખ
  •  સૂકી ગુલાબની પાંખડીઓ

Chocolate tako mango cake banavani rit

ચોકલેટ ટાકો મેંગો કેક બનાવવા માટે સૌ પ્રથમ કેક ના બેઝ ની તૈયારી કરી લેશું તેના માટે સૌ પ્રથમ એક મોટો બાઉલ લેશું તેમાં આપણે 3 ચમચી દૂધ લેશું અને ધ્યાન રાખવું કે દૂધ આપનું રૂમ ટ્રેમપ્રેચર પર હોવું જરૂરી છે ત્યાર બાદ તેમાં તેલ 1 ચમચી , પીસેલી ખાંડ 3 ચમચી , આંબા નો પલ્પ 1 ચમચી નાખી બધા લિક્વિડ વાળા પલ્પ ને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું .

ત્યાર બાદ આપણે બાઉલ માં મેંદો ¼ કપ , બેકિંગ પાવડર ¼ ચમચી , બેકિંગ સોડા 2 ચપટી , નાખી વિશ્કર ની મદદ થી બેટર ને એકદમ સારી રીતે હલાવી લેશું જેથી તેમાં ગાંઠા ના રઈ જાય ઈ ખાસ ધ્યાન રાખવું. ત્યાર બાદ આપણે એક પેન લેશું અને તેમાં આપણે આ બેટર ને સારી રીતે ફેલાવી ને સ્પ્રેડ કરી લેશું . જો તમને આ કેક તમારા નોર્મલ ટીન કેક માં બનાવો હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો .

હવે આપણે જે બેટર ને પેન માં ફેલાવી ને રાખ્યું હતું તે બેટર ને આપણે ગેસ પર ધીમા તાપે એક તવી મૂકીશું અને ઈ તવી ઉપર આપણે આ પેન ને મૂકી અને ઢાંકણ ઢાંકી અને 10-15 મિનિટ સુધી બેક થવા દેશું . અને ધ્યાન રાખવું કે જો આપનું ઉપર નું પળ 10 મિનિટ બાદ જ જો તમને ડ્રાય લાગે તો ગેસ બંઘ કરી અને પેન ને નીચે ઉતારી લેવું .

ત્યાર બાદ હવે આપણે વ્હાઇટ ચોકલેટ કમ્પાઉન્ડ ને  20 સેકન્ડ માટે માઇક્રોવેવ કરી અને ઓગાળી લેશું અને જો માઇક્રોવેવ ના હોય તો તમે ગેસ પર એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકવું તેમાં એક કાચ નો બાઉલ રાખવો તેમાં પણ પાણી ગરમ કરવા મૂકી અને તેમાં આ વ્હાઇટ ચોકલેટ કમ્પાઉન્ડ વાળા બાઉલ ને રાખી અને મેલ્ટ થવા દેવું . હવે વ્હાઇટ ચોકલેટ કમ્પાઉન્ડ મેલ્ટ થઈ ગયા બાદ એક નાના બાઉલ માં થોડો પીળો કલર નાખી સારી રીતે મિક્સ કરી અને સાઇડ માં મૂકી દેશું .

હવે આપણે આ રેસિપી માં મેંગો પણ જોઈશે તેના માટે  એક તાજો મેંગો લઈ લેશું અને તેના કટકા કરી લેશું . મેંગો તમે તમારી પસંદ મુજબ નો લઈ શકો છો . મેંગો ના કટકા કરી ને બાઉલ માં કાઢી લેશું મેંગો ની જરૂર છેલે પડશે . ત્યાર બાદ હવે આપણે એક વ્હીપ્ડ ક્રીમ લેશું તેમાં થોડો પીળો ફૂડ કલર નાખી અને ક્રીમ માં મિક્સ કરી લેશું . જો તમને તૈયાર વ્હિપીડ ક્રીમ ના લેવી હોય તો તમે તેને ઘરમાં પણ બનાવી શકો છો .

ત્યાર બાદ હવે કેક આપણો ઠંડો થઈ ગયો છે . તેને પેન માંથી કાઢી લેશું અને તેના પર કોઈ એક ગોળ થાળી મૂકી અને કેક ને ગોળ શેપ માં કટ કરી લેશું . અને થાળી ની સાઇઝ નું જ આપણે બટર પેપર પણ કાપી લેશું . અને હવે આપણે બટર પેપર પર આપણે જે વ્હાઇટ ચોકલેટ કમ્પાઉન્ડ તૈયાર કરી હતી તે ચોકલેટ ને આપણે આ પેપર પર મૂકી અને સારી રીતે સ્પ્રેડ કરી લેશું . અને ધ્યાન રાખવું કે સાઇડ ની કિનારી થોડી થોડી ખાલી રેવા દેશું જેથી આપણે બટર પેપર ઉપાડતી વખતે વાંધો ના આવે .

હવે ચોકલેટ સ્પ્રેડ થઈ ગયા બાદ આપણે તેના પર કેક જે કટ કર્યો હતો તે કેક મૂકી દેશું . અને હવે ટાકો ને શેપ આપવા માટે 2 હેવી કાંચ ના મગ ને થાળી માં રાખીશું અને આપણે જે કેક ને એસેમ્બલ કર્યું છે તે કેક ને થોડું જ ફોલ્ડ કરી અને આ 2 મગ ની વચે મૂકી દેશું અને આ આખી થાળી ને ફ્રીઝ માં મૂકી ને 15 મિનિટ માટે ઠંડુ થવા દેશું . 15 મિનિટ બાદ આપણો ચેક કરી લેશું તો. આપણે જે ટાકો નો સેપ જોઈએ છે તે સેપ એકદમ સારો એવો આવી ગયો હશે .

ત્યાર બાદ આપણે હવે જે કેક માં નીચે બટર પેપર લગાવ્યું હતું તે પેપર ને હલકા હાથે કાઢી લેશું અને તે બટર પેપર પર આપણે કેક ને મૂકી અને આપણે હવે તેને ગાર્નિસ કરીશું ગાર્નિસ કરવા માટે આપણે જે કેકે માં વચે જગ્યા મૂકી છે તે જગ્યા માં આપણે મેંગો ના કટકા કરી ને મૂક્યા હતા તે મેંગો ના કટકા નાખી દેશું તેના પર આપણે વ્હિપીડ ક્રીમ પાઇપિંગ બેગ માં કોઈ પણ નોઝેલ લગાવી અને તે ક્રીમ ને મેંગો ના કટકા પર ગાર્નિસ કરી દેશું . ફરીથી ઉપર થી થોડા મેંગો ના કટકા અને આપણે જે ગોલ્ડ વર્ખ લીધું હતું તે અને થોડી સૂકા ગુલાબ ની પાંદડી વડે ગાર્નિસ કરી દેશું.

તો તૈયાર છે આપણું મસ્ત મેંગો નું ટાકો કેક જેને તમે ગાર્નિસ કરી ને તરત જ સર્વ કરી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

ચોકલેટ ટાકો મેંગો કેક બનાવવાની રીત

Chocolate tako mango cake - ચોકલેટ ટાકો મેંગો કેક

Chocolate tako mango cake banavani rit

આપણે ગરમી ની સીઝન છે અને મેંગો પણ બજાર માં આવે જ છેતો ચાલો આજે આ મેંગો ની રેસીપી માંથી એક ડિલિસિયસ રેસીપી Chocolate tako mango cake – ચોકલેટ ટાકોમેંગો કેક બનાવતા શીખીશું . જે નાના બાળકોથી લઈ અને મોટા બધા ને મજા પડી જાય એવું ડિઝર્ટ બનાવતા શીખીશું.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 બાઉલ
  • 1 નોઝલ
  • 1 પાઇપિંગ બેગ
  • 1 બટર પેપર
  • 1 ગોળ નાની થાળી
  • 1 વિશ્કર
  • 1 તવી
  • 1 પેન

Ingredients

કેક બેઝ બનાવવા માટેની સામગ્રી :-

  • 3 ચમચી દૂધ
  • 1 ચમચી તેલ
  • 3 ચમચી દળેલી ખાંડ
  • 1 ચમચી મેંગો પલ્પ
  • ¼ કપ મેંદો
  • ¼ ચમચી બેકિંગ પાવડર
  • 2 ચપટી બેકિંગ સોડા

એસેમ્બલ કરવા માટેની સામગ્રી :-

  • 60 ગ્રામ વ્હાઇટ ચોકલેટ કમ્પાઉન્ડ
  • 2-3 ટીપા પીળો ફૂડ કલર
  • ½ કપ વ્હીપિંગ ક્રીમ
  • પીળા ફૂડ કલરનાં થોડા ટીપાં

ગાર્નિશિંગ કરવા માટેની સામગ્રી :-

  • ગોલ્ડ વર્ખ
  • સૂકી ગુલાબની પાંખડીઓ

Instructions

Chocolate tako mango cake banavani rit

  • ચોકલેટ ટાકો મેંગો કેક બનાવવા માટે સૌ પ્રથમ કેક ના બેઝ ની તૈયારી કરી લેશું તેના માટે સૌ પ્રથમ એક મોટો બાઉલ લેશું તેમાં આપણે 3 ચમચી દૂધ લેશું અને ધ્યાન રાખવું કે દૂધ આપનું રૂમ ટ્રેમપ્રેચર પર હોવું જરૂરી છે ત્યાર બાદ તેમાં તેલ 1 ચમચી , પીસેલી ખાંડ 3 ચમચી , આંબા નો પલ્પ 1 ચમચી નાખી બધા લિક્વિડ વાળા પલ્પ ને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું .
  • ત્યાર બાદ આપણે બાઉલ માં મેંદો ¼ કપ , બેકિંગ પાવડર ¼ ચમચી , બેકિંગ સોડા 2 ચપટી , નાખી વિશ્કર ની મદદ થી બેટર ને એકદમ સારી રીતે હલાવી લેશું જેથી તેમાં ગાંઠા ના રઈ જાય ઈ ખાસ ધ્યાન રાખવું. ત્યાર બાદ આપણે એક પેન લેશું અને તેમાં આપણે આ બેટર ને સારી રીતે ફેલાવી ને સ્પ્રેડ કરી લેશું . જો તમને આ કેક તમારા નોર્મલ ટીન કેક માં બનાવો હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો .
  • હવે આપણે જે બેટર ને પેન માં ફેલાવી ને રાખ્યું હતું તે બેટર ને આપણે ગેસ પર ધીમા તાપે એક તવી મૂકીશું અને ઈ તવી ઉપર આપણે આ પેન ને મૂકી અને ઢાંકણ ઢાંકી અને 10-15 મિનિટ સુધી બેક થવા દેશું . અને ધ્યાન રાખવું કે જો આપનું ઉપર નું પળ 10 મિનિટ બાદ જ જો તમને ડ્રાય લાગે તો ગેસ બંઘ કરી અને પેન ને નીચે ઉતારી લેવું .
  • ત્યાર બાદ હવે આપણે વ્હાઇટ ચોકલેટ કમ્પાઉન્ડ ને 20 સેકન્ડ માટે માઇક્રોવેવ કરી અને ઓગાળી લેશું અને જો માઇક્રોવેવ ના હોય તો તમે ગેસ પર એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકવું તેમાં એક કાચ નો બાઉલ રાખવો તેમાં પણ પાણી ગરમ કરવા મૂકી અને તેમાં આ વ્હાઇટ ચોકલેટ કમ્પાઉન્ડ વાળા બાઉલ ને રાખી અને મેલ્ટ થવા દેવું . હવે વ્હાઇટ ચોકલેટ કમ્પાઉન્ડ મેલ્ટ થઈ ગયા બાદ એક નાના બાઉલ માં થોડો પીળો કલર નાખી સારી રીતે મિક્સ કરી અને સાઇડ માં મૂકી દેશું .
  • હવે આપણે આ રેસિપી માં મેંગો પણ જોઈશે તેના માટે એક તાજો મેંગો લઈ લેશું અને તેના કટકા કરી લેશું . મેંગો તમે તમારી પસંદ મુજબ નો લઈ શકો છો . મેંગો ના કટકા કરી ને બાઉલ માં કાઢી લેશું મેંગો ની જરૂર છેલે પડશે . ત્યાર બાદ હવે આપણે એક વ્હીપ્ડ ક્રીમ લેશું તેમાં થોડો પીળો ફૂડ કલર નાખી અને ક્રીમ માં મિક્સ કરી લેશું . જો તમને તૈયાર વ્હિપીડ ક્રીમ ના લેવી હોય તો તમે તેને ઘરમાં પણ બનાવી શકો છો .
  • ત્યાર બાદ હવે કેક આપણો ઠંડો થઈ ગયો છે . તેને પેન માંથી કાઢી લેશું અને તેના પર કોઈ એક ગોળ થાળી મૂકી અને કેક ને ગોળ શેપ માં કટ કરી લેશું . અને થાળી ની સાઇઝ નું જ આપણે બટર પેપર પણ કાપી લેશું . અને હવે આપણે બટર પેપર પર આપણે જે વ્હાઇટ ચોકલેટ કમ્પાઉન્ડ તૈયાર કરી હતી તે ચોકલેટ ને આપણે આ પેપર પર મૂકી અને સારી રીતે સ્પ્રેડ કરી લેશું . અને ધ્યાન રાખવું કે સાઇડ ની કિનારી થોડી થોડી ખાલી રેવા દેશું જેથી આપણે બટર પેપર ઉપાડતી વખતે વાંધો ના આવે .
  • હવે ચોકલેટ સ્પ્રેડ થઈ ગયા બાદ આપણે તેના પર કેક જે કટ કર્યો હતો તે કેક મૂકી દેશું . અને હવે ટાકો ને શેપ આપવા માટે 2 હેવી કાંચ ના મગ ને થાળી માં રાખીશું અને આપણે જે કેક ને એસેમ્બલ કર્યું છે તે કેક ને થોડું જ ફોલ્ડ કરી અને આ 2 મગ ની વચે મૂકી દેશું અને આ આખી થાળી ને ફ્રીઝ માં મૂકી ને 15 મિનિટ માટે ઠંડુ થવા દેશું . 15 મિનિટ બાદ આપણો ચેક કરી લેશું તો. આપણે જે ટાકો નો સેપ જોઈએ છે તે સેપ એકદમ સારો એવો આવી ગયો હશે .
  • ત્યાર બાદ આપણે હવે જે કેક માં નીચે બટર પેપર લગાવ્યું હતું તે પેપર ને હલકા હાથે કાઢી લેશું અને તે બટર પેપર પર આપણે કેક ને મૂકી અને આપણે હવે તેને ગાર્નિસ કરીશું ગાર્નિસ કરવા માટે આપણે જે કેકે માં વચે જગ્યા મૂકી છે તે જગ્યા માં આપણે મેંગો ના કટકા કરી ને મૂક્યા હતા તે મેંગો ના કટકા નાખી દેશું તેના પર આપણે વ્હિપીડ ક્રીમ પાઇપિંગ બેગ માં કોઈ પણ નોઝેલ લગાવી અને તે ક્રીમ ને મેંગો ના કટકા પર ગાર્નિસ કરી દેશું . ફરીથી ઉપર થી થોડા મેંગો ના કટકા અને આપણે જે ગોલ્ડ વર્ખ લીધું હતું તે અને થોડી સૂકા ગુલાબ ની પાંદડી વડે ગાર્નિસ કરી દેશું.
  • તો તૈયાર છે આપણું મસ્ત મેંગો નું ટાકો કેક જેને તમે ગાર્નિસ કરી ને તરત જ સર્વ કરી શકો છો .
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version