આ ફરાળી ડ્રાય ફ્રુટ મિલ્ક શેક ને તમે સવાર અથવા સાંજ ની હલકી ફુલ્કી ભૂખ માં બનાવી ને પી શકો છો અને ભૂખ ને શાંત કરી શકો છો. આ ડ્રીંક બનાવવી ખૂબ સરળ છે અને એક વખત બનાવી ફ્રીઝ માં મૂકી એકાદ દિવસ સુંધી પી શકો છો અને નાના મોટા પ્રસંગ માં પણ ઠંડુ ઠંડુ સર્વ કરી શકો છો. તો ચાલો Farali Dry fruit milk shake શીખીએ.
ડ્રાય ફ્રુટ મિલ્ક શેક બનાવવા જરૂરી સામગ્રી
- કાજુ 10-12
- બદામ 10-12
- પિસ્તા 8-10
- કીસમીસ 8-10
- નવશેકું દૂધ ¼ કપ
- ગરમ કરી ઠંડુ કરેલ ફૂલ ક્રીમ દૂધ 3 કપ
- ખાંડ 1-2 ચમચી
- કેસર ના તાંતણા 5-7
ફરાળી ડ્રાય ફ્રુટ મિલ્ક શેક બનાવવાની રીત
ફરાળી ડ્રાય ફ્રુટ મિલ્ક શેક બનાવવા સૌપ્રથમ એક મોટા વાટકામાં કાજુ, બદામ, પીસ્તા, કીસમીસ નાખો અને સાથે એમાં પા કપ નવશેકું દૂધ નાખી પલાળી લ્યો ,
ત્યાર બાદ વાટકા ને ઢાંકી ને પંદર વીસ મિનિટ માટે એક બાજુ મૂકી દયો. વીસ મિનિટ પછી બધી સામગ્રી ને મિક્સર જાર માં નાખો અને ઢાંકણ બંધ કરી પીસી સ્મુથ પેસ્ટ બનાવી લ્યો.
હવે એમાં ત્રણ થી સાડા ત્રણ કપ ગરમ કરી ઠંડુ કરેલ દૂધ નાખો સાથે ખાંડ અને કેસરના તાંતણા નાખી ફરીથી ઢાંકણ બંધ કરી બરોબર પીસી ને ખાંડ ને દૂધ માં ઓગળી લ્યો.
ખાંડ અને ફ્રુટ વાળું દૂધ બરોબર મિક્સ થઈ જાય એટલે એક ગ્લાસમાં કાઢી લ્યો અને ઉપરથી ડ્રાય ફ્રુટ ની કતરણ અને કેસર ના તાંતણા નાખી ઠંડો ઠંડો મજા લ્યો ફરાળી ડ્રાય ફ્રુટ મિલ્ક શેક.
Dry fruit milk shake recipe notes
- અહી જો તમને ચારવડી પસંદ હોય તો એ પણ નાખી શકો છો.
- ખાંડ ની માત્રા વધુ ઓછી કરી શકો છો.
- બદામ ને પલાળી લીધા બાદ એના ફોતરા કાઢી ને નાખશો તો વધારે સારું રહેશે.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Farali Dry fruit milk shake banavani rit

Farali Dry fruit milk shake banavani rit
Equipment
- 1 મિક્સર
- 1 ગ્લાસ
Ingredients
ડ્રાય ફ્રુટ મિલ્ક શેક બનાવવા જરૂરી સામગ્રી
- 10-12 કાજુ
- 10-12 બદામ
- 8-10 પિસ્તા
- 8-10 કીસમીસ
- ¼ કપ નવશેકું દૂધ
- 3 કપ ગરમ કરી ઠંડુ કરેલ ફૂલ ક્રીમ દૂધ
- 1-2 ચમચી ખાંડ
- 5-7 કેસર ના તાંતણા
Instructions
Farali Dry fruit milk shake banavani rit
- ફરાળી ડ્રાય ફ્રુટ મિલ્ક શેક બનાવવા સૌપ્રથમ એક મોટા વાટકામાં કાજુ, બદામ, પીસ્તા, કીસમીસ નાખો અને સાથે એમાં પા કપ નવશેકું દૂધ નાખી પલાળી લ્યો ,
- ત્યાર બાદ વાટકા ને ઢાંકી ને પંદર વીસ મિનિટ માટે એક બાજુ મૂકી દયો. વીસ મિનિટ પછી બધી સામગ્રી ને મિક્સર જાર માં નાખો અને ઢાંકણ બંધ કરી પીસી સ્મુથ પેસ્ટ બનાવી લ્યો.
- હવે એમાં ત્રણ થી સાડા ત્રણ કપ ગરમ કરી ઠંડુ કરેલ દૂધ નાખો સાથે ખાંડ અને કેસરના તાંતણા નાખી ફરીથી ઢાંકણ બંધ કરી બરોબર પીસી ને ખાંડ ને દૂધ માં ઓગળી લ્યો.
- ખાંડ અને ફ્રુટ વાળું દૂધ બરોબર મિક્સ થઈ જાય એટલે એક ગ્લાસમાં કાઢી લ્યો અને ઉપરથી ડ્રાય ફ્રુટ ની કતરણ અને કેસર ના તાંતણા નાખી ઠંડો ઠંડો મજા લ્યો ફરાળી ડ્રાય ફ્રુટ મિલ્ક શેક.
Dry fruit milk shake recipe notes
- અહી જો તમને ચારવડી પસંદ હોય તો એ પણ નાખી શકો છો.
- ખાંડ ની માત્રા વધુ ઓછી કરી શકો છો.
- બદામ ને પલાળી લીધા બાદ એના ફોતરા કાઢી ને નાખશો તો વધારે સારું રહેશે.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Soji halva nu primix | સોજી હલવા નું પ્રિમિક્ષ બનાવવાની રીત
ખજુર દૂધ બનાવવાની રીત | Khajur dudh banavani rit
સોજી માવા ના મીઠા ગુજીયા બનાવવાની રીત | Soji mava na mitha gujiya banavani rit
ગોંદ કતીરા ખીર બનાવવાની રીત | Gond Katira kheer banavani rit
ઈમલી મોજીતો બનાવવાની રીત | Imli Mojito banavani rit